________________
૨૭૧
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૨ 'नमो तित्थस्स' इत्येवमुच्चारणरूपं चतुर्विंशतिस्तववंदनाभिधानमावश्यकद्वितयं; तीर्थ-तीर्थङ्करयोरभेदोपचारात्, गुरुतत्त्वस्य श्रमणप्रधानसङ्घलक्षणे तीर्थे समावेशाच्च, पापाऽकरणस्वरूपं आवश्यकनिर्युक्तिप्रतिपादितं प्रतिक्रमणाभिधानं चतुर्थमावश्यकं, कृत्स्नदेहाध्यासत्यागरूपो नैश्चयिकः सार्वत्रिकः सार्वदिकः कायोत्सर्गः, यद्वाऽन्तकाले पादपोपगमनानशनरूपः कायोत्सर्गः, तथा सार्वकालिकं सार्वदै शिकञ्च नैश्चयिकं सर्वसावद्यप्रत्याख्यानं स्वरूपतश्चानुष्ठीयमानमेकाशनादिरूपं प्रत्याख्यानं निर्विवादसिद्धम् । यद्वा सामाइअं समइअं सम्मावाओ समास॰ संखेवो“ । अणवज्जं च परिन्ना पच्चक्खाणे ' अ ते अट्ठ ||८६४ || ← इत्येवं आवश्यकनिर्युक्तौ सामायिकप्रत्याख्यानयोः पर्यायशब्दत्वेन प्रदर्शनात् सामायिकसत्त्वे प्रत्याख्यानसत्त्वमयत्नसिद्धम् । यद्वा परिहरणी - यसकलसावद्यवस्तुपरित्यागांद् भगवति प्रत्याख्यानसिद्धिः । तेषु च रागद्वेषरहितप्रयत्नरूपा यतनाऽपि निराबाधैव । तदुक्तं निशीथभाष्ये रागद्दोषवित्तो जोगो असढस्स होति जयणा उ← – (६६९६) इति स्वरूपतोऽपि सत्सु असङ्गानुष्ठानरूपेषु तपोनियमादिषु भगवतो यतना रूपा हि यात्रा निश्चिता = अव्याहतैवेत्युत्प्रेक्षामहे । प्रतिसूत्रमनन्तार्थाः सर्वज्ञेनोपदर्शिताः । तन्मध्याद्भासते कश्चित् क्वचिद्गुरुप्रसादतः ||१|| कस्यचिद् भासतेऽन्योऽर्थो भिन्ननयव्यपाश्रयः । व्यामोहस्तत्र कार्यो न राद्धान्तमर्मवेदिना ॥२॥ स्वसिद्धान्ताऽविरोधेन नय-युक्त्याऽनुयोज्यताम् । तादृगबहुश्रुतो नास्ति सम्प्रदायवियोगतः ||३|| ||३/२॥
અનૈવ તન્ત્રાન્તરસંવામાવિષ્ઠોતિ —> ‘મત” કૃતિ ।
सामायिकपर्यायशब्दाविचारः
આવો કાયોત્સર્ગ સર્વદા અને સર્વત્ર હોય છે. અથવા તો અંતકાળે પાદપોપગમન અનશન સ્વરૂપ કાયોત્સર્ગ ભગવાનને હોય છે. આ રીતે પાંચમું કાઉસ્સગ નામનું આવશ્યક પણ ભગવાનમાં સિદ્ધ થાય છે. પચ્ચક્ખાણ એ છઠ્ઠું આવશ્યક છે. ભગવાનને સર્વત્ર, સર્વદા, સર્વ સાવાનું નૈૠયિક પચ્ચક્ખાણ હોય છે, અને સ્વરૂપથી તો આચરાઈ રહેલા એકાસણા વગેરે સ્વરૂપ પચ્ચક્ખાણ હોય જ છે. અથવા (૧) સામાયિક, (૨) સમયિક (૩) સમ્યવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિજ્ઞા અને (૮) પચ્ચક્ખાણ આ આઠ શબ્દ સામાયિકના પર્યાયવાચી છે. —આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં જણાવ્યા મુજબ સામાયિક અને પચ્ચક્ખાણ આ બન્ને પર્યાયવાચક શબ્દો છે. તેથી ભગવાનમાં સામાયિકની સિદ્ધિ થવાથી અનાયાસે પચ્ચક્ખાણની પણ સિદ્ધિ થઈ જાય છે. અથવા તો છોડવા યોગ્ય સર્વ સાવદ્યવસ્તુનો ત્યાગ હોવાના લીધે ભગવાનમાં પચ્ચક્ખાણની સિદ્ધિ થાય છે. આમ મહાવીર સ્વામી ભગવાનમાં છએ આવશ્યકો નિર્વિવાદ સિદ્ધ થાય છે. ઉપરોક્ત રીતે ભગવાનમાં સિદ્ધ થયેલા તપ, નિયમ, સંયમ વગેરેને વિશે રાગ-દ્વેષરહિત પ્રયત્ન સ્વરૂપ જયણા = યતના પણ નિરાબાધ જ છે. નિશીથભાષ્યમાં જણાવેલ છે કે > દંભરહિત વ્યક્તિનો રાગાદિન્ય યોગ એ જ યુતના છે.—આ રીતે સ્વરૂપથી પણ વિદ્યમાન અને અસંગ અનુષ્ઠાન કક્ષાના તપ, નિયમ વગેરેને વિશે ભગવાનની ઉપરોક્ત (જયણા=) યતના એ જ નિશ્ચિત=અવ્યાહત યાત્રાસ્વરૂપ જ છે. એવું અમને વિચારતા જણાય છે.
‘જૈન આગમના પ્રત્યેક સૂત્રના અનન્ત અર્થ છે' એવું સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલ છે. તે અનન્તા અર્થોમાંથી ગુરુની કૃપાથી કોઈક સાધકને આગમનો કોઈક અર્થ સ્કુરાયમાન થાય છે તો અન્ય કોઈ સાધકને તે જ આગમનો બીજો જ અર્થ ગુરુકૃપાથી અન્ય નયની અપેક્ષાએ જણાય છે. પરંતુ જૈનસિદ્ધાન્તના મર્મજ્ઞ પુરુષે આ બાબતમાં કોઈ વ્યામોહ ન કરવો કે આ બે અર્થમાંથી કયો અર્થ સાચો હશે અને કયો અર્થ ખોટો હશે ?' કેમ કે પ્રાચીન તથાવિધ સમ્પ્રદાયનો વિયોગ હોવાથી હાલ કોઈ તેવા બહુશ્રુત સંયમી વિદ્યમાન નથી કે જે આવી તમામ ગૂઢ આગમિક બાબતોનો નિઃશંક નિર્ણય કરી શકે. માટે વિજ્ઞ વાચકવર્ગનું કર્તવ્ય એ જ છે કે જૈનસિદ્ધાન્તને બાધ ન આવે તે રીતે નયયુક્તિ દ્વારા આગમનું અર્થઘટન કરવું. વધુ કહેવાથી સર્યું. (૩/૨)
અહીં જ અન્યદર્શનના સંવાદને ગ્રંથકારશ્રી પ્રગટ કહે છે :