Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 196
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ मोक्षमार्गेऽश्व-रथ- कण्टकत्राणादिप्रतिपादनम् અનુપાનઃ = पादत्राणरहितो जनः इव = यथा ग्रामादिष्वटन् ग्रामपूः कण्टकजाऽरतीनां प्राप्नोति तथा रथाधिरूढो = ग्राम-नगरवर्त्मवर्तिकण्टकवेधजन्यानां दुःखानां अर्ति पीडां उत्कटां एति जनो ग्राम-नगरमार्गादिष्वटन् ग्रामपूः कण्टकजाऽरतीनां अर्तिं नैति नैव प्राप्नोति, रथारोहणस्य मार्गस्थ - कण्टकवेधं प्रति प्रतिबन्धकत्वेन तज्जन्यदुःखानामेवानुदयात् । एवमेव साम्यरथमनधिरूढो गुरु-देवभक्तितितिक्षालक्षणोपानच्छून्यः साधको यथा मोक्षमार्गेष्वटन् प्रतिकूलविषय-परिषहोपसर्गलक्षणकण्टकभयजाऽरतीनामर्तिमेति तथा ज्ञान-क्रियाऽश्वद्वययुक्तसाम्यरथाधिरूढः = तत्त्वज्ञान-सत्क्रियालक्षणघोटकद्वितयपरिकलितं परिशुद्धसाम्ययोगाभिधानं थमारूढः शिवमार्गगामी सम्यग्दर्शन-ज्ञान-चारित्रैक्यलक्षणेऽपवर्गमार्गे गच्छन् परिषहोपसर्गलक्षणकण्टकभयजन्यारतीनां पीडां नैति नैव प्राप्नोति, शुद्धसाम्ययोगाऽऽरोहणस्य परिषहोपसर्गभयलक्षणं कण्टकवेधं प्रति प्रतिबन्धकत्वात् । यद्यपि तस्य परिषहोपसर्गसन्ततयः समापतन्ति दुष्कर्मवशतः तथापि स ततो नैवोद्विजते, न वा बिभेति । इत्थमेव मुनित्वमुपपत्तिमत् । इदमेवाभिप्रेत्य दशवैकालिके → जो सहइ हु गामकंटए अक्कोसपहारतज्जणाओ अ । भयभेरवसद्दसप्पहासे समसुहदुक्खसहे अ जे સ મિલ્લૂ ।। < (૨૦/૨૨) હ્યુમ્ | = = સાધક પામતો નથી. (૪/૧) = = = = ક જ્ઞાન-ક્રિયા રૂપી અશ્વ સામ્યરથને ખેંચે ક ટીકાર્થ :- જેમ પગમાં બુટ-ચંપલ-જોડા પહેર્યા વગર ગામ-નગરમાં ફરતો માણસ ગામ-નગરના માર્ગ ઉપર રહેલા કાંટા વડે પગ વિંધાવાથી ઉત્પન્ન થનાર દુ:ખની ઉત્કટ પીડાને પ્રાપ્ત કરે છે તેવી પીડાને રથમાં બેસીને ફરતો માણસ પ્રાપ્ત કરતો નથી, કારણ કે માર્ગમાં રહેલ કાંટાઓ પગમાં વિંધાય તેવું રથમાં આરૂઢ થયા પછી બનતું નથી. અને તેથી જ કંટકવેધજન્ય દુઃખ તેને ઉત્પન્ન થતું નથી. માટે તેવા દુઃખની પીડા તે ન ભોગવે તે સ્વાભાવિક છે. આ એક દૃષ્ટાંત છે. તેનો ઉપનય સમજવા એક વાતનું સ્પષ્ટીકરણ કરી લઈએ. અશ્વ = જ્ઞાન અને ક્રિયા, રથ = સામ્યયોગ, પગનું રક્ષણ કરનાર જોડા દેવ-ગુરૂની ભક્તિ અને તિતિક્ષા (સહિષ્ણુતા), કાંટા = પરિષહ-ઉપસર્ગ, કંટકવેધ પરિષહ-ઉપસર્ગનો ભય, ગામ-નગરનો માર્ગ = મોક્ષમાર્ગ, મુસાફર (રથી કે પથિક) સાધક. તેથી એમ કહી શકાય કે સમતા રૂપી રથમાં જે આરૂઢ થયેલ નથી, તેમજ જેના જીવનમાં દેવ-ગુરૂની ભક્તિ કે સહનશીલતા રૂપી કંટકત્રાણ (કાંટાથી પગનું રક્ષણ કરનાર બુટ-ચંપલ) નથી તેવો સાધક મોક્ષમાર્ગમાં ફરતો હોય તો તે પરિષહ-ઉપસર્ગ રૂપી કાંટાના ભયથી (કંટકવેધથી) ઉત્પન્ન થનાર અતિની પીડાને જે રીતે પામે છે તે રીતે તત્ત્વજ્ઞાન અને સક્રિયારૂપી બે ઘોડાથી યુક્ત એવા પરિશુદ્ધ સામ્યયોગરૂપી રથમાં આરૂઢ થયેલ સાધક સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની એકરૂપતા સ્વરૂપ મોક્ષમાર્ગમાં આગળ વધતાં પરિષહ-ઉપસર્ગરૂપી કાંટાના ભયથી (કંટકવેધથી) ઉત્પન્ન થનાર અરતિની પીડાને પ્રાપ્ત કરતો નથી; કારણ કે પરિશુદ્ધસામ્યયોગમાં આરૂઢ થવાના કારણે પરિષહ-ઉપસર્ગના ભયરૂપી કંટકવેધ તેને થતો નથી. કંટકવેધ પ્રત્યે રથઆરોહણ પ્રતિબંધક છે. જો કે ઉપરોક્ત સામ્યયોગ સ્વરૂપ રથ ઉપર આરૂઢ થયેલ સાધકને તથાવિધ દુષ્કર્મના કારણે ઉપસર્ગ-પરિષહના ઢગલા આવે છે, છતાં પણ સાધક તેનાથી ઉદ્વેગ પામતો નથી કે તેનાથી ભય પામતો નથી, કારણ કે દેહ અને આત્માનું જીવંત ભેદજ્ઞાન સાધકને પ્રાપ્ત થયેલ છે. આ રીતે મુનિપણું સંગત થાય. આ જ અભિપ્રાયથી શ્રીદશવૈકાલિસૂત્રમાં જણાવેલ છે કે ‘જે સાધુ ઈન્દ્રિયના પ્રતિકૂળ વિષયો, આક્રોશ, પ્રહાર, તર્જના (કડવા શબ્દ) સહન કરે છે તથા જે રાક્ષસ વગેરેના ભયાનક અને અત્યંત રૌદ્ર શબ્દોવાળા = ૩૨૨ =

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242