________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
નાયબૂદાનનીવાર:
૩૦૦
प्राक् कृतानि ज्ञानसहभावीनि चातीतानेकजन्मकृतानि च तान्येव सर्वाणि भस्मसात् कुरुते <- (४/३७) इति व्याख्यातम् । ततश्च तत्त्वज्ञानाऽनाश्य - प्रारब्धकर्मनाशार्थं क्रियोपयुज्यत एव। आरब्धकर्मनानात्वाद् बुद्धानामन्यथाऽन्यथा वर्तनम् <- (६/२८७) इति पञ्चदशीवचनादपि तत्त्वज्ञानिनोऽदृष्टमस्त्येवेति सिध्यति । यत्तु पञ्चदश्यां दग्धबीजमरोहेऽपि भक्षणायोपयुज्यते - (७ / १६५ ) इत्येवं विद्यारण्येन गदितं तत्तु अङ्कुराजनकभर्जितबीजतुल्यं ज्ञानदग्धमदृष्टं जन्मान्तराऽजनकमपि सत् योगिदेहोपष्टम्भकारीत्यभिप्रायेण सङ्गच्छते । तन्नाशाय क्रिया ज्ञानिनोऽप्युपयुज्यत एव तस्य भोगैकनाश्यत्वे मानाभावात् । एतेन 'હ્રાયવ્યૂહારિત્ત્વના – પાસ્તા ।।૩/૨૪ા अत्रैवान्यमतमपाकर्तुमुपन्यस्यति
"
'शरीरमिति । शरीरमीश्वरस्येव, विदुषोऽप्यवतिष्ठते । अन्यादृष्टवशेनेति, कश्चिदाह तदक्षमम् ||२५||
પ્રવૃત્ત થયેલા નથી તેવા જ બધા કર્મોને જ્ઞાનરૂપ અગ્નિ નિર્બીજ કરે છે. —તેથી તત્ત્વજ્ઞાનથી જેનો નાશ ન થઈ શકે તેવા પ્રારબ્ધ કર્મોના નાશ માટે ક્રિયા તત્ત્વજ્ઞાનીને ઉપયોગી જ છે. પંચદશી ગ્રંથમાં જે જણાવેલ છે કે —> આરબ્ધ કર્મ વિવિધ પ્રકારનું હોવાના કારણે તત્ત્વજ્ઞાનીઓ પણ વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે તત્ત્વજ્ઞાનીને પણ કર્મ છે જ. પંચદશી ગ્રંથમાં વિદ્યારણ્યસ્વામીએ > સેકેલું બીજ ભલે ઊગે નહિ પરંતુ ખાવાના તો ઉપયોગમાં આવે. આ પ્રમાણે જે જણાવેલ છે તેનો અભિપ્રાય એવી રીતે સંગત થાય છે કે અંકુરની ઉત્પત્તિ કરવા માટે અસમર્થ એવા સેકાયેલા બીજ જેવું કર્મ જ્ઞાનથી સેકાયેલું છે તે પુનર્જન્મનું કારણ ભલે ન હોય છતાં પણ તત્ત્વજ્ઞાનીના દેહને ટકાવવાનું કાર્ય તો જરૂર કરે. આથી તેના નાશમાં તો તત્ત્વજ્ઞાનીને પણ ક્રિયા ઉપયોગી છે. કર્મ કેવલ ઉપભોગ દ્વારા જ નાશ પામે તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી. માટે જ કાયવ્યૂહ' વગેરે કલ્પનાનું પણ નિરાકરણ થઈ જાય છે. (૩/૨૪)
પ્રસ્તુતમાં અન્યમતનું ખંડન કરવા માટે ગ્રંથકારથી અન્ય મતને જણાવે છે.
શ્લોકાર્થ :- ‘બીજાના કર્મને લીધે ઈશ્વરની જેમ તત્ત્વજ્ઞાનીનું પણ શરીર ટકી રહે છે.' આ પ્રમાણે કોઈક કહે છે. પરંતુ તે વાત વ્યાજબી નથી. (૩/૨૫)
ઢીકાર્ય :- જેમ ઈશ્વર સર્વકર્મમુક્ત છે છતાં પણ જીવોના કર્મના પ્રભાવથી ઈશ્વરનું શરીર ઈશ્વરના કાર્યો કરવામાં કુશળતાથી પ્રવૃત્ત થાય છે તે જ રીતે તત્ત્વજ્ઞાની પણ સર્વ કર્મથી શૂન્ય છે. છતાં પણ શિષ્યએ
૧. અન્યદર્શનકારો એવું માને છે કે ભૂંડ, કુતરા, બીલાડા, નરક, દેવ વગેરે અનેક ભવમાં જઈને ભોગવી શકાય તેવા કર્મો બાંધ્યા પછી તે કર્મો ભોગવાય તે પહેલાં જ જે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય તો મોક્ષે જતા પહેલાં તથાવિધ કર્મોને ભોગવવા માટે યોગી ભૂંડ, કુતરા, બીલાડા, નરક કે દેવ ભવ સંબંધી અનેક શરીરોને એકી સાથે ધારણ કરી તે તે કર્મોને તે તે શરીર દ્વારા ભોગવીને દૂર કરે છે. આ એક જ ભવમાં અનેક શરીરને ધારણ કરવાની પરદર્શનમાન્ય પ્રક્રિયા કાયવ્યૂહ કહેવાય છે. પરંતુ આ વાત પ્રામાણિક નથી. તેનું વિસ્તારથી પ્રતિપાદન ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મમતપરીક્ષા, સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથમાં કરેલ છે. જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું.