________________
å परमभावग्राहकनयाभिप्रायावेदनम्
૨૪૧
तत् =
सदद्वैताभिधानं दुष्टम् ।
नन्वेवं जीवाजीवादिसप्ततत्त्वत्वादो व्याहन्येत, अनुपदमेवाऽनात्मतत्त्वस्यानुपयोगित्वोक्तेः । न च जीवाजीवयोरेवाश्रव-संवरादीनां समावेशान सप्तत्वैकान्त इति शङ्कनीयम्, तथापि अद्वैतात्मतत्त्ववादासिद्धेरिति चेत् ? अत्रोच्यते अशुद्ध-सङ्ग्रहनयेन द्विधा विभक्तस्य तत्त्वस्य व्यवहारनयेन सप्तधा नवधा वा तत्त्वविभाग - सिद्धावपि परमभावग्राहकनयाभिप्रायेणाविभक्तं सदेकलक्षणमात्माद्वैतमेव तत्त्वं परमार्थतः, प्राधान्येन निर्देशादिति न कञ्चिदपि दोषमुत्पश्यामः । यथोक्तं योगीन्दुदेवेनापि योगसारे सव्वं अचेयणं जाण जिय एक्क सचेयणु सारु । जो जाणेविणु परममुणि लहु पावइ भवपारु || ३६ || - इति ॥२/४२॥ केनाभिप्रायेणेदमुक्तमित्याशङ्कायामाह 'नयेने 'ति । नयेन सङ्ग्रहेणैवमृजुसूत्रोपजीविना ।
सच्चिदानन्दरूपत्वं ब्रह्मणो व्यवतिष्ठते ॥४३॥
सत्ताभिधानं महासामान्यं स्वविश्रान्तं
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૪૩
आत्ममात्रनिमग्नं इति वक्तुं युज्यत एव । अतो न
=
-
પર્યાપ્ત છે, છતાં પણ આત્મા સિવાયના ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્ય પ્રસ્તુતમાં પરમભવગ્રાહક નયની મીમાંસામાં અનુપયોગી નિષ્પ્રયોજન છે. તેથી સત્તા નામનો મહાસામાન્ય ધર્મ કેવળ આત્મામાં વિશ્રાંત છે- એવું કહેવું સંગત જ છે. માટે સત્ અદ્વૈતનું પ્રતિપાદન દોષગ્રસ્ત નથી.
=
પૂર્વપક્ષ :- નનુ॰ | હમણાં જ ઉપર જણાવી ગયા કે આત્મભિન્ન દ્રવ્ય અનુપયોગી છે. આ વાતનો સ્વીકાર કરવામાં આવે તો જીવ, અજીવ વગેરે સાત તત્ત્વની પ્રરૂપણા ભાંગી પડશે. જીવ સિવાયના તત્ત્વનું જ્ઞાન જો જરૂરી ન હોય તો શા માટે જીવ સિવાયના શેષ છ તત્ત્વનો તત્ત્વમીમાંસામાં સમાવેશ કરવામાં આવે છે ? અહીં એવી શંકા થાય કે —> આથવ, સંવર વગેરે તત્ત્વનો જીવ અને અજીવમાં જ સમાવેશ થાય છે. તેથી એકાંતે સાત જ તત્ત્વ છે એવું નથી. જીવ અને અજીવ એમ બે તત્ત્વ પણ કહી શકાય છે. < —તો તેનું સમાધાન એ છે કે આશ્રવ, સંવર વગેરેનો જીવ અને અજીવમાં જ સમાવેશ કરવામાં આવે તો પણ અદ્વિતીય આત્મતત્ત્વવાદની સિદ્ધિ તો નહીં જ થાય. કારણ કે આત્માથી ભિન્ન એવા અજીવ તત્ત્વનો ઉલ્લેખ તમે પોતે જ કરી રહ્યા છો.
ઉત્તરપક્ષ :- અશુદ્ધ સંગ્રહનયથી જીવ અને અજીવ આ પ્રમાણે બે તત્ત્વ છે, અને વ્યવહાર નયથી સાત કે નવ તત્ત્વનો વિભાગ પ્રસિદ્ધ છે. છતાં પણ પરમભાવગ્રાહક નયના અભિપ્રાયથી અવિભક્ત, અખંડ, સન્માત્ર સ્વરૂપ અદ્વિતીય આત્મા એ જ પરમાર્થથી તત્ત્વ છે. સર્વ દ્રવ્યોમાં આત્મતત્ત્વ જ પરમ શ્રેષ્ઠ-પ્રધાન હોવાથી તેનો જ ઉલ્લેખ પરમભાવગ્રાહક નય કરે છે. માટે અહીં કોઈ પણ દોષને અમે જોતાં નથી. યોગીન્દુદેવે પણ યોગસા૨ ગ્રંથમાં જણાવેલ છે કે —> જેટલા પણ પદાર્થ છે તે બધા અચેતન છે, ચેતન તો કેવલ એક જીવ જ છે. અને તે જ સારભૂત છે. આવું જાણીને પરમમુનિ તરત જ સંસારથી પાર પામે છે. – (૨/૪૨)
કયા અભિપ્રાયથી આ વાત તમે જણાવી રહ્યા છો ? તેવી શંકાનું સમાધાન આપતા ગ્રંથકારશ્રી ફરમાવે
છે કે
શ્લોકાર્થ :- આ રીતે ઋજુસૂત્ર નયનો ટેકો લેનાર સંગ્રહનયથી સત્-ચિત્-આનંદ સ્વરૂપ બ્રહ્મતત્ત્વ =