________________
અધ્યાત્મોપનિષ~કરણ 88 क्रियायोगशुद्धिनामरहस्यार्थः 88
૩૨૦ इत्यनेन प्रकरणकृता 'यशोविजय' इति स्वनामसूचनमकारि ॥३/४४॥
॥ इति जगद्गुरुबिरुदधारिश्रीहीरविजयसूरीश्वरशिष्य-षटतर्क विद्याविशारद-महोपाध्यायश्रीकल्याण विजयगणि शिष्य-शास्त्रज्ञ तिलकपण्डितश्रीलाभविजयगणि-शिष्यमुख्यपण्डित-जीतविजयगणि-सतीर्थ्यालङ्कार-पण्डितश्रीनयविजयगणिचरणकजचञ्चरीकेण पण्डितपद्मविजयगणिसहोदरेण न्यायविशारदेन महोपाध्यायश्रीयशोविजय-गणिना विरचितेऽध्यात्मोपनिपत्प्रकरणे शास्त्रयोगशुद्धिनामा तृतीयोऽधिकारः ॥३॥ ___ अभव्यादीनां द्रव्यचारित्रश्रवणात् सक्रियोपलब्धिसम्भवेऽपि क्रियायोगाऽसम्भव एव, मोक्षाऽयोजकत्वात् । अपुनर्बन्धकादीनां क्रियायोगाभ्यासः क्रियायोगबीजमेव वा । अविरतसम्यग्दृशः क्रियायोगसम्भवेऽपि क्रियायोगशुद्धेरसम्भव एव, तथाविधचारित्रमोहनीयोदयात् । क्रियायोगशुद्धिः पञ्चमगुणस्थानकादारभ्यैव दृढदृढतरादिरूपा विज्ञेया, तथाविधचारित्रमोहनीयक्षयोपशमसद्भावात् । अस्याधिकारस्य क्रियायोगशुद्धिनिमित्तत्वात् ‘क्रियायोगशुद्धिः' इति गुणनिष्पन्नमेवाभिधानमिति ध्येयम् ।
इति वर्धमानतपोनिधि-न्यायविशारद-श्रीभुवनभानुसूरीश्वरशिष्यरत्नश्रीविश्वकल्याणविजयशिष्य-श्रीयशोविजयेन विरचितायां अध्यात्मवैशारद्यां अध्यात्मोपनिषट्टीकायां क्रियायोगशुद्धिनामा तृतीयोऽधिकारः ।
અભવ્ય વગેરે જીવો દ્રવ્યચારિત્રને સ્વીકારે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં સંભળાય છે. તેથી સત્ ક્રિયાની ઉપલબ્ધિ અભવ્ય વગેરેમાં સંભવી શકે છે. છતાં પણ તેઓમાં ક્રિયાયોગ તો અસંભવિત જ છે, કારણ કે તે ક્રિયા તેને મોક્ષની સાથે જોડી આપતી નથી. સાક્ષાત કે પરંપરાએ મોક્ષની સાથે આત્માને જે ફાળો ન હોય તેવી આભાસિક પુણ્યપ્રવૃત્તિ ક્રિયાકાંડ કહેવાય, ક્રિયાયોગ નહિ. અપુનબંધક વગેરે જીવોમાં ક્રિયાયોગનો અભ્યાસ હોય છે અથવા તો ક્રિયાયોગનું બીજ હોય છે, પરંતુ ક્રિયાયોગ નથી. અવિરતિધર સમકિતીને ચોથા ગુણસ્થાનકે પ્રતિક્રમણ વગેરે ક્રિયાયોગ સંભવિત હોવા છતાં પણ ક્રિયાયોગની શુદ્ધિ અસંભવિત જ છે. કેમ કે તેઓને ચારિત્રમોહનીયનો વિશેષ પ્રકારનો ઉદય હોય છે. ક્રિયાયોગની શુદ્ધિ તો પાંચમા ગુણસ્થાનકથી માંડીને જ દૃઢ-દઢતર વગેરે સ્વરૂપે જાણવી. કારણ કે પીઢ થાવકો અને મહામુનિઓને જ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ચારિત્રમોહનીય કર્મનો પ્રબલ ક્ષયોપશમ હોય છે. પ્રસ્તુત તૃતીય અધિકાર ક્રિયાયોગશુદ્ધિનું નિમિત્ત હોવાના કારણે તેનું ‘ક્રિયાયોગશુદ્ધિ' એવું યથાર્થ = ગુણનિષ્પન્ન નામ છે - આ વાત ધ્યાનમાં રાખવી.
આ પ્રમાણે જગદ્ગુરૂબરૂદને ધારણ કરનાર શ્રીમવિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને પદર્શનની વિદ્યામાં વિશારદ એવા મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિવરના શિષ્ય અને શાસ્ત્રવેત્તામાં તિલકસમાન એવા પંડિત શ્રીલભવિજયગણિના શિષ્ય, પંડિતશિરોમણિ જિતવિજયજીગણના ગુરૂભાઈ પંડિતથી નવિજયગણના ચરણકમલમાં ભ્રમરસમાન અને પંડિત પદ્મવિજયજીગણિના સંસારીપણે ભાઈ એવા ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણીએ રચેલ અધ્યાત્મોપનિષદ્ પ્રકરણના ક્રિયાયોગશુદ્ધિ નામના ત્રીજા અધિકારની ઉપર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી વિશ્વકલ્યાણવિજયજીના શિષ્ય મુનિ યશોવિજયે રચેલ અધ્યાત્મવૈશારદી ટીકા તેમ જ તેને અધ્યાત્મપ્રકાશ નામનો ભાવાનુવાદ સાનંદ સમાપ્ત થયો.