________________
ज्ञानसत्त्वेऽक्रिया शोच्यत्वाssक्षेपिका
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૫
शुनां तत्त्वदृशां चैव, को भेदोऽशुचिभक्षणे ॥५॥
साम्प्रतं पञ्चदश्यां तु
'बुद्धाद्वैतस्वतत्त्वस्य यथेष्टाचरणं यदि । शुनां तत्त्वदृशाश्चैव को भेदोऽशुचिમક્ષળે || ← — इत्येवं पाठ उपलभ्यत इति ध्येयम् । शुनां मांसाद्यशुचिभक्षणवत् तत्त्वदृशां विषयाद्यशुचिसेवने पशुत्वमेवेति भावः । ज्ञानफलं विषय- कषायादिदोष-हिंसादिविराधनाविरतिः । निश्चयेन विरत्युपधायकमेव सम्यक्ज्ञानम् । ततश्च यथेच्छाचरणे तत्त्वदृशामप्यज्ञानित्वमेव निश्चयनयाभिप्रायेण । तेजोबिन्दूपनिषदि अपि → कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानतया नूनं पुनरायान्ति यान्ति च ॥ ← (૨/૪૬) દ્યુતમ્ । → સુવા તે નીવહોણ ને ખિળવવાં ન याणंति । सुच्चाण वि ते सुच्चा ाऊण वि जे नवि करेंति । - इति धर्मदासगणिन उपदेशमालावचनमप्यत्र स्मर्तव्यम् । एतदनुसारेण धर्मरत्नकरण्डकवृत्तौ श्रीवर्धमानसूरिभिरपि → ते शोच्या ये न जानन्ति सर्वज्ञमतमुज्ज्वलम् । शोच्यानामपि તે શોષ્યા જ્ઞાત્વા યે ન વંતે || ←(૨/૪૪/૬૩ - પૃ.૨૭) ત્યુતમ્ । અન્યત્રાપિ > તજ્ઞાનમેવ न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ ( ) દ્યુતમ્ ॥૩/
૨૭૫
સેવન કરનાર તત્ત્વષ્ટામાં શું ફરક પડે ? (૩/૫)
/ વિષયાસકત જ્ઞાની પણ પશુતુલ્ય
ટીકાર્થ :- વર્તમાનકાળમાં પંચદશી ગ્રંથમાં એકાદ અક્ષરના ફેરફાર સાથે સંપૂર્ણ શ્લોક ઉપર પ્રમાણે ઉપલબ્ધ થાય છે. આ વાત ધ્યાનમાં રાખવી. માંસ વગેરે અશુચિ પદાર્થનું કુતરા જેમ ભક્ષણ કરે છે તેમ જો અદ્વૈતતત્ત્વવેત્તા પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપી કાદવમાં પોતાની જાતને રગદોળે તો તે પશુ જ છે એવો આ શ્લોકનો ભાવ છે. અર્થાત્ તે જ્ઞાની અજ્ઞાની જ છે. જ્ઞાનનું ફળ વિષય કષાય વગેરે દોષની અને હિંસા, જૂઠ વગેરે વિરાધનાની વિરતિ છે. નિશ્ચયનયથી જે જ્ઞાન વિરતિને લાવી આપે તે જ સમ્યગ્ જ્ઞાન છે. તેથી સ્વચ્છંદ આચરણ કરનાર તત્ત્વવેત્તા પણ નિશ્ચયનયથી અજ્ઞાની જ છે. તેજોબિંદુ ઉપનિષત્ક્રાં પણ જણાવેલ છે કે > બ્રહ્મતત્ત્વની વાર્તામાં હોંશિયાર એવા પંડિતો જો શબ્દાદિ વિષય વગેરેમાં અત્યન્ત આસક્ત હોય અને સદાચાર-શિષ્ટાચારથી શૂન્ય હોય તો તે પણ (દુઃખના સાધનમાં સુખનું ભાન કરવા સ્વરૂપ) અજ્ઞાનના કારણે જન્મ-મરણના ચક્કરમાં ચોક્કસ આવા-ગમન કરે રાખે છે. <← ધર્મદાસગણિએ ઉપદેશમાળા ગ્રંથમાં જે જણાવેલ છે કે > જીવલોકમાં જે જીવો જિનવચનને નથી જાણતા તેઓ શોચનીયશોકપાત્ર છે. પરંતુ જાણવા છતાં પણ જે આચરતાં નથી તેવા જીવો તો અત્યંત શોચનીય છે. પણ અહીં યાદ કરવા જેવું છે. આના અનુસારે ધર્મરત્નકદંડક ગ્રંથની સ્વોપશ ટીકામાં શ્રીવર્ધમાનસૂરિએ પણ જણાવેલ છે કે > સર્વજ્ઞના નિર્મળ મતને જેઓ જાણતા નથી તે શોકપાત્ર છે. પરંતુ જાણીને જે આચરતા નથી તેઓ અત્યંત શોકપાત્ર છે.<— અન્યત્ર પણ જણાવેલ છે કે → તે જ્ઞાન જ ન હોય કે જેનો ઉદય થવાં છતાં રાગ વગેરે ઢગલાબંધ વિભાવદશાઓ ઉછાળા મારે. સૂર્યના કિરણો પાસે અંધકારને ઉભા રહેવાની શક્તિ ક્યાંથી હોય? — અર્થાત્ અંધકારના સ્થાનમાં રાગાદિ ભાવ છે. પ્રકાશના સ્થાનમાં સમ્યગ્ જ્ઞાન જાણવું. પ્રકાશ આવે તો અંધકાર ગાયબ, જ્ઞાન આવે તો રાગ ગાયબ. પ્રકાશ હોવા છતાં અંધારૂં રહે તો તે પ્રકાશ પ્રકાશ ન કહેવાય. જ્ઞાન હોવાં છતાં રાગાદિ વિભાવદશા વિલસે તો તે જ્ઞાન જ્ઞાન ન કહેવાય.(૩/૫)