________________
અધ્યાત્મોપનિષપ્રકરણ 488 केवलिन एव पश्यकत्वम् 88
૨૮૪ मैवं नाकेवली पश्यो नापूर्वकरणं विना ।
धर्मसन्न्यासयोगी चेत्यन्यस्य नियता क्रिया ॥११॥ 'उद्देसो पासगस्स नत्थि' इत्युपक्रम्य आचाराङ्गे पश्यकस्योपदेशाविषयत्वमुक्त्वा शास्त्रीयविधिनिषेधनियन्त्रितत्वमपश्यकस्योक्तं तदीष्यत एवास्माभिः किन्तु अकेवली = असर्वज्ञः न = नैव पश्यः = पश्यक इति त्वाचाराङ्गटीकोक्तं न विस्मर्तव्यं तत्रभवद्भिः भवद्भिः । नारदपरिखाजकोपनिषदुक्तं ब्रह्मविज्ञानिनां विध्याद्यगोचरत्वमपि केवलज्ञान्यपेक्षयैवावबोध्यम् । नारदपञ्चरात्रोपदर्शितं परतत्त्ववेदिनां नियमवर्जितत्वमप्यस्माभिरङ्गीक्रियत एव किन्तु परतत्त्वदर्शनं त्रयोदशगुणस्थानक एवाभ्युपगम्यत इति व्यक्तं षोडशके । सर्वत्र ब्रह्मात्मकतोपदर्शनमपि तत्त्वतः केवलज्ञानिनामेवेति पाशुपतब्रह्मोपनिषदुक्तिरपि न नो बाधिकेति ध्येयम् ।
किञ्च सामर्थ्ययोगस्य द्विविधस्यापि शास्त्राऽनियम्यत्वमिष्यत एवास्माभिः परन्तु क्षपकश्रेणिगतं द्वितीयमपूर्वसत्परिणामविशेषलक्षणं अपूर्वकरणं विना धर्मसंन्यासयोगी = धर्मसंन्यासाभिधान-प्रथमसामर्थ्ययोगशाली न भवति । आयोज्यकरणं विना च योगसंन्यासाख्य-द्वितीयसामर्थ्ययोगशाली न भवति । अन्यस्य =
લોકાર્ચ - પૂર્વપક્ષનું ઉપરોક્ત કથન વ્યાજબી નથી. કારણ કે જે કેવલજ્ઞાની ન હોય તે પશ્યક નથી હોતા, અને અપૂર્વકરણ વિના ધર્મસંન્યાસ નથી હોતો. આ બે સિવાયના જ્ઞાનીને તો શાસ્ત્રોક્ત ક્રિયા નિયત છે.(૩/૧૧)
તત્ત્વજ્ઞાનીને પણ શાસ્ત્રોકત ક્રિયા આવશ્યક - ઉત્તરપક્ષ લઈ ટીપાર્થ :- પશ્યકને ઉદ્દેશ = ઉપદેશ ન હોય' - આ પ્રમાણે રજુઆત કરીને આચારાગજીમાં > શાસ્ત્રીય ઉપદેશનો વિષય પશ્યક નથી બનતા.”<–આવું જણાવીને શાસ્ત્રીય વિધિ કે નિષેધનું નિયંત્રણ અપશ્યકને હોય છે. આવું જ જણાવેલ છે તે અમને માન્ય જ છે. શાસ્ત્રોક્ત વાત અમને માન્ય ન હોય એવું થોડું બને! પરંતુ જે સર્વજ્ઞ ન હોય તે પશ્યક ન હોય'- આવું આચારાગ ની ટીકામાં શ્રીશીલાંકાચાર્યું
છે તે ભલતા નહિ. “બ્રહ્મવિજ્ઞાનીઓને શાસ્ત્રના વિધાનો લાગુ પડતાં નથી' આ પ્રમાણે નારદપરિવ્રાજક ઉપનિષદુમાં જે પૂવે (૩/૮, પૃ.૨૮૧) જણાવેલ તે પણ કેવલજ્ઞાનીની અપેક્ષાએ યથાર્થ સમજવું. મતલબ કે બ્રહ્માવિજ્ઞાની તરીકે કેવલજ્ઞાની જ લેવા. પૂર્વે નારદપંચરાગ ગ્રન્થમાં “પરતત્ત્વવેદીઓને કોઈ નિયમની (વ્રતની, અભિગ્રહની, અનુષ્ઠાનની) આવશ્યકતા નથી હોતી' આવું જે જણાવેલ છે તે પણ અમને માન્ય જ છે. પરંતુ પરતવનો = સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર તેરમાં ગુણસ્થાનકે જ અમે માનીએ છીએ. ૧૫મા ષોડશકમાં આ વાતને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે. પૂર્વે (૩/૮/પૃ.૨૮૧) પાશુપતબ્રાઉપનિષદ્ધ હવાલો આપી પૂર્વપક્ષીએ જે જણાવેલ કે “સર્વ બ્રહ્મસ્વરૂપ જણાય ત્યારે શાસ્ત્રીય વિધિ-નિષેધ નિવૃત્ત થાય છે તે પણ અમારા પક્ષમાં બાધક નથી. આનું કારણ એ છે કે વાસ્તવમાં સર્વત્ર બ્રહ્માત્મકતાનું દર્શન પણ કેવલજ્ઞાનીઓને જ હોય છે. તથા કેવલીઓને તો કોઈ શાસ્ત્રીય વિધિ-નિષેધ લાગુ પડતા જ નથી, માટે કેવલીને ઉપદેશ ન હોય આ સ્પષ્ટ છે.
વળી, ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ નામના બન્ને સામર્થ્યયોગ શાસ્ત્રથી અનિયંત્રિત છે - આવું અમને માન્ય જ છે. પરંતુ ક્ષપકશ્રેણિમાં રહેલ વિશિષ્ટ અપૂર્વ સત પરિણામ સ્વરૂપ દ્વિતીય અપૂર્વકરણ વિના ધર્મસંન્યાસ નામનો પ્રથમ સામર્થ્યયોગ પ્રાપ્ત થતો નથી. તેમ જ આયોજ્યકરણ વિના યોગસંન્યાસ નામનો બીજો સામર્મયોગ પ્રાપ્ત થતો નથી. આ વાતને પૂર્વપક્ષીએ જાણી જોઈને અંધારામાં રાખેલ છે. કેવલજ્ઞાની સ્વરૂપે પશ્યક તેમ જ