Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh
View full book text
________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
साम्ययोगरतावविद्याविलयः 8
કૃતિઃ
=
एवंप्रकारेण साम्यप्रभावं अनुत्तरं = सर्वोत्कृष्टं मत्वा यः शुभमतिः इह = परिशुद्धसाम्ययोगे निरतः = परायणः स नित्यानन्दः सदा प्रसन्नः सन् कदापि न = नैव खिद्य ग्लायते म्लायते वा । इत्थं साम्ययोगशुद्धिप्रकर्षेण विगलदखिलाऽविद्यः विगच्छन्निखिलाऽज्ञानौघः सन् स पूर्णस्वभावसमृद्धिमान् = परिपूर्णपरमात्मानन्दस्वभाववैभवशाली भवति । स खलु भावारीणां = आन्तरशत्रूणां जयेन = વિનયેન યા શ્રિયં = परमपदप्राप्तिप्रथितयशः कीर्तिरूपां लक्ष्मीं लभते प्राप्नोति । 'यशः श्रिय' मित्येवं निर्देशेन ‘यशोविजय' इति स्वनामसूचनमकारि ग्रन्थकृता महामहोपाध्यायेनेति विज्ञेयम् ॥४/२३॥ ॥ રૂતિ તુર્યોઽષિજારઃ ||
=
=
=
૩૫૦
।। इति जगद्गुरुबिरुदधारिश्रीहीरविजयसूरीश्वरशिष्य-षट्तर्कविद्याविशारदमहोपाध्यायश्रीकल्याण विजयगणि शिष्य - शास्त्रज्ञ तिलक पण्डित श्री लाभविजयगणि-शिष्य - मुख्यपण्डितजीत विजयगणिसतीर्थ्यालङ्कारपण्डित - श्रीनयविजयगणिचरणकजचञ्चरीकपण्डितपद्मविजयगणिसहोदर - न्यायविशारद -महोपाध्यायश्रीयशोविजयगणिप्रणीतं समाप्तमिदमध्यात्मोपनिषत्प्रकरणम् ॥
આ વાત ખ્યાલમાં રાખવી. (૪/૨૩)
આ પ્રમાણે જગદ્ગુરૂબિરૂદને ધારણ કરનાર શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને ષદર્શનની વિદ્યામાં વિશારદ એવા મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયગણિવર થયા. તેમના શિષ્ય અને શાસ્ત્રવેત્તામાં તિલકસમાન એવા પંડિત શ્રીલાભવિજયગણિ થયા. તેમના શિષ્ય, પંડિતશિરોમણિ જિતવિજયજી ગણિના ગુરૂભાઈ પંડિતશ્રી નયવિજયગણિ હતા. તેમના ચરણકમલમાં ભ્રમરસમાન અને પંડિતપદ્મવિજયજી ગણિના સંસારિપણે ભાઈ એવા ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે રચેલ અધ્યાત્મોપનિષદ્ પ્રકરણના સામ્યયોગશુદ્ધિ નામનો ચોથો અધિકાર પૂર્ણ થયો.
આ અધ્યાત્મવૈશારદીની પ્રશસ્તિ ક
શ્રી તપગચ્છમાં આત્મારામજી મહારાજ (શ્રીવિજયાનંદસૂરિજી) ની પાટે શ્રીમદ્ વિજય કમલસૂરિ મહારાજ સાહેબ પધાર્યા. તેમની પાટે ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજ પ્રતિષ્ઠિત થયા. તેઓની પાટે સૂર્ય જેવી પ્રતાપી કાન્તિવાળા વિજય દાનસૂરિ મહારાજ થયા. તેમના પટ્ટરૂપી ગગનમાં ચંદ્રસમાન સૌમ્ય કાન્તિવાળા શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર મહારાજ થયા. તેઓ પ્રભાવવન્તા શિષ્ય વગેરેની લબ્ધિથી યુક્ત હતા. તેમના પદ્મરૂપી આકાશને તેજસ્વી કરનાર સૂર્ય જેવી કાન્તિવાળા શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓ એકાંતવાદનો નાશ કરનારા હતા. તેઓએ ઈષ્ટફળસિદ્ધિ વગેરે સિદ્ધાંતોને સુરક્ષિત બનાવ્યા. વર્તમાન કલિકાળમાં પણ તેઓશ્રીએ શ્રીસકળ સંઘની એકતા માટે ઘણી મહેનત કરી હતી. વર્ધમાન તપની ૧૦૮ ઓળી તેમણે આનંદથી નિર્દોષચર્ચાપૂર્વક પૂર્ણ કરી. આથી તેઓ વર્ધમાન તપોનિધિ પણ કહેવાયા. ન્યાય જેવા ગહન શાસ્ત્રો ઉપર અજોડ વિદ્વત્તા હોવાને લીધે તેઓશ્રી ન્યાયવિશારદ પણ કહેવાતા હતા. તેઓશ્રીના પટ્ટરૂપી આકાશના આંગણામાં ચંદ્ર જેવી સૌમ્ય કાંતિવાળા શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ વર્તમાન કાળમાં શોભે છે. તેમને આચાર્ય પદવી આપવાના સમયે તેમના ગુરૂદેવ ન્યાયવિશારદજીએ સકળ શ્રીસંઘની ઉપસ્થિતિમાં ‘સિદ્ધાંતદિવાકર’ આવું બિરૂદ આપ્યું હતું. આવા ગીતાર્થમૂર્ધન્ય ગચ્છાધિપતિ શ્રી

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242