________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
ॐ शुक्लाभिजात्यविचारः
૧૮૮
<
- इति उपदेशमालावचनात् । " तेजोलेश्या हि प्रशस्तलेश्योपलक्षणं, सा च सुखासिकाहेतुरिति कारणे कार्योपचारात्तेजोलेश्याशब्देन सुखासिका विवक्षिते 'ति व्याख्याप्रज्ञप्तिवृत्तिकारः श्री अभयदेवसूरिः । → ‘तेजोलेश्या चित्तसुखलाभलक्षणा <- - इति पञ्चसूत्रपञ्जिकाकारः श्रीहरिभद्रसूरिः । पञ्चवस्तुकवृत्तौ तु सुखप्रभावलक्षणा तेजोलेश्योपदर्शिता । संवत्सरपर्यायानन्तरं च मुनिः शुक्लाभिजात्यो भवति । अयमेव च परैः सिद्धपदेनोच्यते । तदुक्तं ध्यानबिन्दूपनिषदि - → ब्रह्मचारी मिताहारी योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत्सिद्धो नात्र कार्या विचारणा ।। ७२ ।। - इति । अध्यात्मसारेऽपि वैषम्यबीजमज्ञानं निघ्नन्ति ज्ञानयोगिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः । इतश्चाऽपूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः । ज्योतिष्मन्तो भवन्त्येते ज्ञाननिर्धूतकल्मषाः ।। तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्येते ।। <- (१५/३९-४१) इत्युक्तं मूलकारेण । ज्ञानसारेऽपि मूलका > પરબ્રહ્મગિ मग्नस्य श्लथा पौद्गलिकी कथा । क्कामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।। तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ॥ < (२ / ४-५ ) इत्युक्तमित्यवधेयम् "૨/૪
ઉત્તમજ્ઞાનં નિરૂપતિ .> ‘ચિન્મત્ર'તિ ।
નિશ્ચય નયથી પ્રવ્રજ્યાનો પર્યાય ગણાય છે. કેમ કે ઉપદેશમાલામાં જણાવેલ છે કે > સંયમના પર્યાયમાં આમને આમ પસાર થતાં દિવસો, મહિના કે વર્ષો ગણાતા નથી. પરંતુ મૂળગુણ અને ઉત્તરગુણથી અસ્ખલિત એવા જે દિવસ વગેરે હોય તે જ ગણાય છે. —‘તેજોલેશ્યા’ શબ્દની અનેકવિધ વ્યાખ્યાઓ ઉપલબ્ધ થાય છે. ભગવતીસૂત્રની ટીકામાં શ્રી અભય-દેવસૂરિજીએ જણાવેલ છે કે —> ‘તેજોલેશ્યા’ શબ્દથી સુખાસિકા (= સુખેથી રહેવાપણું ) વિવક્ષિત છે —પંચસૂત્રની પંજિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ > તેોલેશ્યા ચિત્તસુખલાભ — આ પ્રમાણે વ્યાખ્યા કરેલી છે. પંચવસ્તુની ટીકામાં તો શ્રીહરિભદ્રસૂરિજીએ સુખપ્રભાવ સ્વરૂપ તેજોલેશ્યા બતાવેલી છે. એક વર્ષના સંયમ પર્યાય પછી મુનિ શુક્લાભિજાત્ય બને છે. આવા મુનિને અન્ય દર્શનકારો સિદ્ધ કહે છે. ધ્યાનબિંદુ ઉપનિષદુમાં બતાવેલ છે કે —> બ્રહ્મચારી, પરિમિત આહારી, યોગપરાયણ એવા યોગી એક વર્ષ પછી સિદ્ધ થાય છે. આમાં કોઈ વિચાર ન કરે. — અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે —> “આ વિષયો સારા છે અને તે વિષયો ખરાબ છે.’’ આ પ્રમાણે ઈન્દ્રિયવિષયોમાં વિષમતાને ઉત્પન્ન કરનાર એવા અજ્ઞાનને જ્ઞાનયોગીઓ હણે છે. તેઓ જ્ઞપરિક્ષાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડીને પરમાર્થથી લોકને જાણે છે. અને આ બાજુ (અંતરમાં) અપૂર્વ વિજ્ઞાનને કારણે જ્ઞાનઆનંદની મજાને માણતા એવા જ્ઞાનયોગી પુરૂષો જ્ઞાન દ્વારા કર્મરૂપી કચરાને બાળીને જ્યોતિસ્વરૂપ બને છે ભગવતીસૂત્ર વગેરેમાં સંયમના પર્યાયની ક્રમશઃ વૃદ્ધિથી જે તેજોલેશ્યાની વિશિષ્ટ વૃદ્ધિ બતાવેલ છે તે આવા જ્ઞાનયોગીને સંગત થાય છે. —જ્ઞાનસાર પ્રકરણમાં પણ પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે —> પરબ્રહ્મમાં મગ્ન થયેલા મુનિને પૌદ્ગલિક વિષયોની વાતચીત શિથીલ થઈ જાય છે, તેને સોના વગેરેનો ઉન્માદ ક્યાં હોય? અને સ્ત્રી ઉપર સ્ફુરાયમાન આદર પણ ક્યાં હોય ? ભગવતી સૂત્રમાં સંયમ પર્યાયની વૃદ્ધિથી સાધુને તેજોલેશ્યાની જે વૃદ્ધિ બતાવેલ છે તે આવા સાધુને જ સંભવી શકે. —આ વાત ધ્યાનમાં રાખવી. (૨/૧૪)
ગ્રંથકારથી ઉત્તમજ્ઞાનનું નિરૂપણ કરે છે.
-
=