________________
૨૪૭
કદીક સાધનામે પાવરયાતો પાનમ્ લીe અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૪૮ सूक्ष्माचाराप्रेक्षिणो यद्वा भावनाज्ञानविमुखत्वे सति दृष्ट-श्रुत-सत्क्रियामात्रविलग्नस्य यद्वा सद्व्यवहारपराङ्मुखत्वे सति ज्ञानलवदुर्विदग्धस्य यद्वा सुविस्तृतमतित्वेऽप्यैदम्पर्यार्थानभिज्ञस्य तु न = नैव अयं निर्विकल्पकः समाधिः वाच्यः, तस्यैतत्तत्त्वविडम्बकत्वात् । स हि 'न लिप्यतेऽयमात्मा' इति ज्ञात्वा सद्धर्माचारभ्रष्टः सन् दुराचारनिमग्नो वाग्विलासे एव भ्राम्येत । तदुक्तं अध्यात्मसारे → गुह्याद् गुह्यतरं तत्त्वमेतत्सूक्ष्मनयाऽऽश्रितम् । न देयं स्वल्पबुद्धीनां ते ह्येतस्य विडम्बकाः । जनानामल्पबुद्धीनां नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥ ज्ञानांशदुर्विदग्धानां तत्त्वमेतदनर्थकृत् । તેને અહીં પરિપકવ શાન તરીકે જાણવું. અધકચરા જ્ઞાનવાળાને આ નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ ન આપવો. અધકચરા જ્ઞાનવાળા માણસો ૪ પ્રકારના હોય છે. : (૧) ધર્મના સ્થૂળ આચારને પાળવામાં જેઓ નિપાગ હોય અર્થાત કેવલ સર્ગિક આચારને જ જે વળગી રહે અને આપવાદિક યથાવસ્થિત આચારની શ્રદ્ધા પણ ન કરે તેવો જીવ અધકચરા જ્ઞાનવાળો જાણવો. (૨) અથવા જે માણસ ભાવનાજ્ઞાનથી વિમુખ હોય અને કેવલ ધર્મકિયાને વળગેલો હોય તે માણસને અધકચરા જ્ઞાનવાળો જાણવો. બીજી વ્યક્તિના આચાર જોઈને અથવા તો બીજા પાસે આચારને સાંભળીને કેવલ તેને વળગી રહે, પણ ભાવના જ્ઞાનને પામવાનું કોઈ લક્ષ્ય જ ન હોય, રસ ન હોય તેને અહીં અધકચરા જ્ઞાનવાળો જાણવો. અથવા (૩) જે પંડિત શાસ્ત્રોક્ત વ્યવહારથી પરમુખ હોય અને આંશિક જ્ઞાનના કારણે મત્ત થયેલ હોય તે અર્ધપંડિત જાણવો. જ્ઞાનનું ફળ વિરતિ છે. ખરાબને છોડવું અને સારાને ગ્રહણ કરવું, તે જ્ઞાનનું પ્રયોજન છે. શાસ્ત્રનો ઉપલક બોધ થવાથી “હું જ્ઞાની છું.' - એવું જે જ્ઞાનનું અભિમાન થાય તે જ્ઞાનનું અજીર્ણ છે. શાસ્ત્રવિહિત આચારને પાળવાની સાથે જેને કોઈ નિસ્બત નથી છતાં પોતે જ્ઞાની છે એવો ફાંકો લઈને ફરે તે અર્ધપંડિત છે. કહેવાય છે કે
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” આ શ્લોકના પૂર્વાર્ધમાં પ્રસ્તુત ૩જા અર્ધપંડિતનો નિર્દેશ કરેલ છે. અને ઉત્તરાર્ધમાં ઉપરોક્ત રજા પ્રકારના અર્ધપંડિતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અથવા (૪) અનેક શાસ્ત્રનો અભ્યાસ કરેલ હોવાના કારણે જેની બુદ્ધિ ઘણી વિશાળ હોય પણ ઊંડાણ ન હોવાથી શાસ્ત્રોના એદંપર્યાર્થથી જે તદ્દન અજાણ હોય તે પ્રસ્તુતમાં અર્ધપંડિત તરીકે જાણો. મતલબ કે જેની બુદ્ધિની પહોળાઈ ઘણી હોય પરંતુ ઉંડાણ ન હોય, તેને અર્ધપંડિત જાણવો. અહીં પ્રથમ પ્રકારમાં આચારનો આચારની સાથે સંવેધ છે. બીજા ભેદમાં જ્ઞાનનો આચારની સાથે સંવેધ છે. ત્રીજા ભાગમાં આચારનો જ્ઞાનની સાથે સંવેધ છે. અને ૪થા પ્રકારમાં જ્ઞાનનો જ્ઞાનની સાથે સંવેધ છે. આ રીતે જ્ઞાનક્રિયાની ચતુર્ભગી અર્ધપંડિતમાં જાણવી. તેને નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ ન કરાય, કારણ કે તે નિર્વિકલ્પ સમાધિની વિડંબના જ કરે. “આત્મા કર્મોથી બંધાતો નથી.' - એવું જાણીને તે ધર્મના આચારને ઊંચા મૂકી, દુરાચારમાં ગ્રસ્ત થઈ “હું ક્યારેય કર્મથી બંધાતો નથી.' - એવા વાણીના વિકાસમાં અટવાશે. અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે – “આત્મા ક્યારેય બંધાતો નથી." - આ પ્રમાણે સૂક્ષ્મનયને આશ્રય કરીને જે કહેવામાં આવે છે તે ગૂઢ તત્વ કરતાં પણ અત્યંત ઢ તત્ત્વ છે. અલ્પબુદ્ધિવાળા માણસોને આ તત્ત્વનો ઉપદેશ ન આપવો, કેમ કે તેઓ આ તત્ત્વના વિડંબક છે. જેમ ભૂખ્યા હોવા છતાં પણ નબળી હોજરીવાળા માણસોને ચક્રવર્તિનું ભોજન હિતકારી નથી, તેમ અલ્પબુદ્ધિવાળા માણસોને નિશ્ચય નયનું તત્ત્વ હિતકારી નથી. જેમ મણિસાધક મંત્રનો અશુદ્ધ પાઠ-જાપ કરનારને નાગના માથા પર રહેલ મણિનું ગ્રહણ અનર્થકારી છે તેમ આંશિક જ્ઞાનના અભિમાનથી છકી ગયેલા જીવને આ