________________
૨૯૯
ज्ञानाग्नेः सर्वकर्मनाशकत्वमीमांसा
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૨૪
अथ ज्ञानिनः = पक्वतत्त्वज्ञानवतः अदृष्टं
=
प्रारब्धं कर्म एव नास्ति । तदुक्तं भगवद्गीतायां → यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन ! | ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ॥ —(४/३७) इति । अतो न तन्नाशाय क्रियाश्रयणं युक्तम् । न हि नाश्यविरहे नाशकं व्यापारयेत्कश्चित् विपश्चित्, अन्यथा प्रेक्षावत्ताहानेरनवस्थानाच्चेति चेत् ? नैतद्युक्तं, यतः भस्मसात्कृतकर्मणः = ज्ञानाग्निदग्धसर्वकर्मणः जीवनाऽदृष्टनाशतः देहनिर्वाहक-श्वासोच्छ्वास-रक्तपरिभ्रमणाद्युपष्टम्भककर्मविनाशात् शरीरपातः किं न स्यात् ? स्यादेव । न च तथेष्यते, ततश्च सर्वकर्मनाशकत्वं ज्ञाने नास्त्येव ।
=
इदञ्चात्रावधेयम् ज्ञानाग्निरप्रारब्धकर्माणि भस्मसात् कुरुते इत्येवाभिमतं परेषाम् । अत्र च भगवद्गीता - भाष्ये शङ्कराचार्येण ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कृरुते तथा = निर्बीजीकरोतीत्यर्थः । न हि साक्षादेव ज्ञानाग्निः कर्माणीन्धनवद्भस्मीकर्तुं शक्नोति । तस्मात् सम्यग्दर्शनं सर्वकर्मणां निर्बीजने कारणमित्यभिप्रायः । सामर्थ्याद्येन कर्मणा शरीरमारब्धं तत्प्रवृत्तफलत्वादुपभोगेनैव क्षीयते । अतो यान्यप्रवृत्तफलानि ज्ञानोत्पत्तेः
* શું તત્ત્વજ્ઞાની સર્વકર્મ શૂન્ય હોય ?
ઢીકાર્થ :- → પરિપક્વ તત્ત્વજ્ઞાનવાળા યોગીને પ્રારબ્ધકર્મ જ હોતા નથી, કેમ કે ભગવદ્ગીતામાં જણાવેલ છે કે ‘જેમ ઘી વગેરેથી પુષ્ટ થયેલ અગ્નિ ઈંધનને ભસ્મસાત્ કરે છે તેમ હે અર્જુન ! જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળીને રાખ કરે છે.' તેથી કર્મનો નાશ કરવા માટે જ્ઞાની ક્રિયાનો આશ્રય કરે - તેવું માનવું વાજબી નથી. નાશ કરવા યોગ્ય કોઈ ચીજ ન હોય તો કોઈ બુદ્ધિશાળી માણસ તેનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો નથી. અન્યથા તે બુદ્ધિશાળી જ ન કહેવાય. અને નાશ્ય ન હોવા છતાં પણ નાશક = વિધ્વંસક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે તો તેનો સદા માટે પ્રયોગ કરવાની આપત્તિ આવશે. અર્થાત્ અનવસ્થા દોષ આવશે. આવું જો તમે કહો તો તે વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જો જ્ઞાનીએ તત્ત્વજ્ઞાનરૂપી અગ્નિ દ્વારા સર્વ કર્મ બાળીને રાખ કરી નાંખ્યા હોય તો દેહનિર્વાહક એવા શ્વાસોશ્વાસ, રક્તભ્રમણ (Blood Circulation) વગેરેને જીવંત રાખનાર કર્મોનો પણ નાશ થવાના કારણે તત્ત્વજ્ઞાનીના શરીરનો નાશ કેમ ન થાય ? અર્થાત્ સર્વ કર્મનો નાશ થાય તો દેહ પણ પડવો જ જોઈએ. પરંતુ ‘તત્ત્વજ્ઞાન મળે અને તરત મૃત્યુ અવશ્ય થાય' એવું તો તમે પણ નથી સ્વીકારતા. માટે ‘જ્ઞાન સર્વ કર્મનો નાશ કરે છે ’- એવું સિદ્ધ થતું નથી.
તું । અહીં એ વાત ખ્યાલમાં રાખવી કે જ્ઞાન સ્વરૂપ અગ્નિ પ્રારબ્ધ કર્મને નહિ પણ અપ્રારબ્ધ (= ઉદયમાં નહિ આવેલા) કર્મોને ભસ્મસાત કરે છે. આ પ્રમાણે જ અન્યદર્શનકારોને માન્ય છે. ભગવદ્ગીતાના ભાષ્યમાં શંકરાચાર્યે જણાવેલ છે કે > જ્ઞાનાત્મક અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત કરે છે અર્થાત્ નિર્બીજ કરે છે. કેમ કે અગ્નિ જેમ ઈંધનને સાક્ષાત્ રાખ બનાવે છે તે રીતે જ્ઞાન કાંઈ સાક્ષાત્ કર્મને રાખરૂપે નથી બનાવતું. તેથી સર્વ કર્મોને નિર્બીજ બનાવવામાં સમ્યગ્દર્શન કારણ છે. અહીં એક વાત સામર્થ્યગમ્ય છે અને તે એ છે કે જે કર્મ દ્વારા તત્ત્વજ્ઞાનીનું શરીર ઉત્પન્ન થયેલું તે તો ભોગવવા દ્વારા જ દૂર થાય, કારણ કે તે કર્મ પોતાનું ફળ આપવા પ્રવૃત્ત છે. માટે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય તેની પહેલાં કરેલા અને તત્ત્વજ્ઞાનની હાજરીમાં ઉપસ્થિત રહેલા એવા આ જન્મના કે અનેક પૂર્વ જન્મના કરેલા જે કર્મો પોતાનું ફળ આપવાને