________________
૨૬૮
અધ્યાત્મોપનિષકરણ
8 ज्ञानपरिणतौ सत्क्रिया स्वाभाविकी 88 મથ તૃતીય ક્રિયાયોગશુદ્ધથયR: . यान्येव साधनान्यादौ, गृह्णीयाज्ज्ञानसाधकः । सिद्धयोगस्य तान्येव, लक्षणानि स्वभावतः ॥१॥
જ અધ્યાત્મવૈરારવી જ द्वितीयाधिकारे ज्ञानयोगशुद्धिरभिहिता । अधुना ज्ञानयोगिनः क्रियायोगशुद्धिमावेदयति → 'यानी' ति ।
ज्ञानसाधकः = ज्ञानयोगसमाराधको यानि एव तपो-नियम-संयम-स्वाध्याय-ध्यानावश्यकादीनि साधनानि आदौ = ज्ञानयोगारम्भदशायां गृह्णीयात् = जिनवचन-प्रणीधानपुरस्सरमुपाददित सिद्धयोगस्य = सिद्धसंज्ञानयोगस्य लक्षणानि = चिह्नानि स्वभावतः = सदागमवचनस्मरणं विनैव तज्जन्यात् मोहविलयानुविद्धात् दृढसंस्कारात् तान्येव तपो-नियमादीनि विशुद्धतराणीत्यवगन्तव्यम् । असङ्गानुष्ठानरूपाणि तान्यवगन्तव्यानि । तल्लक्षणन्तु प्रवृत्तिकाले वचनप्रतिसन्धाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दनगन्धन्यायेनाऽऽत्मसाद्भूतं क्रियासेवनमित्यवगन्तव्यम् । तदुक्तं षोडशके → यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते સદ્ધિઃ | તાલુકાનું મવતિ વૈતાવેધાત્ II – (૨૦/૭) તિ રૂ/શા. નિકમેવ સમર્થથરિ – “ગ” તિ |
જ અધ્યાત્મ પ્રકાશ જ બીજા અધિકારમાં જ્ઞાનયોગની શુદ્ધિ જણાવી હવે જ્ઞાનયોગીના ક્રિયાયોગની શુદ્ધિને ગ્રંથકારશ્રી જણાવે છે.
લોકાર્ચ :- જ્ઞાનસાધક પ્રારંભમાં જે સાધનોને ગ્રહણ કરે છે તે જ સાધનો યોગસિદ્ધ પુરૂષના સ્વભાવથી લક્ષણ બની જાય છે. અર્થાત તે સાધનો સ્વભાવભૂત બની જાય છે.
આ પ્રારંભિક સાધનો પશ્ચાત્ સ્વભાવ બને તે ટીકાર્ચ :- જ્ઞાનયોગના સમારાધક યોગી પુરૂષ જ્ઞાનયોગની પ્રારંભિક અવસ્થામાં તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક વગેરે જે સાધનોને “ભગવાને આ યોગને સ્વીકારવાનું મારા માટે જણાવેલ છે.” - આ પ્રમાણે આદરપૂર્વક જિનવચનના પ્રણિધાનપૂર્વક ગ્રહણ કરે તે ત૫, નિયમ વગેરે સાધનો યોગસિદ્ધ પુરૂષોના સ્વાભાવિક ચિહ્ન બની જાય છે. પૂર્વકાળમાં સન્ રીતે જે આગમ વચનનું પ્રણિધાન કરેલું તેનાથી ઉત્પન્ન થયેલા દઢ સંસ્કાર મોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેથી અનુવિદ્ધ હોય છે. આથી જિનવચનના સ્મરણ વિના જ તથાવિધ દઢ સંસ્કારથી તપ, નિયમ વગેરે સાધનો અત્યંત વિશુદ્ધ બની જાય છે. સ્વભાવભૂત થયેલા પરિશુદ્ધ તપ, નિયમ વગેરે જ યોગસિદ્ધ પુરૂષના લક્ષણ જાણવા. અર્થાત તે અનુષ્ઠાન અસંગ કક્ષાના હોય છે તેવું જાણવું. પ્રવૃત્તિ સમયે જિનવચનના સ્મરણની જેને અપેક્ષા નથી તેવું ક્રિયાનું પાલન અત્યંત દઢ સંસ્કારથી થાય કે જે ચંદનગંધન્યાયથી આત્મસાત થઈ ચૂકેલ હોય તે અસંગ અનુષ્ઠાન જાણવું. જેમ ચંદનની સાથે સુગંધ એકમેક થઈ જાય છે તેમ દઢ સંસ્કારથી ક્રિયાનું આચરણ અહીં આત્મસાત થઈ ગયેલું જાણવું. થોડશક ગ્રંથમાં જણાવેલ છે કે > અભ્યાસના પ્રકર્ષના લીધે જાણે આત્મસાત થઈ ગયેલ હોય તે રીતે જે અનુષ્ઠાન મહામુનિઓ દ્વારા આચરવામાં આવે તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. જિનવચનપ્રણિધાનયુક્ત અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ દઢ સંસ્કારથી અસંગ અનુષ્ઠાન થાય છે. <– (૩/૧)
પ્રસ્તુત વાતનું જ ગ્રંથકારશ્રી સમર્થન કરે છે.