________________
૧૯૫ 58 विरोधपरिहारः ॐ
અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૧૪ विद्यारण्यस्वामिनो वचनमपि व्याख्यातम्, निर्विकल्पकस्य परब्रह्मतत्त्वस्य विकल्पाऽगोचरत्वात् ।
यत्तु तत्त्वज्ञानतरङ्गिण्यां श्रीज्ञानभूषणेन → ज्ञेयो दृश्योऽपि चिद्रूपो ज्ञाता दृष्टा स्वभावतः । न तथाऽन्यानि द्रव्याणि ततो द्रव्योत्तमोऽस्ति सः ॥<-(१/१०) इत्युक्तं तत्तु स्वात्मक-ज्ञेयाऽभेदेन ज्ञातुः स्वात्मकदृश्याऽभेदेन च दृष्टः चिद्रूपस्याऽऽत्मद्रव्यस्योत्तमत्वप्रतिपादनपरतया दृष्टव्यमिति न विरोधलेशोऽपि । तदुक्तं तत्त्वज्ञानतरङ्गिण्यामेव → ज्ञेयं दृश्यं न गम्यं मम जगति किमप्यस्ति कार्यं न वाच्यं, ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः श्रेयमादेयमन्यत् । श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूपरत्नं, यस्माल्लब्धं मयाऽहो कथमपि विधिनाऽप्राप्तपूर्वं प्रियञ्च ।। <- (१/१९) इति । परद्रव्याऽभानमेव श्रेय इति तात्पर्यम् । हर्षवर्धनोपाध्यायेनापि अध्यात्मबिन्दौ > यद् दृश्यं तदहं नास्मि यच्चादृश्यं तदस्म्यहम् । अतोऽत्राऽऽत्मधियं हित्वा चित्स्वरूपं निजं श्रये ।। <-(२/१८) इत्युक्तम् । ततश्चाऽऽत्मनि मूर्त्ततानभ्युपगतेति दर्शितम् । तदुक्तं अध्यात्मसारे → दृशाऽदृश्यं हृदाऽग्राह्यं वाचामपि न गोचरः । स्वप्रकाशं हि यद्रूपं તસ્ય ! નામ મૂર્તતા || – (૨૮/૨૮) તિ | શુદ્ધાત્મિદ્રશ્ય શ્રવણ-મનન-નિરિધ્યાસના ગોવરત્વે
યg૦ | જ્ઞાનભૂષણજીએ તત્ત્વજ્ઞાનતરંગિણીમાં – શેય અને દશ્ય એવો પણ ચિરૂપ આત્મા સ્વભાવથી જ્ઞાતા અને દટા છે. તે પ્રકારે અન્ય દ્રવ્ય નથી. માટે આત્મદ્રવ્ય એ ઉત્તમ દ્રવ્ય છે. <– આવું જે કહેલું છે તેનું પણ તાત્પર્ય એવું જાણવું કે શેય અભિન્ન એવો જ્ઞાતા અને દશ્યથી અભિન્ન એવો દૃષ્ટા ચિરૂપ આત્મા એ ઉત્તમ દ્રવ્ય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રસ્તુત ગ્રંથની મૂળ ગાથામાં અદશ્ય, અવાચ્ય, અમંતવ્ય તરીકે શુદ્ધ આત્માનો નિર્દેશ કરવો અભિમત છે. જ્યારે તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં શેય અને દૃશ્ય એવા આત્માને ઉત્તમ દ્રવ્ય તરીકે જણાવેલ છે. તેથી આ બન્ને વચ્ચે વિરોધ જેવું ભાસે છે, પરંતુ વાસ્તવમાં તે બે વચ્ચે કોઈ વિરોધ છે જ નહિ. કેમ કે યોગસિદ્ધ પુરૂષો આત્મા સિવાયની કોઈ પણ વસ્તુને જાણવાનો કે જોવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ માત્ર આત્માને જ જાણવામાં (જ્ઞાન) અને જોવામાં (દર્શન) મગ્ન થયેલા હોય છે. તેથી તેઓને શેય અને જ્ઞાતા, તેમ જ દશ્ય અને દુષ્ટા એક જ બને છે. આત્મા સિવાય કોઈ પણ દ્રવ્યના ઉપરાગથી તેઓનું જ્ઞાન કે દર્શન કલંકિત હોતું નથી. તેથી તેઓનું શુદ્ધ થયેલું આત્મદ્રવ્ય એ જ ઉત્તમ દ્રવ્ય છે. એવું તત્ત્વજ્ઞાનતરંગિણીનું તાત્પર્ય માનવું યોગ્ય છે. માટે જ તે ગ્રંથમાં જણાવેલ છે કે – નિર્મળ બુદ્ધિવાળા એવા મારા માટે જગતમાં અન્ય કોઈ પણ વસ્તુ લેય નથી, દશ્ય નથી, ગમ્ય નથી, કાર્ય નથી, વા નથી, ધ્યેય નથી, કોતવ્ય નથી, લભ્ય નથી, કલ્યાણકારી નથી અને ગ્રાહ્ય નથી. કારણ કે શ્રીમદ્ સર્વજ્ઞવાણીરૂપી સમુદ્રનું મંથન કરવાથી વિધિપૂર્વક મને શુદ્ધ ચિત્તસ્વરૂપ રત્ન પ્રાપ્ત થયેલું છે કે જે કોઈ પણ રીતે પૂર્વે મળેલું નથી અને પ્રિય છે. – આવું કહેવા દ્વારા જ્ઞાનભૂષણજીનું તાત્પર્ય એવું છે કે પરદ્રવ્યનું ભાન ન થાય તે જ આત્માને માટે કલ્યાણકારી છે. હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – જે દેખાય છે તે હું નથી, અને જે નથી દેખાતો તે હું છું. તેથી દશ્ય એવા આ શરીરમાં આત્મબુદ્ધિ છોડીને જ્ઞાનસ્વરૂપ એવા મારા આત્માનું શરણ હું સ્વીકારું છું તેથી આત્મામાં મૂર્તતા માન્ય નથી એવું પણ સ્પષ્ટ થાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં દર્શાવેલ છે કે – જે આંખથી દેખાતું નથી, હૃદયથી = અંતઃકરણથી સમજી શકાતું નથી, અને વાણીને પણ જે વિષય નથી, એવું જે સ્વપ્રકાશાત્મક આત્મસ્વરૂપ છે તેને કઈ મૂર્તતા હોય ? અર્થાત્ ન જ હોય. –
સ્વદર્શન અને પરદર્શનના અનેક ગ્રંથોમાં મોક્ષલક્ષિતાને સૂચવનારા એવા વાક્યો મળે છે કે “આત્માને