________________
૧૯૧ 8 निर्विकल्पकसमाधिः 8
અધ્યાત્મોપનિષત્રકરણ-૨/૧૬ वसायलक्षणः सविकल्पकः = विकल्पसमेतः समाधिः, प्रशस्तमनोव्यापारसत्त्वात् । शुद्धोपयोगरूपः = रागाद्यनुपहितः अखण्डाध्यवसायमयः समाधिः तु निर्विकल्पः = विकल्पशून्यः तदेकदृक् = आत्ममात्रदृष्टिः, न तु तत्रानात्मभेदावगाहनमस्ति । तदुक्तं ज्ञानार्णवे → क्षीणे रागादिसन्ताने प्रसन्ने चान्तरात्मनि । વઃ સ્વરૂપોપમ: થાત્ સ શુદ્ધારર્થઃ પ્રર્તિતઃ || <– (૨૩/૩૨) તિ | ત~રું જ્ઞાનમ્ | तदुक्तं ज्ञानार्णवे एव -> निःशेषक्लेशनिर्मुक्तं स्वभावजमनश्वरम् । फलं शुद्धोपयोगस्य ज्ञानराज्यं शरीरिનામ્ II – (૨૩/૩૪) તિ | યાત્મનાત્મધીરૂદ્રિકુમોપોટ્રિાત્મચનાત્મમેધિય: સુમોપયોગरूपत्वादुपोदेयत्वं निर्विवादं तथापि तत्रात्मवृत्तिभेदप्रतियोगिविधयाऽनात्मस्फुरणान्न शुद्धत्वमभिमतम् । अनात्माऽस्फुरणदशायामेवाऽऽत्मदर्शनस्य शुद्धत्वम्, मनोव्यापारविश्रामात् । अयमेव महोदय-योगप्रभृतिपदैः परैः પ્રતિપાદ્યતે | તટુ મોપનિ ત્રિ મનસોડમ્પો નારો મનોનારો મો: | <– (૯/૧૭) રૂતિ | यथोक्तं भगवद्गीतायां → यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ! न ह्यसंन्यस्तसङ्कल्पो योगी મવતિ ફન |(૬/૨) – રૂતિ | સફ્રવિત્પન્યાસવાત્ર વો ત્વમfમમતું, તત્રાત્મન समस्त्येवेत्यवधेयम् । सरस्वतीरहस्योपनिषदि तु <- सविकल्पो निर्विकल्पःसमाधिर्द्विविधो हृदि । दृश्य
ટીકાર્ચ - આત્મામાં અનાત્મભેદનું સતત ભાન થવું, તેને ન્યાયની પરિભાષામાં “આત્મનિષ્ઠત્વપ્રકારક અનાત્મભેદવિશેષક સાતત્યશાલી અનુભવ' આમ કહી શકાય. લોકભાષા મુજબ એમ કહી શકાય કે “આત્મામાં જડનો ભેદ રહેલો છે.' - આવી સતત અનુભૂતિ. આ અનુભવ શુભ ઉપયોગ સ્વરૂય = પ્રશસ્ત અધ્યવસાયાત્મક સવિકલ્પક સમાધિ કહેવાય છે. કારણ કે તેમાં મનનો પ્રશસ્ત વ્યાપાર = શુભ પ્રવૃત્તિ રહેલ છે. અખંડ વિશુદ્ધ અધ્યવસાયને શુદ્ધોપયોગ કહેવાય છે. શુદ્ધ ઉપયોગસ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ તો કેવળ આત્મદર્શન રૂ૫ છે. તેમાં અનાત્મભેદનું = જડભેદનું આત્મામાં અવગાહન થતું નથી. અર્થાત આમા જડભિન્ન છે- એવું ભાન થવાને બદલે ચિત્માત્ર જ્યોતિર્મય આત્માનું સંવેદન થવું તે નિર્વિકલ્પ સમાધિ છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે – રાગાદિનો પ્રવાહ જ્યારે ક્ષીણ થાય અને અંતરાત્મા જ્યારે પ્રસન્ન થાય ત્યારે જે સ્વરૂપની પ્રાપ્તિ થાય તે જ શુદ્ધોપયોગ કહેવાય છે. <– તેનું ફળ કેવલજ્ઞાન છે. જ્ઞાનાર્ણવમાં જ જણાવેલ છે કે – સર્વ કલેશથી રહિત, સ્વાભાવિક, અવિનાશી જ્ઞાનસામ્રાજ્ય તે જીવોના શુદ્ધ ઉપયોગનું ફળ છે. – જો કે ‘હું કાળો છું, ગોરો છું' આ પ્રકારની આત્મામાં અનાત્મબુદ્ધિ સ્વરૂપ અશુભ ઉપયોગની અપેક્ષાએ ‘હું શરીર નથી.' - આવા પ્રકારે આત્મામાં અનાત્મભેદની બુદ્ધિ શુભ ઉપયોગ સ્વરૂપ હોવાથી નિર્વિવાદ રીતે આદરણીય = ગ્રાહ્ય છે, તેમ છતાં પણ તે (શુભ) ઉપયોગમાં આત્મામાં રહેનાર ભેદના સંબંધીરૂપે અનાત્માનું = શરીર વગેરેનું ફુરણ રહેલું હોવાથી તે ઉપયોગ શુદ્ધોપયોગરૂપે માન્ય નથી. જડ એવા શરીર વગેરેનું ફુરણ ન થાય
થનાર આત્મદર્શન શુદ્ધોપયોગરૂપે માન્ય છે. કારણ કે તેમાં મનની પ્રવૃત્તિ વિશ્રાંત થયેલી છે. આ જ નિર્વિકલ્પક સમાધિને અન્ય દર્શનકારો મહોદય, યોગ વગેરે શબ્દથી વાર્ણવે છે. મહોપનિષદમાં જણાવેલ છે કે – મનનો અભ્યદય તે પોતાનો (= આત્માનો) નાશ જાણવો અને મનનો નાશ તે મહોદય જાણવો. – ભગવદ્ગીતામાં પણ જણાવેલ છે કે -> હે પાંડુપુત્ર (અર્જુન)! જેને “સંન્યાસ' કહે છે તેને તું “યોગ' જાણ; કેમ કે જેણે સંકલ્પો છોડ્યાં ન હોય તેવા કોઈ યોગી હોતા નથી. <– આવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે યોગ = સંકલ્પ-વિકલ્પસંન્યાસ = મનોલય = વિચારનિવૃત્તિ. તે વખતે આત્માનુભૂતિ તો જરૂર હોય; આ વાત ખ્યાલમાં રાખવી. સરસ્વતીરહસ્ય ઉપનિષમાં તો એવું જણાવેલ છે કે – હૃદયમાં પ્રાપ્ત થનાર સમાધિના બે પ્રકાર છે. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પક સમાધિ. સવિકલ્પક