Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
( વ્યાખ્યાન
ચાન '
૨૮
સ્થાનાંગસૂત્ર પરસ્પર વિરેધવાળું વચન શાસ્ત્રકારનું ન હોય
પ્રશ્ન-એક બાજુ અર્થ ને કામ રાખવાનું કહે અને બીજી બાજુ સરવાળો મેળવ્યો–સર્વથા વિરતિ, બતાવે, તે વચનને ઢંગધડે કેમ ગણાય?
જેના વચનમાં પરસ્પર વિરોધ આવે તે શાસ્ત્રકાર કહેવાય નહિ, તે સર્વજ્ઞ કયાંથી મનાય ?
આવું બતાવે તો શાસ્ત્રકારપણાથી બાતલ થઈ જાય. પ્રતિમાનું પૂજન
જિનેશ્વરની પ્રતિમાની પૂજા અમુક હદે કરવા લાયક છે અને અમુક હદે છેડવા લાયક છે. શ્રાવકધર્મમાં હોય ત્યાં સુધી પૂજા ન કરે તે વિરાધક. સાધુધર્મમાં આવેલ પૂજા કરે તે વિરાધક. આ પરસ્પર વિરૂદ્ધ છે કે નહિ? નથી. અધિકારી જુદા રાખ્યા.
'
. ' પૂજનમાં વૈદ્યના ઔષધને ન્યાય - વૈદ્ય ગરમીવાળાને સૂંઠ, ગરમ પદાર્થ ખાવાની મનાઈ કરે. વાયુના દરદીને એ ખાવાની એ સલાહ આપે છે. તેથી પરસ્પર વિરૂદ્ધ ઉપદેશવાળે ગણાય ખરે? જે રેગી તે પ્રમાણે દવા. અધિકારીને અંગે એક વસ્તુ લેવા લાયક, તે જ બીજા અધિકારીને છેડવા લાયક કહે તેમાં વિરોધ નથી. જેમકે વૈદ્ય દરદીના ભેદને સમજીને ઔષધે ને કરી ભિન્નભિન્ન બતાવે તે અહિત કરનારે કહેવાય નહિ. શ્રાવક અધિકારી હોય ત્યારે પૂજાની કર્તવ્યતા જણાવે; સાધુ અધિકારી હોય તે તેને પૂજાને નિષેધ જણાવે. તેમાં આશ્ચર્ય શું? સાધુ પજા કેમ ન કરે
શ્રાવકે પૂજન કરવું જ જોઈએ, એમાં આરંભ સમારંભ