Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 195
________________ ૩૨૧ 8 સભ્યોશુદ્ધિનામરાથવિષ્કાર: કીe અધ્યાત્મોપનિષત્રકરણ-૪/૧ છે અથ તુર્થોડધિજાર: | * अध्यात्मवैशारदी * क्रियायोगशुद्धेः साम्ययोगशुद्धिप्रापकत्वे एव फलावञ्चकत्वं स्यादित्यतः साम्ययोगशुद्धिनामा चतुर्थोऽधिकार आरभ्यते । साम्यन्त्वभव्यादीनामप्यासन्नग्रन्थिदेशावस्थायां श्रुतसम्यक्त्व-द्रव्यचारित्रशुद्धिप्रकर्षादिना सुलभमेव । तद्व्यवच्छेदाय 'योगे'त्युक्तम् । अभव्यादिगतसाम्यस्य मोक्षाऽयोजकत्वेनाऽयोगत्वमेव । अपुनर्बन्धकादीनामपि साम्ययोगः गुरुदेवादिपूजन-सदाचार-तपो-मुक्त्यद्वेषलक्षणपूर्वसेवादिना सम्भवति । किन्तु तत्राऽवेद्यसंवेद्यपदादिवशेन स्वानुभूतिविरहात् तादृशी शुद्धिर्नास्ति । अविरतसम्यग्दृशां वेद्यसंवेद्यपदस्थत्वेऽप्यप्रत्याख्यानावरणोदयात् देशविरतिमतश्च प्रत्याख्यानावरणोदयान्न तादृशी शुद्धिः सम्भवति । अभिमतसाम्ययोगशुद्धिस्तु वासीचन्दनकल्पत्वात् परममुनीनामेव । एवं साम्ययोगशुद्धिरिति गुणनिष्पन्ननामकं चतुर्थमधिकारमाविष्करोति > 'ज्ञाने'ति। ज्ञानक्रियाश्वद्वययुक्त्तसाम्यरथाधिरूढः शिवमार्गगामी । न ग्रामपूःकण्टकजारतीनां जनोऽनुपानत्क इवार्तिमेति ॥१॥ અધ્યાત્મપ્રકાશ જ ક્રિયાયોગશુદ્ધિ જો સામયોગશુદ્ધિને પ્રાપ્ત કરાવે તો જ તે ફલાવંચક યોગસ્વરૂપ બને. તેથી ત્રીજા અધિકારમાં ક્રિયાયોગશુદ્ધિનું નિરૂપણ કર્યા બાદ “સામ્યયોગશુદ્ધિ' નામનો ચોથો અધિકાર શરૂ થાય છે. અભવ્ય વગેરે જીવોને પણ ગ્રંથિદેશની નજીક અવસ્થામાં શ્રુતસમ્યકત્વ - દીપકસમ્યકત્વ, દ્રવ્યચારિત્રશુદ્ધિના પ્રકર્ષ વગેરેથી સામ્યભાવ સુલભ જ છે. તેવો સામ્યભાવ પ્રસ્તુતમાં ઈષ્ટ નથી. તેથી તેની બાદબાકી કરવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત અધિકારના નામમાં “યોગ' શબ્દનો પ્રયોગ કરેલ છે. અભવ્ય વગેરેમાં રહેલ સામભા કરાવી આપવામાં પ્રયોજક ન હોવાથી તે સામ્યભાવ યોગસ્વરૂપ બનતો નથી. ગુરૂ-દેવાદિપૂજન-સદાચાર-તપ - મુક્તિઅષસ્વરૂપ પૂર્વસેવા વગેરેના કારણે અપુનબંધક વગેરે જીવોને પણ સામ્યયોગ સંભવી શકે છે, કારણ કે તેને પ્રાપ્ત થનાર સામ્યભાવ તેને મોક્ષ સાથે જોડી આપવામાં પ્રયોજક બને છે. પરંતુ અપુનબંધક વગેરે જીવો અઘસંવેદ્યપદમાં રહેલા છે. હેય અને ઉપાદેય પદાર્થોનું વિપરીત રીતે સંવેદન કરવાની ભૂમિકા = અવેદ્યસંવેદ્યપદ. જો કે અપુનર્ભધક વગેરે જીવો મોક્ષમાર્ગે આગળ વધતા હોવાથી અદ્યસંવેદ્યપદ મંદ બનતું જાય છે છતાં પણ તેઓ અદ્યસંવેદ્યપદમાં રહેલ હોવાથી સ્વાનુભૂતિ ન હોવાના કારણે તેમના સામ્યયોગમાં તથાવિધ શુદ્ધિ હોતી નથી. સમકિતદષ્ટિ જીવો વેદસંવેદ્યપદમાં રહેલા છે. અર્થાત્ તેઓ હેય અને ઉપાદેયનું યથાર્થ સંવેદન કરવાની ભૂમિકાએ પહોંચેલા છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાય વગેરેના ઉદયના કારણે તથાવિધ સામ્યયોગશુદ્ધિ હોતી નથી. અને દેશવિરતિધરને પ્રત્યાખ્યાનીય કષાય વગેરેના ઉદયના કારણે તથાવિધ સામ્યયોગશુદ્ધિ હોતી નથી. અભિમત સામ્યયોગની શુદ્ધિને તો પરમ મુનિઓ જ અનુભવતા હોય છે. કારણ કે તેઓ જ પૂર્વે (૨/૯) જણાવી ગયા તે મુજબ વાસીચન્દનતુલ્ય હોય છે. તેથી “સામયોગશુદ્ધિ' આ પ્રમાણે ચોથા અધિકારનું નામ ગુણનિષ્પન્ન = સાર્થક છે. અંતિમ અને ચોથા અધિકારનો આવિષ્કાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે : શ્લોકાર્ચ - જોડા વગરનો માણસ જેમ ગામ કે નગરમાં રહેલ કાંટાઓથી ઉત્પન્ન થતી અરતિની પીડાને પામે છે તેવી પીડાને જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાથી યુકત સમતારૂપી રથમાં આરૂઢ થયેલ મોક્ષમાર્ગગામી

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242