Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 197
________________ साम्ययोगस्योपसर्गभयप्रतिबन्धकता અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૨ परमसाम्ययोगारोहणे तु समायातपरिषहोपसर्गसन्ततीनां परिज्ञानमपि नोपजायते कुतस्तद्भयं तज्जन्यदुःखानुभूतिर्वा ? अवन्तिसुकुमाल-गजसुकुमालार्णिकापुत्राचार्य-स्कन्दकसूरिशिष्यादिदृष्टान्तेनेदं ज्ञेयम् । ज्ञानक्रियालक्षणमश्वयुगलं साम्यरथमपवर्गमार्गेऽभिसर्पयति झटिति । परिशुद्धसाम्यरथविरहे तु गुरुदेवभक्तितितिक्षालक्षणकण्टकत्राणद्वितयबलेन शिवमार्गगामी साधकः मन्द - मध्यमपरिषहोपसर्गैर्न विह्वलो भवति न वा ततोऽत्यन्तं बिभेति, भक्ति - तितिक्षयोरुपसर्गपरिषहभयविशेषं प्रति प्रतिबन्धकत्वात् । तदानीं शारीरिकदुःखसत्त्वेऽपि मानसिकदुःखानुदयादित्यादि विभावनीयं साम्य - भक्ति - तितिक्षापरायणैः ॥४/१ ॥ ‘નન્વેતાદૃરાસામાં : પ્રાત્નોતી'તિનિજ્ઞાસાયામાહ> ‘માભે’તિ । आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः । सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥ २ ॥ आत्मप्रवृत्तौ = आत्मगुणाभ्यासे अतिजागरूकः = सूक्ष्मोपयोगान्वितोत्साहशाली परप्रवृत्तौ = परकीयचेष्टायां पौद्गलिकचेष्टायाञ्च बधिरान्धमूकः = बधिर इव न किञ्चिच्छृणोति श्रवणे वा न राग-द्वेषावुपयाति, अन्ध इव न किञ्चित्पश्यति दर्शने वा न रत्यरती प्राप्नोति, मूक इव न किञ्चिद्वक्ति भाषणे वा न हर्ष - અટ્ટહાસ્યને સાંભળવા છતાં ડગતા નથી. સુખ-દુઃખને સમતાથી સહન કરે છે તેને ઉત્તમ સાધુ જાણવો. પરમ સામ્યયોગમાં આરૂઢ થયેલ સાધકને તો આવી પડેલ ઢગલાબંધ ઉપસર્ગ-પરિષહનું ભાન પણ નથી થતું, તો પછી તેનો ભય કે તેવા ભયથી ઉત્પન્ન થનાર દુઃખની અનુભૂતિ કેવી રીતે થાય ? તેવા મહામુનિઓ તો વિશુદ્ધ આત્મરમણતામાં ગળાડૂબ થયેલા હોવાના કારણે જગતને ભૂલી, દેહભાન ટાળી, અદ્વિતીય સામ્યસુખને માણતા હોય છે. અવંતિસુકુમાલ, ગજસુકુમાલ, અર્ણિકાપુત્રઆચાર્ય, સ્કન્ધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્ય વગેરેના દૃષ્ટાંતથી વિજ્ઞવાચકવર્ગે આ વાતનું સ્પષ્ટીકરણ સમજી લેવું. ૩૨૩ જ્ઞાન॰ | જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડા સમતારૂપી રથને ઝડપથી આગળ વધારે છે. ૬ઠ્ઠા-૭મા ગુણસ્થાનકથી તેવો પરિશુદ્ધ સામ્યયોગ શરૂ થાય છે. તેવો વિશુદ્ધ સામ્યયોગરૂપી રથ ન હોય તો પણ સાધક પાસે જે દેવ-ગુરૂની ભક્તિ અને સહનશક્તિ આવા બે કંટકત્રાણ હોય તો તેના બળથી મોક્ષમાર્ગે આગળ વધતો સાધક મંદ કે મધ્યમ કક્ષાના પરિષહ-ઉપસર્ગથી વિહ્વળ થતો નથી કે તેનાથી અત્યંત ભયભીત થતો નથી; કારણ કે પરિષહ અને ઉપસર્ગના મોટા ભય પ્રત્યે કે હાય-વોય પ્રત્યે ભક્તિ અને સહનશક્તિ એ પ્રતિબંધક છે. તે વખતે તેવા સાધકને શારીરિક દુઃખ હોવા છતાં પણ માનસિક દુઃખ નથી હોતું. સામ્ય-ભક્તિ-સહનશક્તિમાં પરાયણ સાધકોએ આ વાતથી પોતાની જાતને ભાવિત કરવી. (૪/૧) “આવા સામ્યયોગને કોણ પ્રાપ્ત કરે ?'' આવી જિજ્ઞાસાને તૃપ્ત કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે :શ્લોકાર્થ :- આત્માની પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત, પરપ્રવૃત્તિમાં આંધળા, બહેરા અને મુંગા; સદા ચિદાનંદપદમાં ઉપયોગવાળા યોગી લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરે છે. (૪/૨) * લોકોત્તર સામ્યના અધિકારીને ઓળખીએ 1; ઢીકાર્થ :- ત્રણ પ્રકારની વિશેષતાવાળા યોગી લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરવાના અધિકારી છે. (૧) આત્મગુણના અભ્યાસમાં જે અત્યંત જાગૃત હોય છે. સૂક્ષ્મ ઉપયોગ યુક્ત ઉત્સાહને અહીં અત્યંત જાગૃતિ રૂપે સમજવો. કહેવાનો મતલબ એ છે કે ‘આત્મગુણને ઉઘાડનારા સ્વાધ્યાય-તપ-ત્યાગ વગેરે પંચાચારનું પાલન

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242