________________
૧૮૩ 828 જ્ઞાન-યુવન્જિનય-પ્રમાણપ્રવારઃ કઠ્ઠિ અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૧૨ चैवं सति घटज्ञाने सुखसंवेदनं कुतो न जायते ? इति शङ्कनीयम्, परप्रकाशांशे सुखभिन्नताया अप्यभ्युपगमात् । ज्ञानमात्रस्य स्वप्रकाशस्वभावतया घटज्ञाने सति स्वप्रकाशांशसापेक्षं सुखात्मकं ज्ञानमप्यनुभूतमेव किन्तु तत्र सुखत्वानुभवो न जायते अर्थप्रकाशार्थिनाम्, स्वांशप्रकाशप्राधान्यविरहात् । योगिनां तु परांशप्रकाशोपसर्जनभावेन ज्ञानैकस्वरूपप्रेक्षणप्रवीणतया स्वांशप्रकाशप्रधाने निर्विकल्पज्ञानस्थानीयज्ञाने सति सुखानुभवोऽप्यस्त्येव । दर्पणस्थानीयस्य ज्ञानस्य दर्पणगतनिर्मलतास्थानीयं स्वप्रकाशांशं पश्यन् योगी सुखं संवित्ते, दर्पणगतप्रतिबिम्बस्थानीयं परप्रकाशांशं पश्यन् भोगी न सुखमनुभवति । धन-पत्नी-पुत्रादिगोचरस्य ज्ञानस्य परप्रकाशांशप्रेक्षणे भोगिनो जायमानः सुखानुभवस्तु मोहोदयप्रयुक्ततया सुखाभास एव <- इति ।
वस्तुतस्तु द्रव्यार्थिकनयेन ज्ञान-सुखयोरभेद एव, पर्यायार्थिकनयेन तयोर्भेदः एव । प्रमाणार्पणात्तु तयोर्भेदानुविद्धाभेद एवेति स्थितम् ॥२/११॥ સુ-વિચાહ્યાભાવિરતિ – “સમિતિ |
सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् ।
एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥१२॥ થાય ત્યારે સુખનું સંવેદન કેમ ઉત્પન્ન થતું નથી ? <– તો આ શંકાનું સમાધાન એ છે કે અર્થપ્રકાશ અંશમાં જ્ઞાનમાં સુખના ભેદનો સ્વીકાર કરવામાં આવેલ છે. જો કે સર્વ જ્ઞાન સ્વપ્રકાશસ્વભાવવાળું હોવાના કારણે ઘટજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સ્વપ્રકાશ અંશને સાપેક્ષ સુખાત્મક જ્ઞાનનો પણ અનુભવ થયેલો જ છે. પરંતુ અર્થપ્રકાશના અર્થી જીવોને તે જ્ઞાનમાં સુખત્વનો અનુભવ થતો નથી, કારણ કે ત્યાં સ્વ અંશમાં પ્રકાશ કરવાનું પ્રાધાન્ય રહેલું નથી. જેમ કે સફેદ પડદા ઉપર ચલચિત્ર જોનાર વ્યક્તિ સફેદ પડદાનું પણ પ્રત્યક્ષ કરે જ છે; પરંતુ તેમાં જેતપટત્વની બુદ્ધિ તેને ઉત્પન્ન થતી નથી, કારણ કે પ્રેક્ષકનું ધ્યાન ઉજજવલ પડદા ઉપર ક્રમશઃ આવી રહેલા ચિત્રોની પરંપરા ઉપર કેન્દ્રિત થયેલું હોવાથી પડદાની સફેદાઈનું પ્રત્યક્ષ કરવાનું પ્રાધાન્ય = લક્ષ્ય પ્રેક્ષકને હોતું નથી. યોગી પુરૂષોને તો જ્ઞાનના જ સ્વરૂપને જોવામાં કુશલતા હોવાથી પર અંશનું પ્રકાશન ગૌણ હોવાના કારણે સ્ત્ર અંશનો જ પ્રકાશ કરવામાં તત્પર એવું નિર્વિકલ્પજ્ઞાનસ્થાનીય જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સુખાનુભવ થાય જ છે. જ્ઞાન દર્પણ જેવું છે. જ્ઞાનનો જે સ્વપ્રકાશ અંશ છે તે દર્પણમાં રહેલ નિર્મળતા જેવો છે. તેને જોનારા યોગી સુખનું સંવેદન કરે છે. જ્ઞાનનો જે પરપ્રકાશ અંશ છે તે દર્પણમાં રહેલ પ્રતિબિંબ સમાન છે. તેને જોનારા ભોગી પુરૂષોને સુખનો અનુભવ થતો નથી. ધન, પત્ની, પુત્ર વગેરેનું જ્ઞાન થાય ત્યારે તેના પર પ્રકાશ અંશને અર્થાત્ ધન વગેરે વિષયના ગ્રહણ કરવાના અંશને જોવાના કારણે ભોગી પુરૂષને જે સુખાનુભવ થાય છે તે મોહોદયપ્રયુક્ત હોવાના કારણે સુખ નહિ પણ સુખાભાસ જ છે.
વાસ્તવમાં તો દ્રવ્યાર્થિકનયથી જ્ઞાન અને સુખનો અભેદ જ છે. પર્યાયાર્થિકનયથી તે બન્ને વચ્ચે ભેદ જ છે અને પ્રમાણની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો જ્ઞાન અને સુખમાં પરસ્પર ભેદઅનુવિદ્ધ અભેદ જ છે. - આવું નિશ્ચિત થાય છે. (૨/૧૧) સુખ-દુઃખની વ્યાખ્યાને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.
લોકાર્ચ - જે પરવશ હોય તે બધું જ દુઃખ છે, અને જે સ્વાધીન હોય તે બધું જ સુખ છે. આ સંક્ષેપથી સુખ-દુઃખનું લક્ષણ છે. (૨/૧૨)