________________
અધ્યાત્મોપનિષપ્રકરણ ॐ परसमवायस्थानद्योतनम् ॐ
૨૧૦. णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४|| <- इति । विकल्पातीतेयमवस्था । तदुक्तं अमृतचन्द्रेण आत्मख्यातौ → स खलु निखिलविकल्पेभ्यः परतरः परमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योतिरात्मख्यातिरूपोऽनुभूतिमात्रः समयसारः <- (समयसारवृत्ति-गा.१४३ पृ.२३२) । इत्थं शुद्धनयावस्थान एव मुक्तिः स्यात् । तदुक्तं समयसारे → परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ॥१५१॥ सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहइ जीवो । जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहइ ।।१८६।। <- इति । योगसारे योगीन्दुदेवेनापि → पुग्गलु अण्णु जिउ अण्णु जिउ अण्णुवि सहु ववहारु । चयहि वि पुग्गल गएहि जिउ लहु पावहि भावपारु ॥५५॥ जे परभाव चएवि मुणि अप्पं मुणंति । केवलणाणसरूवं लहि ते संसारु मुंचंति ॥६३।। <- इत्युक्तम् ।
तदुक्तं प्रवचनसारेऽपि → जे पज्जएसु णिरदा जीवो परसमयिगत्ति णिपिट्ठा । आदसहावम्भि ठिदा ते सगसमया मुणेदव्वा ।। <- (२/२) इति । तवृत्तिस्तु → ये पर्यायेषु निरता जीवा 'परसमयिगत्ति णिद्दिट्ठा ते परसमया इति निर्दिष्टाः कथिताः । तथाहि- ‘मनुष्यादिपर्यायरूपोऽहमि' त्यहङ्कारो भण्यते, 'मनुष्यादिशरीरं तच्छरीराधारोत्पन्नपञ्चेन्द्रियविषयसुखस्वरूपं ममे'ति ममकारो भण्यते। ताभ्यां परिणता ममकाराहङ्काररहितपरमचैतन्यचमत्कारपरिणतेश्च्युता ये ते कर्मोदयजनितपरपर्यायनिरतत्वात्परसमया = मिथ्यादृष्टयो भण्यन्ते । 'आदसहावम्भि ठिदा' ये पुनरात्मस्वरूपे स्थितास्ते 'सगसमया मुणेदव्वा' = स्वसमया मन्तव्या <– આ અવસ્થા વિકલ્પાતીત-વિચારાતીત છે. અમૃતચંદ્રાચાર્યે સમયસાર ગ્રન્થની આત્મખ્યાતિ નામની ટીકામાં જણાવેલ છે કે – ખરેખર તે આત્મા સમસ્ત વિકલ્પોથી અત્યંત અળગે છે. પરમાત્મા છે, જ્ઞાનાત્મા છે, પ્રત્યક જ્યોતિ છે, આત્મજ્યોતિ સ્વરૂપ છે, અનુભૂતિમાત્ર સમયસાર છે. <– આ રીતે શુદ્ધ નયમાં રહેવામાં આવે તો જ મોક્ષ થાય. સમયસારમાં જણાવેલ છે કે – નિશ્ચયથી જે સ્વભાવ પરમાર્થ (= પારમાર્થિક) છે, સમય ( આગમમય) છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે તે સ્વભાવમાં રહેલા મુનિઓ નિર્વાણને પામે છે. શુદ્ધાત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે. અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. <-તથા યોગીન્દુદેવે પણ યોગસા૨માં જણાવેલ છે કે – પુદ્ગલ જીવથી અન્ય જ છે. અને જીવ પુદ્ગલથી અન્ય જ છે. અન્ય સર્વ વ્યવહાર પણ જીવથી અન્ય છે. તેથી પુદગલોને છોડો, જીવને પકડો અને ભવ પાર પામો. જે મુનિ પરભાવનો ત્યાગ કરી આત્માને આત્મસ્વરૂપે જાણે છે તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંસારથી મુક્ત થાય છે. –પ્રવચનસાર
માં પણ કુંદકુંદાચાર્ય જણાવેલ છે કે – જે સંસારી જીવો મનુષ્ય વગેરે પર્યાયોમાં લયલીન છે તેઓ પરસમય છે એવું જણાવેલ છે. અને જે જ્ઞાની જીવ આત્મસ્વભાવમાં રહેલા છે તે સ્વસમય છે. - આવું જાણવું. <-પ્રવચનસારની ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા કરતાં જયસેનાચાર્ય જણાવે છે કે – જે જીવો પર્યાયમાં ડૂબેલા છે તે જીવો પરસમય કહેવાયેલા છે. તે આ મુજબઃ “મનુષ્ય વગેરે પર્યાય સ્વરૂપ હું છું' - આ અહંકાર કહેવાય છે. “મનુષ્ય વગેરે શરીર અને તે શરીરના આધારે ઉત્પન્ન થયેલ પાંચેય ઈન્દ્રિયોના વિષયોનું સ્વરૂપ મારી માલિકીમાં છે.'- આ મમતા કહેવાય છે. આ અહંકાર અને મમકારથી પરિણત થયેલ એવા જે જીવો અહંકાર અને મમકારથી રહિત એવા પરમ ચૈતન્યના ચમત્કારની પરિણતિથી ભ્રષ્ટ થયેલા છે, તેઓ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ પર્યાયોમાં મગ્ન થયેલા હોવાના કારણે પરસમય = મિથ્યાટિ કહેવાય છે. જે જીવો આત્માના સ્વરૂપમાં રહેલા છે તેઓ સ્વસમય જાણવા. તે આ પ્રમાણે - “અનેક ઓરડામાં આવ