________________
૧૭૧
ॐ तत्त्वदृष्टिकार्यविद्योतनम् । અધ્યાત્મપનિષ—કરણ-૨/૮ सर्वाऽऽगमवान् । इदञ्च निश्चयनयापेक्षयाऽवगन्तव्यम् । व्यवहारतोऽनधीताचाराद्यागमस्य मुनेरात्मस्वरूपावगमेन अभिसमन्वागतविषयस्य फलतः सर्वाणि शास्त्राणि वर्तन्त एव । विषयाणामभिसमन्वागमनमेव सर्वशास्त्रप्रयोजनम् । तच्चात्र विद्यत एव । इदमेवाभिप्रेत्य कार्तिकेयानुप्रेक्षायां → जो अप्पाणं जाणदि असुइसरीरादु तच्चदो भिण्णं । जाणगरूवसरूवं सो सत्थं जाणदे सव्वं ॥४६५।। <- इत्युक्तम् । इदञ्चा- . न्वयमुखेनावसेयम् । कर्तृत्व-भोक्तृत्वादिशून्य-ज्ञायकैकस्वभाव-विशुद्धात्मस्वरूपानवगमेन विषयपारवश्येऽधीतागमोऽपि नागमवानिति व्यतिरेकतोऽप्यवगन्तव्यम् । दुर्गतिप्रसृतजन्तुधारणस्वभावोऽपवर्गाभ्युदयमार्गो धर्मोऽस्याऽस्तीति धर्मवान् । अशेषमलकलङ्कविकल-योगिशर्मलक्षणं अष्टादशभेदभिन्नं वा ब्रह्माऽस्यास्तीति ब्रह्मवान् । तदुक्तं आचाराङ्गे → जस्सिमे सद्दा य रूवा य रसा य गंधा य फासा य अभिसमन्नागया भवंति સે આવવું નાગવં વેચવું ધર્મવં વમવું – (ભા.કૃ.-૩.૨, ૩.૨ [.૦૭-૦૮) | ‘નાત્મવાનું इत्यादिकं नोआगमतो भावनिक्षेपमपेक्ष्य व्याख्यातम् । भावनिक्षेपे आगमत 'आत्मवान्' = श्वभ्रादिपातरહિન્દ્રસમાસના પ્રત્યેક પદમાં જોડાય છે. કારણ કે દ્વન્દ્રસમાસ ઉભયપદપ્રધાન છે. આ વ્યુત્પત્તિ = શાબ્દબોધસ્થલીય નિયમવિશેષ મુજબ તેનો અર્થ વેદવાન અને ધર્મવાન એવો થશે. “વેદ” શબ્દનો અર્થ છે આચારાંગ વગેરે આગમ.
અભિસમન્વાગતવિષયવાળા મુનિ આચારાંગ વગેરે આગમવાળા છે' - આ પ્રમાણે અહીં જે જણાવવામાં આવે છે તે નિશ્ચય નયની અપેક્ષાએ જાણવું. જે મુનિ વ્યવહારથી આચારાંગ વગેરે શાસ્ત્રો ભણેલ આત્મસ્વરૂપને જાણવાથી એ વિષયોને અભિસમન્વાગત કર્યા હોય તો ફલતઃ સર્વ શાસ્ત્રો તે મુનિ પાસે છે જ. વિષયોનું અભિસમન્વાગમન = કેવલ સાક્ષીભાવ, એ જ સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે. અને તે તો પ્રસ્તુત મુનિમાં વિદ્યમાન છે જ. તેથી તે આચારાંગ વગેરે ભણેલા ન હોવા છતાં પણ આગમવાન કહેવાય જ. આવા અભિપ્રાયથી જ કાર્તિકેયઅનુપ્રેક્ષામાં કહ્યું છે કે – અશુચિ એવા શરીર કરતાં પરમાર્થથી ભિન્ન એવા આત્માને જે સાધક લાયક સ્વરૂપે જાણે છે તે સર્વ શાસ્ત્રને જાણે છે. <–વિષયાદિ પ્રત્યે કનૃત્વ, ભોસ્તૃત્વભાવ છોડી કેવલ જ્ઞાતા, દટા-સાક્ષીભાવ કેળવનાર આગમવાન છે. આવું વિધાન અન્વયમુખે = વિધેયાત્મક રૂપે જાણવું. વ્યતિરેકમુખે = નિષેધાત્મક સ્વરૂપે એવું પણ જાણી લેવું કે કર્તુત્વ-ભોકતૃત્વવિર્નિમુક્ત જ્ઞાયક એક સ્વભાવવાળા વિશુદ્ધ આત્માના સ્વરૂપને નહિ જાણવાથી શબ્દાદિ વિષયોની પરવશતા હોય, ઈન્દ્રિયરમણતામાં ગળાડૂબ હોય તો તે વ્યક્તિ આગમ ભણેલા હોવા છતાં તે આગમવાન નથી.
દુર્ગતિમાં ખેંચાઈ રહેલા જીવને ધારી રાખવાનો = અટકાવવાનો જેનો સ્વભાવ છે તે ધર્મ કહેવાય. આ “ધર્મ' શબ્દનો યોગાર્થ થયો. “ધર્મ' શબ્દના રૂઢ અર્થને ખ્યાલમાં રાખીને એવું કહી શકાય કે મુખ્યતયા મોક્ષને આપનાર અને તે ન મળે ત્યાં સુધી પ્રાસંગિક રીતે સ્વર્ગ વગેરે સદગતિ સુધી પહોંચાડનાર માર્ગ તે ધર્મ કહેવાય છે. ઉપર જણાવેલ મુનિ વેદવાન = આગમવાન અને ધર્મવાન હોય છે. - આવો ‘ધર્મવા' પદનો અર્થ સમજવો. તે જ મુનિ બ્રહ્યાવાન પણ છે. સર્વ આત્મમલના કલંકથી રહિત એવું યોગીનું સુખ = બ્રહ્મ. અથવા ૧૮ પ્રકારના બ્રહ્મચર્યને પણ બ્રહ્મ કહેવાય. ઔદારિક અને વૈકિય દેહ સંબંધી અબ્રાનું સેવન મન, વચન અને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહિ તે બ્રહ્મચર્ય કહેવાય. ઔદારિક વગેરે ૨ x મન વગેરે 3 x કરણ વગેરે ૩ = ૧૮ પ્રકારના અબ્રહ્મની નિવૃત્તિ એટલે ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય. મૂળ ગ્રંથની આ આઠમી ગાથામાં જે અર્થ જણાવેલ છે તે જ અર્થ અક્ષરશઃ આચારાંગસૂત્રમાં ઉપલબ્ધ થાય છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. અહીં અમે આત્માન વગેરે પાંચ પદની નોઆગમથી ભાવનિક્ષેપની અપેક્ષાએ વ્યાખ્યા કરેલી છે. આગમ = જ્ઞાન. તથા