________________
२२३ ज्ञानिप्रवृत्तेः कर्माऽबन्धकता 8
અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૩૨ व्यवहारनयत आत्मनिष्ठत्वेनाऽभिमता कर्मबन्धकर्तृता विलीयते । इत्थञ्च कर्मणामात्मनि सम्बद्धतयाऽवस्थाने उदये वा 'अहं गौरः, श्यामो, अज्ञः, कर्ता, संसर्ता वा इत्याद्यज्ञानविरहात् ज्ञानी न दोषभाक् = न कर्मबन्धकर्तृत्व-कर्मफलभोक्तृत्वादिलक्षणदोषभाजनमिति ‘सविशेषणौ हि विधि-निषेधौ विशेषणमुपसङ्क्रामतः सति विशेष्यबाधे' इति निश्चयनयाभिप्रायात् यथा श्रीमता धान्यादौ वस्तुनि क्रीते क्रयणकर्तृत्वं तत्त्वतः श्रियामेव पर्यवस्यति न तु पुरुषे; अन्यथा दरिद्रस्यापि तत्क्रयणप्रसङ्गात् तथा मिथ्यात्वादियुक्तेन जीवेन कर्मणि बद्धे कर्मबन्धकर्तृत्वं निश्चयतो मिथ्यात्वाविरतिकषाययोगेष्वेव पर्यवस्यति न तु जीवे; अन्यथा सिद्धस्यापि कर्मबन्धापत्तेः । यथा सहकारारूढलतागतफलं लताया एव कार्यं न तु सहकारवृक्षस्य तथा मिथ्यात्वादिकमपि जीवसंलग्नानां कर्मणामेव परिणामो न तु जीवस्य । अत एव प्राक् (२/२८) गुणस्थानमार्गणास्थानान्यतरसंश्लेषाभावः शुद्धात्मन्युक्त इति विभावनीयं शुद्धात्मस्पर्शिनिश्चयनयाभिज्ञैः ॥२/३२॥
જ્ઞાનિપ્રવૃત્તિમારિ – “સાન્નિશે’તિ | કારણ કે કર્મો માત્ર તેમાં રહેલા છે. જેટલા અંશે મિથ્યાત્વ, અવિરતિ અને કલાય વગેરેની માત્રા ઘટે તેટલા અંશમાં વ્યવહાર નથી આત્મનિરૂપે અભિમત એવું કર્મબંધનું કર્તુત્વ વિલીન થાય છે. આમ આત્મામાં સંબદ્ધ હોવા રૂપે કર્મ વિદ્યમાન હોય કે કર્મનો ઉદય હોય તે વખતે “હું ગોરો છું', ‘હું કાળો છું', હું અજ્ઞાની છું, હું કર્તા છું, હું ચારે ગતિના ભાવોને ભજનાર સંસારી છું.” આવું અજ્ઞાન ન હોવાના કારણે જ્ઞાની યોગી પુરૂષમાં કર્મબંધનું કર્તુત્વ કે કર્મફળનું ભોસ્તૃત્વ સ્વરૂપ દોષ આવતો નથી. જ્યારે વિશેષણથી વિશિષ્ટ વસ્તુમાં કોઈ વિધાન કે નિષેધ કરવામાં આવે અને કેવલ વિશેષમાં તે વિધાન કે નિષેધ બાધિત હોય તો તે વિધિ-નિષેધ વિશેષણને લાગુ પડે છે. આ વાય નિશ્ચય નયને માન્ય છે એવું સામાચારી પ્રકરણમાં જણાવેલ છે. આને ખ્યાલમાં રાખીને એવું કહી શકાય કે કોઈ શ્રીમંત વ્યક્તિ, વેપારી પાસેથી અનાજ વગેરે માલ ખરીદ-વાપરે ત્યારે તે શ્રીમંતમાં માલની ખરીદીનું કર્તૃત્વ અને ખરીદેલા માલનું ભોક્નત્વ જણાય છે. પરંતુ વાસ્તવમાં માલની ખરીદીનું કર્તુત્વ તે પુરૂષમાં નથી પરંતુ તેની પાસે રહેલ ધનમાં છે. માટે જ તે શ્રીમંત જ્યારે ગરીબ-દરિદ્ર બને છે ત્યારે વેપારીના કિંમતી માલને ખરીદી શકતો નથી, તેમ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના કારણે કર્મ બંધાય છે ત્યારે “જીવ કર્મ બાંધે છે' એવો વ્યવહાર થાય છે. પરંતુ વાસ્તવમાં તે કર્મબંધનું કર્તુત્વ તો મિથ્યાત્વ, અવિરતિ વગેરેમાં જ રહેલું છે. જે જીવમાં કર્મબંધનું કર્તૃત્વ હોય તો સિદ્ધા ભગવંતો પણ કર્મ બાંધે. પરંતુ તેવું નથી. માટે કર્મબંધનું કર્તુત્વ જીવમાં નહિ પણ જીવસંલગ્ન કર્મોદયજન્ય મિથ્યાત્વ, વગેરે ઔદયિક ભાવમાં રહેલું છે. આ ઔદયિક ભાવો કર્મના પરિણામરૂપ છે, નહિ કે આત્માના પરિણામરૂ૫. આ વાતનું વધારે સ્પષ્ટીકરણ કરવા એમ કહી શકાય કે આંબાના ઝાડ ઉપર રહેલ પરોપજીવી વેલમાં જે ફળ આવે તેનું કર્તુત્વ તે વેલમાં કહેવાય છે; નહિ કે આંબાના ઝાડમાં. ભલે ને ! તે વેલો આંબાના ઝાડ ઉપર રહીને જ પોતાનું ભરણ-પોષણ મેળવી જીવન ગુજારતો હોય. પ્રસ્તુતમાં આંબાનું ઝાડ = આત્મા, પરોપજીવી વેલ = કર્મ અને વેલમાં ઉગતું ફળ = મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. - આ રીતે અર્થઘટન કરવાથી ખ્યાલમાં આવશે કે મિથ્યાત્વ વગેરે જીવના પરિણામ નથી પણ કર્મના પરિણામ છે. માટે જ પૂર્વે ૨/૨૮ શ્લોકમાં જણાવેલ હતું કે “શુદ્ધ આત્માને ગુણસ્થાનકો કે માર્ગણાસ્થાનકો સાથે કોઈ સંપર્ક નથી.” શુદ્ધ આત્મલક્ષી નિશ્ચય નયમાં નિપુણ વ્યકિતઓએ આ વાતથી પોતાના આત્માને ભાવિત કરવો. (૨/૩૨)
જ્ઞાનીની પ્રવૃત્તિને ગ્રંથકારશ્રી જણાવે છે.