________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
પરમમવપક્ષપાત
૨૬૨
निचितपञ्चाचारसञ्चारचारुस्फुरितपरमभावे
समुदितानां ज्ञानादिसम्बन्धिनां पञ्चाचाराणां यत् सम्यक् समुचितं सेवनं तेन चारुतया स्फुरिते विकसितेऽनात्मोपरागशून्ये क्षायिके ज्ञायकैकस्वभावे एव, न तु प्रणिधानादिशून्ये केवले बाह्ये पञ्चाचारपालनेऽविध्ययतनानादराशंसाशातनादियुक्ते न वा सद्व्यवहारविमुखे आलस्यनिद्रातन्द्राद्यनुकूले रागाद्युपबृंहके शुष्कध्यानसमाध्यादौ, कुशलानुबन्धशून्यत्वादिति भावनीयं मध्यस्थैः।। २ / ६१॥ नन्वपरमभावे किं नाऽऽश्वासः ? इत्याशङ्कायामाह 'स्फुटमिति ।
स्फुटमपरमभावे नैगमस्तारतम्यं प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं चिच्चमत्कारसारं, सकलनयविशुद्धं चित्तमेकं प्रमाणम् ॥६२॥ प्राक् (१/४-पृष्ठ१४) निरूपितः सर्वाविशुद्धलक्षणः प्रथमो विशुद्धाविशुद्धलक्षणो वा द्वितीयो नैगमो नयः प्रस्थकाद्युदाहरणेन अपरमभावे शुद्धज्ञायकैकात्मस्वभावलक्षण-परमभावभिन्नेऽध्यात्मपदार्थे स्फुटं लोक-शास्त्रप्रसिद्धं तारतम्यं
=
न्यूनाधिक्यं प्रवदतु
प्रकर्षेण प्रतिपादयतु । नैगमो हि कारणे कार्य - કોઈ પણ ભાવો સામ્યયુક્ત હોય તો જ મોક્ષના ઉપાય બની શકે છે. તેમાં રહેલ મોક્ષકારણતા સામ્યભાવને આભારી છે. તે કારણે અમને (ગ્રંથકારશ્રી ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજને) જૈન શાસનમાં દર્શાવેલ પરમ ભાવમાં અત્યન્ત અભિરૂચિ છે. અનાત્મસંપર્કશૂન્ય કેવલ ક્ષાયિક એવો જ્ઞાયક સ્વભાવ એ પરમભાવ છે. સમુદિત એવા જ્ઞાનાચાર વગેરે પંચાચારનું સમ્યક્ પ્રકારે વિધિ, યતના, બહુમાનપૂર્વક પોતાની ભૂમિકાને ઉચિત રીતે જે પાલન કરવામાં આવે તેના કારણે સુંદરતાથી પરમભાવ સ્કુરાયમાન થાય છે, વિકસે છે. આવું કહેવા દ્વારા ગ્રંથકારશ્રીએ ઉચિત વ્યવહારમાં નિશ્ચયપ્રાપકતાનું સૂચન પણ કરી દીધું. પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ શ્રીસીમંધરસ્વામીના ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે —> “નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી જે પાળે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી ભવસમુદ્રનો પાર.'' — આનાથી એ ફલિત થાય છે કે પ્રણિધાનાદિન્ય એવા જે બાહ્ય પંચાચાર, પરમભાવની નજીક જીવને ન પહોંચાડે તેમાં ગ્રંથકારશ્રીની અભિરૂચિ નથી. કેમ કે તે અવિધિ, અજયણા, અનાદર, આશાતના, આશંસા વગેરે દોષોથી કલંકિત હોવાના કારણે કુશલાનુબંધથી શૂન્ય છે. તેમ જ સર્વ્યવહારથી પરામ્મુખ અને આળસ, ઊંઘ, બગાસા, ઝોકા, તન્દ્રા વગેરેને લાવી આપે તથા રાગાદિ વિભાવદશાને પુષ્ટ કરે એવા શુષ્ક ધ્યાન, સમાધિ વગેરેમાં પણ ગ્રંથકારશ્રીનો પક્ષપાત નથી, કારણ કે તેવા શુષ્ક ધ્યાન વગેરે કુશલાનુબંધથી શૂન્ય છે. મધ્યસ્થ પુરૂષોએ શાંતિપૂર્વક આ વાતથી આત્માને ભાવિત કરવો. (૨/૬૧)
અપરમ ભાવમાં ગ્રંથકારશ્રીને આસ્થા શા માટે નથી ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા પ્રકરણકારશ્રી પ્રકાશે
છે કે
-
=
=
=
=
શ્લોકાર્થ :- નૈગમનય અપરમભાવમાં સ્ફુટ રીતે તરતમતાને ભલે બોલે, પરંતુ એટલા માત્રથી જ્ઞાનયોગી આનંદ ન પામે. જેના દ્વારા પરમભાવનો અનુભવ થયેલો છે અને જે જ્ઞાનમહોદયપ્રધાન છે તેવું સર્વનયવિશુદ્ધ એક ચિત્ત જ પ્રમાણ છે. (૨/૬૨)
♦ પરમભાવ એ જ પ્રમાણ *
ઢીકાર્ય :પૂર્વે (૧/૪) નૈગમ નયના ત્રણ ભેદ જણાવેલા. (૧) સર્વઅવિશુદ્ધ, (૨) વિશુદ્ધઅવિશુદ્ધ અને (૩) સર્વ વિશુદ્ધ. તેમાંથી પ્રથમ બે પ્રકારના નૈગમનય પ્રસ્થક વગેરેના ઉદાહરણથી અપરમભાવમાં ન્યૂનતા કે અધિકતાને ભલે પ્રકર્ષથી જણાવે. કેવલ શુદ્ધ જ્ઞાયક આત્મસ્વભાવ એ પરમભાવ છે. તેનાથી ભિન્ન એવા