________________
૨૧૭
आत्मनि कर्तृत्वोपचारः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૩૦
<
निश्चयस्तुतिः ।। पुरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः । तत्त्वतः शौर्य - गाम्भीर्य-धैर्यादिगुणवर्णनात् ।। (१८/१२४-१२५-१२६ ) इति । समयसारेऽपि इणमण्णं जीवादो देहं पुग्गलमयं मुणित्तु । मणदि हु संथुदो बंदिदो मए केवली भयवं ||२८|| तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि हुति केवलिणो । केवलिगुणो थुणदि जो सो तच्च दो केवलिं थुणदि ||२९|| णयरम्मि वण्णिदे जह ण विरणो वणणा कदा होदि । देहगुणे धुव्वंते ण केवलिगुणा थुदा होंति ||३०|| <- — इत्युक्तमिति भावनीयं तत्त्वमेतत्तात्त्विकनिश्चयनयप्रवीणैः ॥२ / २९ ॥ विवेकविज्ञानविरहप्रयुक्तोपचारमाह > ‘યે'તિ ।
यथा भृत्यैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ॥ ३०॥
यथा = येन प्रकारेण भृत्यैः
युद्धपरिणामेन स्वयं परिणममानैः राजयोधैः कृतं युद्धं अविवेकेन = भूपति-योधगतभेदगोचरविज्ञानविरहेण स्वामिनि = युद्धपरिणामेन स्वयमपरिणममाने भूपतौ एव ‘રાજ્ઞા યુદ્ધ તં” ત્યેવં ૩પર્યંતે = व्यवह्रियते । उपलक्षणाज्जय-पराजयाद्युपचारोऽप्यवगन्तव्यः । न સાયં પરમાર્થ: । તથા = तेन प्रकारेण कर्मस्कन्धोर्जितं = ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन
=
એ ઔપચારિક પ્રશંસારૂપ છે. રાજાના શૌર્ય, ગાંભીર્ય, ધૈર્ય વગેરે ગુણોનું વર્ણન કરવાથી જ વાસ્તવમાં રાજાની સ્તુતિ થાય છે. તેમ આ વાત સમજવી. <—સમયસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહની સ્તુતિ કરીને મુનિ એમ માને છે કે ‘મેં કેવલી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી.’ નિશ્ચય નયમાં તે સ્તુતિ યોગ્ય નથી. કારણ કે શરીરના ગુણો કેવળજ્ઞાનીના નથી. જે વ્યક્તિ કેવલજ્ઞાનીના ગુણોની સ્તુતિ કરે છે તે જ પરમાર્થથી કેવલજ્ઞાનીની સ્તુતિ કરે છે. જેમ નગરનું વર્ણન કરવા છતાં રાજાનું વર્ણન (વખાણ) થતું નથી, તેમ શરીરના ગુણની સ્તુતિ-પ્રશંસા કરવાથી કેવલજ્ઞાનીના ગુણોની સ્તુતિ-પ્રશંસા થતી નથી. – તાત્ત્વિક નિશ્ચય નયમાં કુશળ સાધકોએ આ તત્ત્વથી આત્માને ભાવિત કરવો.(૨/૨૯) ગ્રંથકારશ્રી વિવેક-વિજ્ઞાનની ગેરહાજરીથી થતા ઉપચારને વ્યવહારને જણાવે છે કે શ્લોકાર્થ :- જેમ સુભટોએ કરેલ યુદ્ધનો સ્વામીને વિશે જ ઉપચાર થાય છે, તેમ કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ ભાવો શુદ્ધ આત્મામાં અવિવેકના કારણે આરોપાય છે. (૨/30) નિશ્ચયથી આત્મા કર્મનો અકર્તા રે
ટીકાર્થ :- જે રીતે યુદ્ધના પરિણામથી સ્વયં પરિણમતા સુભટો વડે યુદ્ધ કરાયેલ હોય અને યુદ્ધના પરિણામથી રાજા સ્વયં પરિણમતો નથી છતાં પણ ‘રાજાએ યુદ્ધ કર્યું' - આ પ્રમાણે રાજાને વિશે સુભટકૃત યુદ્ધનો ઉપચાર થાય છે. રાજા અને યુદ્ધ કરનાર - આ બે વચ્ચે રહેલ ભેદનું ભાન ન હોવાના કારણે આવો ઉપચાર = વ્યવહાર થાય છે. ઉપલક્ષણથી હાર-જીત વગેરેનો ઉપચાર પણ સમજી લેવાનો. અર્થાત્ સૈનિકો હારે ત્યારે રાજા હાર્યો વગેરે. પરંતુ વસ્તુસ્થિતિ આ મુજબ નથી. કેમ કે રાજા યુદ્ધના પરિણામથી પરિણમતો નથી. તે રીતે જ્ઞાનાવરણાદિ કર્મના પરિણામથી સ્વયં પરિણમતા કાર્યણવર્ગણા નામના પુદ્ગલપંજો વડે જ્ઞાનાવરણાદિ કર્મ ઉત્પન્ન થાય છે. વિશુદ્ધ આત્મા પોતે કોઈ જ્ઞાનાવરણાદિ કર્મના પરિણામથી પરિણમતો નથી; છતાં પણ ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું (બાંધ્યું)' આવો ઉપચાર = વ્યવહાર થાય છે. ઉપલક્ષણથી એવું પણ સમજી લેવું કે શરીર વગેરેના