Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર
છેડીએ તેા ટકી શકીએ નહિ. આટલા જ માટે જેઓ ગર્ભથી ત્રણે જ્ઞાનને અને જન્માંતરથી સમ્યક્ત્વને ધારણ કરનારા એવા તીર્થંકરો પણ આદ્ય સોગાને વાસરાવવાની પદ્ધતિ લે છે. એટલે ‘ અપારાનો' અર્થાત્ ઘેરથી નીકળીને, સસાર છેડીને એમણે સાધુપણું લીધુ. તીર્થંકરમહારાજ સરખાને ઘર રાખવું ને સાધુપણું રાખવુ અસંભવિત હતું. પ્રશ્નઃ-તીર્થંકર રાગી ખરા કે નહિ?
રાગી છતાં વિરાગી. જ્યાં જ્યાં દુનિયામાં રાગ કહેવાય છે તેમાં જ એમને વૈરાગ્ય, એમને અંદરથી ન્યારા રહેવાનુ છે. એમના જેવા વિશેષ નિળ રહે છે. ગૃહસ્થકાળ ૩૦ વર્ષ નહિ કે ૨૮.
ચાલુ અધિકારમાં આવે. જન્માંતરથી સમ્યક્ત્વ લઈને આવેલા અને ગર્ભથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તીર્થંકરને પણ ગૃહસ્થપણું ને સાધુપણું સાથે રહી શકયાં નહિ. એએ ઘરથી નીકળ્યા ત્યાર પછી જ સાધુપણું ગણાયું. ભગવાન્ મહાવીરના ગૃડસ્થકાળ ૩૦ વર્ષના અને સાધુપણાને કાળ ૪૨ વર્ષના છે. ૨૮ વર્ષ પછીનાં બે વર્ષે તેમાં ફાસુભાગી, બ્રહ્મચારી અને ચારિત્રની પરિણતિમાં રહ્યા છે તેથી ગૃહસ્થપણાનાં ૨૮ વર્ષ કહેવાં જોઇએ અને ૪૪ વર્ષ સાધુપણાનાં ગણવાં જોઇએ, પણ કાઈએ ગણ્યાં નથી; કારણકે ગૃહસ્થપણામાં ત્યાગીપણે રહ્યા તે ચારિત્રમાં ન ગણાય.
ભગવાનના બે વર્ષોના પર્યાય.
*
વિચારા મેટી ઉંમરના રાજકુમારને સ્નાન વગર એ વ
રહેવુ... કેટલું મુશ્કેલ ? દુનિયાની દૃષ્ટિએ એ અઘારી ખાવા જેવા
ગણાય. સાધુઓને પેાતાના નિમિત્તે કરેલા આહાર-પાણી છેડવાં