________________
तेजोलेश्यास्वरूपविचारः
૧૮૭
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૧૪
माहिंदाणं देवाणं तेउलेसं वीतिवयंति । अट्ठमासपरियाए समणे णिग्गंथे बंभलोग लंतगाणं तेउलेसं वीतिवयंति । नवमासपरियाए समणे णिग्गंथे महासुक्क - सहस्साराणं देवाणं तेउलेसं वीतिवयति । दसमासपरियाए समणे णिग्गंथे आणय-पाणय- आरणाच्चुयाणं देवाणं तेउलेसं वीतिवयंति । एकारसमासपरियाए समणे णिग्गंथे गेविज्जाणं देवाणं तेउलेसं वीतिवयंति । बारसमासपरियाए समणे णिग्गंथे अणुत्तरोववातियाणं देवाणं तेउलेसं वीतिवति । तेण परं सुक्के सुक्काभिजाति भवित्ता सिज्झति - ( १४ /९/ सू. ५३७) इत्येवं भगवत्यादौ
व्याख्याप्रज्ञप्त्यादौ, आदिपदेन स एवंपण्णे एवंभावे एवंपरिणामे अप्पडिवडिए वड्ढमाणे तेउल्लेसाए दुवालसमासिएणं परियाएणं अइक्कमइ सव्वदेवतेउल्लेसं <— – (૪/૬) ફ્લેવું પદ્મસૂત્ર, > મળિયં ૬ परममुणिहिं मासाइ दुवालसप्परियाए । वणमायणुत्तराणं विश्वयई तेउलेसं ति ॥ २०० ॥ <- इत्येवं पञ्चवस्तुकादौ च पर्यायक्रमवृद्धितः = संयमपर्यायक्रमवृद्धिमपेक्ष्य या तेजोलेश्याविवृद्धिः भाषिता सा इत्थम्भूतस्य आत्मसाक्षात्कारमग्नस्याऽभिसन्वागतविषयस्य पूर्वं व्यावर्णितस्य भावयतेः युज्यते । प्रकृते यावन्तं कालं न मूलोत्तरगुणस्खलना तावानेव निरन्तरकालो निश्चयतः प्रव्रज्यापर्यायः परिगण्यते, न तहिं दिवसा पक्खा, मासा वरिसा य से गणिज्जंति । जे मूलुत्तरगुणअक्खलिया ते गणिज्जंति ।। ८७९ ।। (૫) પાંચ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ચંદ્ર અને સૂર્ય નામના જ્યોતિષ દેવેન્દ્રની તેોલેશ્યાને ઓળંગી જાય છે. (૬) છ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વૈમાનિક દેવલોકના સૌધર્મ અને ઈશાન નામના પ્રથમ અને દ્વિતીય દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૭) સાત માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સનતકુમાર અને માહેન્દ્ર નામના ૩ જા અને ૪થા દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૮) આઠ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો બ્રહ્મલોક અને લાંતક નામના ૫મા અને છઠ્ઠા દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૯) નવ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો મહાશુક્ર અને સહસ્રાર નામના ૭મા અને ૮મા દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૧૦) દસ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો આનત, પ્રાણત, આરણ, અચ્યુત નામના ૯-૧૦-૧૧-૧૨ મા દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૧૧) ૧૧ માસના પર્યાયવાળા શ્રમણ નિર્ગથો નવ ચૈવેયકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૧૨) બાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક = ૫ અનુત્તર દેવલોકના દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. એક વર્ષથી વધુ સંયમપર્યાયવાળા શ્રમણ નિગ્રંથો શુક્લ-શુક્લાભિજાત્ય થઈને સિદ્ધ થાય છે.'' <—મૂળ ગ્રંથમાં જે આદિ શબ્દ રહેલો છે તેનાથી પંચસૂત્ર, પંચવસ્તુ વગેરે ગ્રંથોનું ગ્રહણ કરવું. > ‘મારી કર્મવ્યાધિને સંયમ દૂર કરશે. વૈદ્યતુલ્ય ગુરૂનું બહુમાન એ જ મોક્ષ છે. તેનાથી જ પરમ ગુરૂનો સંયોગ થાય છે.’’ આવી પ્રજ્ઞા, ભાવ અને પરિણામથી પરિણત થયેલ, અપ્રતિપાતી અને તેજોલેશ્યાથી વધતા એવા સંયમી ૧૨ માસના સંયમ પર્યાયથી સર્વ દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ←આ પ્રમાણે પંચસૂત્રમાં જણાવેલ છે. પંચવસ્તુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજીએ પણ જણાવેલ છે કે —> ૧ મહિનાથી માંડી ૧૨ માસનો પર્યાય થાય ત્યારે સાધુ વ્યંતરથી માંડી પાંચ અનુત્તરની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. આમ પરમ મુનિઓએ જણાવેલ છે —ઉપરોક્ત શાસ્ત્રોમાં સંયમના પર્યાયની ક્રમિક વૃદ્ધિને અપેક્ષીને જે તેજોલેશ્યાની વૃદ્ધિ જણાવેલ છે તે પૂર્વે બતાવેલ આત્મસાક્ષાત્કારનિમગ્ન (૨/૬) અભિસમન્વગતવિષયવાળા (૨/૮), ભાવ યતિને જ સંગત થાય છે. પ્રસ્તુતમાં જેટલા સમય સુધી સંયમના મૂળ ગુણ અને ઉત્તર ગુણ (ચરણસિત્તરી અને કરણસિત્તરી) માં સ્ખલના ન થયેલી હોય તેટલો જ નિરંતરકાળ
=