________________
અધ્યાત્મોપનિષત્રકરણ 888 सञ्चितादृष्टनाशाय क्रियावश्यकता 88
जीवस्य तण्डुलस्येव मलं सहजमप्यलम् ।
नश्यत्येव न सन्देहस्तस्मादुद्यमवान् भव ॥२२॥ यथा = येन प्रसिद्धेन प्रकारेण तण्डुलस्य चर्म = त्वक् अवहननादिलक्षणया क्रियया नश्यति = दूरीभवति । यथा ताम्रस्य कालिका = श्यामिका क्षारप्रक्षेप-तापनादिलक्षणया क्रियया नश्यति = पृथक् भवति । तथा = तेन प्रसिद्धेन प्रकारेण हे पुत्र ! पुरुषस्य = आत्मनः मलं = कर्मरजः औचित्यादियुक्तया स्वस्वभूमिकानुरूपया क्रियया नश्यति = परिशटति ॥३/२१॥
ननु जीवमलस्य सहजत्वेन कथं तन्नाशसम्भवः क्रियया इति चेत् ? अत्रोच्यते, एतादृशः सन्देहः = संशयो न कार्यः यतो तण्डलस्य मलं = वर्म इव जीवस्य मलं अपि सहजं = स्वास्तित्वकालीननियतास्तित्वप्रतियोगि । सहजमपि यथा तण्डुलमलं नश्यति तथाऽनादिसिद्ध-सहजमलमपि अलं = अत्यन्तं = अपुनर्भावेन नश्यति एव । तस्मात् = जीवगतसहजमलस्याऽऽत्यन्तिकध्वंसप्रतियोगित्वात् हे पुत्र !
માં આસુર મહર્ષિની સંમતિ શા ટીકાર્ય :- જેમ ખાંડવું વગેરે ક્રિયાથી તસ્કૃલના છોતરા દૂર થાય છે - એ વાત પ્રસિદ્ધ છે. ક્ષાર નાંખવે, લીંબુ વગેરે ઘસવું, તપાવવું, ઓગાળવું વગેરે ક્રિયા દ્વારા તાંબાની કાળાશ-અશુદ્ધિ દૂર થાય છે તેમ હે પુત્ર! ઔચિત્ય વગેરેથી યુક્ત તેમ જ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ એવી ક્રિયા દ્વારા આત્માનો કર્મમળ નાશ પામે છે. અહીં
> જીવનો મળ તો સહજ હોવાથી તેનો નાશ ક્રિયા દ્વારા કેવી રીતે સંભવી શકે? આવો સંદેહ ન કરવો, કારણ કે જેમ તડુલની છાલ સહજ હોવા છતાં પણ ક્રિયા દ્વારા દૂર થાય છે તેમ જીવનો કર્મમળ સહજ = જીવની સાથે જ સદા રહેવા છતાં પણ એવી રીતે નાશ પામે છે કે તે ફરીથી ક્યારેય ઉત્પન્ન ન થાય. તડુલનું જ્યારથી અસ્તિત્વ છે ત્યારથી જ ચોકકસ જેનું અસ્તિત્વ છે તેવું ફોતરૂં તાડૂલની દષ્ટિએ સહજ કહેવાય. બરાબર આ જ રીતે આત્માનું જ્યારથી અસ્તિત્વ રહેલું છે ત્યારથી જ ચોક્કસ પ્રકારે કર્મોનું અસ્તિત્વ હોય છે. તેથી કર્મ તે આત્માની અપેક્ષાએ સહજ (=સહગામી) કહેવાય છે. જીવમાં રહેલા સહજ કર્મમળનો અત્યંત નાશ થઈ શકવાના કારણે હે પુત્ર ! આત્મામાં રહેલા સહજ મલ સ્વરૂપ સંચિત અદષ્ટના નાશને અનુકૂળ એવા ઉધામવાળો તું થા. મહોપનિષતુમાં પણ > શ્રેષ્ઠ પરાકમયુકત પ્રયત્નને લઈને તેમ જ સુંદર ઉદ્યમને આશ્રયીને શાસ્ત્ર મુજબ, ઉગ વિના, પ્રયત્ન કરનાર કોણ સિદ્ધિને પામતો નથી ? – આ પ્રમાણે પુરૂષાર્થની મહત્તા-ઉપયોગિતા-આવશ્યકતા જણાવેલ છે. ભગવદ્ગીતામાં પણ > પોતપોતાના અનુકાનોમાં રત રહેલ મનુષ્ય ઉત્તમ સિદ્ધિને = મોક્ષને પામે છે. – આ પ્રમાણે ક્રિયાયોગની ઉપાદેયતા જણાવેલ છે. મહાભારતમાં પણ > જ્ઞાની હોય અને શીલભ્રષ્ટ (= આચારભ્રષ્ટ) હોય, ત્યાગી હોય અને ધનનો સંગ્રહ કરનાર હોય, ગુણવાન હોય અને ભાગ્યહીન હોય - આ વાતની હે રાજન! હું શ્રદ્ધા કરતો નથી <– આવું કહેવા દ્વારા જ્ઞાનીને અવશ્ય ક્રિયાયોગ હોય એવું જણાવેલ છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શુભચંદ્રજીએ પણ 2 મલિન એવું પણ સુવર્ણ અગ્નિ દ્વારા શુદ્ધ થાય છે તેમ તારૂપી અગ્નિ દ્વારા તપાઈ રહેલ કર્મમલિન જીવ પણ શુદ્ધ થાય છે. <– આવું કહેવા દ્વારા ક્રિયાયોગની આવશ્યકતા સૂચિત કરેલી છે. (૩/૨૧-૨૨)
> આસુરે તો ક્રિયા દ્વારા મલ નાશ પામે છે-તેવું જણાવેલ છે, “નહિ કે કર્મ નાશ પામે છે' તેમ – આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –