________________
૩૪૫ ॐ श्रमणव्याख्या है
અધ્યાત્મોપનિષપ્રકરણ-૪/૧૮ मेतार्यमुनिः आप = प्राप्तवान् अपि = तथापि → दृश्यं यत्तन्न मे किश्चित् ध्रुवं ज्ञातं विवेकतः । आत्मारिबन्धुरात्मा मे दुष्टादुष्टविचारतः ।। <-(८६) इति आत्मदर्शनगीतादर्शितरीत्याऽऽत्मानं भावयित्वा हृदा = अन्तःकरणेन अपि किमुत बाह्यत इत्यपिशब्दार्थः न अकुप्यत् = नैव लेशतोऽपि चुकोप, सर्वाङ्गालिङ्गितसमत्वेन भावश्रमणत्वात् । तदुक्तं आवश्यकनिर्युक्तौ -> तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे अ समो, समो अ माणावमाणेसु ॥८६७|| नत्थि अ से कोइ वेसो पिओ अ सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो एसो अन्नोऽवि पज्जाओ ||८६८॥ जो कुंचगावराहे पाणिदया कुंचगं तु नाइक्खे । जीवियमणुपेहंतं मेअज्जरिसिं नमसामि ।।८६९।। निप्फेडिआणि दुन्निवि सीसावेढेण जस्स अच्छीणि । न य संजमाओ चलिओ मेअज्जो मंदरगिरिव ।।८७०।। <- इति । मेतार्यकथानकलेशश्च आवश्यकचूर्णित उच्यते → नवपुब्बी जातो, एकल्लविहारपडिमं पडिवन्नो । तत्थेव रायगिहे हिंडइ । सुवण्णकारगिहमइगओ । सो य सेणियस्स सोवणियाणं जवाणं अट्ठसयं करेइ चेइयच्चणियाए। ते परिवाडीए कारेइ तिसंझं । तस्स गिहं साहू अतिगतो । तस्स एगाए वायाए भिक्खा निनीणिया । જ મારું નથી. મારું જે છે તે ધ્રુવ = શાશ્વત છે.આવું આત્મા અને શરીર વચ્ચે વિવેકટિના લીધે મેં જાણેલ છે. દુટ વિચાર કરવાના લીધે મારો આત્મા એ જ મારે શત્રુ છે અને સારા વિચાર કરવાથી મારો આત્મા જ મારે ભાઈ છે - આ પ્રમાણે આત્મદર્શનગીતામાં જણાવેલ રીત મુજબ ભાવિત થઈને મેતાર્ય મુનિએ અંતઃકરણથી લેશમાત્ર પણ ગુસ્સો ન કર્યો, કારણ કે તેઓ સર્વાગે સમતાને ભેટેલ હોવાથી ભાવભ્રમણ હતા. આવશ્યકનિર્યુકિતમાં શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે જણાવેલ છે કે > તો શ્રમણ થાય જો ભાવથી સુંદર મનવાળો હોય, પાપિઝમનવાળો ન હોય. સ્વજનમાં અને પરજનમાં જે સમાન મનવાળો હોય, માનમાં અને અપમાનમાં જે સમાન મનવાળો હોય, સર્વ જીવોમાં તેને કોઈ દ્રષ્ય (અપ્રિય) ન હોય કે કોઈ પ્રિય ન હોય - આ પ્રમાણે શ્રમણના અન્ય પણ પર્યાય જાણવા કૌંચ નામના પક્ષી દ્વારા સોનાના જવલા ગળી જવારૂપ અપરાધ થવા છતાં જીવદયા માટે અપરાધી તરીકે કોંચ પક્ષીને જેમણે બતાવ્યું નહિ. પોતાના જીવનની પણ ઉપેક્ષા કરી. એવા મેતાર્ય મુનિને હું નમસ્કાર કરું છું. માથામાં બાંધેલા ચામડાના લીધે જેની બન્ને આંખના ડોળા બહાર પડી ગયા. છતાં મેરૂપર્વતની જેમ સંયમથી જરા પણ ચલાયમાન ન થયા. <- મેતાર્ય મુનિના કથાનકને એક અંશ આવશ્યકચૂર્ણિમાંથી અહીં કહેવાય છે. – દીક્ષા લીધા બાદ મેતાર્યમુનિ નવપૂર્વધર થયા. સાધના માટે એકલવિહાર પ્રતિમાને તેમણે સ્વીકારી. તે જ રાજગૃહીમાં ગોચરી માટે તેઓ ફરતા હતા. સોનીના ઘરે તે પધાર્યા. શ્રેણિકરાજની ચેત્યપૂજા માટે ૧૦૮ સોનાના જવલા તે સોની બનાવતો હતો. સવાર, બપોર અને સાંજ તે સોની સોનાના જવલા ઘડતો હતો. તેના ઘરે મેતાર્યમુનિ પધાર્યા. તેથી તે સોની આહારપિંડ લેવા માટે ઘરની અંદર ગયો. આ બાજુ ઘરના આંગણામાં રહેલા સોનાના જવલા કોંચ નામનું પક્ષી ગળી જાય છે. સોની બહાર આવે છે અને સોનાના જવલા દેખતો નથી. શ્રેણિક રાજાને ચેપુજા કરવાનો સમય નજીક આવતો હતો. “હું આજે સમયસર સો નહિ પહોંચાડું તો મારા શરીરના આઠ ટુકડા થઈ જશે.” આ વિચારથી સાધુ ઉપર સોનાના જવલા ચોર્યાની તેને શંકા થઈ. સોની તે સાધુને પૂછે છે કે તે જવલા ક્યાં ગયા?' પણ મુનિ મૌન રહે છે. ત્યારે માથે ભીનું ચામડું બાંધી સોની મુનિને તડકામાં ઉભા રાખે છે અને કહે છે કે “બોલો જવલા કોણે લીધા છે ?” તેણે મુનિના માથે ભીનું ચામડું એવું કચકચાવીને બાંધ્યું કે તડકામાં રહેલા મુનિના મસ્તક પર તે ચામડું સુકાતાં એવું સંકોચાઈ ગયું કે ચામડીને ચીરીને મેતાર્ય મુનિની બન્ને આંખ નીચે જમીન પર પડી ગઈ. આ બાજુ લાકડાને તોડતા માણસ