________________
૩૩૮
અધ્યાત્મોપનિષપ્રકરણ 8 શિયાનિETS સાથો પર્વ ઉજ્જ सिकाः = कषायवदाभासमानत्वात् आभासमात्रा <–इति तु परेषां अभिमानमात्रम् = युक्तिरिक्ताहङ्कारग्रस्तत्वमेव केवलम् । न हि प्रतिसङ्ख्यया = स्वभ्यस्तप्रतिपक्षप्रबलभावनया यः क्रोधादिः भावः नाश्यः स साम्यरतौ = अद्वितीयसाम्यसुखे अबोधवत् = अज्ञानवत् तिष्ठेत् । यथाऽज्ञानतिमिरं प्रतिसङ्ख्यात्मकेन ज्ञानेन नाश्यमिति अनुत्तरज्ञानप्रकाशे तन्न तिष्ठेत् तथा क्रोधादिः प्रतिसङ्ख्यात्मकेन उत्तमक्षमादिना नाश्य इति नोत्तमक्षमादिसत्त्वे स तिष्ठेत् । तदसत्त्वे तच्चिह्नस्यापि निवृत्तेः न तदाभासोऽपि सम्भवति । न हि प्रचुरान-लज्वालासत्त्वे शैत्यं तिष्ठेदिति विभावनीयम् ॥४/१२॥
સાWWપ્રતિભપ્રાધાન્યમદિ – “ક્ષણિનિતિ | साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । स्वर्धेनुचिन्तामणिकामकुम्भान्, करोत्यसौ काणकपर्दमूल्यान् ॥१३॥
यस्य जीवस्य साम्यं = समभावं विना तपःक्रियादेः प्रतिष्ठार्जनमात्रे = केवलयशःकीर्त्याद्युपार्जने एव निष्ठा = समाप्तिः । असौ जीवो हि स्वर्धेनु-चिन्तामणि-कामकुम्भान् = दिव्यकामधेन्वचिन्त्यचिन्तामणि-मनोवांछितदायकघटादिसदृशान् दुर्लभान् तपस्त्याग-प्रतिक्रमण-प्रतिलेखन-पूजा-दानादिसदनुष्ठानान् का
પ્રચંડ કષાય કર્યા તે બધા વસ્તુતઃ કષાય ન હતા પણ કષાયનો આભાસ માત્ર હતો. <–આ પ્રમાણે અન્યદર્શનકારોનું વક્તવ્ય યુકિતશૂન્ય હોવાના કારણે કેવલ અહંકારસ્વરૂપ જ છે. આનું કારણ એ છે કે જેમ જ્ઞાન દ્વારા અજ્ઞાનનો નાશ થવાથી તત્ત્વજ્ઞાનીઓમાં અજ્ઞાન નથી હોતું તેમ ક્રોધના પ્રતિપક્ષસ્વરૂપ ક્ષમા વગેરેની પ્રબળ ભાવનાનો સારી રીતે અભ્યાસ કરવાના કારણે કોધ વગેરે કષાયો નાશ પામી શકે તેવા હોવાથી, અદ્વિતીય સમતા સુખ ઉપસ્થિત થાય ત્યારે ક્રોધાદિ ભાવો તેઓને સંભવે નહિ. મતલબ અજ્ઞાનનું અંધારું પ્રતિસંખ્યાનસ્વરૂપ જ્ઞાન દ્વારા નાશ્ય હોવાથી અનુત્તર જ્ઞાન પ્રકાશ થાય ત્યારે અજ્ઞાનનો અંધકાર જેમ ન હોય બરાબર તે જ રીતે કોધ વગેરે પણ પ્રતિસંખ્યાનસ્વરૂપ ઉત્તમ ક્ષમા વગેરે દ્વારા નાશ્ય હોવાથી ઉત્તમ ક્ષમા (સામ્યરતિ) વગેરે હોય ત્યારે ક્રોધ વગેરે ન હોય, તેથી તેના બાહ્ય ચિહ્નો પણ નિવૃત્ત થઈ જાય. તેના કારણે કષાયનો આભાસ પણ સંભવી ન શકે. પ્રચુર અગ્નિની મહાજવાલાઓ હોય ત્યારે દાવાનલમાં ઠંડકનો અંશ પણ ન હોય તેમ ક્ષમા = સમતાના સાગરમાં ડૂબેલાને કષાયનો અંશ પણ ન હોય. આ વાતને વિશેષ રીતે વિચારવી. (૪/૧૨)
સામ્યયોગની સર્વોત્કૃષ્ટ પ્રધાનતાને ગ્રંથકારશ્રી જણાવે છે. -
શ્લોકાર્ચ :- સમતા વિના જેના તપ, ક્રિયા વગેરેની સમાપ્તિ માત્ર પ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં જ છે તે જીવ કામધેનુ, ચિંતામણિરત્ન, કામકુંભને કાણી કોડીના મૂલ્યવાળા બનાવે છે. (૪/૧૩)
# સમતા વિના સર્વધર્મ નિષ્ફળ જ ટીદાર્થ :- સમતા વિના જે જીવના તપ, બાહ્ય ક્રિયા વગેરે યોગની સમાપ્તિ કેવલ યશકીર્તિ વગેરેના ઉપાર્જનમાં જ સમાપ્ત થાય છે તે જીવ દિવ્ય કામધેનુ, અચિંત્ય ચિંતામણિ રત્ન અને મનોવાંછિતદાયક કામકુંભ વગેરે જેવા દર્લભ અને મહાન એવા તપ, ત્યાગ, પ્રતિકમાણ, પડિલેહાણ, પૂજા, દાન વગેરે સદનુકાનોને કાળી કોડીની કિંમત જેવી કિંમતવાળા કરે છે. મતલબ એ છે કે બાહ્ય ક્રિયાયોગ સામ્યભાવની પ્રાપ્તિ માટે તીર્થંકર ભગવંતોએ બતાવેલ છે. તે બાહ્ય ક્રિયાયોગને સામ્યયોગનું સાધન બનાવવાના બદલે યશ-કીર્તિનું જ સાધન બનાવીને પોતાને કૃતાર્થ માને છે તે જીવ ક્રિયાયોગનું અવમૂલ્યન કરે છે. મિત્ર બનેલા રાષ્ટ્રપતિ પાસે