________________
ॐ अध्यात्मवैशारदीकृत्प्रशस्तिः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
૩૫૨
टीकेयं शोधिता सम्यक् श्रीजगच्चन्द्रसूरिभिः । विदुषा गणिना चाऽपि सुन्दरेण जयादिना ||१३|| कृतिरियं सदा नन्द्याच्छ्रीयशोविजयस्य हि । अनया लभतां लोको ममताविजयश्रियम् ||१४||
इति अध्यात्मोपनिषत्प्रकरणस्य मुनियशोविजयकृता अध्यात्मवैशारदी टीका ॥
આ પ્રમાણે અધ્યાત્મોનષત્ પ્રકરણ તથા તેના ઉપર રચેલી અધ્યાત્મવૈશાદી નામની સંસ્કૃત વ્યાખ્યા- આ બન્નેનું ‘અધ્યાત્મપ્રકાશ’ નામનું ગુજરાતી વિવરણ શ્રી હર્ષદભાઈ મણિલાલ સંઘવીની સહાયથી મુનિ યશોવિજયે સાનંદ સંપૂર્ણ કર્યું.
// જ્વાળમસ્તુ શ્રીસંઘસ્ય ||
16
મૃગશીર્ષ પૂર્ણિમા
વિ.સં. ૨૦૫૨
અંધેરી ગુજરાતી જૈન સંઘ, એસ.વી. રોડ, ઈર્લા બ્રીજ, વિલે પાર્લા (પશ્ચિમ), મુંબઈ-૫૬
વાસના માગણી કરે છે.
ઉપાસના લાગણી પ્રગટ કરે છે. વાસના એ પ્રેમનું અધોગમન છે.
ઉપાસના પ્રેમનું ઊર્વીકરણ છે.
વાસના શરીરકેન્દ્રિત છે.
ઉપાસના આત્મકેન્દ્રિત, પરમાત્મકેન્દ્રિત છે. વાસનાને કેવળ શરીર ગૂંથવામાં રસ છે.
ઉપાસનાને શરીરમુક્ત થવામાં સરસ ૨સ છે.
વાસના નામ-રૂપ-આકારની ભીખારણ છે.
ઉપાસના પરમાત્માના અનામી-અરૂપી-અનાકાર સ્વરૂપની પૂજારણ છે. વાસના સદા અતૃપ્ત-સૃષિત છે.
ઉપાસના પરમ તૃપ્તિનો આસ્વાદ અર્પે છે.
વાસના પ્રેમની વિકૃતિ છે.
ઉપાસના પ્રેમની પ્રકૃતિ-સંસ્કૃતિ છે.
વાસના આત્માને મલિન કરે છે.
ઉપાસના આત્માને ઉજ્જવળ કરે છે.
વાસનાને છૂટછાટમાં રહેવું છે.
ઉપાસનાને બિનશરતી શરણાગતિ પ્રિય છે. વાસના કોઈને વફાદાર બની નથી.
ઉપાસના કદિ કોઈને બેવફા બની નથી.
(મુનિ યશોવિજય રચિત “વાસના હારે, ઉપાસના જીતે" પુસ્તકમાંથી)