________________
૧૫૫
* स्वदर्शनानुसारेण प्रातिभज्ञानप्रतिपादनम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨
योगजादृष्टजनितः, स तु प्रातिभसंज्ञितः । सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ॥२॥
સઃ = ज्ञानयोगः तु योगजाऽदृष्टजनितः = मोक्षयोजक- परिशुद्ध - सर्वधर्मव्यापारजन्येन प्रभूतकर्मनिर्जराऽऽक्षेपकेन पुण्यानुबन्धिपुण्यविशेषेण जनितः प्रातिभसंज्ञितः = केवलार्कारुणोदयस्थानीयानुभवाऽपराभिधानप्रातिभसंज्ञासङ्केतितः दिन-रात्रिभ्यां सन्ध्या इव केवल- श्रुतयोः पृथक् भिन्नः । तदुक्तं ज्ञानसारे > સન્ધ્યવ વિન-રાત્રિન્મ્યાં વહ-શ્રુતો: પૃથ । વુધેનુમવો હૃદ: વારિનોવઃ ॥ – (૨૬/ १) इति । फलावञ्चकयोगात् प्रातिभज्ञानं जायते । तदुक्तं षोडशकेचरमावश्ञ्चकयोगात् प्रातिभसञ्जाततत्त्वસંતૃષ્ટિ: ← (१५ / ६) । प्रतिभैव प्रातिभं अदृष्टार्थविषयो मतिज्ञानविशेषः <- इति योगदीपिकाकारः । एतेन → प्रातिभमपि श्रुतज्ञानमेव, अन्यथा षष्ठज्ञानप्रसङ्गः ← इति निरस्तम् ।
वस्तुतस्तु क्षपकश्रेण्यनुगतमोक्षमार्गानुसारिप्रकृष्टोहाऽऽख्यज्ञानमेव प्रातिभज्ञानम् । नैतच्छ्रुतं, न केवलं, न च ज्ञानान्तरमिति रात्रिन्दिवारुणोदयवत् । अरुणोदयो हि न रात्रिंदिवाऽतिरिक्तो न च तयोरेकोऽपि वक्तुं पार्यते । एवं प्रातिभमप्येतन्न तदतिरिक्तं न च तयोरेकमपि वक्तुं शक्यते । तत्काल एव तथो -
=
શ્લોકાર્થ :- તે જ્ઞાનયોગનું નામ પ્રાતિભ જ્ઞાનયોગ છે. તે યોગજન્ય અષ્ટથી ઉત્પન્ન થાય છે. જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા ભિન્ન છે, તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રાતિભજ્ઞાન ભિન્ન છે. (૨/૨) • પ્રાતિભજ્ઞાન એ જ જ્ઞાનયોગ
==
ટીકાર્થ :- મોક્ષની સાથે જોડી આપે તેવી સર્વ પરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય પુષ્કળ કર્મનિર્જરાને ખેંચી લાવે છે તેને યોગજ અદૃષ્ટ કહેવાય. તેનાથી પ્રાતિભ નામનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ જ્ઞાનયોગ છે. કેવળજ્ઞાન રૂપી સૂર્ય ઉગે તે પહેલાં જેમ અરૂણોદય થાય છે તેમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વે અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ અનુભવજ્ઞાન પ્રાતિભ જ્ઞાન પણ કહેવાય છે. દિવસ અને રાત્રિથી જેમ સંધ્યા ભિન્ન છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રાતિભજ્ઞાન ભિન્ન છે. જ્ઞાનસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે > દિવસ-રાતથી જેમ સંધ્યા ભિન્ન છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન એવું અનુભવજ્ઞાન તે કેવળજ્ઞાન રૂપી સૂર્યના અરૂણોદય જેવું છે. એવું જ્ઞાની પુરૂષોએ જોયેલું છે. ←પૂર્વે જણાવેલ ફલાવંચક યોગથી પ્રાતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે. ષોડશક ગ્રંથમાં અપર તત્ત્વને જોયા બાદ પરતત્ત્વને જોનાર યોગી કેવા હોય છે ? તેને જણાવતાં કહ્યું છે કે > ચરમાવંચક ફલાવંચક યોગથી પ્રાતિભજ્ઞાન દ્વારા યોગીને તત્ત્વદષ્ટિ ઉત્પન્ન થાય છે. — ષોડશક ગ્રંથની યોગદીપિકા ટીકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ બતાવેલ છે કે > પ્રતિભા એ જ પ્રાતિભજ્ઞાન કહેવાય, તે મતિજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. તે અદૃષ્ટાર્થવિષયક હોય છે. —— આવું કહેવાથી > પ્રાતિભ જ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે. બાકી છઠ્ઠા જ્ઞાનને માનવાની આપત્તિ આવશે. ← આવી શંકાનું નિવારણ થઈ જાય છે.
વસ્તુત॰ । વાસ્તવમાં તો ક્ષપકશ્રેણિને અનુગત એવા મોક્ષમાર્ગને અનુસરનાર પ્રકૃષ્ટ ‘ઊહ’ નામનું જ્ઞાન એ જ પ્રાતિભજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન પણ નથી. તેમ જ કેવળજ્ઞાન પણ નથી. તથા પાંચ જ્ઞાનથી અતિરિકત છઠ્ઠું જ્ઞાન પણ નથી. પરંતુ રાત-દિવસની વચ્ચે રહેલ અરૂણોદય જેવું છે. જેમ અરૂણોદય રાત કે દિવસથી અતિરિક્ત નથી, તેમ જ રાત-દિવસમાં તેનો સમાવેશ પણ થતો નથી. તેમ પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી અતિરિક્ત પણ નથી, તેમ જ તે બેમાં તેનો સમાવેશ પણ થતો નથી. તે જ સમયે (યથા