________________
અધ્યાત્મોપનિષત્પકરણ ope भगवति षडावश्यकविचारः ॐ
૨૭૦ प्रचुरक्रयाणक-नानाविधयानानेकभृत्यसमेतो जनो 'धनवानि'ति व्यवह्रियते ज्ञायते च, धनफलसद्भावात् । तथेदमप्यवगन्तव्यम् । इदञ्च यथाश्रुतव्याख्यानं कृतम् ।
इदश्चात्रावधेयम् - व्याख्याप्रज्ञप्तिवृत्तिकृता 'किञ्चिन्न तदानीं विशेषतः सम्भवती' ति यदुक्तं तत्र विशेषतः = प्रीति-भक्ति-वचनानुष्ठानत्वमाश्रित्य तदानीं = केवलिदशायां तपोनियमादि न सम्भवति तथापि असङ्गानुष्ठानरूपं तु तत् सर्वं स्वरूपतोऽपि प्रायः तदानीमबाधितमेवेत्यर्थोऽवगन्तव्यः । तथाहिभगवतः महावीरस्य केवलज्ञानलाभोत्तरकाले जघन्यत एकाशनरूपं तपः सर्वदा भवति स्म, अन्तकाले षष्ठभक्तरूपं तपः, पञ्चमहाव्रतस्वरूपो नियमः, चत्वारिंशद्दोषशुद्धपिण्डभोजन-सावद्याप्रवृत्तगृहस्थाप्रवर्त्तनात्मकोपेक्षादिरूपः संयमः, स्वस्याऽऽत्मनोऽनुभवलक्षणोऽध्यायः = स्वाध्यायः सार्वकालिकः; धर्मकथालक्षणः स्वाध्यायस्तु प्रहरद्वयप्रमाणः प्रतिदिनं, 'करेमि सामाइयं सव्वं सावजं जोगं पञ्चक्खामि जावज्जीवाए:...' इत्यादिना दीक्षाकाले प्रतिज्ञातं यावत्कालिकं सामायिकाभिधानं प्रथममावश्यकं, देशनावसरे चतुर्विंशतिजिनेन्द्रनाम-देहमानाद्युत्कीर्तनाद्यात्मकं चतुर्विंशतिस्तवाभिधानं द्वितीयमावश्यकं यद्वा देशनाकाले નથી.” આવું જે અભયદેવસૂરિ મહારાજે ભગવતીસૂત્રની ટીકામાં જણાવેલ છે તેનું તાત્વિક અર્થઘટન આ પ્રમાણે લાગે છે કે – “ભગવાનને ત્યારે =કેવલી અવસ્થામાં તપ, નિયમ વગેરે કોઈ પણ યોગ વિશેષરૂપે = સાધના કક્ષાના પ્રીતિ, ભક્તિ અને વચન-અનુષ્ઠાન રૂપે સંભવતો નથી, તો પણ અસંગ અનુષ્ઠાન રૂપે તે બધા જ યોગો સ્વરૂપથી પણ ત્યારે કેવલી અવસ્થામાં અબાધિત જ છે.' તે આ પ્રમાણે - ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી જઘન્યથી રોજ એકાસણા રૂપ તપ હતો અને અંત સમયે તો છઠ્ઠસ્વરૂપ તપ હતો. પાંચ મહાવ્રતસ્વરૂપ નિયમ પણ કેવલી તીર્થકરને હોય છે. બેંતાલીશ દોષરહિત ગોચરીનું ભોજન, સાવઘયોગમાં સ્વયં પ્રવૃત્ત ન થયેલા અથવા ધંધા વગેરેમાં સીદાતા ગૃહસ્થને સાવઘમાં ન પ્રવર્તાવવા સ્વરૂપ ઉપેક્ષા (દશવૈકા-વૃત્તિ-પૃષ્ઠ.૨૬) વગેરે સ્વરૂપ સંયમ ભગવાનમાં હોય છે. સ્વાધ્યાય = સ્વનો- પોતાનો અધ્યાય-અનુભવ. આત્માનુભવ સ્વરૂપ સ્વાધ્યાય તીર્થંકર પરમાત્માને સર્વદા હોય છે. તેમ જ ધર્મકથા સ્વરૂપ સ્વાધ્યાય રોજ બે પ્રહર (સામાન્યથી ૬ કલાક) પ્રમાણ હોય છે. ભગવાન કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ રોજ સવારે અને સાંજે ૧-૧ પ્રહરની અમોઘ ધર્મદિશના રોજ અવશ્ય આપે. આ રીતે ભગવાનમાં સ્વાધ્યાય પણ નિરાબાધરૂપે સંગત થાય છે. તેમજ “હું સામાયિક કરું છું. જ્યાં સુધી જીવું ત્યાં સુધી સર્વ સાવદ્ય પ્રવૃત્તિઓનો હું ત્યાગ કરું છું...' ઈત્યાદિરૂપે દીક્ષા સમયે ભગવાને જીવનભર સુધી પ્રતિજ્ઞા કરેલ સામાયિક નામનું પ્રથમ આવશ્યક ભગવાનમાં અવશ્ય હોય છે. ભગવાન દેશનામાં વર્તમાન ઉત્સર્પિણી-અવસર્પિણીમાં થયેલા ચૌવિશેય તીર્થકરોના નામ, દેહમાન વગેરેની પ્રરૂપણા કરે છે. તે ચતુર્વિશતિસ્તવ(ર્કીતન) નામનું બીજું આવશ્યક ગણી શકાય. અથવા દેશના સમયે “નમો નિત્યસ' કહીને સિંહાસન પર આરૂઢ થાય છે. એ અપેક્ષાએ એમ કહી શકાય કે તીર્થ અને તીર્થંકરની વચ્ચે અભેદ ઉપચાર કરવાથી ચોવીસેય તીર્થંકર ભગવંતો તીર્થસ્વરૂપ છે. માટે તીર્થનમસ્કારમાં તીર્થકરનમસ્કાર સમાઈ જાય. વળી તીર્થ શ્રમણપ્રધાન સંઘસ્વરૂપ પણ છે. આથી ગુરૂતત્ત્વ પણ તીર્થસ્વરૂપ છે. તેથી ગુરૂવંદન = ગુરૂતqનમસ્કાર પણ તીર્થનમસ્કારમાં સમાઈ જાય છે. તેથી તીર્થને નમસ્કાર કરવાથી ચતુર્વિશતિસ્તવ નામનું બીજું આવશ્યક અર્થાત ચોવીશેય તીર્થકરને નમસ્કાર તેમ જ વંદન નામનું ત્રીજું આવશ્યક ભગવાનમાં સંગત થાય છે. પ્રતિક્રમણ એ ચોથું આવશ્યક છે. કરેલાં પાપથી પાછા ફરવું એ બીજા નંબરનું પ્રતિક્રમણ છે. વાસ્તવમાં તો ‘પાપ જ ન કરવું એ જ મૂળ પ્રતિક્રમણ છે. આ વાત આવશ્યક-નિર્યુકિતમાં જણાવેલ છે તે ધ્યાનમાં રાખવું. ભગવાનમાં ‘પાપને ન કરવા સ્વરૂપ' પ્રતિક્રમણ તો નિયમ હોય જ છે. આ રીતે ચોથું આવશ્યક પાણ ભગવાનમાં નિરુ૫ચરિતરૂપે સંગત થાય છે. સંપૂર્ણપણે દેહાધ્યાસને છોડવો તે નૈૠયિક કાયોત્સર્ગ છે. ભગવાનને