________________
૨૨૬
અધ્યાત્મોપનિષત્પકરણ
* सामायिकस्वरूपप्रकाशनम् ॐ प्रवृत्तिर्जायते। तदुक्तं पञ्चाशकेऽपि -> समभावो समाइयं तण-कंचण-सत्तु-मित्तविसओत्ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ।। <-(११/५) इति । अतः समभावलक्षण-नैश्चयिकनिर्मलसम्यग्दर्शनवतोऽपि प्रवृत्तिरुचितैव, तदुक्तं योगबिन्दौ -> अस्यौचित्यानुसारित्वात् प्रवृत्ति सती भवेत् । सत्प्रवृत्तिश्च नियमाद् ध्रुवः कर्मक्षयो यतः ॥३४०॥ <- इति । किञ्च लोकस्य महाजनानुसारित्वाज्ज्ञानिप्रवृत्तेरुचितत्वमुचितमेव । तदुक्तं भगवद्गीतायां → यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।। પ્રારબ્ધ અદટ' શબ્દથી અભિમત છે. મૂળ ગાથામાં જે “મરિ’ શબ્દ છે તેનાથી વાચિક અને માનસિક પ્રવૃત્તિનું ગ્રહણ સમજી લેવું. પ્રારબ્ધ અદથી ઉત્પન્ન કાયિક, વાચિક કે માનસિક એવી જ્ઞાની પુરૂષની કોઈ પણ પ્રવૃત્તિ, લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા ઔચિત્યનું ઉલ્લંઘન કરતી નથી. જેમ કે યોગી મહાત્માને જો કોઈ વ્યક્તિ મેવા. મીઠાઈ. કળ, કરસાણ વગેરેની તેમ જ રોટલી, દાળ, ભાત વગેરેની વિનંતિ કરે તો તે યોગી પુરૂષને મન મેવા, મીઠાઈ કે દાળ, ભાતમાં કોઈ વિશેષતા જણાતી નથી, તેને મન બન્ને જડ પુદ્ગલ માત્ર છે. તેમાંથી કોઈને પણ ગ્રહણ કરવું તે આત્માને માટે તો કલંક સ્વરૂપ જ છે. છતાં સદેહ અવસ્થામાં દેહને ટકાવવા આવશ્યકતા મુજબ મહાત્મા સામાન્ય સંજોગોમાં રોટલી, દાળ વગેરે લેવાનું ઉચિત સમજે, નહિ કે મેવા, મીઠાઈ વગેરે. રોટલી, દાળ વગેરે પણ આવશ્યકતા મુજબ પરિમિત જ છે, પરંતુ અપરિમિત ન લે. તે જ રીતે રેશમી, મખમલના કપડાં કે સુતરાઉ ખાદી વગેરેના કપડામાં યોગી પુરૂષને મન કોઈ ભેદભાવ હોતો નથી. છતાં પણ તે અલ્પ મૂલ્યવાળા સાદા સુતરાઉ કપડાં સ્વીકારે, નહીં કે કિંમતી ભપકાદાર રંગબેરંગી કપડાં. સંયમજીવનના નિર્વાહ માટે આવશ્યક ઊંઘ વગેરે પણ યોગી મહાત્માઓને પરિમિત જ હોય. આ રીતે બોલવામાં પણ મિત, મધુર, હિતકારી સત્ય વાણીને મહાત્માઓ અવસરે બોલે. વિચારવામાં પણ આમ સમજી લેવું. આ રીતે મુનિઓની કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિઓમાં લોકપ્રસિદ્ધ અને શાસ્ત્ર પ્રસિદ્ધ ઔચિત્ય વણાયેલું હોય છે. તેનું કારણ છે સામાયિકવિવેક. કવિરૂદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ, શાસનની અવહેલનાનો ત્યાગ વગેરેને અનુકૂળ એવા પરિણામથી ચારિત્ર = સામાયિક વણાયેલું હોય છે. આવા ચારિત્રના નિર્વાહક આચાર સંબંધી અત્યંત નિર્મળદષ્ટિનું સામર્થ્ય એ પ્રસ્તૃતમાં “સામાયિકવિવેક' શબ્દનો અર્થ છે. આના પ્રભાવથી ઉપર જણાવ્યા મુજબ જીવન જરૂરી ક્રિયાઓમાં ઔચિત્યને સાધુઓ ઓળંગતા નથી. જે સાધુઓ નિષ્કારણ રીતે ગોચરીમાં મેવા, મીઠાઈથી ભિક્ષાપાત્ર ભરે, કિંમતી ભપકાદાર કપડાં પહેરે કે દિવસે નિષ્કારણ ઉધ, કડવી બરછટ ભાષાનો પ્રયોગ કરે, ગમે ત્યાં મળમૂત્ર પરઠવે તો તેમાં લોકવિરૂદ્ધ પ્રવૃત્તિ થવાને કારણે લોકપ્રસિદ્ધ ઔચિત્યનો ભંગ થાય છે. તેમ જ ધર્મની જિનશાસનની અપભ્રાજના થવાના કારણે શાસ્ત્રસિદ્ધ ઔચિત્યને પણ ભંગ થાય છે. ભાવચારિત્રવાળા મહાત્માઓ આવું કદાપિ કરી ન શકે. કેમ કે યોગીપુરૂષનું ચિત્ત નિરભિવંગ = મૂર્છા-આગ્રહરહિત હોવાથી પ્રાયઃ તેમની પ્રવૃત્તિ ઉચિત જ થાય. અહીં “પ્રાયઃ' શબ્દનું ગ્રહણ એટલા માટે કરેલ છે કે ક્યારેક અનાભોગને લીધે = અજાણતાથી થતી સાધુની પ્રવૃત્તિમાં અનૌચિત્ય દેખાવાનો સંભવ છે. પંચાશક) ગ્રંથમાં પણ જણાવેલ છે કે – ઘાસ કે સોનું, શત્રુ કે મિત્ર - આ બધાને વિશે સમભાવ એ સામાયિક છે. તે નિરભિવંગ ચિત્તસ્વરૂપ
નિ પ્રધાન છે. <–પંચાશકમાં સમભાવ સામાયિક કહેલું હોવાથી સમભાવસ્વરૂપ તૈક્ષયિક નિર્મળ સમ્યગદર્શનવાળા જીવની પ્રવૃત્તિ ઉચિત જ હોય. યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે 2 ગ્રંથિભેદ કરનાર સમકિતદષ્ટિ જીવ સર્વ કાર્યમાં ઉચિત પ્રવૃત્તિને પ્રધાન બનાવે છે. તેથી તેની ધર્મપુરૂષાર્થ, અર્થપુરૂષાર્થ વગેરે સંબંધી પ્રવૃત્તિ પણ ખરાબ = અનુચિત ન જ હોય અને નિશ્ચયથી તે સતપ્રવૃત્તિ જ હોય. કારણ કે તે પ્રવૃત્તિથી નિયામાં કર્મનો ક્ષય થાય છે. વળી, જ્ઞાનીની પ્રવૃત્તિ ઉચિત હોય એ જ યોગ્ય છે. કેમ કે લોકો