________________
અધ્યાત્મોપનિષ—કરણ & #7મો વારિમિનિ નાતિ લીક
૨૨૨ विक्रियां नोपगच्छति । कर्मोदये तथा भुञ्जानोऽपि ज्ञानी न बध्यते ॥ (३/२६) मन्त्रादिध्वस्तसामर्थ्यो न दहत्यनलो यथा । बद्धं नालं तथा ज्ञानशक्तिकुण्ठीकृतोऽप्ययम् ॥ (३/२७) मद्यं पिबन् यथा मत्तो न स्यादरतिमान् पुमान् । द्रव्यभोगं तथा कुर्वन् सम्यग्दृष्टिर्न लिप्यते ॥ <- (३/२८) इत्युक्तम् । ___अथ सम्यग्ज्ञानवतोऽपि, सर्वविरतस्याऽपि, अप्रमत्तस्यापि, क्षपकश्रेणिवर्तिनोऽपि, सयोगिकेवलिनोऽपि च कर्मबन्ध आगमे दर्शित एवेति कथं भवद्भिः 'ज्ञानी तत्र न दोषभाक्' इत्युक्षुष्यते इति चेत् ? तर्हि व्याख्यान्तरमित्थमवधेहि - आरब्धशक्तितः = तत्तद्गुणस्थानप्रतिबद्ध-बन्धोच्छेदपूर्वकालीन-नियतविविधकर्मबन्धसामर्थ्यतो यद्वोदितकर्मविशेषसामर्थ्यतः स्वत एव = विशिष्य जीवाऽप्रेरितान्येव कर्माणि समायान्ति = समन्तात् सर्वेष्वात्मावगाढप्रदेशेष्वागच्छन्ति एव । एकक्षेत्रावगाहेन = बध्यमानकर्माधारभूताकाशप्रदेशेष्वेवाऽऽत्मनो वृत्तितयाऽपि ज्ञानी = आत्मदर्शी तत्र = कर्मबन्धे न दोषभाक् = न कर्मबन्धकर्तृत्वलक्षणकलङ्कभाजनं स्यात्, कर्मबन्धानुकूलाभोगप्रयत्नरहितत्वात् । अत एव प्रत्यस्तमितमिथ्यात्वाविरतिकषाये आत्मदर्शिनि केवलादेव योगाद् बध्यमानानि कर्माणि विपाकोदयतो न स्वफलमुपदधति । न हि कर्मणां बध्यमानत्वेऽपि केवलिनि कर्मबन्धकर्तृत्वं समस्ति, तेषां तत्रावस्थानमात्रात् । यावती मिथ्यात्वाविरत्यादिमात्रा हीयते तावती ઉદયને ભોગવતો હોવા છતાં પણ બંધાતો નથી. જેમ મંત્રાદિના કારણે, જે અગ્નિની દાહશક્તિનો નાશ થયેલ છે, તે અગ્નિ બાળતો નથી, તેમ જ્ઞાનની શક્તિથી કુંઠિત થયેલ કર્મનો ઉદય પણ આત્માને બાંધવા માટે સમર્થ નથી. જેમ અપ્રીતિથી દારૂ પીતો માણસ મદોન્મત્ત થતો નથી તેમ દ્રવ્યભોગને કરતો સમ્યગદષ્ટિ કર્મોથી/રાગાદિથી લપાતો નથી. <–
શંકા - > સમ્યફજ્ઞાનવાળાને પણ, સર્વવિરતને પણ, અપ્રમત્તને પણ, ક્ષપકશ્રેણીમાં રહેલાને પણ ને સયોગી કેવલજ્ઞાનીને પણ કર્મબંધ થાય જ છે. <– આવું આગમમાં બતાવેલ જ છે. તો પછી તમે ‘કર્મના ઉદયમાં જ્ઞાની નવા કર્મો બાંધતો નથી.' - આવી ઘોષણા કેમ કરો છો ? | સમાઘાન - ઉપરોક્ત શંકા ઉપસ્થિત થાય ત્યારે પ્રસ્તુત શ્લોકની બીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવી કે તે ગુણસ્થાનકોની સાથે સંકળાયેલ છે તે કર્મનો બંધઉચ્છેદ થવાના પૂર્વકાળમાં નિયમા વિવિધ પ્રકારના કર્મોને બાંધવાનું સામર્થ્ય એ પ્રસ્તુતમાં “આરબ્ધશક્તિ” પદનો અર્થ જાણવો. દ્વિતીય કર્મગ્રંથના અભ્યાસુને કયા કયા ગુણસ્થાનક સુધી કયા કયા કમ બંધાય છે ? તે વાતની સારી રીતે જાણકારી હોય. તથા પાંચમા કર્મગ્રંથમાં બતાવેલ ધ્રુવબંધી કર્મોના જાણકારને કયા કયા ગુણસ્થાનકો સુધી કયા કયા કર્મો અવશ્ય બંધાય? - તે વાતનો સારી રીતે ખ્યાલ હોય. તેથી તે વિષયની ચર્ચા પ્રસ્તુતમાં કરવામાં આવતી નથી. વિશેષ પ્રકારે જીવની પ્રેરણા વિના કર્મો પોતે જ ઉપરોક્ત આરબ્ધશક્તિથી સામે ચાલીને સર્વ આત્મપ્રદેશોમાં આવે છે જ (બંધાય છે) અથવા તો ઉદયમાં આવેલ અમુક પ્રકારના કર્મના સામર્થ્યને લીધે સ્વયં નૂતન કર્મ સર્વ આત્મપ્રદેશોમાં આવે છે. જે આકાશપ્રદેશો બંધાતા એવા કર્મોનો આધાર બને છે તે જ આકાશપ્રદેશોમાં આત્મા રહે છે, છતાં પણ આત્મદર્શી યોગી તે કર્મબંધમાં દોષનું ભાજન બનતો નથી અર્થાત્ કર્મબંધકર્તુત્વસ્વરૂપ કલંક આત્મજ્ઞાનીને સ્પર્શતું નથી. કારણ કે તે કર્મબંધને અનુકૂળ આભોગ પ્રયત્નથી રહિત છે. આત્મજ્ઞાનીને તેરમા ગુણઠાણા સુધી કર્મ બંધાય જરૂર છે પણ તેઓ કર્મ બાંધતા નથી. માટે જ જેમણે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો નાશ કરેલો છે એવા આત્મદર્શી યોગીમાં કેવલ યોગના કારણે જ બંધાતા કર્મો વિપાકોદયથી પોતાનું ફળ દેખાડતા નથી. યોગના કારણે ક બંધાવા છતાં પણ કેવલજ્ઞાનીમાં કર્મબંધનું કર્તુત્વ નથી,