________________
3१८ नयोन्मेषस्याखिलभावनिश्चायकत्वम् 88 અધ્યાત્મોપનિષપ્રકરણ-૩/૪૪
क्रियाज्ञानसंयोगविश्रान्तचित्ताः समुद्भूतनिर्बाधचारित्रवृत्ताः । नयोन्मेषनिर्णीतनिःशेषभावास्तपःशक्त्तिलब्धप्रसिद्धप्रभावाः ॥४३॥ भयक्रोधमायामदाज्ञाननिद्राप्रमादोज्झिताः शुद्धमुद्रा मुनीन्द्राः । यशःश्रीसमालिङ्गिता वादिदन्तिस्मयोच्छेदहर्यक्षतुल्या जयन्ति ॥४४॥
क्रिया-ज्ञानसंयोगविश्रान्तचित्ताः = सदनुष्ठान-तत्त्वज्ञानयोः स्वभूमिकानुसारेण समीचीने संमिलने लीनं मनो येषां ते तथा । तत एव समुद्भूतनिर्बाधचारित्रवृत्ताः = सम्यक् उत्पन्नं यत् व्याघातरहितं चारित्रं, तेन वृत्ताः = परिवृत्ताः = विभूषिता इति यावत् । नयोन्मेषनिर्णीतनिःशेषभावाः = नानाविधसुनयविस्फोरणविनिश्चिताशेषहेयोपादेयज्ञेयभावाः तपःशक्तिलब्धप्रसिद्धप्रभावाः = विहिततपस्त्यागसामोपलब्धमहालब्धयः ताभिः प्रथितः प्रभावो येषां ते भय-क्रोध-माया-मदाऽज्ञान-निद्रा-प्रमादोज्ज्ञिताः = सप्तविधभयानन्तानुबन्ध्यप्रत्याख्यानादिक्रोधमायाऽष्टविधमद-मिथ्याज्ञान-पञ्चविधनिद्रा-पञ्चविधप्रमादरहिताः शुद्धमुद्राः = विशुद्धयोगप्रसन्नमुखमुद्राः यशःश्रीसमालिङ्गिताः = सर्वदिग्गामिख्यातिलक्षणैश्वर्यसमाश्लिष्टाः वादिदन्तिस्मयोच्छेदहर्यक्षतुल्याः = परप्रवादीभमदविनाशे सिंहसमाः मुनीन्द्रा जगति जयन्ति । 'यशःश्रीसमालिङ्गिता' બે ગાથા દ્વારા ત્રીજા અધિકારનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે.
આઠ વિશેષતાવાળા મુનિ ભગવંતો જય પામે છે ? શ્લોકાર્ચ :- (૧) જ્ઞાન અને ક્રિયાના સમાગમમાં જેઓનું મન વિથત થયેલું છે તથા (૨) નિર્દોષ ચારિત્રવ્રત પ્રગટ થયેલું છે, (૩) નયની ફુરણાથી જેઓએ સર્વ ભાવોનો નિશ્ચય કરેલો છે, (૪) જેઓએ તપની શક્તિથી પ્રસિદ્ધ પ્રભાવ પ્રાપ્ત કરેલો છે, તેમ જ (૫) જેઓ ભય, ક્રોધ, માયા, મદ, અજ્ઞાન, નિદ્રા અને પ્રમાદથી રહિત છે અને (૬) શુદ્ધ મુદ્રાને ધારણ કરેલ છે તેવા મુનીન્દ્રો (૭) વાદીરૂપી હાથીના અભિમાનનો નાશ કરવામાં સિંહ સમાન છે. તેઓને (૮) યશરૂપી લક્ષ્મી આલિંગન કરે છે અને તેઓ જગતમાં જય પામે છે. (૩/૪૩-૪૪)
ટીકાર્ય :- પોતાની ભૂમિકાને અનુસાર સદનુકાન અને તત્ત્વજ્ઞાનના સમ્યક મેળાપમાં મન લીન થવાના કારણે ઉત્પન્ન થયેલ વ્યાઘાતરહિત ચારિત્રથી પરિવરેલા અર્થાત નિર્દોષ ચારિત્રથી શોભતા એવા શ્રેષ્ઠ મુનિ ભગવંતોએ અનેક પ્રકારના સુંદર નયોની સ્કરણાથી સર્વ હેય-ય-ઉપાદેય ભાવોનો યથાવસ્થિત નિશ્ચય કરેલ હોય છે, અને તેવા નિર્ણયપૂર્વક તપ, ત્યાગ વગેરેમાં પ્રવૃત્તિ કરવાના લીધે તપ વગેરેના સામર્થ્યથી મહાલબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓથી તેઓનો મહિમા સર્વત્ર ફેલાય છે. લબ્ધિ પ્રાપ્ત થયા પછી પણ તેઓ સાત પ્રકારના ભય, અનંતાનુબંધી- અપ્રત્યાખ્યાની ક્રોધ-માયા, આઠ પ્રકારના મદ, મિથ્યાજ્ઞાન, પાંચ પ્રકારની નિદ્રા, પાંચ પ્રકારના પ્રમાદ વગેરેથી રહિત થઈને વિશુદ્ધ યોગમુદ્રા અને પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરે છે. તેઓ પરપ્રવાદી રૂપી હાથીઓના મદનો નાશ કરવામાં સિંહ સમાન છે. વાદસભામાં તેઓને જીતવા દ્વારા તેમ જ પોતાના જ્ઞાન, તપ અને ચારિત્ર દ્વારા સર્વદિગગામી ખ્યાતિ સ્વરૂપ યશરૂપી ઐશ્વર્ય-લક્ષ્મી તેવા મહાત્માને ભેટી પડે છે. તેવા મહામુનિઓ જગતમાં જયવંતા વર્તે છે. મૂળ શ્લોકમાં “રા:સમાત્રિાહિતા' આવા શબ્દ દ્વારા ગ્રંથકારશ્રીએ પોતાના નામનું સૂચન કરેલું છે. (૩/૪૩-૪૪)