________________
૨૦૦
અધ્યાત્મોપનિષત્પકરણ
888 भ्रमद्वैविध्यप्रतिपादनम् % નમુઃ || <– (૨૬/૩) રૂત્યુમ્ | ___ मज्झिमनिकायेऽपि -> निव्वानं अज्झगम्मं <- (२६) इत्येवमुक्तम् । अत एव विशुद्धानुभवे यतितव्यम् । तदुक्तं ज्ञानार्णवे → निर्विकल्पं मनस्तत्त्वं न विकल्पैरभिद्रुतम् । निर्विकल्पमतः कार्य સમ્યક તત્ત્વસ્થ સિદ્ધ | <– (૩૨/૪૦) રૂતિ |
नन्वेवमात्मन आगमवाद-हेतुवादाविषयत्वे प्राक् (१/९) अतीन्द्रियाणामर्थानां सत्ता-स्वरूपयोः निश्चयाय आगमोपपत्त्योः साधनत्वमाविष्कृतं तत् कथं सङ्गच्छत इति चेत् ? सत्यम्, अतीन्द्रियार्थानां सत्ता-सामान्यस्वरूपयोरागमोपपत्तिभ्यां निश्चयेऽपि आत्मनः शुद्धस्वरूपमन्यानुपरक्तं न जातु शास्त्र-युक्त्योर्विषय इत्येतदेव प्रतिपादनमोष्टम्, अन्यसंश्लिष्टमेवात्मस्वरूपं शास्त्र-युक्त्योर्विषयः । न चैवमागमानादरप्रसङ्गः, 'अशुद्धे वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इति न्यायेन सदागमप्रवृत्तौ तदुत्तरकाले शुद्धात्मतत्त्वाविर्भावात् । शुद्धात्मस्वरूपविषयकापरोक्षानुभवालाभे शुद्धागम-सद्युक्तिज्ञानस्य भ्रमत्वेऽपि संवादित्वेन शुद्धात्मतत्त्वप्रापकत्वादुपादेयता, मण्यदर्शने मणिप्रभायां मणिप्रापकमणिबुद्धिवत् । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे → मणिप्रभा-मणिજ્ઞાનન્યાયેન ગુમhત્પના | વસ્તુપૂતિયા ચાધ્યાયીવભાનસનપ્રથા | – (૨૮/૧૨૨) રૂત્યુમ્
મઝિમનિકાય (મધ્યમનિકાય) નામના બૌદ્ધ ગ્રંથમાં પણ જણાવેલ છે કે – નિર્વાણ આત્મગમ્ય = અનુભવગમ્ય છે. –માટે જ વિશુદ્ધ અનુભવને વિશે પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં જણાવેલ છે કે – નિર્વિકલ્પક એવું અંતઃકરણતત્ત્વ વિકલ્પો દ્વારા વ્યક્ત થતું નથી. માટે તત્ત્વની સિદ્ધિ માટે સમ્યફ પ્રકારે મનને નિર્વિકલ્પક કરવું --
નનુI અહીં એવી શંકા થાય કે > ઉપરોક્ત પ્રતિપાદન મુજબ જો આત્મા અતીન્દ્રિય હોવાથી આગમવાદ કે હેતુવાદનો વિષય ન બને તો પછી પૂર્વે (૧-૯) જે જણાવી ગયા કે “અતીન્દ્રિય વિષયોના અસ્તિત્વ અને સ્વરૂપના નિશ્ચય માટે આગમ અને યુક્તિ સાધન છે” તે વાત કેવી રીતે સંગત થશે ? તો તેના સમાધાનમાં એમ જાણવું કે અતીન્દ્રિય વિષયોના અસ્તિત્વનો અને સામાન્ય સ્વરૂપનો આગમ-શાસ્ત્ર અને યુક્તિ દ્વારા નિશ્ચય થાય છે, એવું અમે પૂર્વે જણાવી ગયા તે વાત સત્ય છે. પરંતુ જડ પદાર્થથી અસંગ્લિટ એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ક્યારેય પણ શાસ્ત્ર કે યુક્તિનો વિષય બનતું નથી- આવું પ્રતિપાદન કરવું જ પ્રસ્તુત શ્લોકમાં અભિમત છે. શબ્દ વગેરે જડ પદાર્થથી રંગાયેલું અશુદ્ધ આત્મસ્વરૂપ જ શાસ્ત્ર કે યુક્તિનો વિષય છે. શાસ્ત્રણેય સ્વરૂપ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી પણ અશુદ્ધ સ્વરૂપ છે. આવું હોવા છતાં પણ આગમ પ્રમાણ અનાદરણીય બનવાનો પ્રસંગ નહિ આવે. કેમ કે “અશદ્ધ માર્ગમાં રહીને ત્યાંથી શુદ્ધ માર્ગને મુસાફર ઈચ્છે છે. આવા પૂર્વોક્ત ચાયથી આગમને અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પછીના કાળમાં શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું અવગાહન કરનાર અપરોક્ષ અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો કષ-છેદતાપ પરીક્ષાથી શુદ્ધ અને સદક્તિ દ્વારા આત્માનું જે જ્ઞાન થાય છે તે આત્માના અશુદ્ધ સ્વરૂપનું અવગાહન કરતું હોવાના કારણે ભ્રમાત્મક હોવા છતાં પણ તે સંવાદી હોવાને લીધે વિશુદ્ધ આત્મતત્વનું પ્રાપક હોવાથી આદરણીય અને ગ્રાહ્ય છે. જેમાં તેજસ્વી મણિ ખોખા વગેરેની પાછળ રહેલો હોવાના કારણે દેખાતો ન હોય પરંતુ તેની પ્રભા = કાન્તિ દેખાતી હોય તેવી સ્થિતિમાં દૂર રહેલ વ્યક્તિને થનારી, મણિપ્રભામાં આ મણિ છે.” એવી બુદ્ધિ, ભ્રમાત્મક હોવા છતાં પણ મણિપ્રાપક હોવાના કારણે ઉપાદેય છે. આવા જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે – મણિપ્રભામાં મણિની બુદ્ધિ થાય છે તે દટાંતથી શુભકલ્પના વસ્તુસ્પર્શી હોવાના કારણે ત્યાં સુધી ઉચિત છે, જ્યાં સુધી જડવસ્તુના ઉલ્લેખથી શૂન્ય આત્મતત્ત્વની અનુભૂતિ થતી નથી. ભ્રમના બે પ્રકાર છે. (૧) વિસંવાદી ભ્રમ અને (૨) સંવાદી ભ્રમ.