________________
समतानादरे जन्मवैफल्यम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૧૪
णकपर्दमूल्यान् = सच्छिद्रकपर्दकमूल्यतुल्यमूल्यान् करोति । साम्यसहितानामेव तेषामविनाशिमुक्तिसुखकारणत्वात् । तद्विरहे तु केवलं विनश्वरस्वर्गादिसुखमापाद्य तेषामुपरमात् । साम्यस्यैव क्लिष्टकर्मानुबन्धविनाशकत्वात् । अतस्तच्छून्यानां तेषां निष्फलत्वमेव, मुख्यफलालाभात् । तदुक्तं अध्यात्मसार एव → धृतो योगो न ममता हता न समताऽऽदृता । न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥ ← (૮/ર૬) કૃતિ ।।૪/૨૩।।
૩૩૯
साम्यातिशयमाहू > ‘જ્ઞાની’તિ ।
ज्ञानी क्रियावान् विरतस्तपस्वी, ध्यानी च मौनी स्थिरदर्शनश्च । साधुर्गणं तं लभते न जातु, प्राप्नोति यं साम्यसमाधिनिष्ठः ।।१४।। श्रुतादिज्ञानवान् क्रियावान् = विहितक्रियायोगवान् पापेभ्यो देशेन कार्त्स्न्येन वा विरतः तपस्वी अनशनादितपः शाली ध्यानी धर्मध्यानाभ्यासी मौनी = उपरतानात्मस्पर्शिवाग्व्यापारः स्थिरदर्शनश्व दृढसम्यक्त्वश्च साधुः तं गुणं जातु कदाचिदपि न लभते प्राप्नोति यं अनुत्तरं सानुबन्धं गुणं साम्यसमाधिनिष्ठः = शुद्धसाम्ययोगकालीनसमाधिलीनः प्राप्नोति । यद्यपि सम्यग्दर्शनसत्त्वेऽनन्तानुबन्धिપોતાના ઘરનો કચરો કઢાવવા જેવી મૂર્ખતા તે જીવ કરે છે. પરમાત્માને ખુશ કરવાને બદલે લોકોને ખુશ કરવાની ઘેલછાને કારણે તેના બાહ્ય યોગો નિષ્પ્રાણ બને છે.
“આતમસાખે ધર્મ જ્યાં, જનરંજનનું શું કામ, જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.” આ ઉક્તિ પણ અહીં યાદ કરવા જેવી છે. સમતા યોગથી સહિત એવી જ બાહ્ય ક્રિયાઓ શાશ્વત મોક્ષ સુખનું કારણ છે. સમતા વગરના બાહ્ય ક્રિયા યોગો તો કેવલ વિનશ્વર એવા સ્વર્ગ વગેરે સુખને આપીને રવાના થાય છે. પરિશુદ્ધ સામ્યયોગ ક્લિષ્ટ કર્મ અને તેના મલિન અનુબંધોનો નાશ કરનાર છે. તેથી સમતા વિના બાહ્ય યોગો નિષ્ફળ જ છે. કેમ કે તેનું મુખ્ય ફળ ત્યાં મળતું નથી. ગોળની સાથે રહેલી કડવી દવાની ગોળી રોગના નાશ માટે ખાવાની હતી, પણ ગોળ ખાધો અને અંદર રહેલી દવાની ગોળી ફેંકી દીધી. - એના જેવું આ થયું. દવા લેવા માટે ડોક્ટર પાસે જવાનો તેનો પ્રયત્ન નિષ્ફળ જ ગયો તેમ કહેવાય. અધ્યાત્મસાર ગ્રંથમાં જ જણાવેલ છે કે —> ક્રિયાયોગને ધારણ કર્યો હોય પણ મમતાને હણી નહિ, સમતાનો આદર ન કર્યો, તત્ત્વની જિજ્ઞાસા ન કરી તો જન્મ નિરર્થક ગયો. – (૪/૧૩)
સમતાના અતિશયને ગ્રંથકારથી જણાવે છે.
શ્લોકાર્થ :જ્ઞાની, ક્રિયાવાન, વિરતિધર, તપસ્વી, ધ્યાની, મૌની અને સ્થિર સમ્યગ્દર્શનવાળા સાધુ તે ગુણને ક્યારેય પ્રાપ્ત કરતા નથી જે ગુણને સામ્યસમાધિમાં રહેલ યોગી પ્રાપ્ત કરે છે. (૪/૧૪) * સામ્યયોગી પાસે જ સર્વોત્કૃષ્ટ ગુણ
ज्ञानी
=
=
=
=
=
=
-
ઢીકાર્થ :- શ્રુત વગેરે જ્ઞાન જેની પાસે હોય, શાસ્ત્રોક્ત ક્રિયાયોગમાં જે ચુસ્ત હોય, પાપોથી જેણે આંશિક રીતે કે સંપૂર્ણ રીતે વિરતિ કરેલી હોય (અર્થાત્ શ્રાવક કે સાધુ હોય) અનશન વગેરે તપમાં જે ઉદ્યમવંતા હોય, ધર્મધ્યાનનો અભ્યાસ કરનારા હોય, જીભ ઉપર નિયંત્રણ રાખીને પુદ્ગલના સંબંધમાં મૌનની ગુફામાં વાસ કરનાર હોય, સમ્યક્ત્વમાં નિશ્ચલ હોય એવા પણ સાધુ ક્યારેય તે ગુણને પ્રાપ્ત કરી શકતા નથી, જે ગુણને શુદ્ધ સામ્યયોગ સમયની સમાધિમાં ડૂબેલા યોગી પ્રાપ્ત કરે છે. કહેવાનો આશય એ છે કે સમતા વગરના