________________
8 अविद्याविरहे देहस्थितिविचारः
न चोपादाननाशेऽपि क्षणं कार्यं यथेष्यते । तार्किकैः स्थितिमत्तद्वच्चिरं विद्वत्तनुस्थितिः ॥२७॥
=
યા = येन प्रसिद्धेन प्रकारेण उपादाननाशेऽपि = स्वसमवायिकारणनाशेऽपि तार्किकैः नैयायिकैः क्षणं एकं स्थितिमत् = वर्तमानं समवेतं कार्यं इष्यते । तन्तुनाशक्षणे एव न नैयायिकैः पटनाश ईष्यते किन्तु तन्तुनाशक्षणानन्तरमेव, कारणस्य कार्याव्यवहितपूर्वक्षणवृत्तित्वाभ्युपगमात् । अतस्तन्तुनाशक्षणे निरुपादानं पटादिलक्षणं कार्यमवतिष्ठते यौगनये । तद्वत् = तेनैव प्रकारेण = उपादानकारणविरहदशायामप्युपादेयस्थितिस्वीकाररीत्या वेदान्तिनये चिरं दीर्घकालं विद्वत्तनुस्थितिः तत्त्वज्ञानिशरीरास्तिता सम्भवति । यद्यपि नैयायिकदर्शने शरीरोपादानकारणताऽदृष्टे नाङ्गीक्रियते तथापि वेदान्तिनयेऽविद्याऽपरपर्यायस्याऽदृष्टस्य शरीरोपादानकारणत्वात्तत्त्वज्ञानिनोऽदृष्टनाशे देहस्य निरुपादानत्वोक्तिस्सङ्गच्छत एव । यथा नैयायिकैरुपादानकारणमृते क्षणमेकमवस्थितिरुपादेयस्येष्यते तथा वेदान्तिभिरविद्यानाशेऽपि तत्त्वज्ञानिशरीरस्थितिर्दीर्घकालमिष्यते । न ह्यनुपादानमुपादेयमेकमेव क्षणमवतिष्ठते न तु चिरमिति नैयायिको वक्तुमर्हति अप्रयोजकत्वात् । तदुक्तं
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
=
-
* નિરુપાદાન કાર્યની સ્થિતિની મીમાંસા #
ટીકાર્ય :- પટનું સમવાયિકારણ ઉપાદાન કારણ તંતુઓ છે. નૈયાયિક મતે તંતુનો જે ક્ષણે નાથ થાય છે તે ક્ષણમાં પટનો નાશ થતો નથી, પરંતુ તે પછીની ક્ષણમાં પટનો નાશ થાય છે. આનું કારણ એ છે કે સમવાયિકારણનો નાશ એ કાર્યનાશનું કારણ છે, અને કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે કારણની ઉપસ્થિતિ આવશ્યક છે. માટે કારણની ઉત્પત્તિ અને કાર્યની ઉત્પત્તિ સમકાલીન ન હોય પરંતુ પૂર્વોત્તરકાલીન હોય. આથી જે સમયે તંતુનો નાશ થશે તે સમયે પટસ્વરૂપ કાર્ય એક ક્ષણ વિદ્યમાન હોય છે. મતલબ કે જેમ તૈયાયિક મતે ઉપાદાન કારણ વિના કાર્ય એક ક્ષણ ટકે છે. બરાબર તે જ રીતે અર્થાત્ ઉપાદાન કારણની ગેરહાજરીમાં પણ ઉપાદેયની કાર્યની સ્થિતિ સ્વીકારવાની પદ્ધતિ મુજબ વેદાન્તીમતે દીર્ઘ કાળ સુધી તત્ત્વજ્ઞાનીના શરીરનું અસ્તિત્વ સંભવી શકે છે. જો કે નૈયાયિકદર્શનમાં શરીરનું ઉપાદાન કારણ અષ્ટ માનવામાં આવતું નથી, છતાં પણ અવિદ્યા એવા બીજા નામથી અષ્ટને જ વેદાન્તીદર્શનમાં શરીરનું ઉપાદાન કારણ માનવામાં આવેલ હોવાથી તત્ત્વજ્ઞાન દ્વારા અદૃષ્ટનો નાશ થાય ત્યારે તત્ત્વજ્ઞાનીનો દેહ ઉપાદાન કારણ વિના ટકે છે - આવું વેદાન્તીઓ કહી શકે છે. મતલબ કે ‘અદૃષ્ટની ગેરહાજરીમાં તત્ત્વજ્ઞાનીનો દેહ દીર્ઘકાળ સુધી ટકે છે' એમ વેદાંતદર્શન મુજબ કહી શકાય, નૈયાયિકદર્શન મુજબ નહિ. કેમ કે “અદૃષ્ટ વિના દેહ ટકવો નિમિત્ત કારણ વિના કાર્ય ટકવું' આવું અર્થઘટન નૈયાયિક સંપ્રદાય મુજબ થાય. જ્યારે વેદાંતી દર્શન મુજબ ‘અષ્ટ વિના શરીર ટકવું ઉપાદાન કારણ વિના કાર્ય ટકવું'' - આવું અર્થઘટન થઈ શકે છે. જેમ તૈયાયિક વિદ્વાનો ઉપાદાન કારણ વિના એક ક્ષણ કાર્યનું અવસ્થાન ઈચ્છે છે તેમ વેદાંતીઓ
કાળ સુધી ટકે છે તે પ્રમાણે ઈચ્છે છે. ‘ઉપાદાનકારણ
અવિદ્યાનો નાશ થવા છતાં પણ તત્ત્વજ્ઞાનીનું શરીર દીર્ઘ વિના કાર્ય એક જ ક્ષણ સુધી ટકે, દીર્ઘકાળ સુધી નહિ’ આ પ્રમાણે તૈયાયિક કહી શકે તેમ નથી. કારણ કે તેવું નૈયાયિકનું વચન અપ્રયોજક છે. અર્થાત્ ‘ઉપાદાન કારણ વિના કાર્ય એક ક્ષણ ટકે તેમ લાંબો સમય ટકે' તેવું માનવામાં શું વાંધો ? આવા પ્રશ્નનો કોઈ જવાબ નૈયાયિક પાસે નથી. પંચદંશી ગ્રંથમાં વિદ્યારણ્યસ્વામીએ જણાવેલ છે કે > ઉપાદાન કારણનો નાશ થયા પછી પણ ક્ષણવાર કાર્ય રહે છે
=
=
–
=
-
૩૦૨