________________
૧૬૧ 8 ज्ञानयोगवैशिष्ट्यप्रतिपादनम् 8
અધ્યાત્મોપનિષત્રકરણ-૨/૩ ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुश्चति ॥३॥ शास्त्रं हि सर्वं दिग्दर्शनोत्तरं = अपवर्गपथप्रकाशनोत्तरकालं मोक्षमार्गे अप्रवर्तमानं नैव प्रवर्तयति, प्रवर्तमानं वा योगिनं पदमात्रं = एकमपि पदं न अन्वेति = नैवानुगच्छति । तदुक्तं महाभारतेऽपि
> ન જાથા ભથિને શક્તિ વરિ જયતિ – (સમાપર્વ-૪/૨૮) | સ્તં રહ્યું परत्राऽपि योगिनमुपैति एव तथापि योगशक्तिप्राबल्यात् शास्त्रमार्गादर्ध्वं विशेषरूपेण मोक्षमार्गेऽभिसर्पन्तं योगिनं न किञ्चिदपि शास्त्रं स्वसान्निध्येनोपकरोति किञ्चिदपि, ज्ञानयोगैकसाध्यस्य मार्गसाधनस्य शब्दाऽविषयत्वेन शास्त्रे तत्प्रतिपादनसामर्थ्यविरहात् । वस्तुतस्तु तादृशदशायां शास्त्रमपि विनिवर्तत एव । न ह्यनुभवमात्रगम्याशेषमार्गप्रवर्त्तने शास्त्रस्य शक्तिरस्ति । केवलस्य शास्त्रस्य केवलज्ञानोपधायकत्वे चतुर्दशपूर्वविदो निगोदपतिता नैव स्युः । शास्त्रं तु मार्गदर्शकफलकवत् तटस्थमेव । નથી. અથવા તો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરી રહેલા યોગીને એક પણ ડગલું શાસ્ત્ર અનુસરતું નથી જ. મહાભારતમાં પણ જણાવેલ છે કે > ગાથા = શાસ્ત્ર ગાથાવાનું = શાસ્ત્રવાનું = શાસ્ત્રબોધવાળાનું અનુશાસન ન કરે, ભલે તે વ્યક્તિ શાસ્ત્રને ઘણી વાર બોલે – છતાં પણ પ્રબળ શક્તિના કારણે શાસ્ત્રમાર્ગને ઓળંગીને વિશેષરૂપે મોક્ષમાર્ગમાં આગળ વધતા યોગીને કોઈ પણ શાસ્ત્ર પોતાના સાન્નિધ્યથી લેશમાત્ર પણ ઉપકાર કરતું નથી. કારણ કે તેવી અવસ્થામાં રહેલ યોગી ઉપર ઉપકાર કરવાનું સામર્થ્ય શાસ્ત્ર પાસે નથી. કેમ કે માત્ર જ્ઞાનયોગથી સાધ્ય એવી મોક્ષમાર્ગસાધના તો શબ્દનો વિષય જ નથી. તથા શાસ્ત્ર તો શબ્દવિશેષના સમૂહ સ્વરૂપ છે. તેથી શાસ્ત્રમાં તથાવિધ અનુભવગમ્ય માર્ગને બતાવવાનું સામર્થ્ય નથી. વાસ્તવમાં તો તેવી અવસ્થામાં શાસ્ત્ર પણ નિવૃત્ત જ થાય છે. ખરેખર, દરેક અનુભવમાત્રગણ્ય વિશેષતાઓ બતાવવાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવાનું શાસ્ત્રનું ગજું નથી જ. જો કેવલ શાસ્ત્ર જ કેવલજ્ઞાનને લાવી આપતું હોય તો ૧૪ પૂર્વધરો નિગોદમાં પડેલા ન જ હોત.
માર્ગદર્શક પાટિયું = શાસ્ત્ર આ રસ્તો કયા સ્થાને લઈ જનાર છે? આ વાતને જણાવનાર તેમ જ રસ્તામાં આવતાં વળાંક, ઘાટ, ભયસ્થાનો, સ્પીડબ્રેકર વગેરેનું સૂચન કરનાર રસ્તામાં આવતા (અધિકૃત વ્યક્તિ દ્વારા મૂકાયેલ) પાટિયા જેવું શાસ્ત્ર છે. માર્ગદર્શક પાટિયાનું કાર્ય મુસાફરને ચલાવવાનું કે આગળ વધારવાનું નથી તેમ જ તે સૂચન મુજબ ચાલતા મુસાફરની સાથે તે પાટિયું આગળ પણ જતું નથી, પરંતુ તે પાટિયામાં બતાવેલ સૂચના મુજબ મુસાફર આગળ વધે તો તે પોતાના અભિમત સ્થાનને જરૂર પ્રાપ્ત કરે છે. મૂળ માર્ગની રચના વખતે તે માર્ગની પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને મુસાફરો નિર્વિન રીતે ઈષ્ટ સ્થાને પહોંચી શકે તેના માટે અપેક્ષિત સૂચના કરતા પાટિયાઓ અધિકૃત વ્યક્તિ દ્વારા માર્ગની બાજુમાં ઉભા રાખવામાં આવે છે. પરંતુ માર્ગ બની ગયા પછીના કાળમાં તેમાં થયેલા ફેરફારોનું સૂચન તે મૂળ પાટીયાઓમાં મળતું નથી, જેમ કે રસ્તામાં ખોદકામ ચાલુ હોવાથી સાઈડમાં બનાવેલ ડાઈવર્ઝન માર્ગની જાણકારી મૂળ પાટીયામાંથી મળી શકતી નથી. તેથી પાછળથી નવા પાટીયા બનાવીને તેવી માહિતી મુસાફરોને આપવામાં આવે છે. પાછળથી બનાવેલા પાટીયા પણ આવશ્યક સમય સુધી જ રાખવામાં આવે છે. તે સમય મર્યાદા દરમ્યાન મુસાફરો નવા પાટીયાને પણ જરૂર અનુસરે છે. તો જ તેઓ સહીસલામત રીતે ઈટસ્થાને પહોંચી શકે છે. શાસ્ત્રની બાબતમાં પણ આ મુજબ જ જાણવું. શાસ્ત્ર એ પાટીયું જાણવું. તે જબરદસ્તીથી કોઈને મોક્ષમાર્ગમાં ચલાવતું નથી. પરંતુ તે માર્ગે ચાલવાની અપેક્ષિત માહિતી તે જરૂર પૂરી પાડે