________________
* ज्ञानिनोऽलिप्तता
૨૨૧
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૩૨
जीवस्य कथं न तन्निमित्तो बन्ध इति शङ्कनीयम्, तत्र स्थलेऽज्ञस्याहङ्कार - राग-द्वेषादिकलुषितहृदयस्येष्यत एव कर्मबन्धः । तदुक्तं भगवद्गीतायामपि प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहङ्कारविमूढात्मा ઽિમિતિ મન્યતે || ← - (३/२७) इति अहङ्कारात्कर्मबन्धो जायते एव । किन्तु एक क्षेत्रावगाहेन समानाकाशप्रदेशपङ्क्त्यवगाहनमात्रेण रागादिशून्यो ज्ञानी न दोषभाक् = न तन्निमित्तकर्मबन्धभाजनम्, तन्निमित्तकरागादिशून्यत्वात् धर्मास्तिकायवत् । तदुक्तं अध्यात्मसारे एकक्षेत्रस्थितोऽप्येति नात्मा कर्मगुणान्वयम् । तथाभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥ <- ( १८/१९ ) इति । यथोक्तं समयसारेऽपि → जह विसमुवर्भुजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पुग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झए ाणी || १९५|| जह मज्जं पिवमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो || 'दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तव । १९६ ॥ उप्पण्णोदयभोगो वियोगबुद्धिए तस्स सो णिच्चं । कंखामणागयस्स य उदयस्स ण कुव्व णाणी ॥ २१५ || जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि । तह कम्मोदयतविदो ન ખરિ બાળી ટુ નાળિનં ૨૮૪ા — इति । अध्यात्मबिन्दौ अपि विषमश्नन् यथा वैद्यो
=
“આવું હોવાથી તે વ્યક્તિને તન્નિમિત્તક કર્મબંધ થવાનો અવકાશ કેમ ન થાય ?” આવી શંકા ન કરવી, કારણ કે તેવા સ્થળમાં રાગ-દ્વેષ વગેરેથી કલુષિત હૃદયવાળા અજ્ઞાનીને કર્મબંધ થાય છે એવું અમે માનીએ જ છીએ. ભગવદ્ગીતામાં પણ જણાવેલ છે કે —> પ્રકૃતિના (કર્મપ્રકૃતિના) ગુણો વડે સર્વ કાર્યો કરાય છે, છતાં અહંકારથી મૂઢ થયેલ વ્યક્તિ ‘હું કર્તા છું.' - એમ માને છે. —આવા અહંકારથી તેને કર્મબંધ થાય જ છે. પરંતુ એક જ ક્ષેત્રમાં સમાન આકાશપ્રદેશની શ્રેણીઓમાં જીવ અને કર્મ રહેવા માત્રથી રાગાદિરહિત જ્ઞાની તન્નિમિત્તક કર્મબંધનું ભાજન બનતો નથી. કારણ કે તન્નિમિત્તક કોઈ પણ રાગાદિથી ભાવો જ્ઞાનીને થતા નથી. જેમ કે જે આકાશપ્રદેશમાં રહીને કર્મો પોતાનું ફળ બતાવે છે તે જ આકાશપ્રદેશમાં આત્માની જેમ ધર્માસ્તિકાય (ગતિસહાયક દ્રવ્ય) પણ રહેલ જ છે; છતાં ધર્માસ્તિકાયને તન્નિમિત્તક કર્મબંધ થતો નથી કેમ કે ધર્માસ્તિકાયમાં રાગાદિભાવ સ્વરૂપ ચીકાશ રહેલી નથી; તેમ આત્મજ્ઞાનીને પણ કર્મોદયનિમિત્તક રાગાદિભાવરૂપી ચીકાશ ન હોવાથી જ્ઞાની કર્મ બાંધતો નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે> જે ક્ષેત્રમાં કર્યો રહેલાં છે તે જ ક્ષેત્રમાં જ્ઞાનીનો આત્મા રહેલો હોવા છતાં પણ તે આત્મા કર્મોના ગુણોના અન્વયને પામતો નથી. અર્થાત્ આત્મા કર્મના ફળની મલિનતાને અનુભવતો નથી. કેમ કે તથાભવ્ય સ્વભાવને લીધે તે આત્મા ધર્માસ્તિકાયની જેમ શુદ્ધ રાગાદિત્ય જ છે. —સમયસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે > જેમ વૈદ્ય પુરૂષ વિષને ભોગવતો ખાતો હોવા છતાં મરણ પામતો નથી તેમ જ્ઞાની પૌદ્ગલિક કર્મના ઉદયને ભોગવે છતાં પણ બંધાતો નથી. જેમ કોઈ પુરૂષ મદિરાને અપ્રીતિથી પીતો હોય તો મદોન્મત્ત થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે પ્રીતિ વિના વૈરાગ્યભાવે વર્તતો હોવાથી કર્મોથી બંધાતો નથી. વર્તમાન કાળમાં ઉદયે આવેલ કર્મના ફળનો ભોગ પણ જ્ઞાનીને સદા ‘આ ભોગસુખ ક્યારે મારાથી દૂર થાય ?” ‘હું આનાથી કયારે છૂટીશ ?' આ પ્રમાણે વિયોગબુદ્ધિથી હોય છે અને ભવિષ્ય કાળના કર્મના ઉદયની વાંછા આત્મજ્ઞાની પુરૂષ કરતો નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપેલું હોવા છતાં પણ સુવર્ણપણાને છોડતું નથી. તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપવા છતાં જ્ઞાનીપણાને છોડતો નથી —— તથા અધ્યાત્મબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જેમ વૈદ્ય ઝેરને ખાવા છતાં પણ વિકૃતિને પામતો નથી તેમ આત્મજ્ઞાની કર્મના ૧. સમયસાર ગ્રન્થાનુસાર એ પણ સિદ્ધ થાય છે કે વૈરાગ્યભાવે વર્તનારા શ્વેતાંબર સાધુઓ વસ્ત્ર-પાત્રાદિ દ્રવ્યનો ઉપભોગ
કરવા છતાં કર્મોથી બંધાતા નથી.
=
=
=