________________
૨૩૧
लेपप्रतिक्षेपणक्रियावश्यकता
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૩૭ <— इत्युक्तम् । इदञ्च शुद्धसङ्ग्रहनयेनावगन्तव्यम् । इदमेवाभिप्रेत्योक्तं अध्यात्मसारे कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः । आकाशमिव पङ्केन लिप्यते न च कर्मणा ॥ <- (૨૮/૧૦) કૃતિ । Ã विदेहावस्थापेक्षयाऽवगन्तव्यम् । कार्मणवर्गणासम्पर्कसत्त्वेऽपि कर्मसम्पर्कस्य मुक्तात्मनि विरहेण तल्लेपाऽसम्भवात्। योगिनः सदेहावस्थामधिकृत्य तु अध्यात्मविन्दौ यथैव पद्मिनीपत्रमस्पृष्टं तोयबिन्दुभिः । तथाऽऽत्माऽयं स्वभावेन न स्पृष्टः कर्मपुद्गलैः ॥ <- (२/२६) इत्युक्तम्, कर्मसम्पर्कसत्त्वेऽपि तल्लेपस्वभावविरहात् । तदुक्तं योगसारे योगीन्दुदेवेनाऽपि →जह सलिलेण ण लिप्पियइ कमलणिपत्तं कयावि । तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्पसहावि ।।९२ ॥ - इति । अध्यात्मसारेऽपिकर्मनैष्कर्म्यवैषम्यमुदासीनो विभावयन् । ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवाऽम्भसा ।। विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते । समं रूपं विदंस्तेषु ज्ञानयोगी ન હિપ્પતે ।। – (૪/૩૬-૩૭) ફ્લુમ્ ।
निश्चयनयेन तत्कर्तृत्वं कस्मिन्नप्यात्मनि न विद्यते, स्वस्वभावकर्तृत्वात्सर्वभावानाम् । तदुक्तं अध्यात्मबिन्दौ एव सर्वे भावा निश्चयेन स्वभावान् कुर्वन्तीत्थं साधु सिद्धान्ततत्त्वम् । भिन्नद्रव्यीभूतकर्मप्रपञ्चं जीवः कुर्यात् तत्कथं वस्तुतोऽयम् ॥ (१ / २२) कर्ताऽयं स्वस्वभावस्य परभावस्य न क्वचित् । कर्ताऽऽत्मेति श्रुतिः साक्षाद् यत् स्वभावक्रियापरा || - (२ / ८) इति । कर्तृत्वञ्चात्र ज्ञातृत्वरूपं स्थितिरूपं वाऽवगन्तव्यं પછી કર્મથી લેપાવાની તો શકયતા જ કયાંથી હોય ? કાર્યણવર્ગણાને સ્વીકારવાનો પરિણામ અંશતઃ પણ હોય તો જ સિદ્ધાત્મામાં કર્મસંપર્ક માની શકાય. પરંતુ તેવું નથી. સયોગી કેવલીમાં કર્મસંપર્ક હોવા છતાં કર્મજન્ય પરિણામોને તેઓ ન સ્વીકારતા હોવાથી તેમનામાં કર્મસંસર્ગ નથી. રાગી જીવોમાં તો કર્મસંસર્ગ પણ હોય છે. તેથી તેઓ કર્મથી લેપાય છે. યોગીની સદેહ અવસ્થાની અપેક્ષાએ અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે - > જેમ કમળનું પાંદડું પાણીના ટીપાં વડે લેપાયેલ નથી તેમ આ આત્મા પોતાના સ્વભાવથી જ કર્મપુદ્ગલ વડે લેપાયેલ નથી. —જેમ કમલપત્રને જળબિંદુનો સંપર્ક છે પણ તેનાથી તે લેપાતું નથી તેમ યોગીપુરૂષને સદેહ અવસ્થામાં કર્મનો સંપર્ક છે પરંતુ તે તેનાથી લેપાયેલ નથી. કારણ કે કર્મથી લેપાવાનો સ્વભાવ તે યોગીમાં નથી. અને જેમ આકાશને કાદવનો સંપર્ક પણ નથી અને કાદવથી તે લેપાતું પણ નથી તેમ સિદ્ધ અવસ્થામાં આત્માને તેવો કર્મસંપર્ક નથી અને કર્મોથી તે લેપાતો પણ નથી. યોગીન્દુદેવે પણ યોગસા૨માં જણાવેલ છે કે ‘જેમ કમલપત્ર પાણીથી ક્યારેય પણ લેપાતું નથી તે જ રીતે જીવ કર્મોથી લેપાતો નથી. જો તે આત્મસ્વભાવમાં રક્ત હોય = પ્રસન્ન હોય તો.' અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> ઉદાસીન રહીને કર્મ અને નૈષ્કર્મ (કર્મરહિતતા) ની વિષમતાને વિચારતા એવા જ્ઞાની પુરૂષ, પાણી દ્વારા કમળપત્ર જેમ ન લેપાય તેમ, ભોગો દ્વારા લેપાતા નથી. ઈન્દ્રિયોના વિષયોમાં રાગી કે દ્વેષી જીવ મૌનને = મુનિપણાને પામતા નથી. સર્વ ઈન્દ્રિયવિષયોમાં એકસરખાપણાને = પરદ્રવ્યપણાને (= ઉપેક્ષ્યતાને) જોતા જ્ઞાનયોગી વિષયોમાં લેપાતા નથી.
નિશ્ચ॰ । નિશ્ચય નયથી કર્મનું કર્તૃત્વ કોઈ પણ આત્મામાં હોતું નથી. કેમ કે સર્વ ભાવો પોતપોતાના સ્વભાવને કરનાર છે. અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> જીવાદિ સર્વ ભાવો નિશ્ચયનયથી પોતાના પરિણામને જ કરે છે. સિદ્ધાંતનું સાચું તત્ત્વ આ જ છે. કર્મ તો આત્માથી ભિન્ન દ્રવ્યરૂપ છે. તેથી આ આત્મા વાસ્તવમાં કર્મનો પ્રપંચ કેવી રીતે કરે ? આ આત્મા તો સ્વસ્વભાવનો કર્તા છે. આત્મા ક્યાંય પણ પરભાવનો કર્તા નથી. ‘‘આત્મા કર્તા છે.’’ આવું જે આગમવચન છે તે સાક્ષાત્ સ્વભાવક્રિયાને જણાવવામાં તત્પર છે. અર્થાત્ આત્મા પોતાના સ્વભાવનો કર્તા છે. —શુદ્ધ સંગ્રહ નયના અભિપ્રાયથી પ્રસ્તુતમાં કર્તૃત્વ જ્ઞાતૃત્વસ્વરૂપ જાણવું. અથવા તો સ્થિતિસ્વરૂપ જાણવું. (૨/૩૭)