________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
8 आरब्धशक्तितः कर्मागमनविचारः
૨૨૦
ચોપાધર્નાયુદ્ધ: ટિળો યથા / રસ્તો દ્વિષ્ટસ્તથૈવાત્મા સંત પુન્ય-વાયોઃ || <–(૨૮/૨૨૦) તા समयसारेऽपि → पंथे मुस्संतं पस्सिदूण लोगा भणति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ||५८|| तह जीव कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहि ववहारदो ઉત્તો શા – ત્યુત્તમ્ ॥૨/રૂા
'स्वत' इति ।
कर्मविपाकोदयेऽपि ज्ञानिनो नास्ति तन्निमित्तो बन्धलेशोऽपीत्याह स्वत एव समायान्ति, कर्माण्यारब्धशक्तितः । एकक्षेत्रावगाहेन, ज्ञानी तत्र न दोषभाक् ॥३२॥ कर्माणि ज्ञानावरणीयादीनि आरब्धशक्तितः अबाधाकालपरिपूर्णतालब्धावकाशात् सामर्थ्यात् उदयावलिकाप्रवेशप्रयुक्तसामर्थ्यात् विपाकोदयसामर्थ्यतो वा स्वत एव जीवाऽप्रेरितान्येव द्रव्य क्षेत्रादिकं सम्प्राप्य समायान्ति = समन्तत आभिमुख्येन विपाकमुपयान्ति । यस्मिन्नेव क्षेत्रे कर्माणि स्वविपाकमुपदर्शयन्ति तस्मिन्नेव क्षेत्रे जीवोऽपि वर्तते । अत एव ' तस्य जीवस्य तानि कर्माणी' त्युपचर्यते । न चैवं सति
=
=
પાપના સંસર્ગથી રાગી કે દ્વેષી થયેલો આત્મા અશુદ્ધ થતો નથી. સમયસાર ગ્રંથમાં બતાવેલ છે કે> જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો દેખીને ‘આ માર્ગ લૂંટાય છે.’ એમ વ્યવહારી લોકો કહે છે ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો કોઈ પણ માર્ગ લૂંટાતો નથી, પરંતુ માર્ગમાં ચાલનાર જ લૂંટાય છે, તે જ રીતે જીવ કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને ‘જીવનો (=મારો) આ વર્ણ છે.' એમ બોલે છે. આ વાત નિશ્ચયથી નહિ પણ વ્યવહારથી સત્ય છે- આ મુજબ જિનેશ્વર દેવોએ કહ્યું છે. <–(૨/૩૧)
‘કર્મના વિપાકોદયમાં પણ જ્ઞાની પુરૂષને તેના નિમિત્તે લેશ પણ કર્મબંધ નથી.'' - આ વાતને ગ્રંથકારશ્રી આગળની ગાથામાં જણાવે છે.
શ્લોકાર્થ :આરબ્ધશક્તિથી કર્મો જાતે આવે છે. જે ક્ષેત્રમાં કર્મો આવે છે ત્યાં આત્મા રહેલો છે. આમ એક જ ક્ષેત્રમાં આત્મા અને કર્મો રહેલા હોવા છતાં પણ જ્ઞાનીને તેમાં કોઈ દોષ લાગતો નથી. (૨/૩૨)
=
-
આત્મજ્ઞાની કર્મ ન બાંધે
ઢીકાર્ય :જ્ઞાનાવરણીય વગેરે કર્મ બંધાયા પછી તેનો અબાધાકાળ પૂરો ન થાય ત્યાં સુધી તે કર્મોને ઉદયમાં આવવાને અવકાશ રહેતો નથી. તે તે કર્મોનો અબાધાકાળ પરિપૂર્ણ થયા પછી કર્મોને ઉદયમાં આવવાનો અવકાશ રહે છે. ઉદયમાં આવતા પહેલાં કર્મોનો નિષેક રચાય છે. તેમાંથી જે નિષેકોનો ઉદયાવલિકામાં પ્રવેશ થાય તેનું ફળ નિયમા ઉદયમાં આવે છે. તે જ રીતે ક્યારેક કર્મો પ્રદેશોદયથી ખરી પડે છે, તો ક્યારેક પોતાનો વિપાકોદય બતાવે છે. આનાથી જણાય છે કે પોતાના અબાધાકાળની પૂર્ણતાથી કર્મોને પોતાનું ફળ બતાવવાનું સામર્થ્ય મળવાનો અવકાશ રહે છે. અથવા તો ઉદયાવલિકામાં પ્રવેશ થવાને લીધે કર્મોને તેવું સામર્થ્ય મળે છે. અથવા તો વિપાદોકયથી કર્મને તેવું સામર્થ્ય મળે છે. આ સામર્થ્યને આરબ્ધશક્તિ કહેવાય છે. આ આરબ્ધશક્તિથી જ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને પ્રાપ્ત કરીને, જીવોની પ્રેરણા વિના જ કર્મો જાતે જ ચારે બાજુથી સામે ચાલીને પોતાના ફળને બતાવે વિપાક ઉદયને પામે છે, જે ક્ષેત્રમાં રહીને કર્મો પોતાનો વિપાક બતાવે છે, એ જ ક્ષેત્રમાં જીવ પણ રહેલો છે. આથી જ ‘તે જીવના તે કર્મો છે' એવો ઉપચાર થાય છે.
છે