________________
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
ॐ निर्विकल्पं ब्रह्मतत्त्वम्
૧૯૪
नन्वात्मन्यनात्मभेदावगाहने कथं न शुद्धोपयोगः ? प्रवचनसारे तु
देवद - जदि - गुरुपूजासु चेव दाणम्मि वा सुसीलेसु । उववासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा || ( १ / ६९ ) जो जाणदि जिणिंदे पेच्छदि सिद्धे तहेव अणगारे । जीवेसु साणुकंपो उवओगो सो सुहो तस्स ॥ <- (२ / ६५ ) इत्येवं शुभोपयोगप्रदर्शनेऽनात्मभेदावगाह्यात्मज्ञानस्याऽप्रदर्शनादित्याशङ्कायामाह 'यदि'ति । यद्दृश्यं यच्च निर्वाच्यं, मननीयं च यद् भुवि । तद्रूपं परसलिष्टं न शुद्धद्रव्यलक्षणम् ॥१८॥
'
=
भुवि जगति यत् वस्तुस्वरूपं दृश्यं लौकिकचाक्षुषविषयताक्रान्तं यच्च निर्वाच्यं = શબ્દनिरूपितवाच्यतालिङ्गितं यच्च मननीयं विकल्पगोचरतोपेतं तत् रूपं = वस्तुस्वरूपं अनात्मात्मकेन्द्रियशब्द-विकल्पगोचरतानुविद्धतया परसंश्लिष्टं = परद्रव्योपरक्तं, न तु शुद्धद्रव्यलक्षणं रूपम् । अखण्डविशुद्धद्रव्यग्राहकनिश्चयनयेन तु तस्य वस्तुत्वमेव नास्ति । एतेन लक्ष्यस्य स्यादवस्तुता । निर्विकल्पस्य लक्ष्यत्वं न दृष्टं न च सम्भवि ।। <— - ( १ / ४९) इति पञ्चदशीकृतो
विशुद्धात्मद्रव्यस्वसविकल्पस्य लक्ष्यत्वे
=
=
=
અહીં એક સવાલ થાય છે કે ‘આત્મા સર્વ જડ પદાર્થોથી ભિન્ન છે' - આ પ્રમાણે આત્મામાં અનાત્મભેદનું અવગાહન હોય ત્યારે તેને શુભ ઉપયોગ જ કેમ કહેવાય ? શુદ્ર ઉપયોગ કેમ ન કહેવાય ? આવો પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે કુંદકુંદસ્વામીએ પ્રવચનસાર ગ્રંથમાં —> દેવતા, સાધુ અને ગુરૂની પૂજામાં, તેમ જ દાનમાં અથવા સુંદર શીલમાં તથા ઉપવાસ વગેરેમાં રક્ત થયેલો આત્મા શુભ ઉપયોગવાળો છે. જે અરિહંત પરમાત્માને જાણે છે, સિદ્ધ ભગવંતોને તેમ જ સાધુ ભગવંતોને જુએ છે, જીવોની ઉપર અનુકંપાના પરિણામવાળો છે, તેવા જીવનો ઉપયોગ તે શુભોપયોગ કહેવાય છે. <—આ પ્રમાણે શુભોપયોગ બતાવવાના અવસરે અનાત્મભેદરૂપે આત્માને અવગાહન કરતાં જ્ઞાનનો તેમાં નિર્દેશ કરેલો નથી. તેથી અનાત્મભેદરૂપે આત્માને અવગાહન કરતા જ્ઞાન કે દર્શનનો શુદ્ધોપયોગરૂપે સ્વીકાર કેમ ન થાય ? આ સમસ્યાનું સમાધાન આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે >
શ્લોકાર્થ :- જગતમાં જે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જોઈ શકાય છે, વાણી દ્વારા જણાવાય છે, અને મન દ્વારા વિચારાય છે તે વસ્તુનું સ્વરૂપ પરદ્રવ્યથી મિશ્રિત છે, શુદ્ધદ્રવ્યસ્વરૂપ નથી. (૨/૧૮)
શુદ્ધાત્માનું સ્વરૂપ
ઢીકાર્ય :- જગતમાં જે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ દૃશ્ય = લૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષની વિષયતાવાળું છે, અને જે કોઈ પણ શબ્દથી વાચ્ય છે, તેમ જ મનના વિકલ્પોનો વિષય બને છે તે વસ્તુનું સ્વરૂપ આત્મભિન્ન ઈંન્દ્રિય, શબ્દ અને વિશ્પથી અનુવિદ્ધ હોવાના કારણે પરદ્રવ્યથી ઉપરક્ત છે. તે વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વરૂપ નથી. અખંડ વિશુદ્ધ દ્રવ્યને ગ્રહણ કરનાર નિશ્ચય નયના મતે તો પરદ્રવ્યથી ઉપરંજિત વસ્તુ જ નથી. આવું હોવાને લીધે પંચદશીમાં વિદ્યા૨ણ્યસ્વામીએ જે જણાવેલ છે કે > સવિકલ્પાત્મક બ્રહ્મ તત્ત્વ જો વેદાંતવાક્યનું લક્ષ્ય (= વિષય) હોય તો તે બ્રહ્મ અવસ્તુ = અસત્ કલ્પિત થઈ જશે. નિર્વિકલ્પાત્મક બ્રહ્મ વેદાંતવાક્યનું લક્ષ્ય બને એવું ક્યાંયે દેખાતું નથી તેમ જ સંભવિત પણ નથી —તેનું પણ નિરૂપણ થઈ જાય છે. કેમ કે નિર્વિકલ્પક પરબ્રહ્મ તત્ત્વ વિકલ્પનો વિષય જ નથી.
=