Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/001103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [////// શ્રી પાર્શ્વનાથાય તુમ: જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો છે, - રસ ક્ષિપ્ત અમેરિકા તથા લડનમાં ચલાવેલા ધાર્મિક વર્ગો (Classes) નો સંક્ષિપ્ત સારાંશ આe પ્રવચનકાર શ્રી ધીરજલાલ ડી. મહેતા Jain Educationalernational * / 7િ For Puvate & Personal use tooly વી) | Gી ))) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો (સંક્ષિપ્ત) અમેરિકા તથા લંડનમાં ચલાવેલા ધાર્મિક વર્ગો (CLASSES)નો સંક્ષિપ્ત સારાંશ પ્રવચનકાર શ્રી ધીરજલાલ ડી. મહેતા પ્રકાશક તત્ત્વ જિજ્ઞાસુ મુમુક્ષ મંડપ અમેરિકા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : અમેરિકાના મીલવોકી શહેરમાં વસતા તત્ત્વ જિજ્ઞાસુ મુમુક્ષુ શ્રેષ્ઠિવર્યશ્રી પ્રકાશન વર્ષ વીર સંવત ૨૫૧૯ વિક્રમ સંવત ૨૦૪૯ | ઈ.સ. ૧૯૯૩ પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦ દ્વિતિય આવૃત્તિ ઃ ૧૯૯૫ વિ. સં. ૨૦૫૧ નકલ : ૧OOO પ્રાપ્તિસ્થાન (૧) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૧૧/૪૪૩ માતૃછાયા બિલ્ડિંગ રામજીની પોળ નાણાવટ, સુરત. (૨) શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે મહેસાણા ઉ. ગુજરાત. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સને-૧૯૯૧માં અમેરિકા જવાનું થયું, એકેક અઠવાડીયા પ્રમાણે જુદાજુદા ગામોમાં જૈન ધાર્મિક ભણાવવાના વર્ગો ગોઠવાયા. તે દેશમાં લોકો વ્યવહારિક સારૂ ભણેલા હોવાથી જૈન દર્શનનું “તત્ત્વજ્ઞાન” ભણાવવું વધારે સરળ બન્યું. તથા છેલ્લા પાંચ-સાત વર્ષથી બીજા અનેક વક્તાઓ પણ ત્યાં આવતાં હોવાથી તેઓનું પ્રવચન સતત સાંભળીને તત્ત્વજ્ઞાન મેળવવાની પૂર્વભૂમિકા કંઈક પ્રાપ્ત કરેલી હતી. તેથી તીર્થંકર પરમાત્માએ જણાવેલ મુખ્ય મુખ્ય સિદ્ધાન્તોનું જ્ઞાન તેઓને થાય તે આશયથી નીચેના મુખ્ય પાંચ વિષયો ઉપર મેં સમજાવવાનો પ્રારંભ કર્યો. (૧) સામાયિક-પ્રતિક્રમણ જેવી પ્રાથમિક ધાર્મિક ક્રિયા કરે તો તેમાં કંઈક અધિક રસ આવે તે આશયથી સૌ પ્રથમ નવકારમંત્રથી સામાઈવવયાત્તો સુધીનાં સૂત્રો ઉપર જ વિવેચન સમજાવ્યું, (૨) ત્યારબાદ જીવ-અજીવ વિગેરે નવતત્ત્વો સૂક્ષ્મચર્ચાથી સમજાવાયાં, (૩) મિથ્યાત્વ-સાસ્વાદન આદિ ચૌદ ગુણસ્થાનકો સમજાવાયાં, (૪) ત્યારબાદ કર્મોનાં મૂલ આઠ અને ઉત્તર એકસો અઠ્ઠાવન ભેદો સવિસ્તરપણે સમજાવ્યા, (૫) ત્યારબાદ જૈન દર્શનનો અનેકાન્તવાદસ્યાદવાદ-સાતનયો-સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર વિવેચન આપ્યું. ત્યારબાદ ૧૯૯રમાં લંડનમાં પણ આ જ પાંચ વિષયો ભણાવવાનો પ્રારંભ કર્યો. દરેક ગામોમાંથી લોકોની એવી માગણી ઉઠી કે જો આ પાંચ વિષયોનું એક પુસ્તક તૈયાર થાય તો ભણેલો આ વિષય વારંવાર વાંચીને કંઠસ્થ કરી શકાય. તે માગણીને સંતોષવા મેં આ પુસ્તક તે જ વિષયો સમજાવતું તૈયાર કરેલ છે. તેની વિક્રમ સંવત ૨૦૪૯-સને ૧૯૯૩માં ૧૦૦૦ નકલ છપાવેલી પરંતુ તે સંપૂર્ણપણે ખલાસ થઈ જવાથી અને આ પુસ્તકની સવિશેષ માગ ચાલુ રહેવાથી આ તેની બીજી આવૃત્તિ છપાવી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ તથા આ પાંચ વિષયોનું વિવેચન લખતાં જે જે કઠીન પારિભાષિક શબ્દો દેખાયા. તેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ સમજાવતો આસરે ૩૫ પાના જેટલો શબ્દકોશ પણ આપેલ છે. જેથી અર્થ સમજવો સુગમ પડે. વારંવાર આ પુસ્તકનો ઉપયોગ કરી દરેક જીવો પોતાના આત્માનું કલ્યાણ સાધે. એજ આશા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા (૧) અનુક્રમણિકા નવકાર મહામંત્રથી સામાઈયવયાત્તો સુધી : નવતત્ત્વ (૩) ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ. (૪) કર્મ સંબંધ ચર્ચા. (૫) જૈન દર્શનનો અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ (૬) કઠિન શબ્દોના ગુજરાતી અર્થો ૧ થી ૩૫ ૩૬ થી ૬૨ ૬૩ થી ૭૬ ૭૭ થી ૧૦૩ ૧૦૪ થી ૧૧૪ ૧૧૫ થી ૧૪૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ પરમાત્મને નમઃ અમેરિકા તથા લંડનમાં ચલાવેલા ધાર્મિક વર્ગો નમો અરિહંતાણં નમો સિદ્ધાણ. નમો આયરિઆણં. નમો ઉવજઝાયાણં ! નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો I મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ ના ::: છે :: કરે : પંચપરમેષ્ઠી નમસ્કાર એટલે કે નવકાર મહામંત્ર-૧ > પ્રિય વાચક બંધુઓ, જૈનધર્મના મૌલિક સિદ્ધાન્તો જાણવાની ઘણી ઇચ્છાઓ થાય છે. કેટલાક વિષયો ખાસ જાણવા જેવા છે. તત્ત્વોનું જ્ઞાન મેળવવાથી આપણી શ્રદ્ધા વધારે દૃઢ બને છે અને મોક્ષના બીજભૂત સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. તે માટે સરળતાથી સમજી શકાય એવા કેટલાક વિષયો આ બંને દેશોમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે : જૈનધર્મ એ અનાદિકાળનો ઘર્મ છે. પચીસસો કે પાંચ હજાર વર્ષો પહેલાં શરૂ થયો નથી. ભગવાન શ્રી ઋષભદેવ, પાર્શ્વનાથ કે પ્રભુ મહાવીર સ્વામી તો કેવળજ્ઞાન થયા પછી સંસારમાંથી તરવાનો સાચો રસ્તો જાણીને તેને બતાવનારા હતા. તેઓ પણ છેલ્લા ભવમાં તીર્થકર થયા પહેલાંના ભવોમાં પૂર્વે થઈ ગયેલા બીજા તીર્થકરોએ બતાવેલા માર્ગસ્વરૂપ જૈનધર્મનું આચરીને જ આ ભવમાં તીર્થકર થયા છે. આ તીર્થકર ભગવન્તોએ નવો જૈનધર્મ સ્થાપ્યો નથી કે ચાલુ કર્યો નથી. પ્રથમથી છે જ. જ્યારથી સંસાર છે અને મોક્ષ છે ત્યારથી તેના તરવાના માર્ગસ્વરૂપ જૈનધર્મ પણ છે જ, ફક્ત કાલપ્રભાવે Page #7 -------------------------------------------------------------------------- ________________ નવા નવા તીર્થકર ભગવન્તો આ ભરતક્ષેત્રમાં તેને પ્રકાશિત કરે છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં તો કાયમ તીર્થંકર ભગવન્તો હોય જ છે. અને તેઓ આ ધર્મનો ધોધ વહેરાવતા જ હોય છે. ટેપ નં. ૧ “એ” આ કારણથી જ આ જૈનધર્મ તે કોઈ બીજા હિન્દુધર્મનો કે બૌદ્ધધર્મનો ફાંટો કે વિભાગ નથી. સ્વતંત્ર છે અને તદ્દન સત્ય છે. જગતની જે સ્થિતિ છે તેને યથાર્થપણે સમજાવી છે. જે સત્ય હોય છે તે કોઈના અંશરૂપ હોતું નથી. સંસારમાં જીવ-અજીવ આદિ જે પદાર્થો છે તે પદાર્થોનું સાચું તત્ત્વજ્ઞાન અને તેમાંથી તરવાનો ઉપાય બતાવનારા તીર્થકર ભગવન્તો અરિહંત કહેવાય છે. “અરિ-દુશ્મન, હંત-હણનારા આત્માના અંતરંગ શત્રુઓ રાગ-દ્વેષ, મોહ-માયા આદિને હણનારા, નાશ કરનારા જે પરમાત્મા તે અરિહંત કહેવાય છે. તેમને હું ભાવથી નમસ્કાર કરું છું. પહેલા પદમાં અરિહંત ભગવન્તોને નમસ્કાર કરેલ છે. શબ્દોના અર્થો બે પ્રકારના હોય છે. (૧) નિરુક્ત અર્થ, અને (૨) વ્યુત્પત્તિ અર્થ. શબ્દોમાં આવેલા અક્ષરોને ધ્યાનમાં લઈને જે અર્થ કરીએ તે નિરુક્તાર્થ જેમ કે “શ્રાવક' શબ્દનો અર્થ શ્ર-શ્રદ્ધા, વ-વિવેક, ક-ક્રિયા, આ ત્રણ ગુણો જેમાં હોય તે શ્રાવક. આવી રીતે અંતરંગ શત્રુઓને હણનારા એવો અરિહંત શબ્દનો જે અર્થ તે નિરક્તાર્થ છે. અને સંસ્કૃત ભાષાના ઘાતુ તથા પ્રત્યયથી કારકને અનુસારે થયેલો જે અર્થ તે વ્યુત્પત્તિ અર્થ કહેવાય છે. જેમ કે “શ્રણોતીતિ - ગુરુનું વચન જે સાંભળે તે શ્રાવક તેવી રીતે અરિહંત શબ્દમાં મૂળ “અ” ધાતુ છે. લાયક-યોગ્ય એવો અર્થ છે. જગતના સામાન્ય માનવીમાં ન ઘટે એવા ૪ + ૧૧ + ૧ = ૩૪ અતિશયોને જે યોગ્ય હોય તે અહંન્ત એટલે કે અરિહંત કહેવાય છે. આ વ્યુત્પત્તિ અર્થ છે. પહેલાં નિરુક્તિ અર્થ પ્રમાણે તીર્થકર ભગવન્તો ઋષભદેવાદિ અને તીર્થકર થયા વિના કેવળજ્ઞાન પામી મોક્ષે જનારા સામાન્ય કેવળજ્ઞાની એમ બંનેને અરિહંત કહેવાય. કારણ કે બંને પ્રકારના પરમાત્માઓ આત્માના શત્રુને હણનારા છે જ. પરંતુ પાછલા વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે ફક્ત તીર્થંકર પરમાત્માને જ અરિહંત Page #8 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો આ પદમાં આવતા નથી. અરિહંત (તીર્થંકર) થનારા તીર્થકર ભગવંતો પણ સર્વકર્મોનો ક્ષય થવાથી આ અંતિમ મનુષ્યભવ પૂર્ણ કરી મોક્ષે જાય ત્યારે ત્યારે તેમને પણ સિદ્ધ કહેવાય છે. અને તીર્થંકરપદ પામ્યા વિના પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વિગેરે જે સર્વકર્મક્ષય કરી મોક્ષે જાય, ત્યારે તેમને પણ સિદ્ધ કહેવાય છે. એમ બન્ને અવસ્થામાંથી સિદ્ધ થનારને નમસ્કાર કરેલ છે. આ અરિહંત અને સિદ્ધ એમ બન્ને પ્રકારના પરમાત્મા હોય છે. પ્રશ્ન : આ બન્ને પરમાત્માને ઓળખવામાં ખાસ કંઈ લક્ષણો છે? ઉત્તર : હા. જે વીતરાગ હોય અને સર્વજ્ઞ હોય તે પરમાત્મા કહેવાય છે. આ બે લક્ષણો પરમાત્માને ઓળખવામાં ખાસ ચિહ્નો છે. જેઓ પોતાના જીવનમાંથી રાગ-દ્વેષાદિ શત્રુઓનો નાશ કરી વીતરાગ બન્યા છે તથા સંપૂર્ણ જ્ઞાન મેળવી સર્વજ્ઞ બન્યા છે. તે જ અરિહંત અને સિદ્ધ કહેવાય છે. પ્રશ્ન : તીર્થંકરપણે શું કરવાથી પ્રાપ્ત થાય? ઉત્તર : ગયા જન્મોમાં (છેલ્લેથી ત્રીજા જન્મમાં) એવી ઉમદા ભાવના ભાવે છે કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું સર્વ જીવોને ધર્મના રસિક બનાવું. એવા પ્રકારની પરોપકાર કરવાની સર્વોત્તમ ભાવના વડે તીર્થકર નામકર્મ બંધાય છે. આ તીર્થંકર થનારા જીવો વચ્ચે એકાદ દેવ - નરકનો ભવ કરી અન્ત મનુષ્યપણે જન્મી તીર્થંકર થાય છે. પ્રશ્ન : તીર્થકર એટલે શું? ઉત્તર : જેનાથી સંસાર તરાય તે તીર્થ. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ એ તીર્થ કહેવાય. તેને કરનારા તે તીર્થકર કહેવાય. જ્યારે પ્રભુ તીર્થકર થાય, કેવળજ્ઞાની બને ત્યારે તેમને ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને ચાર અઘાતી કર્મો બાકી રહે છે. તેવા કેવલીપણે વિચરતા સંઘની સ્થાપના કરનારાને અરિહંત પ્રભુ કહેવાય છે. તે તીર્થંકર પ્રભુ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : અરિહંત પ્રભુ અને સિદ્ધ પ્રભુ આ બંનેમાં તફાવત શું? ઉત્તર : અરિહંત પ્રભુ અને સિદ્ધ પ્રભુ આ બંનેમાં અરિહંત પ્રભુ હજુ મોક્ષે ગયેલા નથી, સિદ્ધ પરમાત્મા મોક્ષે ગયેલા છે. અરિહંત પ્રભુ નિરંજન સાકાર છે અને સિદ્ધ પરમાત્મા નિરંજન નિરાકાર છે. એક શરીરી છે અને બીજા અશરીરી છે. અરિહંત પ્રભુ ઘર્મના ઉપદેશક છે. તેમની કહેલી વાણી ગણધર ભગવન્તો શાસ્ત્રરૂપે ગૂંથે છે. એક હજુ અપરિપૂર્ણ છે, બીજા પરિપૂર્ણ પ્રશ્ન : આ પ્રમાણે વિચારતાં અરિહંતપ્રભુ કર્મવાળા છે, અશરીરી છે અને સિદ્ધ પરમાત્મા સર્વ કર્મ વિનાના અને અશરીરી છે. તો આ નવકાર મંત્રમાં પહેલો નમસ્કાર સિદ્ધ ભગવન્તને કરવો જોઈએને ? ઉત્તર : વાત સાચી છે કે અરિહંત ભગવન્તો કરતાં સિદ્ધ ભગવન્તોની સ્થિતિ ઊંચી છે. પરંતુ સિદ્ધ ભગવન્તો જે સિદ્ધ ગતિને પામ્યા છે તે અરિહંત ભગવન્તોના ઉપદેશથી પામ્યા છે. એટલે મૂળ ઉપકાર અરિહંત ભગવન્તોનો છે. જેમ પ્રાથમિક શાળાના શિક્ષક પાસે ભણેલો વિદ્યાર્થી કૉલેજ અને યુનિવર્સિટીમાં ભણીને વધુ વિદ્વાન થાય તો પણ પ્રાથમિક શાળાના શિક્ષકને જ અગ્રસ્થાન આપે તેમ આ નવકાર મંત્રમાં અરિહંત ભગવન્તો ઉપકારક હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરેલ છે. આ અરિહંત પ્રભુ મોક્ષે ગયા પછી તેમની ગેરહાજરીમાં તેમનો કહેલો ઘર્મ જે સમજાવે તે ગુરુ કહેવાય છે. ગુરુજીમાં વિકાસના ક્રમ પ્રમાણે સાધુ-ઉપાધ્યાય અને આચાર્ય એમ ત્રણ પદ આવે છે. જ્યારે આ મનુષ્ય સંસારનો સર્વથા ત્યાગ કરી દીક્ષા લે અને સંસારથી વૈરાગી બને ત્યારે તેને સાધુ કહેવાય છે, જે આત્માની સાધના કરે તે સાધુ કહેવાય છે. પ્રશ્ન : દીક્ષા શબ્દનો અર્થ શું ? ઉત્તર : તે પણ સમજી લઈએ. સંસ્કૃતમાં “દા' અને “ક્ષિ' ધાતુ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ દાન-ક્ષય આ બે ગુણો જેમાં છે તે દીક્ષા, જ્યારે આત્મા દીક્ષા લે છે ત્યારે શરીરથી ભિન્ન એવાં વસ્ત્રો, મિલ્કત, ઘન, અલંકાર માથાના વાળ વિગેરે તમામ પૌદ્ગલિક વસ્તુઓ છોડી દે છે. પરંતુ શરીર અને કર્મ આ બે વસ્તુ પૌલિક હોવા છતાં છોડી શકાતી નથી. માટે તેનો તપશ્ચર્યાદિ વડે ક્ષય કરવો પડે છે. એમ અલંકારાદિનું દાન અને શરીરાદિનો ક્ષય જેમાં છે. તે દીક્ષા કહેવાય છે. દા + ક્ષિ ધાતુના સ્વરોનો વ્યત્યય થયો છે. I જ્યારે આત્મા સંસારથી વૈરાગી બને, ત્યાગી બને, દીક્ષા ગ્રહણ કરે, આત્મસાધનામાં વર્તે ત્યારે તે આત્માને સાધુ કહેવાય છે. સાધુ થયા પછી સ્વાધ્યાય કરતા અનેક શાસ્ત્રો ભણતાં ભણતાં જ્યારે વર્ષો બાદ તે બીજાને ભણાવી શકે તેવા બને ત્યારે તેમને ઉપાધ્યાય કહેવાય છે. ઉપ = પાસે અને અધ્યાય = ભણવું. જેમની પાસે શિષ્યો ભણી શકે તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય બન્યા પછી ભણાવતા ભણાવતા શિષ્યોનો, સંઘનો અને સમાજનો પ્રેમ જીતે, અનુભવી થાય, પ્રૌઢ-વિચક્ષણ અને ગંભીર બને ત્યારે સંઘ તેમને આચાર્યપદ અર્પણ કરે છે. એટલે કે આચાર્યપદે બિરાજમાન કરે છે. અરિહંત ભગવાનની ગેરહાજરીમાં આ ત્રણે પદે બિરાજમાન વ્યક્તિઓ તેમનો ઉપદેશ જનતાને સમજાવે છે તેથી તેમને ગુરુ કહેવાય છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે ત્યાગી-વૈરાગી અને સર્વજ્ઞને અનુસરનારા હોય છે. અરિહંત અને સિદ્ધ પ્રભુ વીતરાગી અને સર્વજ્ઞ હોય છે. એમ પ્રથમ બે પદ પરમાત્માને (દવતત્ત્વને) જણાવનારા અને પાછળના ત્રણ ગુરુતત્ત્વને જણાવનારા છે. એમ કુલ આ પાંચ પદને પરમેષ્ઠી કહેવાય પરમપદે એટલે ઊંચામાં ઊંચા પદે બિરાજમાન જે વ્યક્તિઓ તે પરમેષ્ઠી કહેવાય છે. આ પાંચ સંસારના ભોગવિલાસથી રહિત હોવાથી અને રાગાદિ અંતરંગ શત્રુઓ વિનાની હોવાથી આ વ્યક્તિઓ સમાન આ જગતમાં બીજી કોઈ વ્યક્તિઓ નથી. તેઓને આ પાંચ પદોના સ્મરણપૂર્વક મારા ભાવથી નમસ્કાર હો. આ વીતરાગ પ્રભુની મૂર્તિ પણ રાગ-દ્વેષાદિ દોષો વિનાની છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ તેમની મૂર્તિમાં સ્ત્રી-પુરુષ-શસ્ત્ર-ક્રોધ આદિ કોઈ પણ જાતના રાગાદિનાં પ્રતીકો નથી. માટે આ પાંચે પદ નમસ્કરણીય છે. - ટેપ નં. ૧ બી’ આ દેવ અને ગુરુ આપણને ઘર્મ સમજાવનારા છે. ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જીવને જે બચાવે - પકડી રાખે - ઘારણ કરે તે ધર્મ. આ પાંચે વ્યક્તિઓ વીતરાગી અને વૈરાગી હોવાથી અત્યન્ત પવિત્ર છે. નિષ્પાપ છે. અને બીજાને પણ નિષ્પાપ થવાનો ઉપદેશ આપનારી છે. તેથી જ તેઓને કરેલો આ નમસ્કાર પણ આપણા આત્માને નિષ્પાપ કરનાર છે. માટે જ છઠ્ઠા, સાતમા પદમાં કહ્યું છે કે આ પાંચે પાંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. એમના મુખેથી નીકળેલા “ધર્મલાભ' શબ્દરૂપ આશીર્વાદ પણ આત્માને કલ્યાણ કરનારા છે. જે આત્માઓ અત્યન્ત નિષ્પાપ છે, પવિત્ર છે, મંગળમય છે તેઓને કરેલો નમસ્કાર પણ આત્માનું મંગળ કરનાર છે. સંસારમાં લગ્ન, મકાનનું વાસ્તુ, ધંધાનો પ્રારંભ કરવામાં આવે ત્યારે પણ અક્ષત, શ્રીફળ આદિથી મંગળ કરવામાં આવે છે. પરંતુ તેનાથી મળેલું સંસારસુખ કાયમી નથી. આપણા જીવતાં જીવતાં મળેલું સંસારનું સુખ ચાલ્યું જાય છે. અથવા સુખ કાયમ રહે તોપણ તે હોવા છતાં આપણને જવાનું આવે છે. એટલે સંસારનાં સુખોનો સંયોગ નાશવંત છે. જ્યારે મળેલું મોક્ષસુખ કદાપિ જતું નથી, અને આપણે તે સુખ છોડીને ફરી સંસારમાં આવતા નથી. માટે અક્ષત, શ્રીફળ આદિને દ્રવ્યમંગલ કહેવાય છે. અને આ નમસ્કારને ભાવમંગલ કહેવાય છે. મંગળ એટલે “માં ભવાત ગાલયતીતિ' - મને સંસારમાંથી જે પાર ઉતારે, સંસારથી ગાલે તે મંગળ. જેમ ચા અથવા ઘી ગાળવાની ગળણીથી ચા અથવા ઘી ગાળે એટલે કચરો-કચરો ઉપર રહે અને ચા અથવા ઘી ચોખ્ખાં બને તેમ આત્માને કર્મરૂપી કચરા વિનાનો જે બનાવે તે મંગલ કહેવાય છે. દ્રવ્યમંગલ રૂપે જે અક્ષત અને શ્રીફળ આદિ લેવાય છે તેનો અર્થ પણ જાણવા જેવો છે. અક્ષત - અખંડ ફળ આપે છે. શ્રી: ફળ યસ્ય સઃ ઇતિ શ્રીફલ - લક્ષ્મી છે ફળ જેનું તે શ્રીફળ. આવા “લક્ષ્મી ફળને આપનારા' અર્થો હોવાથી સંસારી લોકો સંસારિક શુભ કામકાજમાં તેનો વ્યવહાર કરે છે. શ્રીફળને બદલે કોઈ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ “જાયફળનો વ્યવહાર નથી કરતું. કારણ કે જાય એટલે ચાલ્યું જાય ફળ જેનાથી તે જાયફળ. માટે નામ પણ શુભસૂચક હોય તે જ લેવાય છે. તેમ આ મંત્રમાં નિષ્પાપ વ્યક્તિઓનાં નામો છે. આ પાંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપોનો ક્ષય કરનાર હોવાથી ભાવમંગલ છે. અને નિત્ય શાશ્વત સુખ આપનાર હોવાથી સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. આના સમાન સંસારમાં અન્ય કોઈ મંગલ નથી. આ પ્રમાણે નવકારના અર્થ સમજાવ્યા. સર્વકર્મ રહિત થયેલા આત્માઓ ચૌદરાજ પ્રમાણ લોકના છેડે ઉપર સિદ્ધશિલાથી કંઈક ઊંચા જઈને વસે છે. તેઓ કર્મ વિનાના હોવાથી ફરી સંસારમાં જન્મ પામતા નથી. કેટલાક લોકો એમ માને છે કે ભગવાન અનુયાયીનું રક્ષણ કરવા અને અસુરોનું દમન કરવા માટે સંસારમાં ફરી ફરી જન્મ ધારણ કરે છે. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભગવાનને અનુયાયી ઉપરના રાગ અને અસુરો ઉપર દ્વેષ હોતો નથી. તો જ સાચા ભગવાન કહેવાય. જો ભગવાન થવા છતાં જન્મ ધારણ કરે અને ભક્ત ઉપર પ્રેમ અને દુશ્મન ઉપર દ્વેષ કરે તો સંસારીમાં અને ભગવાનમાં ફરક શું ? માટે મોક્ષે ગયા પછી પ્રભુ ફરીથી જન્મ લેતા નથી. સંસારમાં જન્મ થવાના કારણભૂત રાગ-દ્વેષ, મોહ, માયા, ક્રોધ તેમનામાં છે જ નહીં. તેથી ફરીથી સંસારમાં જન્મતા નથી. હવે કેટલાક લોકો એમ માને છે કે ભગવાન - ઈશ્વર એક જ છે. અને તે અનાદિથી છે. તેમની તે વાત બરાબર નથી. જો ભગવાન એક હોય તો આપણે તો હવે ભગવાન થઈ જ ન શકીએ અને જે ભગવાન ન બની શકાય તો ઘર્મ કરવાનો અર્થ પણ શું ? માટે જે કોઈ જીવ ઘર્મ કરે તે પોતાનાં કર્મોને ખપાવીને શુદ્ધ બની ભગવાન બની શકે છે. ભગવાન બનેલો, શુદ્ધ થયેલો આ આત્મા ત્યાં મોક્ષમાં જઈ ઈશ્વરમાં ભળી જાય છે તે વાત પણ બરાબર નથી. બે આત્માનો એક આત્મા બનતો નથી. બધાં જ આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. માટે મોક્ષે જનારા તમામ જીવો સ્વતંત્ર રહે છે, તેથી અનંત સિદ્ધ પરમાત્માઓ છે. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : જો આમ હોય તો આ આત્મા મોક્ષે જાય ત્યારે જ્યોતમાં જ્યોત મળી ગઈ એમ જ કહેવાય છે તેનો અર્થ શું? ઉત્તર : મોક્ષે જનારા જીવો શરીર વિનાના, અરૂપી હોય છે. એટલે દરેકને સ્વતંત્ર ખુરશીવાળી સીટ જોઈતી નથી. પરંતુ ગોળાના પ્રકાશોની જેમ એક જ ક્ષેત્રમાં રહી શકે છે, જેમ આ એક રૂમમાં ૧૦ ગોળાના પ્રકાશ સાથે રહે છે. કદાચ ૧૦૦૦ ગોળા ચાલુ કરીએ તોપણ તે હજાર ગોળાનો પ્રકાશ આ જ રૂમમાં સમાય. તેના માટે વધારે જુદી જગ્યા ન જોઈએ તથા તમામ પ્રકાશો સ્વતંત્ર રહે છે. એક સ્વિચ બંધ કરવાથી ફક્ત તે જ ગોળાનો પ્રકાશ બુઝાય છે. તમામ પ્રકાશ બુઝાઈ જતો નથી. માટે મોક્ષમાં ગયેલા આત્માઓ પણ ગોળાના પ્રકાશની જેમ એક ક્ષેત્રવર્તી છે, પરંતુ અનંત છે અને પરસ્પર ભિન્ન ભિન્ન આત્મદ્રવ્ય છે. આ મોક્ષ અને સંસાર બંને અનાદિથી છે. તેની આદિ નથી. એક જીવના મોક્ષની આદિ છે, પરંતુ પરંપરાએ મોક્ષ અનાદિ છે. જેમ કે આપણો જન્મ થાય ત્યારે તેની આદિ છે. આપણા પિતા-દાદા વિગેરે વડીલોની પણ આદિ છે. પરંતુ આપણી પેઢીના સૌથી પ્રથમ પિતા કોણ ? તેની આદિ નથી. તથા રાત્રિ અને દિવસ શરૂ થાય ત્યારે તેની આદિ છે. પરંતુ સૌથી પહેલો દિવસ કયો ? તેની આદિ નથી. તે જ રીતે આ સંસાર અને મોક્ષ અનાદિ છે અને પરંપરાએ અનંતકાળ સુધી રહેશે જ. આ જગતનો કોઈ કર્તા નથી અને કોઈ નાશ કરનાર નથી. સ્વયં સહજ સિદ્ધ આ સંસાર અને મોક્ષ છે. તે સંસારમાંથી આત્માને મુક્તિ અપાવનાર આ પાંચ પરમેષ્ઠી અતિશય નમસ્કરણીય છે. હવે આપણે આ પાંચ પરમેષ્ઠીના ગુણોની ચર્ચા કરીએ. પાંચે પદોના કુલ ૧૦૮ ગુણો છે. એટલા માટે જ માળાના મણકા પણ ૧૦૮ છે. અરિહંત પ્રભુના ૧૨, સિદ્ધપ્રભુના ૮, આચાર્ય મહારાજના ૩૬, ઉપાધ્યાયજી ભગવાનના ૨૫ અને સાધુ મહારાજના ૨૭, એમ મળીને કુલ ૧૦૮ ગુણો છે. તે ગુણો યાદ કરવા માટે માળાના મણકા ૧૦૮ છે. પરંતુ આપણને ગુણો આવડતા નથી. આવડતા હોય તો યાદ નથી. તેથી ગુણો જેમાં વસેલા છે એવા ગુણીને ૧ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ માળા ગણતાં યાદ કરીએ છીએ. નવકાર મંત્રમાં પાંચ પદો ગુણોથી ભરેલાં > (૧) અરિહંત ભગવત્તના ૧૨ ગુણો આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાતિશય - ભગવન્તોમાં અનંતુ જ્ઞાન હોય છે. સંપૂર્ણ જ્ઞાન હોય છે. (૨) વચનાતિશય - ભગવન્તોની વાણી અપૂર્વ પાંત્રીસ ગુણોથી ભરેલી હોય છે. (૩) પૂજાતિશય - ભગવન્તો ત્રણે જગતને પૂજનીય છે. સર્વોત્તમ છે માટે. (૪) અપાયાપગમાતિશય પૂર્વે થયેલા અને હાલ થતા શારીરિક તમામ રોગો તથા રાગાદિ ભાવ દુઃખો જેમનાં નાશ પામી ગયાં છે તેવા. (૫) અશોક વૃક્ષ - દેવોએ રચેલું પ્રભુના શરીરથી બાર ગણું મોટું વૃક્ષ હોય છે. (૬) સુરપુષ્પવૃષ્ટિ - દેવો ભગવન્તના સમોવસરણમાં ફૂલોની વૃષ્ટિ કરે છે. ભગવન્તના માહાભ્યથી પુષ્પોના જીવોને દુઃખ થતું નથી. (૭) દિવ્યધ્વનિ - ભગવત્તની વાણીમાં સુર પૂરનાર સુંદર ધ્વનિ દેવો વગાડે છે. (૮) ચામર - બન્ને બાજુ દેવો સુંદર ચામર વીંઝે (૯) આસન (૧૦) ભામંડળ - ભગવન્તને બેસવા માટે દેવોનું રચેલું સુંદર સિહાસન હોય છે. - ભગવન્તના શરીરની પાછળ તેજના પંજરૂપ ભામંડળ હોય છે. - દેવો ભવ્ય જીવોને ઘર્મોપદેશ સાંભળવા માટે આવવા સારુ દુંદુભિ વગાડે છે. (૧૧) દુંદુભિ ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૨) છત્ર ભગવન્તના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ સૂચવનારા ઉપરાઉપરી છત્રો હોય છે. આ બાર ગુણોમાં પ્રથમના ચાર ગુણો આત્માના અતિશયો છે અને બાકીના આઠ દેવોએ રચેલા અતિશયો છે એમ જાણવું. (૨) સિદ્ધ ભગવન્તના ૮ ગુણો : (૧) અનંતજ્ઞાન (૨) અનંત દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) અનંતચારિત્ર (૫) અક્ષય સ્થિતિ ક્ષયથી ક્ષયથી જ્ઞાનાવરણીય કર્મના અનંતજ્ઞાન પ્રગટ થાય છે. - દર્શનાવરણીય કર્મના અનંતદર્શન પ્રગટ થાય છે. - વેદનીય કર્મના ક્ષયથી પીડા વિનાનું ‘અવ્યાબાધ સુખ' હોય છે. મોહનીય કર્મના ક્ષયથી અનંતચારિત્ર અતિ શુદ્ધ હોય છે. આયુષ્યકર્મના ક્ષયથી કદાપિ મરવું પડે નહીં તેવી ‘અક્ષયસ્થિતિ’ગુણ પ્રાપ્ત થાય છે. (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુપણું (૮) અનંતવીર્ય આ પ્રમાણે સિદ્ધ ભગવન્તના આઠ ગુણો જાણવા. નામકર્મનો ક્ષય થવાથી શરીર વિનાનું અરૂપીપણું હોય છે. ગોત્રકર્મના ક્ષયથી ઊંચ-નીચ કુળ વિનાના તે અગુરુલધુ. અંતરાય કર્મના ક્ષયથી આત્માનું અનંતવીર્ય પ્રગટ થાય છે. >> (૩) આચાર્ય મહારાજના ૩૬ ગુણો : ગુરુપદે બિરાજમાન ત્રણ વ્યક્તિઓમાંથી પ્રથમ આચાર્યશ્રી છે. તેમના ૩૬ ગુણો છે. તે છત્રીસે ગુણોનું વર્ણન નવકાર પછીના પંચિંદિય સૂત્રમાં આવે છે. તેથી હવે પછી પંચિંદિય સૂત્ર કહેવા વડે આચાર્યશ્રીના છત્રીસ ગુણોનું વર્ણન સમજાવીશું. ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ > (૪) ઉપાધ્યાયજીના ર૫ ગુણો : ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધર ભગવન્તો બાર શાસ્ત્રરૂપે ગૂંથે છે. તેને દ્વાદશાંગી કહેવાય છે. તથા તેના ઉપર સમજાવવા માટે બીજા અગિયાર અંગો પણ રચે છે તે ઉપાંગ કહેવાય છે. એમ કુલ ૧૨ અંગો, ૧૧ ઉપાંગો અને ૧ ચરણ સિત્તરી અને ૧ કરણ સિત્તરી એમ કુલ ૨૫ શાસ્ત્રો ઉપાધ્યાયજી ભણાવે છે. માટે તે ૨૫ શાસ્ત્રો ભણાવવા સ્વરૂપ ઉપાધ્યાયજીના ૨૫ ગુણો છે. ચરણ સિત્તરી એટલે ચારિત્રના સિત્તેર ભેદનું વર્ણન બતાવનાર શાસ્ત્ર અને કરણ સિત્તરી એટલે ક્રિયાના સિત્તેર ભેદોનું વર્ણન બતાવનાર શાસ્ત્ર એમ કુલ ૨૫ પ્રકારનાં શાસ્ત્રો જે ભણે અને ભણાવે તે ઉપાધ્યાયજીના ૨૫ ગુણો છે. > (૫) સાધુના સત્તાવીશ ગુણો : આચાર્ય મહારાજની જેમ પાંચ મહાવ્રત પાળે તે ૫ ગુણ, પૃથ્વીકાયાદિ છ કાયાનું રક્ષણ કરે તે ૬ ગુણ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે તે ૫ ગુણ, એમ કુલ ૫ + ૬ + ૫ = ૧૬ ગુણો થયા તથા (૧૭) રાત્રિભોજન ત્યાગ (૧૮) ક્ષમા ધારણ કરવી, (૧૯) લોભનો નિગ્રહ કરવો (૨૦) વસ્ત્રાદિનું શુદ્ધ રીતે પાલન, (૨૧) સંયમમાં યથાર્થ પ્રવૃત્તિ કરવી, (૨૨) અશુભ વિચારો રોકવા, (૨૩) અશુભ ભાષા બોલવી નહીં, (૨૪) ખરાબ ચેષ્ટા કરવી નહીં, (૨૫) શીતાદિ પરિષદો સહન કરવા, (૨૬) મરણાદિ ઉપસર્ગો સહન કરવા, (૨૭) ચિત્તની નિર્મળતા. આ પ્રમાણે પાંચ પરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણો છે. તેઓ ગુણી હોવાથી હંમેશાં વંદનીય-પૂજનીય છે. આ નવકાર મંત્રમાં તેઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે આચાર્ય મહારાજના ૩૬ ગુણોને બતાવતું પંચિંદિય સૂત્ર સમજાવાય છે. > પંચિંદિય સૂત્ર આ સૂત્રમાં આચાર્યશ્રીના ૩૬ ગુણો છે. આપણે કોઈ પણ ધર્મક્રિયા જ્યારે કરીએ ત્યારે ધર્મક્રિયા કરતા બરાબર વિવેક જળવાય એટલા માટે આ સૂત્ર બોલવા વડે સ્થાપના સ્થપાય છે. ગુરુજીની હાજરી આપણને વિવેકી ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ બનાવે છે. પરંતુ સર્વ ઠેકાણે ગુરુજીની હાજરી સંભવિત નથી. તેટલા માટે કલ્પિતગુરુ બનાવવામાં આવે છે. કલ્પિતગુરુ તે યથાર્થ ગુરુ જ છે એમ માનીને ધર્મક્રિયા અતિશય વિનય-વિવેકપૂર્વક કરવી જોઈએ. સ્થાપનાચાર્ય સન્મુખ હાથ રાખવાનો આશય એ છે કે હું તેમાં ગુરુજીપણું સ્થાપું છું, કહ્યું છું. અને પાળતી વખતે મુખ તરફ હાથ રાખવાનો આશય એવો છે કે તેમાં સ્થાપેલું ગુરુપણું ઉઠાવી લઉં છું. એમ કલ્પિતગુરુ કરીને ધર્મક્રિયા થાય છે. સ્થાનકવાસી અને તેરાપંથી સમાજ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધર સ્વામી પ્રભુ ઈશાન ખૂણામાં છે. એટલે ઈશાન ખૂણા તરફ બેસી ધર્મક્રિયા કરે છે તેઓ દૂર ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પ્રભુની સ્થાપના કહ્યું છે. પંચિંદિય સંવરણો તહ નવવિહ બંભર ગુત્તિધરો ! ચઉવિહકષાયમુક્કો, ઈઅ અકારસગુણેહિ સંજુરો //// પંચમહāયજુરો પંચવિહાયાર પાલણ સમથો પંચ સમિઓ તિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ ૨ll આ સૂત્રમાં આચાર્ય મહારાજશ્રીના ૩૬ ગુણો જણાવ્યા છે. તેમાં પહેલી ગાથામાં ગણાવેલા ૧૮ ગુણો વિકારોના ત્યાગરૂપ છે અને પાછળની બીજી ગાથામાં સંવરના સ્વીકારરૂપ ગુણો છે. નિષેધાત્મક ૧૮ અને ગ્રહણાત્મક ૧૮ એમ કુલ ૩૬ છે. > પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનારા : શરીરમાં જે અંગોથી જ્ઞાનપ્રાપ્તિ થાય તે અંગોને ઇન્દ્રિય કહેવાય છે. અહીં ઇન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં એવી પાંચ ઈન્દ્રિયો હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય (ચામડી) (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) ધ્રાણેન્દ્રિય (નાક), (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ), (૫) શ્રોત્રેન્દ્રિય (કાન). આ પાંચ ઇન્દ્રિયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણી શકે છે. સંસારી જીવોને અનાદિકાલીન મોહના ઉદયથી એવો સ્વભાવ છે કે તે ઇન્દ્રિયોને અનુકૂળ – મનગમતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ મળે ત્યારે આત્મા રાજી રાજી થઈ જાય છે અને પ્રતિકૂળ રૂપ, રસાદિ મળે ત્યારે નારાજ થઈ જાય છે. જેમ આ જીભને દૂધપાક-પૂરીનું ભોજન મળે તો રાજી Page #18 -------------------------------------------------------------------------- ________________ થાય અને અણગમતું ભોજન મળે તો નારાજ થાય. આવા સ્વભાવવાળી આ ઇન્દ્રિયોને આચાર્ય મહારાજશ્રી રોકે છે. એટલે કે ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો મળે તો પણ નથી રાજી થતા કે નથી નારાજ થતા, એટલે આ પાંચ ઈન્દ્રિયોના વિષયોને રોકનારા - જીતનારા એવા આચાર્ય મહારાજશ્રીના પાંચ ગુણો છે. આ પાંચ ઇન્દ્રિયોમાં પણ “જીભ” વશમાં રાખવી અતિદુષ્કર છે. બીજી ઇન્દ્રિયો કરતાં તેમાં વધુ વિલક્ષણતા છે. તે આ પ્રમાણે છે : કાન બે છે પરંતુ એક સાંભળવાનું જ કામ કરે છે. આંખો બે છે પરંતુ એક જોવાનું જ કામ કરે છે. નાકનાં કાણાં બે છે પરંતુ એક સુંઘવાનું જ કામ કરે છે. જ્યારે જીભ એક જ છે પરંતુ બોલવાનું અને ખાવાનું એમ બે કાર્યો કરે છે. માટે અતિદુય છે. કેટલાક કવિઓએ એવી કલ્પના કરી છે કે બીજી બધી ઇન્દ્રિય ઉપર એકેક ઢાંકણ છે. પરંતુ જીભ ઉપર (૧) બત્રીસ દાંતનું અને (૨) બે હોઠનું એમ બે ઢાંકણ છે. કારણ કે તે બહુ જ સાચવવા જેવી છે. જે ખાવામાં વિવેક ન રાખે તો શરીર બગાડે અને બોલવામાં વિવેક ન રાખે તો આત્માનું બગાડે માટે જીભ ઘણી વિષમ છે, અતિશય દુક્ય છે. તેને ખાસ અંકુશમાં કરવી. આ પાંચ ઇન્દ્રિયોને જીતવાથી પાંચ પરમેષ્ઠીની સેવા થાય છે તથા પંચાચારનું પાલન થાય છે. તે વિષય જાણવા જેવો છે. (૧) શ્રોત્રેન્દ્રિયને જીતવાથી જ બાહ્ય સંગીત, ગાયન, લોકવાર્તા, લોકનિંદા આદિ સાંભળવા રુચતા નથી. જે આત્માએ આવા વિષયોમાંથી શ્રોત્રેન્દ્રિયને જીતી લીધી છે તેને જ અરિહંત પ્રભુની વાણી સાંભળવી રુચે છે. બાહ્ય એવા સંસારના રંગરાગ સાંભળવામાંથી જેણે શ્રોત્રને જીતી છે તેઓને જ અરિહંત પ્રભુની વૈરાગથી ભરેલી વાણી સાંભળવી રુચે છે. તે જ અરિહંત પ્રભુની સેવા છે. આવી અરિહંત પ્રભુની વાણી બરાબર સાંભળવાથી, સમ્યકજ્ઞાન પ્રાપ્ત થવા દ્વારા “જ્ઞાનાચાર'ની વૃદ્ધિ થાય છે. (૨) ચક્ષુરિન્દ્રિયને જીતવાથી જ બાહ્ય સંસારી પુદ્ગલોનાં રંગ-બેરંગી ભૌતિક રૂપોમાંથી મનને જીતીને ચક્ષુને જેણે કન્જ રાખી છે તેને જ “સિદ્ધ) પરમાત્માનું અરૂપી સ્વરૂપ દેખાય છે. અંતરદૃષ્ટિ સ્વરૂપનાં દર્શનથી ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ દર્શાનાચાર'ની વૃદ્ધિ થાય છે. (૩) ઘ્રાણેન્દ્રિયને જીતવાથી જ બાહ્યસંસારી પુદ્ગલોની સુગંધ-દુગંધમાં નહિ લેપાવાથી અને તે રીતે ધ્રાણેન્દ્રિયને કન્જ કરવાથી આચાર્ય મહારાજના ચારિત્રની સુવાસ પ્રાપ્ત થાય છે. આચાર્ય મહારાજશ્રીનો દેહ સ્નાન-અલંકારાદિ વિનાનો હોવાથી કદાચ સુગંધવાળો ન પણ હોઈ શકે પરંતુ તે પૌદ્ગલિક સુગંધ - દુર્ગધની ઉપેક્ષા કરીને ચારિત્રની સુવાસ જેને મારી લાગી છે તે જ આચાર્ય મહારાજની સેવા કરી શકે છે. અને તેમ કરવાથી આત્મામાં ચારિત્રાચારની વૃદ્ધિ થાય છે. (૪) રસનેન્દ્રિયને જીતવાથી ખાવામાં અને બોલવામાં ઘણો જ કન્ટ્રોલ, , વિવેક આવવાથી ઉપાધ્યાયની પાસે સારું ભણી શકાય છે. ખાવામાં કન્ટ્રોલ રહે તો શરીર સારું રહે, બોલવામાં કન્ટ્રોલ રહે તો આત્મા વિવેકી બને તો જ ગુરુજી પાસે સારુ ભણી શકાય અને તે જ ઉપાધ્યાયની સેવા કહેવાય છે. તથા ખાવાના કન્ટ્રોલથી બાહ્ય તપ સુકર થાય છે અને બોલવાના કન્ટ્રોલથી અભ્યત્તરતા સુકર બને છે. એમ બંને રીતે તપાચારની વૃદ્ધિ થાય છે. (૫) સ્પર્શેન્દ્રિયને જીતવાથી શારીરિક કષ્ટો અને સાનુકૂળતાઓમાં સમભાવ વધે છે. તેથી ઉત્તમ સાધુતા પ્રાપ્ત થાય છે. ભૂમિશયન લોચાદિ અને વિકારાદિ દ્વારા શરીરની મમતા ઓછી કરવી એ જ સાધુપદની સેવા છે. આવા ઉપસર્ગો અને પરિષહો સમભાવે સહન કરવાથી સ્પર્શેન્દ્રિયનો વિજય થાય છે અને તે દ્વારા વીર્યાચાર અતિશય નિર્મળપણે વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોને જીતવાથી પાંચ પરમેષ્ઠીની સેવા થાય છે અને તે દ્વારા પંચાચારની વૃદ્ધિ થાય છે. > નવ બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા : આ આત્મામાં જેનાથી વિકારવાસનાઓ ન જન્મે, સદાચાર, શીયળવ્રત અને જીવનના ઉત્તમ સંસ્કારો જેનાથી જળવાય એવી જે વાડ તે બ્રહ્મચર્યની વાડ કહેવાય છે. જેમ ખેતરોમાં ઉગેલા ધાન્યોને તેની ચોતરફ કરેલી કાંટાની વાડોથી રક્ષણ થાય છે, પશુઓ અંદર આવીને તોડફોડ કરી શકતા નથી તેવી રીતે આ નવ વાડો દ્વારા આત્માના સદાચારાદિ ગુણોનું રક્ષણ થાય છે માટે તેને વાડ કહેવાય છે. બ્રહ્મચર્યવ્રત પાળવા માટેની આવા પ્રકારની નવ વાડો Page #20 -------------------------------------------------------------------------- ________________ છે તે આચાર્ય મહારાજશ્રીના ૯ ગુણો ગણાવાય છે. તે નવ વાડો આ પ્રમાણે (૧) સ્ત્રી-પશુ-નપુંસકો હોય ત્યાં અથવા તેમની નજીકમાં વસવાટ કરે નહિ. (૨) સ્ત્રી આદિ વિજાતીયની સાથે એકાન્તમાં બેસી વાતો કરે નહિ. (૩) જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બેસે નહિ. તેવી રીતે જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રી બેસે નહિ. (૪) સ્ત્રીનાં અંગો અને ઉપાંગો (કામવિકારની દૃષ્ટિએ) જુએ નહિ. (૫) સ્ત્રી-પુરુષ એકાંતે બેઠાં હોય, સૂતાં હોય કે વાતો કરતાં હોય તે ભીંતના આંતરે ઊભા રહી જુએ નહિ. (૬) પૂર્વે સંસારીપણામાં ભોગવેલા ભોગો યાદ કરે નહિ. (૭) માદક-વિકારક આહાર-પાણી કરે નહિ.. (૮) નીરસ આહાર પણ વધારે પડતો કરે નહિ. (૯) શરીરની શોભા ટાપટીપ કરે નહિ. મહાપુરુષોએ સંસારી જીવોના ગુણોની રક્ષા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે ! સિનેમામાં બતાવાતાં ચલચિત્રો જો આત્મામાં વિકારો ઉત્પન્ન કરે છે તો ઉપરોક્ત સ્ત્રીપુરુષના હાવભાવો વિકારો કેમ ઉત્પન્ન ન કરે ? માટે તેનાથી દૂર રહેવું તે જ હિતાવહ છે. > ચાર પ્રકારના કષાયથી મુકાયેલાં ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયોથી આચાર્ય ભગવન્તો બહુધા મુક્ત હોય છે. કસ = સંસાર, આય = વૃદ્ધિ. એટલે જેનાથી જન્મમરણોની પરંપરા વધે તે કષાય કહેવાય છે. તેના ક્રોધાદિ ચાર ભેદો છે. (૧) આવેશ-ગુસ્સો તે ક્રોધ કહેવાય છે. (૨) અભિમાન, હોઈએ તેનાથી અધિક દેખાવાની વૃત્તિ, મોટાઈનો ભાવ તે માન કહેવાય છે. (૩) છળ-કપટ, છેતરપિંડી, હૈયામાં જુદું અને હોઠે જુદું તે માયા કહેવાય છે. (૪) ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્પૃહા-ઇચ્છા-તૃષ્ણા-આશા-આસક્તિ તે લોભ કહેવાય છે. ક્રોધકષાય બહારથી દેખાતો કષાય છે. ક્રોધ કરનારને પણ પાછળથી કોઈકોઈ વખત પસ્તાવો થાય છે. શરી૨ તપી જાય છે. લોહી ઊકળી જાય છે. આડોશી-પાડોશી વચ્ચે પડીને પણ શાન્ત કરે છે. પરંતુ માન-માયા-લોભ આ ત્રણ અંદરના કષાયો છે. જીવ આ ત્રણ કષાયો કરે છે. અને તેમાં પોતાનું બુદ્ધિચાતુર્ય માને છે અને તેમાં પણ સત્તા અને સંપત્તિ ભળે તો આ કષાયો અમર્યાદિત થઈ જાય છે. કામકાજ કરે પોતાનાં અને નિકટના સગાના સ્વાર્થ માટે અને ગાય એવું કે હું તમારા ભલા માટે દોડું છું. પોતાની આત્મપ્રશંસા જોરથી ગાય. નબળા, ધાર્મિક અને ભાવિક માણસોનો પરાભવ કરવામાં જ પોતાની શક્તિનો ઉપયોગ કરે અને તેમાં જ પોતાની કુશળતાની સફળતા માને. આવા ભયંકર આ કષાયો છે. આચાર્યપદે બિરાજમાન આ કષાયોથી તદ્દન અલિપ્ત રહે છે. ધીર-વી૨ ગંભીર પ્રૌઢ સમભાવ-મુદ્રાવાળા હોય છે અને તેથી જ પ્રભાવસંપન્ન હોય છે. આ ચાર કષાયોમાં પણ લોભનો અર્થ જોઈએ તેવો આપણે સમજ્યાં નથી, કારણ કે જે ધનની કરકસર કરે, સંગ્રહ કરે, બરોબર ખર્ચ ન કરે તેને જ લોભ પ્રાયઃ સમજીએ છીએ. અને ગમે તેટલું માણસ પાસે ધન હોય તોપણ તેના કરતા અધિક ધનવાળા તરફ જ તેની નજર હોય છે. તેથી પોતાનું ધન તે આત્માને ઓછું જ દેખાય છે. પચ્ચીસ-પચાસ લાખના આસામીને પણ કરોડવાળા કરતા ઓછું જ દેખાય છે. તેથી મારી પાસે ખાસ ધન છે જ નહિ; હું શેનો લોભ કરું ? લોભ તો પેલા કરોડપતિ કરે છે. એમ પોતે લોભ વિનાનો અને બીજા ધનવાનો બધા લોભવાળા એમ જ મનથી માની લે છે. એટલે પોતે પોતાની જાતને નિર્દોષ માની બીજાને દોષિત જ ગણે તેવી વાણી બોલે છે. પરંતુ લોભનો ખરો અર્થ ઇચ્છા, તૃષ્ણા, વાસના, સ્પૃહા છે. મનમાં કોઈપણ જાતના વિષયભોગની ઇચ્છા - તૃષ્ણા જાગે તે જ લોભ કહેવાય છે. માટે જ સૌ પ્રથમ હૃદયમાં લોભ (તૃષ્ણા) ઉત્પન્ન થાય છે. પછી તેને પૂરવા માટે બોલવા-વર્તવામાં માયા જન્મે છે. માયા સફળ થાય અને ધારેલી તૃષ્ણા પૂરી પાડી શકે તો માન આવે છે; અને માયા નિષ્ફળ જાય, ધારેલી તૃષ્ણા પાર ન પડે તો ક્રોધ આવે છે. આવી આ કષાયોની સહિયારી સોબત છે. ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે જ જ્ઞાની પુરુષો તૃષ્ણાથી દૂર જ રહેવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે “પ + ૯ + ૪ = ૧૮” આચાર્ય મહારાજના આ અઢાર ગુણો સમજાવ્યા. આ અઢારે ગુણોથી યુક્ત આચાર્ય હોય છે. હવે પછીની બીજી ગાથાઓમાં વિઘેયાત્મક ૧૮ ગુણો આવે છે તેનું વર્ણન આ પ્રમાણે છે > પાંચ મહાવ્રતોથી યુક્ત : સંસારી જીવોનું જીવન આરંભ-સમારંભથી ભરપૂર છે. જૈન શાસનને પ્રાપ્ત કરી યથાશક્ય આરંભ - સમારંભ જીવનમાં તજાય એ જ આત્મકલ્યાણકારક છે. જેઓ પોતાના જીવનમાંથી સર્વથા આરંભ-સમારંભાદિ પાપો છોડી દે છે તેને મહાવ્રત કહેવાય છે. અને જેઓ પોતાના જીવનમાંથી યર્કિંચિત્ આરંભ-સમારંભ આદિ છોડી શકે છે તેને અણુવ્રત કહેવાય છે. સાધુ મહાત્માઓને પાંચ મહાવ્રતો હોય છે તેથી તેઓને સર્વવિરતિધર અર્થાત્ અણગાર કહેવાય છે. અને શ્રાવકાત્માઓને પાંચ અણુવ્રતો હોય છે તેથી તેઓને દેશવિરતિધર અર્થાત્ અગારી-ગૃહસ્થ કહેવાય છે. પાંચ મહાવ્રતોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - નાનામોટા કોઈપણ જીવને હણવો, હણાવવો કે હણતા-ને વખાણવો નહીં. (૨) સર્વથા મૃષાવાદ વિરમણવ્રત - નાનુંમોટું કોઈપણ જાતનું જૂઠું બોલવું નહીં બોલાવવું નહીં, બોલતાને સારો માનવો નહીં. (૩) સર્વથા અદત્તાદાન વિરમણવ્રત - નાનીમોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં, કરાવવી નહીં. કરતાંને સારી માનવી નહીં. (૪) સર્વથા મૈથુન વિરમણવ્રત સ્ત્રીનો સ્પર્શ પણ કરવો નહીં, વિકાર-વાસનાઓ કરવી નહીં, કરાવવી નહીં, કરતાંને સારા માનવા નહીં. ૨૧. Page #23 -------------------------------------------------------------------------- ________________ (૫) સર્વથા પરિગ્રહ વિરમણવ્રત - પૌદ્ગલિક કોઈપણ પદાર્થો પ્રત્યે મૂછ, મમતા રાખવી નહીં. ઈષ્ટતાબુદ્ધિ કરવી નહીં, કરાવવી નહીં અને સારી માનવી નહીં. ઉપરોક્ત પાંચ મહાવ્રતો પાળનારા આચાર્ય ભગવન્તો હોય છે તેથી તેમના આ પાંચ ગુણો કહેવાય છે. > (૬) પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ : આચાર્ય ભગવન્તો સતત પાંચ ઉત્તમાચારોનું સ્વયં પાલન કરનારા છે અને અન્યને પાલન કરાવનારા છે. તે પંચાચારના અર્થો આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાચાર - યોગ્ય કાળે વિનયપૂર્વક સમ્યકજ્ઞાન ભણવું અને ભણાવવું. (૨) દર્શનાચાર - જિનેશ્વર ભગવન્તોનાં વચનોમાં નિઃસંદેહ બુદ્ધિ કરવી. (૩) ચારિત્રાચાર - સમિતિ-ગુણિપૂર્વકનો ઉત્તમ આચાર પાળવો અને પળાવવો. પૌદ્ગલિક ભાવોનો ત્યાગ કરવો તે બાહ્ય તપ અને આંતરિક કષાયોનો ત્યાગ તે અત્યંતર તપ. (૫) વીચાર પોતાની શારીરિક, વાચિક અને માનસિક શક્તિને ઘર્મમાં જોડવી. > (૭) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત : સારા કામમાં આત્માના કલ્યાણકારી એવા કામમાં પ્રવૃત્તિ કરવી તે સમિતિ અને ખોટાં કામોથી નિવૃત્તિ કરવી તે ગુમિ કહેવાય છે. કોઈ કોઈ ઠેકાણે ગુપ્તિનો અર્થ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ એમ ઉભય પણ લખેલો છે. આચાર્ય મહારાજાઓ આ સમિતિઓ અને ગુતિઓનું પોતાના જીવનમાં બહુ સારી રીતે પાલન કરનાર હોય છે. તે સમિતિ અને ગુપ્તિનું વર્ણન સંક્ષેપમાં તપાચાર Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨) આ પ્રમાણે છે : (૧) ઈર્ષા સમિતિ : જ્યારે જ્યારે ચાલીએ ત્યારે ત્યારે સાડાત્રણ હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું જેથી કીડી, મંકોડા, ગરોળી, ઉંદર જેવા નાના જીવો હોય તો પગ નીચે આવી ચગદાઈને મરી ન જાય. સર્પ, વીંછી, અજગર જેવા મોટા જીવ હોય તો આપણા પ્રાણોનો વિનાશ ન થાય માટે સામે ભૂમિ જોતાં જોતાં ચાલવું તે. ભાષા સમિતિ : પાપ ન લાગે તેવાં નિર્દોષ વચનો બોલવાં, સ્વ-પર-કલ્યાણકારી ભાષા બોલવી, સામાયિક, પૌષધ અને સાધુપણામાં રહેલા જીવોએ મુખ આગળ મુહપત્તી રાખવાપૂર્વક બોલવું તે. (૩) એષણા સમિતિઃ સાધુને આશ્રયી ૪૨ દોષ વિનાની ગોચરીની ગવેષણા કરવી તે. ગૃહસ્થને આશ્રયી બની શકે તેટલા વધુ દોષોનો ત્યાગ કરી નિર્દોષ આહાર બનાવવો અને લેવો તે પણ યત્કિંચિત્ સમિતિ કહેવાય છે. આદાન ભંડમનિખેવણા સમિતિઃ પહેરવા માટેનાં વસ્ત્રોનું અને વાપરવા માટેના પાત્રોનું આદાન-પ્રદાન જોઈ પુંજી-પ્રમાર્જીને કરવું તે. (૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ પરઠવવા લાયક મળ-મૂત્ર વિગેરે પદાર્થો નિર્જીવ ભૂમિમાં પરઠવવા; કીડી, મંકોડાનાં અને ઉદરાદિનાં દરો ન હોય ત્યાં પરઠવવા. (૧) મનગતિ : મનમાં આવતા માઠા વિચારો છોડીને સારા વિચારો કરવા. (૨) વચનગુપ્તિ : મૌન રાખવું, બોલવું જ પડે તો જયણાપૂર્વક નિર્દોષ બોલવું. (૩) કાયમુક્તિ શરીરને સ્થિર કરવું, હલાવવું પડે તો પુંજવા-પ્રમાર્જવાપૂર્વક હલાવવું. આ સૂત્રમાં જણાવેલા કુલ ૫ + ૯ + ૪ + ૫ + ૫ + ૫ + ૩ = ૩૬ ગુણો આચાર્ય મહારાજના છે. તે બોલવાપૂર્વક ગુરુજીની કલ્પિત સ્થાપના ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ કરાય છે. એટલા માટે તેનું “સ્થાપનાસૂત્ર' એવું બીજું નામ છે. સામાયિક લે તે વખતે સ્થાપનાચાર્ય સન્મુખ હાથ રાખવાનું કારણ એ છે કે સ્થાપનાચાર્યમાં ગુરુપણાનો હું આરોપ કરું છું. સામાયિક પાળતી વખતે સ્થાપનાચાર્યથી વિમુખ હાથ રાખવાનું કારણ એ છે કે સ્થાપનાચાર્યમાં આરોપણ કરેલું ગુરુપણું હું ઉઠાવી લઉ છું. આ પ્રમાણે ૩૬ ગુણોથી યુક્ત એવા આચાર્ય મહારાજ મારા ગુરુ હોજો - એમ આ સૂત્ર દ્વારા ગુરુજીની સ્થાપના કરાય છે. પ્રશ્ન : સ્થાપિત ગુરુ નિર્જીવ છે. તે કંઈ આદેશ કરવાના નથી. તો તેની સ્થાપના કરવાનો શો અર્થ ? તેવી જ રીતે મૂર્તિ પણ નિર્જીવ છે. તેની પૂજા-સ્તવનાદિથી પણ શો લાભ થાય ? ઉત્તર : પથ્થરની ગાય દૂધ ન આપે પરંતુ ગાય કેવી હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે, પથ્થરનો સિંહ ફાડી ન ખાય પરંતુ સિંહ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે. તેવી જ રીતે સ્થાપના-ગુરુ અને પ્રભુમૂર્તિ-ગુરુ અને દેવની ઓળખાણ જરૂર કરાવે છે. વળી નિર્જીવ ચલચિત્રો જો વિકાર અને વાસનાનું કારણ બને છે; તો નિર્જીવ પ્રભુપ્રતિમા પણ અધ્યાત્મ અને વૈરાગ્યનો હેતુ કેમ ન બને? માટે સ્થાપના-ગુરુ અને પ્રભુપ્રતિમા પણ અવશ્ય આરાધ્ય છે. ઇચ્છામિ ખમાસમણો સૂત્ર - અર્થાત્ ગુરુવન્દનસૂત્રઃ શાસન સ્થાપવારૂપ સાચો માર્ગ બતાવનાર તીર્થંકર પરમાત્માઓ સૌથી પ્રથમ વંદનીય છે. પરંતુ તેઓની ઓળખાણ કરાવનાર અને હાલ પ્રત્યક્ષ રીતે ઉપકારી હોવાથી બીજા નંબરે ગુરુવંદનીય છે. ગુરુ પોતે શાસ્ત્રોના જ્ઞાની છે. સદાચારી છે. સંસારના ત્યાગી છે. વૈરાગથી પરિપૂર્ણ છે. અધ્યાત્મ અને યોગી છે તેથી સાધકદશામાં વર્તતા ગુરુ પણ પૂજ્ય છે. આ સૂત્ર દ્વારા ગુરુને વંદન કરવામાં આવે છે. સાધુના ૧૦ પ્રકારના યતિધર્મોમાં ક્ષમા એ પ્રધાનધર્મ છે. બીજાના અપરાધો જતા કરવા તે ક્ષમા. સાધુપુરુષો આ ગુણ વડે જ ગવાય છે. માટે જ સાધુને ક્ષમાશ્રમણ કહેવાય છે. પ્રભુ પણ ક્ષમાના સાગર છે. માટે પ્રભુને પણ આ જ સૂત્રથી વંદના કરાય છે. તે ક્ષમાની પ્રધાનતાવાળા શ્રમણ અર્થાત્ ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાશ્રમણમૂર્તિ ! હું તમને વંદના કરવા ઇચ્છું છું. બીજા સાંસારિક પાપવાળા વ્યવહારો ત્યજીને હું શક્તિને અનુસારે વંદન કરું છું. > ઈરિયાવહિયા - તસ્સઉત્તરસૂત્ર : જૈન શાસનને પામેલા સર્વે આરાધક સ્ત્રી-પુરુષો જ્યારે જ્યારે ઉત્તમ ધર્માનુષ્ઠાનો આચરે છે, ત્યારે ત્યારે સૌ પ્રથમ આ સૂત્રો બોલવા વડે આત્મશુદ્ધિ કરવા દ્વારા જ પ્રવર્તે છે. ધર્માનુષ્ઠાન કરવા માટે જતા-આવતા રસ્તામાં નાના-મોટા કોઈપણ પ્રકારના જીવોની હિંસા થઈ ચૂકી હોય તેની ક્ષમા માંગવાની ક્રિયા આ સૂત્રોમાં કરવામાં આવી છે. મહાત્મા પુરુષોએ આત્મશુદ્ધિ માટે કેટલું લક્ષ્ય દોર્યું છે ? ગમણાગમણે = જતા-આવતા કોઈ જીવોના પ્રાણ ચાંપ્યા હોય, બીજાનો વિનાશ કર્યો હોય, લીલી લીલી હરિયાળી ખૂંદી હોય, ઝાકળ, કીડીઓના નગરાં, પાંચ રંગવાળી લીલફુલ, માટી, કરોળિયાની જાળો, આવા પ્રકારના જીવોથી ભરેલાં સ્થાનો ઉપર પગ મૂકવા વડે, બેસવા-ચાલવા વડે, જીવહત્યા કરી હોય, આ જીવહત્યામાં એક-બે-ત્રણ-ચાર કે પાંચ ઇન્દ્રિયોવાળા જીવોમાં જે કોઈ જીવો હણ્યા હોય. વળી તે જીવોને લાતે માર્યા હોય, ધૂળથી ઢાંક્યા હોય, ભૂમિ સાથે ઘસ્યા હોય, એક જગ્યાએ ભેગા કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, દુઃખ આપ્યું હોય, ડરાવ્યા હોય, સ્વતંત્રપણે ફરતાને પકડીને એક સ્થાનથી બીજા સ્થાને મૂક્યા હોય, સર્વથા હત્યા કરી હોય ઇત્યાદિ જે કાંઈ આવું અજુગતું પાપ મારા આત્માએ કર્યું હોય તે મારું પાપ હે પ્રભુ ! ક્ષમા થજો, માફ કરજો. પોતાના કરાયેલા પાપની ક્ષમા આ જીવ યાચે છે. પસ્તાવો થાય છે. મને જેમ મારો જીવ વહાલો છે તેમ સર્વને પોતાનો જીવ વહાલો છે. આ શરીરમાં નાની સોય અડાડવામાં આવે તો પણ દુઃખ થાય છે તો પોતાના અલ્પ સ્વાદના સુખ ખાતર બીજા જીવોની હત્યા કેમ કરાય ? પશુ-પક્ષીઓ પણ પ્રાણી છે, જીવ છે. તેઓને પણ પોતાનું જીવન વહાલું છે. તેથી તેમની હત્યાથી બનતું જે માંસ હોય તેનો આહાર કેમ કરાય? માંસાહાર એ મહાપાપ છે. એક માણસ બીજા માણસનું ખૂન કરે તો તે ખૂન કરનારા ગુનેગાર Page #27 -------------------------------------------------------------------------- ________________ ગણાય. તેની ધરપકડ થાય, કેસ થાય, ફાંસી આદિની સજા થાય કારણ કે જેનું ખૂન થયું તે પણ આ દુનિયામાં સ્વતંત્ર જીવન જીવવાનું લઈને જભ્યો હતો. તે જીવન ખૂન કરનારાએ છીનવી લીધું માટે તે ખૂની-ગુનેગાર ગણાય છે. તેવી જ રીતે પશુ-પક્ષીઓ-માછલાં વિગેરે પ્રાણીઓ પણ પોતપોતાનું સ્વતંત્ર જીવન જીવવાનું લઈને જન્મ્યાં છે તો પછી તેમનું જીવન આપણાથી કેમ લૂંટી લેવાય ? આ પણ પરાયા જીવનને લૂંટવાનો ગુનો કેમ ન ગણાય ? માટે સરકાર ભલે કદાચ તેને ગુનો ન ગણે પરંતુ કુદરતને ઘેર (કર્મબંધમાં) તો આવા જીવોની પ્રાણહત્યા કરવી એ પણ ગુનો જ છે. માટે આવાં મહાપાપોથી હંમેશાં દૂર રહેવું. સંસારમાં ખાવાપીવાનું બીજું ઘણું દ્રવ્ય છે જ, તો પછી શા માટે આવાં ભયંકર પાપ કરવાં જોઈએ ? માટે માંસાહાર, અભક્ષ્ય-અનંતકાય પદાર્થો આપણે જીવનભર ત્યજી દેવા જોઈએ. ઇરિયાવહિયં સૂત્રથી પાપોની ક્ષમા માગવા છતાં આ આત્માને તે પાપોની ફરીથી શુદ્ધિ કરવા માટે અને વિશેષે શુદ્ધિ કરવા માટે તસ્સઉત્તરી સૂત્ર બોલાય છે. જેમ કપડું એકવાર સુંદર ધોયા પછી તેના ઉપર ઇસ્ત્રી ઘસવામાં આવે છે તે રીતે આ બીજું સૂત્ર બોલાય છે. તે થઈ ગયેલાં પાપોની પુનઃ પુનઃ શુદ્ધિ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, આત્માની નિર્મળતા માટે અને આત્માને શલ્ય રહિત બનાવવા માટે હવે હું કાયોત્સર્ગ કરું છું. શલ્ય એટલે ડંખ, કાંટો. તે ત્રણ પ્રકારના છે. (૧) માયાશલ્ય, (૨) મિથ્યાત્વશલ્ય, (૩) નિયાણશલ્ય. કપટવૃત્તિ તે માયાશલ્ય; કુદેવકુગુરુ અને કુધર્મની શ્રદ્ધા મિથ્યાત્વશલ્ય અને કરેલાં તપાદિ ઘર્મોના ફળમાં સંસારસુખની માંગણી કરવી તે નિયાણશલ્ય. આ ત્રણે શલ્યો અશુભ છે, કર્મ બંધાવનારા છે, આત્માનું અકલ્યાણ કરનારા છે. તેથી તેઓને ત્યજવા માટે અને પાપકર્મોનો નાશ કરવા માટે હું કાઉસગ્ન કરું છું.' * કાયોત્સર્ગ એ શબ્દ સંસ્કૃત છે. તેના પરથી જ પ્રાકૃતમાં “કાઉસગ્ગ” શબ્દ બને છે. કાયાની સમસ્ત ચેષ્ટાનો ત્યાગ તે કાયોત્સર્ગ કહેવાય છે. આપણાથી નાની મોટી કોઈપણ પ્રકારની જીવહિંસા થઈ હોય તેની શુદ્ધિ માટે આત્મા પોતે જ તેના દંડરૂપે “કાયોત્સર્ગ કરે છે. જેમ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ઉદ્ધત વર્તન કરે તો તેને દંડરૂપે ઊભા રાખવામાં આવતા, અંગૂઠા પકડાવવામાં આવતા તે રીતે આ કાયોત્સર્ગ પણ પાપ ફરીથી નહિ કરવા માટે શિક્ષારૂપ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ > અન્નત્થસૂત્ર યાને કાયોત્સર્ગનું વર્ણન કાયાની તમામ ચેષ્ટાઓ બંધ કરી અત્યંત સ્થિર થઈને આત્મચિંતન-મનનમાં લીન થઈ જવું તે કાયોત્સર્ગ કહેવાય છે. આ કાયોત્સર્ગ તે કરેલાં પાપોની શિક્ષારૂપ છે. જૈનદર્શનમાં પૂર્વકૃતકર્મોના નાશ માટે કાયોત્સર્ગ ધ્યાન અને સ્વાધ્યાયાદિને પરમઉપાયરૂપે ગણાવ્યા છે. કાયાની તમામ ચેષ્ટાઓ બંધ કરી એકદમ સ્થિર-ધ્યાનસ્થ થવું છે. પરંતુ શરીરમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે રોકી શકાતી નથી, કુદરતી છે. જેમ કે બગાસું, ઓડકાર, વાછૂટ, ઉધરસ. આવી ચેષ્ટાઓ વખતે શરીરનું સંચાલન થવું શક્ય છે. અને તેમ થવાથી કાયા નહીં જ ચલાવવી” એવી લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય તેવો સંભવ છે. એટલા માટે આવી કુદરતી થનારી ચેષ્ટાઓની કાયોત્સર્ગ કરતાં પહેલા છૂટ લઈ લેવામાં આવે છે. તે છૂટને જૈનશાસ્ત્રોમાં “આગાર' કહેવાય છે. નાની છૂટને લઘુગાર અને મોટી છૂટને મહાઆગાર કહેવાય છે. જેમ કોઈપણ પ્રકારની પ્રતિજ્ઞા લેતાં પહેલા ભાવિના આવનારા આકસ્મિક સંજોગોની છૂટ રાખવામાં આવે છે તેમ કાઉસગ્નમાં ૧૨ લઘુઆગાર અને ૪ મહાઆગારનું આ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેથી લીધેલી કાઉસગ્ગની પ્રતિજ્ઞા ભાંગે નહિ. (૧) ઊંચો શ્વાસ લેવો () નીચો શ્વાસ લેવો (૩) ઉધરસ આવવી (૪) છીંક આવવી (૫) બગાસું આવવું (૬) ઓડકાર આવવો, (૭) વાછૂટ થવી, () ચક્કર આવવા (૯) પિત્તાદિથી મૂછ આવવી (૧૦) શરીરમાં રુધિરાદિ સૂક્ષ્મ અંગોનું ચાલવું (૧૧) સૂક્ષ્મ એવો બડખો-ઘૂંક આવવું. (૧૨) સૂક્ષ્મ એવી દૃષ્ટિ ચાલવી આ બાર નાની છૂટ છે. જે કાઉસગ્ગ કરતા કુદરતી રીતે કદાચ આવી જાય તો પણ કાઉસગ્ગ ભાંગે નહિ. તે માટે પ્રથમથી જ આ સૂત્ર દ્વારા આ બાર આગાર લેવામાં આવે છે. લઘુગાર અને મહાઆગારમાં તફાવત શું? એક જ સ્થાને રહ્યા છતાં જે આગાર સેવાય તે લઘુઆગાર અને ચાલુ કાઉશડ્ઝમાં સ્થાનાન્તર થવું પડે તો પણ કાઉસગ્ગ ભાંગે નહિ તે મહાઆગાર ! એવા મહાઆગાર ૪ છે. (૧) કાઉસગ્ગવાળા સ્થાનની આજુબાજુ પંચેન્દ્રિયાદિ જીવોની હત્યા-છેદન-ભેદન થતું હોય.' (૨) કાઉસગ્ગવાળા સ્થાનમાં આગ લાગે, પાણીનું પૂર આવે તેવા Page #29 -------------------------------------------------------------------------- ________________ કારણે સ્થળાંતર થવું પડે. (૩) કાઉસગ્નવાળા સ્થાનમાં સર્પ-વીંછી-વાઘ સિંહાદિ હિંસક પ્રાણીઓનો ઉપદ્રવ થાય. (૪) કાઉસગ્ગવાળું સ્થાન સ્વામી, શેઠ, રાજા અથવા રાજપુરુષો ખાલી કરાવે તેથી સ્થાનાન્તર થવું પડે. મહાત્મા પુરુષોએ કાયોત્સર્ગમાં આ જીવોને આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય તે માટે કેટલી ચિંતા કરી આત્મકલ્યાણના માર્ગો બતાવ્યા છે. માટે ઉત્તમાત્માઓએ આ જૈનશાસનનો સૂક્ષ્મ અભ્યાસ કરી તેમાં જ તન્મય બનવું એ જ હિતકર પ્રશ્ન : આ કાયોત્સર્ગમાં નવકાર કે લોગસ્સ જ કેમ ગણાય છે ! તે પણ ક્યાંક ચંદેસુ નિમ્મલયરા સુધી. ક્યાંક સાગરવરગંભીરા સુધી. અને ક્યાંક પૂર્ણ એમ શા માટે ? પૂર્વને મહાત્માઓ કાયોત્સર્ગમાં શું ગણતા હશે કે જે લાંબો ટાઈમ કાઉસગ્નમાં રહેતા હતા ? ઉત્તર : કાયોત્સર્ગમાં આત્માને અત્યન્ત સ્થિર કરી આત્માને સ્વરૂપનું ચિંતન કરવાનો મૂળમાર્ગ હતો. યોગી મહાત્માઓ કાઉસગ્નમાં આત્મસ્વરૂપનું ચિંતન કરતા. લોકનું સ્વરૂપ વિચારતા તેના કારણે અમાપ કાલ સુધી કાઉસગ્નમાં રહેતા ! પરંતુ ધર્માનુષ્ઠાન કરનારા સર્વ સાધારણ જીવો આટલું સૂક્ષ્મ ભણેલા ન હોય તેથી આસન્ન ઉપકારી એવા આ વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકર ભગવન્તોની સ્તુતિ કરવારૂપ ચઉવીસ–ો અર્થાત્ લોગસ્સ ગણાય છે. લોગસ્સની સાત ગાથા છે. એકેક ગાથાનાં ચાર ચાર પદો છે. એકેક શ્વાસે શ્વાસે એકેક પદ બોલાય છે. જેથી લોગસ્સનાં ૨૮ પદો હોવાથી ૨૮ શ્વાસોશ્વાસ પેદા થાય છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ આઠ યોગનાં અંગો છે. તેમ શ્વાસને અનુસાર પદોનું ઉચ્ચારણ તે પણ કાઉસગ્નનું એક સ્વરૂપ છે. જે સંવછરી પ્રતિક્રમણનો મોટો કાઉસગ્ગ છે તે ૧૦૦૮ શ્વાસપ્રમાણ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. તથા ‘ચંદેસુ નિમ્મલવરા' સુધી ગણવાથી એક લોગસ્સના ૨૫ શ્વાસ થાય જેથી ૪૦ લોગસ્સના ૨૫ શ્વાસ પ્રમાણે ૧૦૦૦ શ્વાસ થાય. ઉપરાંત ૧ નવકાર ગણવાથી તેના ૮ શ્વાસ સાથે ૧૦૦૮ શ્વાસ થાય. આ માટે લોગસ્સ ચંદ્રેસુ ‘નિમ્મલયરા' સુધી ગણાય છે. ચોમાસી પ્રતિક્રમણનો કાઉસગ્ગ ૫૦૦ શ્વાસનો છે. તેથી ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી ગણતાં ૨૦ લોગ્ડસ ગણવાથી ઉપરોક્ત શ્વાસની સંખ્યા પુરાય છે. પખ્ખી પ્રતિક્રમણનો કાઉસગ્ગ ૩૦૦ શ્વાસનો છે. તેથી શ્વાસની દૃષ્ટિએ ૧૨ લોગસ્સ ગણાય છે. આ પ્રમાણે ‘ચંદ્રેશુ નિમ્મલયરા' સુધીની ગણના શ્વાસની સાથે સંબંધવાળી છે ! વળી જ્યાં ૧૦૮ શ્વાસનો ‘સવારના પ્રતિક્રમણ આદિનો જે કાઉસગ્ગ છે તે કુસ્વપ્નાદિના નિવારણ માટે છે. ત્યાં ‘સાગરવરગંભીરા’ સુધી ગણવાથી ૧ લોગસ્સના ૨૭ શ્વાસ થતાં ૧૦૮ શ્વાસ પુરાય છે. માટે ‘સાગરવરગંભીરા' સુધી ગણાય છે. અને આત્મશાન્તિ માટે દુઃખક્ષયાદિના નિમિત્તે જ્યારે કાઉસગ્ગ કરાય છે ત્યારે શાન્તિ નિમિત્તે હોવાથી પરિપૂર્ણ લોગસ્સ ગણાય છે. લોગસ્સના અનભ્યાસીની સુલભતા ખાતર તેના સ્થાને રૂપક તરીકે નવકા૨થી કાઉસગ્ગ કરાય છે. આ કાયોત્સર્ગ પૂર્ણ થાય ત્યારે કાંઈક વિશેષોચ્ચારણરૂપે ‘નમો અરિહંતાણં' બોલવું જોઈએ અને ત્યારબાદ જ કાયા ચલિત કરવી જોઈએ, કારણ કે અન્નત્થ સૂત્રમાં આવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે. જ્યાં સુધી ‘નમો અરિહંતાણં' કહીને કાઉસગ્ગ પળાય નહીં ત્યાં સુધી કાઉસગ્ગમાં એક જ સ્થાને મૌનપણે અને એક જ ધ્યાને ઊભા રહેવાનું હોય છે. તેથી લઘુશાન્તિ આદિનો આદેશ લેનારી કોઈ વ્યક્તિ શાન્તિ બોલતી હોય ત્યારે વગર પાળે ભૂલો કાઢવા માટે બોલવાની જે ટેવ છે તે ઉચિત નથી. આ માટે જ વડીલ વ્યક્તિ કાઉસગ્ગ પ્રથમ પાળે છે કે જેથી તેઓ બોલનારની ભૂલ સુધારી શકે. બીજાએ બોલવું જોઈએ નહીં. પ્રશ્ન : આ કાયોત્સર્ગમાં કંઈ હલનચલન થાય તો શું દોષ લાગે ? શાસ્ત્રમાં કાઉસગ્ગમાં આવા કેટલા દોષો ગણાવ્યા હશે. ઉત્તર : જો હલનચલન થાય તો કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થવાથી દોષ ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ – લોગસ્સસૂત્ર યાને ચોવીસ ભગવન્તોની સ્તુતિ જંબુદ્રીપના આ ભરતક્ષેત્રમાં ત્રીજા અને ચોથા આરામાં વર્તમાન ચોવીશીમાં થયેલા ‘ઋષભદેવથી મહાવીર સ્વામી' સુધીના ૨૪ તીર્થંકર ભગવન્તોની આ સૂત્રમાં સ્તવના-વંદના કરેલી છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત એમ દશ ક્ષેત્રોમાં ૨૪/૨૪ તીર્થંકર ભગવન્તો થાય છે, જેઓ શાસનની સ્થાપના કરે છે, જ્યાં ચડતો-પડતો કાલ આવે છે તેને ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કહેવાય છે. લાગે . કાઉસગ્ગમાં આવા ૧૯ દોષો લાગે છે જે ત્યજવા જેવા છે. તેનું વર્ણન ચૈત્યવંદનભાષ્ય આદિ ગ્રન્થોમાં કરેલું છે. જે કાળમાં દિવસે દિવસે બુદ્ધિ-આયુષ્ય-શરીરમાન-સુકાળ વિગેરે વધતાં જાય તે કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. અને જે કાળમાં બુદ્ધિ આદિ ઘટતાં જાય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. ભરત-ઐરાવત ક્ષેત્રોમાં જ આવો કાળ હોય છે. આ દશે ક્ષેત્રોમાં ઉત્સર્પિણીમાં વધતા આયુષ્યવાળા અને અવસર્પિણીમાં ઘટતા આયુષ્યવાળા તીર્થંકર ભગવન્તો થાય છે. પ્રશ્ન : ઉત્સર્પિણી, અવસર્પિણી તથા તેના ૬/૬ આરા, તેનું માપ વિગેરે શું છે ? તથા ભરત-ઐરાવત-મહાવિદેહાદિ ક્ષેત્રો ક્યાં આવ્યાં ? ઉત્તર : આ વિષય નવતત્ત્વમાં તથા ક્ષેત્રસંબંધી વિચાર વખતે સમજાવીશું. પ્રશ્ન : અન્ય દર્શનકારો પ્રભુના ૨૪ અવતાર માને છે તેની સાથે આ ૨૪ તીર્થંક૨ ભગવન્તોની માન્યતાને શું કાંઈ સામ્ય ખરું ? : ના. તેઓ જગતમાં થયેલી ધર્મની ગ્લાનિ દૂર કરવા પ્રભુ ફરીફરી જન્મ ધારણ કરે તેમ માને છે પરંતુ તે માન્યતા યુક્તિયુક્ત નથી. પરમાત્મા થયેલા પ્રભુ ફરી જન્મે નહીં અને ફરી જન્મે તે પરમાત્મા પ્રભુ કહેવાય નહીં. વળી આ ચોવીશ તીર્થંકર ભગવન્તો આપણી જેમ સંસારમાં ફરતા જીવો જ હતા. તેઓએ પોતાના સંસારીભવોમાં દાનાદિ અને તપાદિ ઉત્તમ ધર્માનુષ્ઠાનો સેવ્યાં. પરોપકાર કરવાની મહત્તમ ભાવના ૩૦ પ્રશ્ન Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ભાવી. એટલે તીર્થંકરનામકર્મ બાંધી અંતિમ મનુષ્યભવ પ્રાપ્ત કરી તીર્થંકર થયા. પૂર્વભવોમાં સેવેલી પરોપકારી ભાવના વડે ધર્મતીર્થની સ્થાપના કરી ધર્મોપદેશ આપ્યો. સંસાર તરવાનો સાચો માર્ગ બતાવ્યો. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા તે ફરી કદાપિ સંસારમાં આવતા નથી. : દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થંકર ભગવન્તો જ થાય ! આવું કેમ ? ઉત્તર : આવું મહાન પુણ્ય ઉપાર્જન કરનારા અને આખા જગતને તારવાની વિશાળ કરુણાવાળા જીવો ઘણા અલ્પ જ હોય છે. અને તે પણ ભરત-ઐરાવતમાં આટલાં જ હોય છે. કદાચ વધુ જીવો આવા પુણ્યશાળી હોય તો તે મહાવિદેહમાં તીર્થંકર થાય છે. અહીં કેટલાક લોકો એવી યુક્તિ આપે છે કે એક ઉત્સર્પિણી એક અવસર્પિણી કાળમાં ચોવીસ વાર ઉચ્ચગ્રહો અને નક્ષત્રાદિનો યોગ આવે છે. માટે ૨૪ જ તીર્થંકર ભગવન્તો જન્મે છે. કદાચ આ યુક્તિ સત્ય હોય તો તે તે વિષયના જ્ઞાની મહાત્માઓ જાણે. જૈનોના આ તીર્થંકર પરમાત્માઓ ગયા ભવોથી જ ધર્માભિમુખ હોય છે, તીવ્ર પુણ્યશાળી હોય છે. માતાના ગર્ભમાં આવે ત્યારે પણ તેમની માતા ઉત્તમ ૧૪ મહાસ્વપ્નો જુએ છે. તેઓનાં ઘરોમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય છે. જન્મસમયાદિ વિશિષ્ટ પ્રસંગોમાં દેવ-દેવીઓનું વારંવાર આગમન-નમન-સ્તવન હોય છે. તેમના જીવનના મુખ્ય પાંચ પ્રસંગો જગતના જીવોને સુખ આપનાર, કલ્યાણ કરનાર હોય છે માટે કલ્યાણક કહેવાય છે. (૧) ચ્યવન (ગર્ભમાં આવવું) (૨) જન્મ (૩) દીક્ષા (૪) કેવળજ્ઞાન અને (૫) નિર્વાણ (મોક્ષપ્રાપ્તિ) કોઈના પણ ઉપર રાગદ્વેષ-ક્લેશ-કંકાસ કરતા નથી. યોગી આધ્યાત્મિક-વૈરાગી જીવન જીવનારા હોય છે. સંસારની અને રાજ્યોની ખટપટોમાં અટ્ટાપટ્ટા ખેલવાથી દૂર હોય છે. તપ-ધ્યાનાદિથી કર્મો ખપાવી, ઉપસર્ગો-પરિષહો સહન કરી કેવળજ્ઞાન મેળવી સ્વયં સર્વજ્ઞ થનારા હોય છે. આવા ચોવીસે ભગવન્તો જરા અને મેલનો નાશ કરનારાને મેં આ સૂત્ર ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ વડે સ્તવ્યા. તેઓ ચંદ્ર કરતાં વધુ શીતળ છે. સૂર્ય કરતાં વધુ અધિક જ્ઞાન પ્રકાશ ફેલાવનારા છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મને (મારા આત્માથી ભાવિમાં મળનારી) ઉત્તમ સમાધિ, સમ્યકત્વ અને સમાધિમરણમાં નિમિત્તરૂપે સહાયક હોજો. આવા સાચા તારક મહાત્માઓનું શરણું મળવું જ મહાદુર્લભ છે તેથી હું વારંવાર તેઓની સ્તવના કરું છું. > કરેમિભતસૂત્ર યાને સામાયિક લેવાનું સૂત્ર : તીર્થકર ભગવન્તોએ મોક્ષે જવા માટેનો “સમ્યગદર્શન - જ્ઞાન અને ચારિત્રરૂપ માર્ગ બતાવેલો છે. પૂ. ઉમાસ્વાલીજી મહારાજે તત્ત્વાર્થના પ્રથમ સૂત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. ચારિત્રના ભેદોમાં સૌ પ્રથમ ભેદ “સામાયિક' છે. સમતાભાવ-પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે, જેમાં આત્મા હળવાશ અનુભવે છે. ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છતાં રાગ ન કરે અને અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છતાં વેષ ન કરે. સમતોલ મનોવૃત્તિ રાખે તેવું જીવન તે સામાયિક કહેવાય છે. સાધુ-સાધ્વીજી ભગવન્તોને દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ જીવે ત્યાં સુધી સામાયિક વ્રત છે. પરંતુ ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ પોતાના ઘરના વ્યાવસાયિક પ્રવૃત્તિ આદિમાંથી નિવૃત્ત થઈને અલ્પ સમય માટે સંસારવ્યવહાર છોડી સાધુના જેવું આચરણવાળું જે જીવન જીવે તેને સામાયિક કહેવાય છે. આ સૂત્ર સામાયિક લેવામાં પચ્ચખાણરૂપ સૂત્ર છે. તીર્થકર ભગવન્તો જ્યારે દીક્ષા લે છે ત્યારે અંતે પદ વિના આ જ સૂત્ર બોલે છે. એટલે પ્રભુમુખે બોલાયેલું આ સૂત્ર છે. “હે પ્રભુ ! હું સામાયિક કરું છું. પાપવાળા સર્વ વ્યાપારોનો હું ત્યાગ કરું છું. જ્યાં સુધી આ સામાયિકના નિયમને સેવીશ ત્યાં સુધી મનથી, વચનથી અને કાયાથી પાપ કરીશ નહીં અને કરાવીશ નહિ. તેથી હે પ્રભુ ! મેં ભૂતકાળમાં કરેલા પાપનું હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું. વિશેષ નિન્દા કરું છું. અને હવેથી આવાં પાપોથી મારા આત્માને વોસિરાવું છું. (અર્થાત્ દૂર કરું છું.' અવશ્ય કરવાલાયક કાર્યોને “આવશ્યક' કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં ૬ આવશ્યક પ્રસિદ્ધ છે તે છએ આવશ્યકો આ સૂત્રમાં ગર્ભિત રીતે ગૂંથેલા છે. ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧) સામાયિક (૨) ચવિસત્થી (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચખાણ. “કરેમિ ભંતે' સૂત્રમાં “કરેમિ સામાઈયં આ પદમાં પ્રથમ સામાયિક આવશ્યક છે. તથા કરેમિ પાસેના ભંતે પદમાં બીજું ચઉવીસત્યો આવશ્યક છે. તથા તસ્મ પદની પાસે આવેલા ભંતે પદમાં વંદન આવશ્યક છે. પડિકનમામિ' પદમાં ચોથું પ્રતિક્રમણ આવશ્યક છે. “અપ્પાણે વોસિરામિ” આ પદમાં કાઉસગ્ગ આવશ્યક છે તથા “સાવજ્જ જોગ પચ્ચક્ખામિ' એ પદમાં પચ્ચખાણ આવશ્યક છે. આ સૂત્ર દ્વારા સંસારના સર્વ સાવદ્યભાવોનાં જીવ પચ્ચખાણ કરે છે. ત્યાગ એ જ મહાન ધર્મ છે. જૈન અને જૈનેતરમાં આ જ વિશેષતા છે. જૈનોની દૃષ્ટિ ત્યાગ તરફ જ હોય છે. દા. ત. જૈનોના પર્વે પજુસણ, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આવે ત્યારે કોઈ સામાયિક કરે, કોઈ પૌષધ કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ ઘીના ચડાવા બોલી ધન ખર્ચે, પરંતુ કંઈ ને કંઈ તજે. જ્યારે જૈનેતરોનાં પર્વો રામનવમી, જન્માષ્ટમી કે મહાશિવરાત્રી આવે ત્યારે લોકો મંદિરે દર્શન કરવા જાય પરંતુ દર્શન કર્યા પછી જાણે મેળામાં ગયા હોય તેમ ભોગોના આનંદ-ચમન કરે. જૈનોમાં ભોગોના ત્યાગની સંસ્કૃતિ ગળથૂથીથી આવેલી છે. એટલે જ આવા સંસ્કારોનું આ આર્યકુળ મળવું અતિદુષ્કર છે. > સામાઈયવયજુત્તો યાને સામાયિક પાળવાનું સૂત્ર : સામાયિકનો સમય ૪૮ મિનિટ, તે પૂર્ણ થયા પછી તેને પાળવાની વિધિ છે. દીર્ઘદૃષ્ટિવાળા જૈનાચાર્ય મહાત્માઓએ આ સંસારી જીવને સંસારમાંથી બચાવવા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે તે તેની વિધિ જાણવાથી સમજાય છે. સામાયિક લેતી અને પાળતી વખતે પ્રથમ નાનામોટા જીવોની વિરાધનાથી લાગેલા પાપને દૂર કરવા ઇરિયાવહિયે આદિ સૂત્રો બોલાય છે. મુહપત્તિના પડિલેહણાદિની વિધિ બાદ શિષ્ય અને ગુરુ વચ્ચે કેવા વિનીતભાવદર્શક પ્રશ્નો અને ઉત્તરો કરાય છે તેની આપણે કાંઈક સમાલોચના કરીએ. દરેક પ્રશ્ન વચ્ચે એકેક ખમાસમણ સમજવું. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાઉ ? હે ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ ! મને સામાયિક લેવાની આજ્ઞા આપો ! ગુરુ : સંદિસાહેહ = તમે સામાયિક લો. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક ઠાઉ - હે ભગવાન, હું સામાયિકમાં સ્થિર થાઉં. ગુરુ : ઠાએહ - તમે સામાયિકમાં સ્થિર થાઓ. શિષ્ય : નવકાર ગણી ઇચ્છાકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી - હે ભગવાન ! મારા ઉપર કૃપા કરી આપશ્રી સામાયિકનું પચ્ચખાણ સૂત્ર કહો. ગુરુ : “કરેમિ ભંતે સૂત્ર” કહીને સામાયિકવ્રત આપે (સામાયિક ઉચ્ચરાવે). શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણે સંદિસાહુ - હે ભગવાન, બેસવાની રજા આપો. ગુરુ : સંદિસાહેહ = તમને બેસવાની રજા છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉ ? હે ભગવાનું હું બેસીને સ્થિર થાઉ ? ગુરઃ તમે બેસીને સ્થિર થાઓ. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સક્ઝાય સંદિસાઉ ? હે ભગવાન્ મને સ્વાધ્યાય કરવાની રજા આપો. ગુરુ : “સંદિસાહેહ - તમને સ્વાધ્યાય કરવાની રજા અપાય છે, એમ ઉત્તર આપે છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સક્ઝાય કરું? હે ભગવાન, હું સ્વાધ્યાય કરું ? ગુરુ : “કરેહ' - તમે સ્વાધ્યાય કરો એવો ઉત્તર આપે છે. કેવા સુંદર પ્રશ્નો છે ? કેવા સુંદર ઉત્તરો છે? આવી વિવેકભરી વાણી શું બીજે ક્યાંય જોવા મળશે ? ગુરુજી પણ કેવા નિર્દોષ ! શિષ્યો ધર્મકાર્યોમાં કેમ જોડાય અને લાભ કેમ થાય એવી જ એક દૃષ્ટિ ! નહિ કોઈ દબાણ, નહિ કોઈ ફરજ પાડવાની, સામાયિક પાળતી વખતે આના કાનમાં પણ વધારે ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ સુમધુર પ્રશ્નોત્તરી છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંસિહ ભગવાન ? - સામાયિક પાળું ? હે ભગવાન, હું સામાયિક પાળું? ગુરુજી: “પુત્રવિ કાયમ્ - પુનઃ અપિ કર્તવ્યમ્ આ સામાયિક ફરી ફરી કરવા જેવું છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સામાયિક પાળ્યું ! હે ભગવાન, મેં સામાયિક પાળ્યું. ગુરુજી : આયારો ન મોતવ્યો “આચારઃ ન મોક્તવ્ય આ સદાચાર મૂકવા જેવો નથી. ગુરુજીના આવા મીઠા બોલોનો શિષ્ય પણ કેવો પ્રત્યુત્તર આપે છે ? પ્રથમ બોલમાં “યથાશક્તિ - મારી શક્તિ પ્રમાણે હું ફરીથી પણ સામાયિક કરીશ અને બીજા બોલમાં “તહત્તિ' - તેમજ, અર્થાત્ ઘેર જવા છતાં આ સદાચાર મૂકીશ નહિ. જૈનોમાં “મુહપત્તી' એ જીવરક્ષાનું મુખ્ય અંગ છે. શરીરની અંદરનો વાયુ અચિત છે અને શરીરની બહારનો વાયુ સચિત છે. આ વિજાતીય વાયુના સંઘર્ષથી જગતના સચિત વાયુના જીવો ન હણાય, તેટલા માટે મુખ આગળ મુહપત્તી રાખીને બોલવાનો વ્યવહાર છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં મુખ આગળ બાંધીને બોલવાનો વ્યવહાર છે. સામાયિક પાળતી વખતે “સામાઈય વયજુરો' સૂત્ર બોલીને આત્મભાન કરાવવામાં આવે છે કે આ સામાયિકવ્રતવાળો જીવ જ્યાં સુધી મનને નિયમબદ્ધ રાખે છે, ત્યાં સુધી તેના અશુભ કર્મો છેદાય છે. આ સામાયિક વ્રતમાં રહેલો જીવ અલ્પકાળ સાધુજીવ જેવો જ છે. આ કારણથી બહુવાર સામાયિક કરવું જોઈએ. આ સામાયિકમાં મન, વચન અને કાયાથી અયોગ્ય વર્તન કરાયું હોય તેને દોષ કહેવાય છે. તેવા ૩૨ દોષો છે. મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ એમ ૩ર દોષો ન લાગે તે રીતે સામાયિક કરવું જોઈએ, જેથી આત્મા સમભાવમાં આવે. બત્રીસ દોષો અન્ય ગ્રન્થોથી સમજી લેવા. ૩પ Page #37 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ જિનેશ્વર ભગવન્તોએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતના જીવોને નવ તત્ત્વ અને છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. નવ તત્ત્વોમાં મુખ્યપણે બે તત્ત્વો છે : (૧) જીવ અને (૨) અજીવ. જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. જેનામાં જ્ઞાન-ચૈતન્ય ન હોય તે અજીવ કહેવાય છે. આ શરીરમાં જ્ઞાનવાન એવો એક આત્મા છે. આ આત્મા અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. આ સંસારમાં આવા અનંત આત્માઓ છે. આત્મા એ સ્વતંત્ર જ્ઞાનવાન પદાર્થ છે. આ આત્મા કોઈ ઈશ્વરે બનાવ્યો નથી તેમજ પાંચ ભૂતોમાંથી બનેલો નથી અને ભૂતોમાં ભળી જતો નથી. કેટલાક દર્શનકારો એમ માને છે કે જેમ સ્વિચ દબાવવાથી દીવો પ્રગટ થાય છે અને સ્વિચ બંધ કરવાથી દીવો બુઝાઈ જાય છે તેની જેમ ભૂતોમાંથી જ આત્મા પ્રગટ થાય છે અને ભૂતોમાં જ આત્મા સમાઈ જાય છે. તેઓએ કહ્યું છે કે, યાવત્ જીવેત્ સુખ જીત, ઋણે કૃત્વા ધૃતં પિબેત્ | ભસ્મી ભૂતસ્ય દેહસ્ય, પુનરાગમન કુતઃ | જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખે જીવવું, દેવું કરીને પણ ઘી પીવું, અર્થાત લહેર કરવી. આ શરીર બળી ગયા પછી ફરી પાછા અહીં ક્યાં આવવાનું છે? પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે જો આગળપાછળ ભવો ન હોય તો કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા, કોઈ રંક, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, ઈત્યાદિ ભેદો કેમ ઘટે ? વળી આ ભવમાં ધર્મ કરીએ કે પાપ કરીએ પરંતુ મર્યા પછી જો જિંદગી જ ન હોય તો કોઈ ઘર્મ કરે જ શું કરવા ? માટે ઉપરોક્ત વાત બરાબર નથી. આ જીવ દેહવ્યાપી છે. તેને જેવડો દેહ મળે છે તેટલામાં વ્યાપીને રહે છે. કીડી જેવડું શરીર મળે ત્યારે કીડીમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવડું શરીર મળે ત્યારે હાથી જેવડો વિસ્તૃત થઈને રહે છે. દીવાના પ્રકાશની જેમ Page #38 -------------------------------------------------------------------------- ________________ સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળો છે. આ જીવોના પાંચ ભેદ છે : (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય (૪) ચરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. આપણા શરીરમાં ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ જ્ઞાનપ્રાપ્તિ કરાવતી હોવાથી ઇન્દ્રિયો કહેવાય છે. જે જીવોને ફક્ત એક ચામડી જ ઇન્દ્રિય છે તેઓ એકેન્દ્રિય કહેવાય છે. તેઓનું બીજું નામ સ્થાવર કહેવાય છે. ગમે તેવા દુ:ખસુખના પ્રસંગોમાં આ જીવો સ્થિર રહે છે માટે સ્થાવર કહેવાય છે. સ્થાવરના પાંચ ભેદો છે. પૃથ્વીકાય- અપકાય- તેઉકાય- વાઉકાય અને વનસ્પતિકાય. માટી-પથ્થર- રેતી- કાંકરા-સોનું- રૂપું વિગેરે પૃથ્વીકાય / પાણીના જીવો તે અપકાય / આગના જીવો તે તેઉકાય / પવનના જીવો તે વાઉકાય / ઝાડ, પાન, ફૂલ-ફળ વિગેરે વનસ્પતિકાય / આ પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવ છે. જીવને જીવવા માટે આહાર, પાણી અને પવનની જરૂર પડે છે. ઝાડપાન-ફૂલ- ફળ પણ ખાતર-પાણી અને હવા આપો તો જ લીલાં રહે છે. તેથી સાબિત થાય છે કે તેમાં જીવ છે. વાયુ સ્વયં ગમનાગમન કરે છે. અગ્નિ ઇંધણથી વધે છે. આ યુક્તિઓથી પાંચેમાં જીવ છે. ચામડી અને જીભ એમ બેઇન્દ્રિયો જેને હોય તેને બેઇન્દ્રિય કહેવાય છે. જેમ કે શંખ-કોડા-ગંડોલા-અળસિયા વિગેરે. ચામડી-જીભ-નાક એમ ત્રણ ઇન્દ્રિયોવાળા જે જીવો તેઇન્દ્રિય જેમ કે કીડી, જુ, લીખ, મંકોડા, મચ્છર, માંકડ, કાનખજુરા, ઊધઈ વિગેરે. ચામડી, જીભ, નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયો જેઓને હોય તે ચરિન્દ્રિય; જેમકે વીંછી, ભમરા, ભમરી, બગાઈ, તીડ વગેરે. આ બે-ઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરિન્દ્રિયનું ભેગું નામ વિકલેન્દ્રિય - જેમ વિકલાંગ - ઓછા અંગવાળો તેમ વિલેન્દ્રિય જે ઓછી ઇન્દ્રિયવાળા. પાંચ પાંચ પૂરેપૂરી ઇન્દ્રિયો જેમને હોય તે પંચેન્દ્રિય - જેમ દેવતા નારકી - તિર્યંચો અને મનુષ્ય / - ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચો એટલે પશુપક્ષીઓ તિચ્છ ચાલે એટલે ઓછી બુદ્ધિવાળા હોય ગમે ત્યાં આહાર-વિહાર કરે તે તિર્યંચો. આપણે બધા મનુષ્ય તિર્યંચો અને મનુષ્યો આ પૃથ્વી ઉપર વસે છે. નારકીઓ નીચે છે અને દેવતાઓ ઉપર છે. અહીં પ્રશ્ન થશે કે નારકી અને દેવતા હશે તેની શું ખાતરી ? તેનો ઉત્તર આ પ્રમાણે છે. કોઈ એક માણસે એક વ્યક્તિનું ખૂન કર્યું. કેસ ચાલ્યો, ખૂનનો ગુનો સાબિત થયો તો ખૂન કરનારને શું સજા થાય? ઉત્તર ફાંસીની | બીજા એક માણસે પચ્ચીસ માણસોનાં ખૂન કર્યા અને કોઈ માણસે બોંબાદિ ઘાતક શસ્ત્રોથી લાખ માણસોનાં મૃત્યુ કર્યા અને તે પકડાય ગુનો સાબિત થાય તો શું સજા થાય ? ઉત્તર ફાંસી જ. હવે ૧ ખૂન કરનાર, ૨૫ ખૂન કરનાર કે લાખો ખૂન કરનારાઓનો ગુનો સરખો નથી. છતાં સજા સરખી કેમ? આપણી પાસે સજાનું પરિમિતપણું છે. માટે જ વધુ ગુનો કરનારને વધુ પાપનું ફળ ભોગવવાનું કોઈ સ્થાન ન્યાયની રીતિએ હોવું જોઈએ. તે જ નરક ! તેવી જ રીતિએ કોઈએ કોઈનો ઉપકાર કર્યો તો ઉપકાર પામનારી વ્યક્તિ ઉપકાર કરનારા ઉપર ખુશ થઈ જાય તો વધુમાં વધુ રાજ્ય આપી શકે. પરંતુ ૨૫-૫૦-૧૦૦ કે લાખો માણસોનો જેણે ઉપકાર કર્યો તેને આ લોકમાં વધુ ફળ શું મળે? માટે જ ન્યાય પ્રમાણે વધુ ફળ ભોગવવાનું કોઈ સ્થાન હોવું જોઈએ તે જ દેવલોક. કોઈપણ ગતિના જીવો મરીને કોઈપણ ગતિમાં જઈ શકે છે. એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયાદિમાં પણ અવાય છે અને પંચેન્દ્રિયાદિમાંથી એકેન્દ્રિયાદિમાં પણ જવાય છે. એકેન્દ્રિયોમાં પૃથ્વી-અપ-તેજો અને વાયુના જીવો એકેક શરીરમાં એકેક હોય છે. પરંતુ વનસ્પતિકાયમાં કેટલીક વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ હોય છે; જેમ કે ભીંડા, કાકડી, તુવેર, કેળાં, પપૈયાં, સફરજન વિગેરે - તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે અને કેટલીક વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવો પણ હોય છે; જેમ કે બટાકા, ડુંગળી, લસણ, ગાજર વિગેરે - તેને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમ દવાખાનામાં સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ હોય છે, તેમ આ બે ભેદો છે. સાધારણ વનસ્પતિકાયનું બીજું નામ નિગોદ-કંદમૂળ અને અનંતકાય પણ કહેવાય છે. તે બધા સૂક્ષ્મ અને બાદર એ ભેદોવાળા છે. આંખે ન દેખી શકાય તે સૂક્ષ્મ અને આંખે ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ દેખી શકાય તે બાદર. આ દરેક જીવો પોતાના ભવના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે છે. જેમ કે ૧૦૦ વર્ષનું આયુષ્ય હોય તો ૬૭થી ૧૦૦માં પરભવનું આયુષ્ય બંધાય છે. અને ૬૦ વર્ષનું આયુષ્ય હોય તો ૪૦થી ૬૦ માં પરભવનું આયુષ્ય બંધાય છે. અહીં એવો પ્રશ્ન થશે કે તો પછી બે ભાગનું આયુષ્ય ચાલતું હોય ત્યારે તો નિશ્ચિત થઈને રહેવાયને ? ત્રીજા ભાગમાં આવીશું ત્યારે ધર્મ કરીશું. આનો ઉત્તર એ છે કે આપણું આયુષ્ય કેટલું છે? તેની કોઈને ખબર નથી. આજનો જ દિવસ ત્રીજા ભાગનો નહીં હોય તેની શું ખાતરી ? માટે સદાય ત્રીજા ભાગમાં જ છીએ એમ માનીને ચાલવું જોઈએ. ૨૦-૨૫ વર્ષના યુવાન ભાઈઓ અને બાળકો પણ મૃત્યુ પામતા નજરે દેખાય તેથી કાયમ સજાગ જ રહેવું જોઈએ. એટલા માટે જ ૨-૫-૮-૧૧-૧૪ તિથિઓ ગોઠવી છે કે આઠમને આરાધનાર સાતમથી જ વિશુદ્ધ વિચારોવાળો બને છે. અને આઠમે આરાધન કરે એટલે વિશુદ્ધ બને, નોમના દિવસે કાલે મારે તપ હતું એમ અનુમોદનથી વિશુદ્ધ બને ત્યાં દસમમાં સામે અગિયારસ દેખાય. આ રીતે કાયમ શુદ્ધિવાળો જ રહે. ગમે ત્યારે આયુષ્ય બંધાય તો સારું જ બંધાય. આ જીવ મરીને પરભવમાં વધુમાં વધુ ૩ સમયમાં પહોંચી જાય છે. પરભવનું સ્થાન ચાર દિશા, ઊર્ધ્વ અને અધો એમ છ દિશામાં લેવલમાં આવતું હોય તો એક જ સમયમાં પહોંચે છે. ઉત્પત્તિસ્થાન ખૂણામાં હોય તો બે સમયમાં પહોંચે છે. અને ઉત્પત્તિસ્થાન ખૂણામાં પણ ઉપર-નીચે હોય તો ત્રણ સમયમાં પહોંચે છે. અહીં તો હજુ આ જીવ મર્યો છે કે નહીં તેની પણ ખબર હોતી નથી ત્યાં ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે. સમય એટલે શું ? સમય એટલે ઝીણામાં ઝીણો કાળ. જેના બે ભાગ ન થાય તેવો સૂક્ષ્મકાળ, આંખ મીચીને ખોલીએ તેમાં અસંખ્યાત સમયો થાય છે. જેમ કે એક પ્લેન કલાકના ૧૨૦૦ માઈલની ઝડપથી ચાલતું હોય તો ૨૦ માઈલ જતાં ૧ મિનિટ થઈ તેને ૧ માઈલ જતાં ૩ સેકંડ થઈ. પરંતુ માઈલના વાર, ફૂટ, ઈચ અને દોરાવા ક્ષેત્ર કરીએ તો સેકંડના પણ ઘણા ભાગ થઈ શકે છે. ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ એક મીટર મલમલ ફાડતાં બે સેકંડ થાય પરંતુ તેમાં એક પછી એક તાર તૂટે છે. તેથી તેમાંના એકેક તારને તૂટતા સેકંડનો કેટલામો ભાગ કાળ થાય છે. આ પ્રમાણે કાળના ભાગ થઈ શકે છે. તેવી રીતે ક્ષેત્રના પણ ભાગ થાય છે. નાના લેડીઝ ઘડિયાળમાં કલાકનો કાંટો બાર ઉપરથી એક ઉપર આવે તેમાં ૬૦ x ૬૦ બરાબર ૩૬૦૦ સેકંડ થાય છે ? ત્યાં એકેક સેકંડે કલાકનો કાંટો કેટલો-કેટલો ખસ્યો ? તે વિચારીએ તો ૧૨થી ૧ વચ્ચેના ક્ષેત્રના કેટલા ટુકડા થાય. માટે અતિશય સૂક્ષ્મકાળ તે સમય, વધુમાં વધુ ત્રણ સમયમાં જીવ પરભવમાં પહોંચે છે. પરભવમાં જ્યારે જાય ત્યારે આ ઔદારિક શરીર તજીને જાય છે. પરંતુ તેજસ-કાર્પણ સાથે લઈને જાય છે. તૈજસ એટલે ગરમી અને કાશ્મણ એટલે L. પરભવમાં ગયા પછી તૈજસ-કાશ્મણની મદદથી પ્રથમ આહાર લે છે. પછી તેમાં શ્વાસ લેવાની ભાષા બોલવાની અને મનન કરવાની શક્તિ પ્રાપ્ત પછી તેમાંથી શરીર અને ઈન્દ્રિયોજી રચના કરે છે. આ છ ને છ પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એટલે શક્તિ. આ છ શક્તિઓ જીવ પ્રથમ આવીને જ મેળવે છે. પછી પોષણ મળતાં ગર્ભની વૃદ્ધિ થાય છે. માટે ચાર-છ મહિનાનો ગર્ભ બન્યા પછી જીવ આવે છે તે વાત ખોટી છે. આ રીતે જીવ સંબંધી કેટલીક વાતો કરી જીવ તત્ત્વ પૂરું કર્યું. હવે જેનામાં ચેતના ના હોય તે અજીવ કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ. ' જેમ માછલાને તરવામાં સહાયક જલ, પક્ષીને ઊડવામાં પવન, મનુષ્યોને લખવા-વાંચવામાં પ્રકાશ તેમ જીવ-અજીવને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિક્યા છે. તથા તપતા મનુષ્યોને ઊભા રહેવામાં જેમ વૃક્ષોની છાયા સહાયક છે, તેમ ઊભા રહેવામાં અધર્માસ્તિકાય સહાયક છે. આ બન્ને દ્રવ્યો માત્ર લોકવ્યાપી છે અને જૈનો જ માને છે. અન્ય દર્શનકારો આ બે દ્રવ્યો માનતા નથી. જીવ-અજીવને જગ્યા આપનાર આકાશાસ્તિકાય છે. આ દ્રવ્ય લોક-અલોક બમાં વ્યાપ્ત છે. આ ત્રણે દ્રવ્યો અરૂપી છે. સૂક્ષ્મ છે. અદશ્ય છે. જો ધર્માસ્તિકાય ગતિસહાયક ન હોય તો સિદ્ધમાં ગયેલા જીવો સિદ્ધશિલા ઉપર જઈને અટકી કેમ ગયાં ? કહેવું જ પડશે કે આગળ ધર્માસ્તિકાય નથી. માટે ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે દ્રવ્યો આ રીતે સહાયક છે એમ માનવું જોઈએ. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યો સંખ્યામાં દ્રવ્યથી એક જ છે. ક્ષેત્રથી પ્રથમનાં બે દ્રવ્યો લોકમાં વ્યાપ્ત છે. અને આકાશ લોક અને અલોક એમ બંનેમાં વ્યાપ્ત છે. કાળથી અનાદિ-અનંત છે. ભાવથી વર્ણ-ગંધ-૨સ સ્પર્શ વિનાના અરૂપી છે. ગુણથી પહેલું દ્રવ્ય ગતિસહાયક, બીજું દ્રવ્ય સ્થિતિસહાયક, ત્રીજું દ્રવ્ય અવગાહસહાયક છે. હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ જે પુદ્ગલાસ્તિકાય છે તેનો વિચાર કરીએ. પુદ્ એટલે પુરણ અને ગલ એટલે ગલન છે જેમાં તે પુદ્ગલ કહેવાય છે. અર્થાત્ જેમાં અણુઓ આવે અને વિખેરાય, વધઘટ થાય તે પુદ્ગલ દ્રવ્ય છે. આ પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. સમસ્ત લોકમાં છે. અલોકમાં ધર્માસ્તિકાયની સહાય ન હોવાથી પુદ્ગલોનું ગમનાગમન નથી માટે અલોકમાં પુદ્ગલો નથી. કોઈપણ આખી વસ્તુ હોય તેને અંધ કહેવાય છે. જેમ કે ખુરશી, ટેબલ, પુસ્તક વિગેરે, આખી વસ્તુની સાથે જોઈન્ટ એવો વસ્તુનો એક ભાગ તે દેશ કહેવાય છે. જેમ કે ખુરશીમાં જોઈન્ટ તેનો પાયો, ટેબલનો કોઈ પણ એક ભાગ, પુસ્તકમાંનું કોઈ પણ એક પાનું વિગેરે, આ દેશ જો સ્કંધથી છૂટો પડે તો તે સ્કંધ બને છે. કારણ કે સ્વતંત્ર દ્રવ્ય બન્યું છે. સ્કંધની સાથે જોડાયેલો અત્યન્ત છેલ્લી કોટીનો જે ભાગ જેના બે ભાગ ન થઈ શકે તેવો નિર્વિભાજ્ય જે ભાગ તે પ્રદેશ કહેવાય છે. આ જ પ્રદેશ જ્યારે સંધથી છૂટો પડે છે ત્યારે પરમાણુ કહેવાય છે. પ્રદેશ અને ૫૨માણુ બંને કદમાં તદ્દન સરખા હોય છે. પરંતુ એક સ્કંધની સાથે જોઈન્ટ હોય છે અને એક સ્કંધથી છૂટો હોય છે. બંને નિર્વિભાજ્ય હોય છે. આ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ કુલ ચાર ભેદો છે. આ પુદ્ગલાસ્તિકાયમાં આઠ વર્ગણા આવે છે. વર્ગણા એટલે પુદ્ગલોનો જથ્થો, પિંડ. તે આઠનાં નામ આ પ્રમાણે છે. (૧) ઔદારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોશ્વાસ વર્ગણા (૭) મન વર્ગણા (૮) કાર્મણ વર્ગણા. એક પછીની એક વર્ગણા ઘણા ઘણા પરમાણુઓની બનેલી છે, વધારે સૂક્ષ્મ છે. (૧) મનુષ્ય-તિર્યંચોનું જે શરીર તે ઔદારિક શરી૨, તે શરીર બનાવવામાં જે કામ આવે એવાં પુદ્ગલો તે ઔદારિક વર્ગણા. ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨) દેવતા-નારકીઓનું જે શરીર તે વૈક્રિય શરીર. તે શરીર બનાવવા માટે જે પુદ્ગલો કામ આવે તેને વૈક્રિય વર્ગણા કહેવાય છે. (મનુષ્ય-તિર્યંચોના પણ વૈક્રિય શરીરમાં આ વર્ગણા કામ આવે છે.) (૩) ચૌદ પૂર્વધર મહાત્મા સાધુ ભગવન્તો સીમંધરસ્વામી આદિને પ્રશ્નો પૂછવા માટે. મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટે જે શરીર બનાવે તે આહારક શરીર, આ શરીર બનાવવા માટેનાં જે પુદ્ગલો તે આહારક વર્ગણા કહેવાય છે. (૪) જમેલા આહારને પચાવે તે તેજસ શરીર અથવા તેજોલશ્યા કે શીતલેશ્યા રૂપે થતું જે શરીર તે તેજસ શરીર, તે બનાવવા માટેના જે પુદ્ગલો તે તેજસ વર્ગણા. (૫) શ્વાસ લેવા-મૂકવા માટે વપરાતા જે પુદ્ગલો તે શ્વાસોશ્વાસ વર્ગણા. (૬) ભાષારૂપે વપરાતા અને મુકાતા જે પુદ્ગલો તે ભાષા વર્ગણા. (૭) મનરૂપે ચિંતન-મનનમાં વપરાતા જે પુદ્ગલો તે મનવર્ગણા. (૮) સમયે સમયે કર્મસ્વરૂપે બંધાતા જે પુદ્ગલો તે કાર્મણ વર્ગણા. આ આઠ વર્ગણાઓમાં ઔદારિક વર્ગણામાં અનંત પ્રદેશો છે તેના કરતાં વૈક્રિય વર્ગણામાં અધિક પ્રદેશો, આહા૨ક વર્ગણામાં અધિક પ્રદેશો એમ પછી પછીની વર્ગણામાં અધિક-અધિક પ્રદેશો છે અને કદ નાનું નાનું છે. જેમ ઊભરો આવેલું દૂધ આખી તપેલીમાં ઓછું હોવા છતાં વ્યાપે અને પાણી નાંખો ત્યારે ૫૨માણુઓ વધે. પરંતુ તપેલી અડધી થાય તેમ વર્ગણાઓમાં પણ સમજવું. આ આઠ વર્ગણાઓમાં પ્રથમની ચાર વર્ગણાઓ સ્થૂલ છે. આંખે દેખાય છે. બાદર પરિણામી છે અને પાછળની ચાર વર્ગણાઓ સૂક્ષ્મ છે. આંખે ના દેખાય તેવી છે. સૂક્ષ્મ પરિણામી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ તેથી રૂપી છે. આ પુદ્ગલાસ્તિકાય આપણને આહાર, પાણી, ઔષધ, વસવાટ, વસ્ત્રાદિ રૂપે સહાય કરે છે. આ જીવ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોની સહાયથી પોતાનું જીવન જીવે છે. દરેક દ્રવ્યો પોતપોતાના ગતિસહાયક આદિ સ્વભાવે જીવને સહાય કરે છે. આ આઠે વર્ગણાઓ ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. સર્વત્ર વ્યાપ્ત છે. ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ જેમ એક જ રૂમમાં હજારો દીવાના ગોળાનો પ્રકાશ એકસાથે રહી શકે છે તેવી જ રીતે આ ઘર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને આઠ વર્ગણાઓ એકસાથે એક જ ક્ષેત્રે સાથે રહી શકે છે. હાલ આપણને જે જે પુદ્ગલો ખુરશી, ટેબલ, મકાન, વસ્ત્રાદિ દેખાય છે તે મૂળથી એકેન્દ્રિયાદિ જીવોનાં નિર્જીવ થયેલાં ઔદારિક શરીરો જ છે અર્થાત્ ઔદારિક વર્ગણા જ છે. બીજી વર્ગણાઓ આજે દૃશ્ય નથી. દા. ત. ખુરશી, ટેબલમાં વપરાયેલું લાકડું-તે વનસ્પતિકાયના નિર્જીવ થયેલાં શરીરો છે. વસ્ત્રાદિમાં વપરાયેલા કપાસ, રૂ પણ વનસ્પતિકાયના નિર્જીવ થયેલા પુગલો છે. સોનું, રૂપું, લોઢું વિગેરે પૃથ્વીકાય જીવોના નિર્જીવ થયેલાં શરીરો છે. આ રીતે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય સમજાવ્યું છે. હવે કાળદ્રવ્યની વાત વિચારીએ. કાળ એ નિશ્ચયથી દ્રવ્ય નથી, પર્યાયરૂપ છે. વ્યવહારથી ઉપચારે દ્રવ્ય છે. નિશ્ચયથી વર્તનાસ્વરૂપ કાળ છે. આપણું સામાયિકપણાના પર્યાયમાં વર્તવું તે કાળ છે. મનુષ્યપણે જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં સુધીમાં મનુષ્યપણે વર્તવું તે વર્તના, એ જ મનુષ્યપણાનો કાળ છે. તે ચંદ્ર, સૂર્યના ભ્રમણ વડે ફક્ત માપવામાં આવે છે. સામાયિકની વર્તના ઘડિયાળ વડે માપવામાં આવે છે. ઘડી-ઘડિયાળ અને ચંદ્ર-સૂર્યના ભ્રમણથી થતા દિવસ-રાત્રિ એ તો વર્તમાન માપવામાં સાધન માત્ર છે. જેમ શરીરમાં આવેલો તાવ એ જ યથાર્થ તાવ છે છતાં તેને માપવા માટે વપરાતા થર્મોમીટરના પારાને જોઈને તાવ કહેવામાં આવે છે. થર્મોમીટરનો પારો કંઈ તાવ નથી, એ તો તાવ માપવાનું સાધન છે. તે જ રીતે ઘડી વિગેરે પણ કાળ માપવાનું સાધન છે, તેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે. હવે કાળનો નાનામાં નાનો ભાગ નિર્વિભાજ્ય ભાગ તે સમય કહેવાય છે. એક આંખના પલકારામાં અસંખ્યાત સમયો થાય છે. સમય એ છેલ્લામાં છેલ્લો નિર્વિભાજ્ય ભાગ છે. એવા અસંખ્યાત સમયોની એક આવલિકા બને છે. ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાનું ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) બને છે. ત્રીસ મુહૂર્તનું એક અહોરાત થાય છે. પંદર અહોરાતનું એક પખવાડિયું થાય છે. બે પખવાડિયાનો એક માસ બને છે. બાર માસનું એક વર્ષ બને છે. પાંચ વર્ષનું એક યુગ થાય છે. અસંખ્યાત વર્ષોનું એક પલ્યોપમ થાય છે. ચાર ગાઉ લાંબા, પહોળા, ઊંડા એવા કૂવામાં માણસોના માથામાંથી ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ જૂના કઢાવ્યા પછી સાત દિવસમાં ઉગેલા નવા વાળના અસંખ્યાત ટુકડા કરીને ભરેલા કૂવામાં દર સો સો વર્ષે એક એક ટુકડો તે કૂવામાંથી કાઢતા જેટલા સમયે તે કૂવો ખાલી થાય તેટલા કાળનું નામ એક પલ્યોપમ કહેવાય છે. એવાં ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે. ૧૦ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી થાય છે. કુલ ૨૦ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે. એક કરોડ ગુણ્યા એક કરોડ બરાબર જે આંક થાય તે કોડાકોડી કહેવાય છે. સાગરના જેવી ઉપમાવાળો જે કાળ તે સાગરોપમ, ૭૦૫૬૦૦૦૦૦૦0000 ચોર્યાસી લાખ ગુણ્યા ચોર્યાસી લાખ બરાબર જે આંક થાય તે પૂર્વ કહેવાય છે. જેમ કે ૮૪૦૦૦૦૦ x ૮૪૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ કહેવાય છે. ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લકભવ થાય છે. જીવનો નાનામાં નાનો ભવ એક ક્ષુલ્લકભવ પ્રમાણ હોય છે. સાડા સત્તર ક્ષુલ્લકભવનો એક શ્વાસોશ્વાસ થાય છે. ૩૭૭૩ શ્વાસોશ્વાસનું એક મુહૂર્ત થાય છે. = આ બધો ઉપચરિતકાળ હોવાથી વ્યવહારકાળ છે. આ પ્રમાણે અજીવતત્ત્વનું વર્ણન સમજાવ્યું. > (૩) પુણ્યતત્ત્વ : જીવ જેના વડે સુખી થાય તે પુણ્ય, જે કર્મના ઉદયથી જીવને આનંદપ્રમોદ થાય, સગવડતા મળે, સુખ, સાનુકૂળતા મળે તે પુણ્ય કહેવાય છે. પુણ્ય બાંધવાના નવ પ્રકાર છે અર્થાત્ નવ પ્રકારે જીવ પુણ્ય બાંધે છે. (૧) યોગ્ય વ્યક્તિને અન્ન આપવાથી (૨) પાણી આપવાથી (૩) વસ્ત્ર આપવાથી (૪) વસવાટ આપવાથી (૫) શયન-આસન આપવાથી (૬) મનમાં શુભ વિચારો કરવાથી (૭) વચનમાં સારી ભાષા બોલવાથી (૮) કાયાથી પરોપકારાદિ કરવાથી (૯) દેવ-ગુરુધર્મની ભક્તિ-પ્રણામ કરવાથી. એમ નવ પ્રકારનાં કાર્યો કરવાથી જીવ પુણ્યકર્મ બાંધે છે. આ પુણ્યકર્મ એ પણ એક પ્રકારનું કર્મ છે. સોનાની બેડી જેવું તે છે. અન્ને ત્યજવા જેવું છે. પરંતુ જ્યાં સુધી પાપ-આશ્રવ આદિ અશુભ ભાવો જીવમાંથી ગયા ના હોય ત્યાં સુધી તેઓને દૂર કરવા માટે આ શુભ ભાવો ૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ પણ આદરવા જેવા અર્થાત્ ઉપાદેય છે. જેમ કે પગમાં લાગેલો કાંટો કાઢવા માટે સોય નાંખવી પડે છે. હકીકતથી સોય પણ કાઢી જ નાંખવાની છે. તથાપિ પ્રારંભમાં તેને આદરવી પડે છે. તેમજ પુણ્ય પણ કર્તવ્ય છે. ૧ થી ૫ ગુણઠાણાં સુધી જીવ આરંભ-સમારંભવાળો હોવાથી પુણ્ય પણ કર્તવ્ય છે અને અન્ને હેય છે. હવે આ બંધાયેલું પુણ્ય જીવને ૪૨ પ્રકારે સાનુકૂળ સુખ આપે છે. તેનાં નામો માત્ર અહીં લખીએ છીએ. અર્થો દર્મગ્રંથમાં સમજાવીશું. (૧) શાતાવેદનીય (૨) ઉચ્ચગોત્ર (૩-૪) મનુષ્યદ્ધિક – એટલે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી (૫-૬) દેવદિક – દેવગતિ અને દેવાનુપૂર્વી (૭) પંચેન્દ્રિય જાતિ (૮-૯-૧૦-૧૧-૧૨) પાંચ શરીરો ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્પણ એમ પાંચ શરીરો (૧૩-૧૪-૧૫) ત્રણ અંગોપાંગ - ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ. (૧૬) વજ ઋષભ નારાચસંઘયણ (૧૭) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૮-૧૯-૨૦-૨૧) શુભ વર્ણચતુષ્ક, વર્ગ-ગંધ-રસ-સ્પર્શ (૨૨) અગુરુલઘુ (૨૩) પરાઘાત નામકર્મ (૨૪) ઉશ્વાસનામકર્મ (૨૫) આતપ નામકર્મ (૨૬) ઉદ્યોત નામકર્મ (૨૭) શુભવિહાયોગતિ (૨૮) નિર્માણ નામકર્મ (૨૯) દેવાયુષ્ય (૩૦) મનુષ્પાયુષ્ય (૩૧) તિર્યંચાયુષ્ય (૩૨) તીર્થંકર નામકર્મ, (૩૩ થી ૪૨) ત્રસદશક - ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ એમ કુલ ૪ર પ્રકૃતિઓ પુણ્યોદયની છે. આ ૪૨ તથા પાપની ૮૨ પ્રકૃતિઓના અર્થ કર્મગ્રંથ વખતે સમજાવીશું. શાસ્ત્રોમાં પુણ્ય-પાપની ચતુર્ભાગી આવે છે. તે આ પ્રમાણે : (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય (૩) પુણ્યાનુબંધી પાપ અને (૪) પાપાનુબંધી પાપ. એમ કુલ ચાર પ્રકારની પુણ્ય પાપની ચૌભંગી થાય છે. (૧) જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના ઉદયવાળા છે. અત્યન્ત સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે. છતાં સંસારી ભાવોથી અલિપ્ત છે. આસક્તિ વિનાના છે. સંસારમાં રહે છે પરંતુ જલકમલની જેમ વર્તે છે. તેવા જીવોને જે આ પુણ્ય ઉદયમાં આવેલ છે, તે “પુણ્યાનુબંધી પુણ્ય' પુણ્યનો (ભાવપુણ્યનો = મોહના ક્ષયોપશમનો) અનુબંધ કરાવે તેવો પુણ્યોદય (૨) જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના ઉદયવાળા છે. અત્યન્ત ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે. છતાં સંસારી ભાવોમાં ઘણા જ આસક્ત છે. ઘણા જ વ્યસની છે. હિંસા, જૂઠ આદિ ઘણા પાપાચારોને સેવનારા છે. મોજ-શોખ, ભોગ, વિલાસમાં જ આસક્ત છે તે પાપાનુબંધી પુણ્ય-પાપનો (ભાવપાપ-મોહનો ઉદય તેનો) અનુબંધ કરાવે તેવો પુણ્યોદય. (૩) પુણ્યાનુબંધી પાપ - જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના ઉદયવાળા છે. એટલે મહાદુ:ખી દરિદ્રી, રોગિષ્ઠ છે. છતાં સમતાભાવ રાખે છે. દેવ-ગુરુ ધર્મની ઉપાસના કરે છે. ધર્મપારાયણ છે અને સંસારથી અલિપ્ત છે તેવા જીવો પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા જાણવા. (૪) પાપાનુબંધી પાપ - જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના ઉદયવાળા છે. એટલે મહાદુ:ખી, દરિદ્રી અને રોગિષ્ઠ છે. અને નવાં પણ શિકાર-જુગા૨ વ્યભિચારાદિ કરી પાપો જ બાંધે છે. મચ્છીમારનો અથવા કતલખાનાદિનો જ વ્યવસાય કરે છે તે પાપાનુબંધી પાપ કહેવાય છે. (૪) હવે પાપતત્ત્વ : જીવ જેનાથી દુઃખી થાય, અગવડતા પામે, શોકાતુર બને તે પાપ કહેવાય છે. પાપો બાંધવાના ૧૮, અને ભોગવવાના ૮૨ પ્રકાર છે. પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકો વડે જીવ પાપ બાંધે છે. તે આ પ્રમાણે : (૧) પ્રાણાતિપાત (૩) (૫) પરિગ્રહ (6) અદત્તાદાન : હિંસા કરવી : ચોરી કરવી મમતા મૂર્છા કરવી : અભિમાન : આસક્તિ, મમતા : માન (૯) લોભ (૧૧) દ્વેષ (૧૩) અભ્યાખ્યાન આળ ચડાવવું (૧૫) રતિ-અતિ : પ્રીતિ-અપ્રીતિ : (૧૭) માયા મૃષાવાદ : કપટપૂર્વક જૂઠું બોલવું (૧૮) (૨) મૃષાવાદ (૪) મૈથુન (૬) ક્રોધ (૮) માયા (૧૦) રાગ (૧૨) કલહ : દાઝ, કડવાશ, રોષ : જૂઠું બોલવું : સંસારસેવન કરવું : આવેશ : કપટ-વક્રતા : સ્નેહ, પ્રેમ : કજિયો કરવો : ચાડી ખાવી (૧૪) વૈશુન્ય (૧૬) પરરિવાદ : પારકાની નિંદા કરવી. મિથ્યાત્વશલ્ય : તત્ત્વો ઉ૫૨ અશ્રદ્ઘા કરવી ઉપરોક્ત અઢાર પ્રકારનાં કાર્યો કરવાથી જીવ પાપકર્મ બાંધે છે. આ બંધાયેલું કર્મ જીવ ૮૨ પ્રકારે ભોગવે છે. તે ૮૨ પ્રકારનાં નામો લખીએ છીએ. પરંતુ તેના અર્થો કર્મગ્રંથ વખતે સમજાવવામાં આવશે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨૬ મોહનીય, ૫ અંતરાય, એમ ચાર ઘાતીકર્મની ૪૫ પ્રકૃતિઓ પાપોદય છે. ૪૬ : અશાતાવેદનીય, ૪૭ : ૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ નરકાયુષ્ય, ૪૮ : નીચ ગોત્ર, અને ૩૪ નામકર્મની એમ કુલ ૮૨ અશુભ છે. નામકર્મની ૩૪ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) નરકગતિ (૨) તિર્યંચતિ (૩) નરકાનુપૂર્વી (૪) તિર્યંચાનુપૂર્વી (૫) થી (૮) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ. (૯) થી (૧૩) પહેલાં સિવાયના પાંચ સંઘયણ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલીકા - છેવઠું સંઘયણ. (૧૪) થી (૧૮) પહેલા વિનાનાં પાંચ સંસ્થાન. ન્યગ્રોધ પરિમંડળ સાદિ વામન- કુંજ- હુંડક (૧૯ થી ૨૨) અશુભ વર્ણાદિ ચાર વર્ણ ગંધ રસ અને સ્પર્શ (૨૩) અશુવિહાયોગતિ. (૨૪) ઉપઘાતનામકર્મ. (૨૫ થી ૩૪) સ્થાવરદર્શક : સ્થાવર સાધારણ - - - સૂક્ષ્મ - અપર્યાપ્ત; અસ્થિર - અશુભ, દુર્ભાગ્ય દુઃસ્વર, અનાદેય, અયશ. ઉપર મુજબ પાપકર્મોના ૮૨ ભેદો છે. ૪૨ પુણ્યકર્મ અને ૮૨ પાપકર્મ એમ કુલ ૧૨૪ કર્મોના ભેદો થાય છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર પુણ્ય-પાપ એમ બંનેમાં આવવાથી એકવાર ગણીએ તો ૪ બાદ કરતા કુલ ૧૨૦ કર્મોના ભેદો થાય છે તે કર્મગ્રંથ વખતે સમજાવીશું. આ પ્રમાણે પુણ્ય-પાપતત્ત્વ સમજવું. (૫) આશ્રવતત્ત્વ : આત્મામાં જેનાથી કર્મ આવે તે આશ્રવ-કર્મ આવવામાં હેતુભૂત જે કારણો તે આશ્રવ, તળાવમાં પાણી આવવા માટે જેમ ખાળ, ગટર હોય તેમ કર્મ આવવાનાં જે દ્વારો તે આશ્રવ કહેવાય છે. તેના ૪૨ ભેદો છે. ૫ ઇન્દ્રિયો, ૫ અવ્રત, ૪ કષાય, ૩ યોગ અને ૨૫ ક્રિયાઓ એમ કુલ ૫ + ૫ + ૪ + ૩ + ૨૫ = ૪૨ ભેદો જાણવા. તેનું વર્ણન આ પ્રમાણે છે. પાંચ ઇન્દ્રિયો : આપણા શરીરમાં કાન, આંખ, નાક, જીભ અને ચામડી આ પાંચ ઇન્દ્રિયો છે. તે પાંચે ઇન્દ્રિયો મનગમતા વિષયો મળે ત્યારે રાજી થાય છે અને અણગમતા વિષયો મળે ત્યારે નારાજ થાય છે. એમ રાગદ્વેષથી આપણો જીવ કર્મ બાંધે છે માટે પાંચ ઇન્દ્રિયો તે આશ્રવ. પાંચ અવ્રત : હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એમ કુલ પાંચ અવ્રત છે. આવાં પાપો કરવાથી પણ જીવ કર્મોનો આશ્રવ કરે છે. ચાર કષાય : ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. અનંત સંસારને વધારે તે અનંતાનુબંધી આદિ ચાર પ્રકારે છે. તે કષાયો કરવાથી ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ જીવ કર્મોનો આશ્રર કરે છે. ત્રણ યોગ : મનયોગ, વચનયોગ, કાયયોગ, આ ત્રણ યોગો છે. તે શુભ અને અશુભ બે પ્રકારના છે. આ યોગો પ્રવૃત્તિરૂપ છે અને કર્મબંધનાં કારણો છે. માટે ત્રણ યોગો તે પણ આશ્રવ છે. પચીસ ક્રિયાઓ ઃ જેનાથી કર્મ આવે એવી પચીસ ક્રિયાઓ છે. જેમ કે કાયિકી ક્રિયા : આ કાયાને જયણા વિના કામકાજમાં પ્રવર્તાવવી તે. અધિકરણિકી ક્રિયાઃ આત્મા નરકનો અધિકારી થાય તેવાં પાપો કરવાં તે. પ્રાષિકી ક્રિયા : જીવ, અજીવ ઉપર દ્વેષ કરવો તે. પારિતાપનિકી ક્રિયા બીજા જીવને પરિતાપ-સંતાપ, ભય ઉત્પન્ન કરવો તે. પ્રાણાતિપાતિ ક્રિયા: બીજા નાનામોટા જીવોની હિંસા કરવી તે. પારિગ્રહિક ક્રિયા : ધન-ધાન્યાદિનો અત્યન્ત પરિગ્રહ કરવો તે. આરંભિકી ક્રિયા : જીવની હિંસા થાય એવા આરંભ-સમારંભ કરવા તે... ઇત્યાદિ ૨૫ ક્રિયાઓ શાસ્ત્રોમાં આવે છે. > (૬) સંવરતત્ત્વ : આત્મામાં આવતાં કર્મો જેનાથી રોકાય તે સંવર કહેવાય છે. તેના પ૭ ભેદો છે. પ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મો, ૧૨ ભાવનાઓ, ૨૨ પરિષહો અને ૫ ચારિત્ર એમ કુલ ૫૭ ભેદો છે. તેનું વર્ણન આ પ્રમાણે : પાંચ સમિતિ : સારા કામમાં પ્રવૃત્તિ કરવી તે સમિતિ, તેના ૫ ભેદ ઈર્યાસમિતિ : સામે ભૂમિ જોતાજોતાં જ ચાલવું જેથી સ્વ-પરની રક્ષા થાય. ભાષા સમિતિ : પ્રિય, પથ્ય અને તથ્ય જ વચન બોલવું જે ઉપકારી થાય. એષણા સમિતિ : બેતાલીસ દોષોરહિત શુદ્ધ ગોચરી લાવવી અને કરવી. આદાન ભંડમા નિક્ષેપણા સમિતિ : વસ્ત્ર-પાત્ર આદિ જોઈ પૂજીને લેવાં મૂકવાં. પારિષ્ઠાપનિકા સમિતિ : મળ-મૂત્રાદિ જીવરહિત ભૂમિ ઉપર કરવાં. ४८ Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુપ્તિ : માઠાં કામોમાંથી પાછા ફરવું તે ગુપ્તિ કહેવાય છે. મનગુતિ : મનમાં માઠા વિચારો લાવવા નહીં, આવે તો તેને રોકવા તે. વચનગુપ્તિ : ખરાબ ભાષણ બોલવું નહીં, બોલવાનું મન થાય તો પણ રોકવું. કાયગતિ : કાયાને ખરાબ કામોથી રોકવી, કુચેષ્ટા કરવી નહીં તે. દસ યતિધર્મ : મુખ્યત્વે સાધુજીવનમાં પાળવા જેવા અને ગૌણતાએ ગૃહસ્થજીવનમાં પણ આચરવા જેવા જ ધર્મો તે યતિધર્મો. તે દસ છે. : ક્રોધ ન કરવો, અપરાધીનો અપરાધ જતો કરવો તે. ૨. નમ્રતા ': અભિમાન ન કરવું, નરમ સ્વભાવ રાખવો ક્ષમાં નકતા ૩. સરળતા ૪. નિલભતા તપ સંયમ : માયા, કપટ, જૂઠ ન કરવું, હૈયામાં જુદું હોય અને હોઠે જુદું બોલવું તેવું ન કરવું તે. : સ્પૃહા, આસક્તિ, ઇચ્છાઓ ન કરવી તે. : છ બાહ્ય અને છ અત્યંતર તપ કરવા. અણસણાદિ અને પ્રાયશ્ચિત્તાદિ. : ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, છ કાયાની હિંસા ન કરવી, કષાયો ન કરવા વિગેરે. : જીવન સત્યના માર્ગે જ રાખવું, પ્રમાણિકતા, નીતિમત્તા બરોબર પાળવા. : પવિત્રતા શરીર અને મન બંનેને રાગાદિથી ઘણાં જ દૂર રાખવા, પવિત્ર રાખવા. : ધન, પરિગ્રહ પોતાની પાસે કંઈ ન રાખવા સત્ય શૌચ આકિંચન્ય તે. ૧૦. બ્રહ્મચર્ય : મન, વચન, કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તે. ૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આ ૧૦ યતિધર્મો સમજવા. બાર ભાવનાઓ : આત્મા સ્થિર ચિત્તે નીચે મુજબ ધર્મના વિચારો કરે તે ભાવના. ૧. અનિત્ય . ૨. ૩. ૪. ૭. .. ૯. ૧૦. અશરણ ૧૧. સંસાર એકત્વ અન્યત્વ અશુચિત્વ આશ્રવ સંવર નિર્જરા લોકસ્વભાવ બોધિબીજદુર્લભ ૧૨. ધર્મસાધકદુર્લભ > ૨૨ પરિષહો : ઃ આ સંસારમાં ધન, યૌવન, યશ, પરિવાર, આદિ સર્વે ક્ષણિક છે. આ આત્માને દુ:ખ આવે ત્યારે સ્ત્રી, ધન, આદિ કોઈ શરણભૂત નથી. : આ સંસાર જ જન્મમરણોથી ભરેલો છે. અનંત દુઃખમય છે. આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. કોઈ સાથે આવનાર નથી. : : : શરીરથી જીવ ભિન્ન છે. જીવથી શરીર ભિન્ન છે. દેહાધ્યાસ ત્યજી દેવો જોઈએ. શરીર મળ-મૂત્રાદિ ધણી જ અશુચિતાઓથી ભરેલું છે. : આ જીવમાં અવ્રતાદિ દ્વારા પ્રતિસમયે કર્મ આવે છે; માટે ચેતવું જોઈએ. સંવરના ૫૭ ભેદો દ્વારા જીવનમાં આવતાં કર્મો રોકવાં જોઈએ. : ક્ષણે ક્ષણે બાર પ્રકારનાં તપો દ્વારા જીવ ધારે તો કર્મો તોડી શકે છે. : ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું, નારકી, દેવલોક, તિર્યંચ, મનુષ્ય વિગેરે. અપાર એવા આ સંસારમાં ફરીથી સમ્યકત્વ મળવું દુર્લભ છે. 4:0 અપાર એવા આ સંસારમાં ફરીથી અરિતાદિ દેવ, ગુરુ મળવા દુષ્કર છે. : ૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમભાવે દુઃખ સહન કરવું તે. પરિષહ : જો કોઈ દેવ મનુષ્ય અથવા તિર્યંચો દુઃખ આપે તેને સહન કરવું તે ઉપસર્ગ કહેવાય છે. અને કુદરતી આવી પડેલી આપત્તિ સહન કરવી તે પરિષહ કહેવાય છે. તે ૨૨ છે. ૧. સુધા પરિષહ : ભૂખ લાગે તો અને યોગ્ય આહાર ન મળે તો સારી રીતે ભૂખ સહન કરવી. પરંતુ ખોટો દોષિત આહાર કે અભક્ષ્ય આહાર ન લેવો તે. ૨. પિપાસા પરિષહ : તૃષા લાગે અને શુદ્ધ નિર્દોષ પાણી ન મળે તો તરસ સહન કરવી. પરંતુ ખોટું દોષિત પાણી કે અકલ્પ પાણી ન પીવું તે. ૩. ૪. ૫. શીત પરિષહ : શિયાળા આદિમાં ઠંડી પડે તો સહન કરવી પરંતુ સાધુજીવન હોય તો રજાઈ-તાપણી આદિની ઈચ્છા ન કરવી તે. ઉષ્ણ પરિષદ : ઉનાળા આદિમાં ગરમી પડતી હોય ત્યારે ગરમી સહન કરવી પરંતુ પંખા, એરકંડિશન આદિની ઇચ્છા ન કરવી તે. દંશ પરિષદ જે મકાનમાં ઊતર્યા હોય ત્યાં ડાંશ-મચ્છર-માંકડનો ઉપદ્રવ હોય તો પણ તેને સહન કરવો. પરંતુ તેને મારવાની ઇચ્છા ન કરવી તે. અચેલક પરિષહ : સંયમી જીવનમાં શરીરને ઢાંકવા પૂરતું માત્ર બીન-કીમતી વસ્ત્ર પહેરવું, પરંતુ શરીરની શોભા, ટાપટીપ થાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. અરતિ પરિષદ : સંયમમાં ઉદ્વેગ, અપ્રીતિ થાય તો તેનાં કારણો દૂર કરવાં તે; પરંતુ અપ્રીતિ ન કરવી. ઇત્યાદિ નવ તત્ત્વોમાં કહેલા ૨૨ પરિષદો જાણવા. ૬. ૭. ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ > પાંચ ચારિત્રો : સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એમ કુલ પાંચ ચારિત્રોથી કર્મો રોકાય છે. ૧. સામાયિક ચારિત્ર : સમતાભાવની પ્રાપ્તિ, ઋષભદેવ અને મહાવીર સ્વામીના શાસનમાં અપાતી લઘુદીક્ષા તે, અને ૨૨ તીર્થકર ભગવન્તોના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં પ્રથમથી જ અપાતી વડી દીક્ષા તે બંને સામાયિક ચારિત્ર કહેવાય છે. ૨. છેદોપસ્થાપનીય જૂના ચારિત્રને છેદી નવું ચારિત્ર આપવું તે. પ્રથમ અને છેલ્લા તીર્થકર ભગવન્તના શાસનમાં જે વડી દીક્ષા અપાય છે તે. અથવા મહાવ્રતોમાં જો કોઈ મોટો દોષ સેવાયો હોય તેના કારણે જુનું ચારિત્ર છેદી ફરીથી નવું ચારિત્ર આપવામાં આવે ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર : જૂનું ચારિત્ર પાળતાં-પાળતાં જ્યારે મહાન સાધક બન્યા હોય ત્યારે ગુરુની સંમતિ લઈ, ગચ્છનો ત્યાગ કરી, ૯ જણનો સમૂહ નીકળી નીચે મુજબ ઉગ્ર તપ કરે. ૧ ગુરુ થાય, ૪ તપ કરે અને ૪ સેવા કરે તે ગુરુ અને સેવા કરનારા કાયમ આયંબિલ કરે. તપ કરનારા નીચે મુજબ તપ કરે છે. ઉનાળામાં જઘન્યથી ૧ ઉપવાસ, મધ્યમથી ૨ ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ૩ ઉપવાસ, શિયાળામાં જઘન્યથી ૨ ઉપવાસ, મધ્યમથી ૩ ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ૪ ઉપવાસ, ચોમાસામાં જધન્યથી ૩ ઉપવાસ, ૫૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪. સૂક્ષ્મ સંપરાય ૫. યથાખ્યાત ચારિત્ર મધ્યમથી ૪ ઉપવાસ, અને ઉત્કૃષ્ટથી ૫ ઉપવાસ, પારણામાં પણ આયંબિલ કરે. આ પ્રમાણે ૬ માસ તપ કરે પછી તપ કરનાર સેવા કરે અને સેવા કરનાર તપ કરે એમ ૬ માસ સુધી તપ કરે, ત્યાર બાદ ગુરુ તપ કરે, બાકીના ૮માંથી ૧ ગુરુ બને અને ૭ સેવા કરે. આ પ્રમાણે અઢાર મહિના સુધીનું આ તપ છે તે દ્વારા ચારિત્ર નિર્મળ કરે તે પરિહાર વિશુદ્ધિ. : ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીમાં ચઢેલો આત્મા આઠમા-નવમા ગુણઠાણા પછી મોહનીય કર્મને ઉપશમાવીને અથવા ખપાવીને દસમે ગુણઠાણે જ્યારે આવે ત્યારે સૂક્ષ્મ એવો ફક્ત લોભ જ કષાય ઉદયમાં બાકી રહે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છે. : જેવું ભગવન્તોએ કહ્યું છે તેવું સંપૂર્ણ વીતરાગ-રાગદ્વેષ વિનાનું સર્વથા નિર્દોષ જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ એમ ચાર ગુણઠાણાઓમાં હોય છે. આ ચારિત્રમાં મોહનીય કર્મનો ઉદય બિલકુલ નથી માટે વીતરાગ ચારિત્ર છે. આ પ્રમાણે સંવર તત્ત્વના ૫૭ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. > (૭) નિર્જરાતત્ત્વ : જૂનાં બાંધેલાં કર્મોનો અંશે અંશે ક્ષય કરવો તે નિર્જરા કહેવાય છે. આત્મામાં બંધાયેલાં કર્મોને તોડવા માટે તપ એ પ્રધાન કારણ છે પરંતુ તે તપ ફક્ત આહારના ત્યાગથી જ નથી માટે બે પ્રકારે છે. એક બાહ્ય તપ ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ અને બીજો અત્યંતર તપ - આ બંને તપના છ-છ પ્રકારો છે. બાહ્યતાના ૬ પ્રકાર : જે શરીરને તપાવે - લોકો દેખી શકે, જેને જોઈને લોકો તપસી કહે તે બાહ્ય તપ કહેવાય છે. તેના છ પ્રકાર છે. (૧) અણસણ : આહારનો ત્યાગ. આહાર ચાર જાતના છે તે આ પ્રમાણે. ૧. અશન : ભોજન-જે ખાવાથી પેટ ભરાય, રોટલો-રોટલી-ભાખરી વિગેરે ૨. પાણ : જે પીવાય તે જલાદિ ૩. ખાદિમ : જે ખવાય પરંતુ પેટ ન ભરાય તે મેવા - ફુટ વિગેરે. ૪. સ્વાદિમ : જે મુખવાસરૂપે જ લેવાય તે વરિયાળી વિગેરે. આ ચારે પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર. પાણી વિના ત્રણ આહારનો ત્યાગ તે તિવિહાર. ઉપવાસ-એકાસણું-આયંબિલ - છઠ-આઠમ વિગેરે જે તપ તે બાહ્યતા. (૨) ઉણોદરિકા : ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉણોદરી - બેચાર કોળિયા ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ : ઇચ્છાઓને રોકવી તે ખાવાની ચીજોમાં ઇચ્છાઓનો કંટ્રોલ કરવો તે. (૪) રસત્યાગ : રસવાળી જે ખાસ વિશિષ્ટ વસ્તુ તેનો ત્યાગ કરવો. (૫) કાયકલેશ : કાયાને કંઈ ને કંઈ કઠિનાઈઓમાં રાખવી, સુખશેલીયા ન થવું તે. (૬) સંલીનતા : શરીરનાં અંગોપાંગ સંકોચીને રાખવાં. વિકાર-વાસના ન થાય તે રીતે રહેવું તથા ઈચ્છાઓને સંક્ષેપવી તે સંલેખના કહેવાય છે. અત્યંતર તપના ૬ પ્રકાર : જે આત્માને તપાવે. લોકો ન દેખી શકે. જેનાથી લોકો તપસી ન કહે તે તપને અત્યંતર તપ કહેવાય છે. તેના ૬ ભેદ છે. ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાયશ્ચિત્ત : કરેલી ભૂલની માફી માંગવી, પશ્ચાત્તાપ કરવો, દંડ સ્વીકારવો, ફરીને ન કરવા સાવધ રહેવું તે. (૨) વિનય વડીલો પ્રત્યે નમ્રતાભાવ રાખવો. વિનય કરવો તે. (૩) વૈયાવચ્ચ : ઉપકારી-શૈક્ષક-તપસ્વી-ગ્લાનઆદિ મહાત્માઓની સેવા કરવી. (૪) સ્વાધ્યાય આત્મતત્ત્વનું ચિંતન કરવું, મનન કરવું, નવો અભ્યાસ કરવો. ભણેલું સંભાળવું, શિષ્યોને ભણાવવું, સ્વાધ્યાયમાં લીન થવું તે. (૫) ધ્યાન : જેમ જેમ વધારે અભ્યાસ થતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. (૬) કાયોત્સર્ગ : ધ્યાનમાં નિપુણ થયા પછી કાયાનો વ્યવસાય અટકાવી આત્મચિંતનમાં લયલીન બની અત્યન્ત સ્થિર થવું તે કાયોત્સર્ગ. આ પ્રમાણે બાર પ્રકારના તપથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે. નિર્જરાતત્ત્વ પૂર્ણ થયું. > (૮) બંધતત્ત્વ : આત્મા જ્યારે મિથ્યાત્વાદિ બંધ હેતુઓવાળો હોય ત્યારે જે કાશ્મણ વર્ગણા આત્મા સાથે ચોટે તેને બંધ કહેવાય છે. આત્માનું અને કાશ્મણ વર્ગણાનું ચોંટી જવું, જોડાઈ જવું તેને બંધ કહેવાય છે. તેમાં કારણભૂત મિથ્યાત્વ અવિરતિકષાય અને યોગ ચાર છે. જેમ પહેરેલું કપડું ચોખ્ખું, હોય તો તેના ઉપર પડેલી ધૂળને રજ કહેવાય છે, જે ખંખેરવાથી ઊડી જાય છે. પરંતુ જો તે જ કપડું તેલના ડાઘવાળું હોય તો તે જ રજ મેલી બની જાય છે. તેવી રીતે આત્માને લાગેલી કાર્મણ વર્મણારૂપી રજ મિથ્યાત્વાદિ ડાઘને કારણે મેલની જેમ કર્મ બને છે. તેને બંધ કહેવાય છે. તેના પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધ એમ ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબંધ : પ્રકૃતિ એટલે સ્વભાવનું નક્કી થયું છે. જેમ જ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય વિગેરે. કર્મના મૂલ ભેદ ૮ છે. ઉત્તરભેદ બંધમાં ૧૨૦ ૫૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાનને ઢાંકનારું કર્મ તે જ્ઞાનાવરણીય. તે આંખના આડા પાટા જેવું છે. જેમ આંખે પાટા બાંધવાથી માણસ દેખી શકતો નથી તેવી રીતે આ જીવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વસ્તુને જોઈ શકતો નથી. જ્ઞાનના પાંચ ભેદો છે માટે કર્મના પણ પાંચ ભેદો છે. (૧) મતિજ્ઞાન : પાંચ બાહ્ય અને મન એમ છ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન : શાસ્ત્ર અને ગુરૂગમના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩) અવધિજ્ઞાન : મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન : સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવો જાણવાનું જે જ્ઞાન થાય તે. (૫) કેવળજ્ઞાન : લોકાલોકના સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાન થાય તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનોને આવરણ કરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય. આવી રીતે ૮ કર્મ તેના ૧૨૦ ભેદ થાય છે. તે કર્મગ્રન્થ વખતે સમજાવીશું. આ પ્રકૃતિબંધ છે. (૨) સ્થિતિબંધ: ક્યું કર્મ આત્મા સાથે ક્યાં સુધી રહેશે એમ કાળમાપનું નક્કી થવું તે સ્થિતિબંધ. તેના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. ઓછામાં ઓછી સ્થિતિ બંધાય તે જઘન્ય અને વધુમાં વધુ સ્થિતિ બંધાય તે ઉત્કૃષ્ટ, બંને આ પ્રમાણે છે. કર્મ જઘન્ય ઉત્કૃષ્ટ ! કર્મ જઘન્ય ઉત્કૃષ્ટ ૧. જ્ઞાનાવર. અંતર્મુહૂર્ત ૩૦ કોડાકોડી | ૫. આયુષ્યકર્મ અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ સાગરોપમ ૨. દર્શનાવર. અંતર્મુહૂર્ત ૩૦ ,, છે ૬. નામકર્મ ૮ મુહૂર્ત ૨૦ કોડાકોડી ૩. વેદનીય ૧૨ મુહૂર્ત ૩૦ ,, | ૭. ગોત્રકર્મ ૮ મુહૂર્ત સાગરોપમ ૪. મોહનીય અંતર્મુહૂર્ત ૭૦ ,, | ૮. અંતરાયકમ અંતર્મુહૂર્ત ૩૦ કોડાકોડી કોડાકોડી સાગરોપમ ઉપર મુજબ આઠે કર્મોની સ્થિતિ બંધાય છે. પંચેન્દ્રિય જીવ, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. બાકીના જીવો મધ્યમ સ્થિતિ બાંધે છે. (૩) રસબંધ બંધાયેલાં કર્મો કેટલા જુસ્સાથી પાવરથી ઉદયમાં આવશે પદ Page #58 -------------------------------------------------------------------------- ________________ તેવો કર્મોનો પાવર નક્કી થવો તે રસબંધ. તીવ્ર મંદતા, પાવર, જુસ્સો તે રસબંધ, જેમ કે એક કર્મ તાવ લાવે એવું બાંધ્યું પરંતુ તે કર્મ નવાણું ડિગ્રી તાવ લાવશે કે ૧૦૦ કે ૧૦૩, ૧૦૪ ડીગ્રી તાવ લાવશે એવું નક્કી થવું તે રસબંધ. આ વાત સમજવા શુભ કર્મો માટે શેરડીના રસનું અને અશુભ કર્મો માટે લીંબડાના રસનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં આવે છે. શેરડી અને લીંબડાના રસ જેવી જે કર્મોના ઉદયમાં મીઠાશ અને કડવાશ હોય તે એકઠાણિયો રસ અથવા એક સ્થાનિક રસ કહેવાય છે. જે શેરડી અને લીંબડાનો રસ ઉકાળી ઉકાળીને બાળી અર્ધો બાળી અર્ધો બાકી રાખ્યો હોય તેના જેવી કડવાશ, મીઠાશ જે કર્મોમાં હોય તે બેઠાણિયો રસ, જે રસના બે ભાગ બાળી નાંખી ત્રીજો ભાગ માત્ર રાખેલો હોય તેના જેવી કડવાશ, મીઠાશ જે કર્મોમાં હોય તે ત્રણઠાણિયો રસ અને જે રસના ત્રણ ભાગો બાળી નાખી ચોથો ભાગ માત્ર બાકી રાખીએ અને તેના જેવી મીઠાશ-કડવાશ જેમાં હોય તે ચઉઠાણિયો રસ કહેવાય છે. આવી રીતે શેરડી અને લીંબડાના રસના દૃષ્ટાન્તથી શુભ-અશુભ કર્મોની તીવ્ર-મન્દતા સમજાવવા જ્ઞાની પુરુષોએ પ્રયત્ન કર્યો છે. આઠ કર્મોની કુલ ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં ૪ જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, ૫ અંતરાયકર્મ, ૪ સંજ્વલન કષાયો અને ૧ પુરુષવેદ એમ કુલ ૪ + ૩ + ૫ + ૪ + ૧ = ૧૭ કર્મોના રસ ૧ -૨ - ૩- ૪ ઠાણિયો અર્થાત એકઠાણિયાથી ચારા ઠાણિયા સુધીનો ચારે પ્રકારનો બંધાય છે. પરંતુ આ ૧૭ સિવાય બાકીની ૧૦૩ પ્રકૃતિઓનો રસ ફકત ૨-૩-૪ બેઠાણિયો, ત્રણ ઠાણિયો અને ચાર ઠાણિયો જ બંધાય છે. એકઠાણિયો રસ બંધાતો નથી. (૪) પ્રદેશબંધઃ જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે અનંતાનંત કર્મ-પરમાણુઓના બનેલા સ્કંધો જ જીવ બાંધે છે. અનંતાનંત પરમાણુઓના સ્કંધો બાંધવા છતાં સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય જ રહે છે. જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે આ ચારે બંધ નકકી થાય છે. તેમજ કર્મ બાંધ્યા પછી તેમાં ફેરફાર પણ કરી શકાય છે. પાછળ આવતા પરિણામ, પશ્ચાત્તાપ, અનુમોદના આદિ પરિણામો વડે આ જીવ બાંધેલાં કર્મોને તોડી પણ શકે છે અને ચીકણું પણ કરી શકે છે. જીવ પોતાના અધ્યવસાયથી જ કર્મમાં ફેરફાર કરી શકે છે. તેથી તેમાં સંક્રમણ, ઊધ્વર્તના અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિધત્તિ, નિકાચના આદિ આઠ કરણો પાછળથી લાગે ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ છે. જેવું બાંધ્યું હોય તેવું જ જો ભોગવવું પડે તો કોઈ જીવનો ક્યારે પણ મોક્ષ થાય જ નહીં. માટે જીવ ઘણાં કર્મો તોડી પણ શકે છે, તેને નિર્જરા કહેવાય છે. અને નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મોનો ક્ષય થાય તેને જ મોક્ષ કહેવાય છે. (૯) મોક્ષ તત્ત્વ : = સંસારી આત્મા જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરે અને શુદ્ધ નિરંજન નિરાકાર આત્મા બને ત્યારે તેને મોક્ષ કહેવાય છે. આ મોક્ષ મનુષ્યગતિમાંથી જ પમાય છે. શેષ ગતિઓમાંથી અને ભવોમાંથી મરીને મનુષ્યમાં આવી મોક્ષે જઈ શકાય છે. મોક્ષ એટલે બંધનમાંથી છુટકારો. કર્મ અને શરીર આ બે આત્માને મોટાં બંધન છે. તેમાંથી આત્માનો છુટકારો થવો તે મોક્ષ કહેવાય છે. કર્મ વિનાના થયેલા આત્માઓ નિર્વાણ પામી લોકના અગ્રભાગે જઈ અલોકને અડીને રહે છે. ધર્માસ્તિકાય આદિની મદદ ન હોવાથી લોકાગ્રંથી ઉપર જતા નથી. આઠ કર્મોરહિત હોવાથી આહાર નિહાર, વિહાર, રોગ, શોક, ભયાદિથી મુક્ત છે. વળી અનંતજ્ઞાનાદિ ગુણો વિકસેલા હોવાથી તેની રમણતાવાળા છે. ગુણોની ૨મણતા એ જ અનંતુ મોક્ષસુખ છે. પરભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાની પ્રાપ્તિ એ જ વાસ્તવિક આત્માનું સુખ છે. કેટલાક એમ પૂછે છે કે મોક્ષમાં ખાવાનું નથી, પીવાનું નથી, હરવા-ફરવાનું નથી. રાજમહેલ કે મોટરગાડી નથી તો સુખ શું ? અનંતકાળ સુધી ત્યાં જ બેસી રહેવાનું ? શું કરવાનું ? ઇત્યાદિ કલ્પનાઓથી પ્રશ્ન પૂછે છે. પરંતુ ઉપરોક્ત ખાવા-પીવા આદિનું સુખ તે પૌલિક સુખ છે. તે આ શરીરને ગમે તેટલું આપીએ તો પણ તૃપ્તિ પામતું નથી. પરવશતા જ છે. માટે તે બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતર્દ્રષ્ટિ ખોલીશું તો આત્માને મોક્ષમાં ગુણનું સ્વાભાવિક સુખ છે. સહજ સુખ છે. સ્વતંત્રતાનું સુખ છે તે સમજાશે. મોક્ષ' એ બે અક્ષરનો બનેલો સાર્થક શબ્દ છે. માટે તેનાથી વાચ્ય વસ્તુ પણ જગતમાં છે જ. જે જે શબ્દો સાર્થક હોય છે તે તે શબ્દથી વાચ્ય વસ્તુ પણ ઘટ-પટ કળશ આદિની જેમ જગતમાં હોય જ છે. તેમ મોક્ષ પણ છે જ. આજ સુધી મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા અનંતી છે અને ભવિષ્યમાં ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ અનંતી જ રહેશે. જ્યારે જ્યારે પ્રભુને પૂછશો ત્યારે ત્યારે મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા એક નિગોદનો પણ અનંતમો ભાગ છે. નિગોદમાં અનંતાનંત જીવો ભરેલા છે. પંચેન્દ્રિયાદિમાંથી જેમ જેમ જીવો મોક્ષે જાય છે. તેમ તેમ નિગોદમાંથી એકેક જીવ બહાર આવે છે તેને સાંવ્યવહારિક જીવ કહેવાય છે. અને જે જીવો હજુ નિગોદમાં જ છે, બહાર નીકળ્યા જ નથી તે અસાંવ્યવહારિક જીવ કહેવાય છે. અવ્યવહાર રાશિમાંથી નીકળેલા અને મોક્ષે નહીં ગયેલા જીવોની સંખ્યા હંમેશાં નિયમિત જ રહે છે, કારણ કે જેટલા મોક્ષે જાય તેટલા જ અવ્યવહાર રાશિમાંથી નીકળે છે. મોક્ષના જીવોને રહેવા માટેનું ઉપર જે ક્ષેત્ર છે, તે ૪૫ લાખ યોજન ક્ષેત્ર છે, કારણ કે અઢી દ્વીપમાંથી મોક્ષે જવાય છે. અઢી દ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. જીવો જ્યાંથી મોક્ષે જાય છે ત્યાં જ બરોબર સમલેવલમાં જ ઉપર જઈને રહે છે. આનુપૂર્વી કર્મ ન હોવાથી વાંકા કે આડાઅવળા વસતા નથી. વળી અશરીરી અને અરૂપી હોવાથી અનંતાનંત જીવો એક જગ્યાએ એકીસાથે રહી શકે છે. પરસ્પર કોઈ પણ જાતની બાધા-પીડા થતી નથી. બધા જ જીવો લોકના છેડે જઈને સ્પર્શે છે માટે ઉપરથી સરખા છે. પરંતુ નીચેથી લંબાઈમાં નાના-મોટા છે, કારણ કે મોક્ષે જતાં જીવોની છેલ્લા ભવની લંબાઈમાંથી ૨/૩ લંબાઈ રહે છે. ઘનીભૂત થવાના કારણે ૧/૩ લંબાઈ ઘટી જાય છે તેથી નીચેથી નાનો-મોટો આત્મા હોય છે. મોક્ષે જનારા કોઈપણ જીવનો કાળ આદિ-અનંત છે. તે જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે તેની આદિ થાય છે. અને અનંતકાળ ત્યાં રહેવાના છે માટે અનંત છે. પરંતુ સર્વ સિદ્ધ જીવો આશ્રયી અનાદિ અનંતકાળ છે. એટલે જેમ કોઈ પણ એક પુરુષ અથવા તેના પિતા તેના દાદા વિગેરેના જન્મની આદિ છે. પરંતુ તેની પેઢીની આદિ નથી, તેમ એક સિદ્ધને આશ્રયી આદિ છે. પરંતુ સર્વ સિદ્ધને આશ્રયી આદિ નથી. વળી ત્યાંથી પાછા કદાપિ સંસારમાં આવતા નથી. માટે પોતાના અનુયાયીનું રક્ષણ કરવા અને દુષ્ટોનું દમન કરવા પરમાત્મા સંસારમાં પાછા ફરતા નથી. મોક્ષે ગયેલા જીવો અનાદિ કાળમાં અનંત થયા છે. તેથી મોક્ષનું સર્વક્ષેત્ર સિદ્ધ જીવો વડે ભરાયેલું છે. ક્યાંય ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ખાલી જગ્યા નથી. પરસ્પર અંતર નથી. લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર આદિ દરિયાઈ ભાગો ઉપરથી પણ આકાશગામી વિઘાથી જતા મહાત્માઓ પરિણામની વિશુદ્ધિ વડે ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે, ગયા છે અને જશે. સંસારી જીવો ઘણા છે અને મોક્ષે ગયેલા જીવો સંસારી જીવોથી હંમેશા થોડા જ છે. એટલે કે મોક્ષના જીવો સંસારી જીવોથી અનંતમા ભાગના છે. પૂર્વબદ્ધ કર્મોદયના ચાર ભાવ હોય છે. (૧) ઉપશમભાવ (૨) ક્ષયોપશમ ભાવ (૩) ક્ષાયિકભાવ (૪) ઔદિયિકભાવ અને કર્મની અપેક્ષા વિનાનો પાંચમો (૫) પારિણામિક ભાવ એમ કુલ ૪ + ૧ = ૫ ભાવ હોય છે. સંસારી જીવોમાં આ પાંચે ભાવો હોય છે. પરંતુ મોક્ષના જીવોને ફક્ત બે જ ભાવો હોય છે. એક ક્ષાયિક ભાવ અને બીજો પરિણામિક ભાવ. બાકીના ભાવો સિદ્ધ પરમાત્માને નથી. (૧) ઉપશમભાવ : મોહનીય કર્મને દબાવવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાયોપથમિક ભાવ : ચાર ઘાતી કર્મોની તીવ્રતાને દબાવી મંદ કરી, મંદ કરેલા તે કર્મને પર રૂપે અથવા સ્વરૂપે ઉદયથી ભોગવતાં જે ગુણો પ્રગટ થાય તે. (૩) ક્ષાયિકભાવ |ઃ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવાથી આત્મામાં જે જે ગુણો પ્રગટ થાય છે. (૪) ઔદયિકભાવ : પૂર્વે બાંધેલાં કર્મોના ઉદયથી જે ભાવો પ્રાપ્ત થાય તે ઔદયિકભાવ. (૫) પારિણામિક ભાવ : કર્મોની નિમિત્તતા વિના પદાર્થમાં રહેલું જે સહજ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ તે પરિણામિક ભાવ કહેવાય છે. મોક્ષના જીવમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે. મનુષ્યગતિમાંથી જીવો જ્યારે જ્યારે મોક્ષે જાય છે ત્યારે મનુષ્યભવમાં પંદર પ્રકારની સ્થિતિ વિચારવામાં Page #62 -------------------------------------------------------------------------- ________________ આવે છે. તેના કારણે મોક્ષમાં જનારા જીવોના પંદર ભેદ પાડવામાં આવે છે. તે પંદર ભેદોનું વર્ણન આ પ્રમાણે છે : (૧) જિનસિદ્ધ : તીર્થંકર પરમાત્મા થઈને મોક્ષે જાય તે, જેમ કે ૠષભદેવ પ્રભુ. (૨) અજિનસિદ્ધ (૩) (૪) (૫) અતીર્થસિદ્ધ તીર્થસિદ્ધ એકસિદ્ધ અનેક સિદ્ધ (૬) (૭) ગૃહસ્થલિંગ સિદ્ધ (c) અન્યલિંગ સિદ્ધ (૯) સ્વલિંગ સિદ્ધ (૧૦) સ્ત્રીલિંગ સિદ્ધ (૧૧) પુરુષલિંગ સિદ્ધ (૧૨) નપુંસકલિંગ સિદ્ધ : તીર્થંકર થયા વિના સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય તે, જેમ કે પુંડરીકસ્વામી. : ભગવાનનું તીર્થ સ્થપાયા પહેલાં જ મોક્ષે જાય તે, જેમ કે મરુદેવામાતા. : ભગવાનનું તીર્થ સ્થપાયા પછી જ મોક્ષે જાય તે, જેમ કે ગૌતમસ્વામીજી. : જ્યારે જીવ મોક્ષે જાય ત્યારે એકલો જ હોય તે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી. : મોક્ષે ઘણા જીવો એકસાથે જાય તે, જેમ કે ઋષભદેવ પ્રભુ. : ગૃહસ્થના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમ કે ભરત મહારાજા. જૈનેતર સાધુના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમ કે વલ્કલચીરી. ઃ જૈન સાધુના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમકે જંબુસ્વામી. ઃ સ્ત્રીપણાનું શરીર મળ્યું હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમકે મલ્લિનાથ, ચંદનબાળા, મૃગાવતીજી, બ્રાહ્મી, સુંદરી વિગેરે. : : પુરુષપણામાં જીવ કેવળજ્ઞાન પામે તે, જેમ કે ગૌતમ સ્વામી ઃ નપુંસકપણામાં જીવ કેવળજ્ઞાન પામે તે, જેમ કે ગાંગેય મુનિ. ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સ્વયંબુદ્ધસિદ્ધ : સ્વયં પોતાની મેળે બોધ પામી કેવળજ્ઞાન પામે છે, જેમકે તીર્થકર ભગવન્તો. (૧૪) બુદ્ધબોધિતબુદ્ધિ : ગુરુથી ઉપદેશ પામીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેમ કે ગૌતમ સ્વામી. (૧૫) પ્રત્યેક બુદ્ધસિદ્ધ : સંધ્યાના વિખરાતા રંગતરંગ પાછળ મૃતાવસ્થા આદિ બાહ્ય નિમિત્તોથી સંસાર અસાર જાણી વૈરાગ પામી કેવળજ્ઞાન મેળવી મોક્ષે જાય છે, જેમ કે કરકંડ ઋષિ. ઉપર મુજબ મોક્ષે જતી વખતની પૂર્વાવસ્થાને આશ્રયી સિદ્ધ ભગવંતોના પંદર ભેદો કહ્યા છે. તે પંદરમાં પ્રથમના છ ભેદોમાં બે બે ભેદોના ત્રણ જોડકાં છે. અને પાછલા નવ ભેદોમાં ત્રણ ત્રણ ભેદોના ત્રણ જેડકાં છે. કુલ ૩ + ૩ = ૬ જાડકાં છે. મોક્ષમાં જતા જીવો કર્મથી અને શરીરાદિ સંસારના બંધનથી મુક્ત થાય છે. પરંતુ તદ્દન નષ્ટ આત્મા બનતો નથી. આત્માનું અસ્તિત્વ રહે છે. બૌદ્ધ આદિ દર્શનકારો દીપક બુઝાયાનો દાખલો આપી આત્માનું અસ્તિત્વ જ માનતા નથી. પરંતુ તે વાત બરાબર નથી. આત્મા તદ્દન નષ્ટ થતો નથી. મોક્ષમાં આત્મા ચોક્કસ રહે જ છે. જો પોતાનું અસ્તિત્વ જ ન રહેતું હોય તો કોઈ માણસ પોતાના અસ્તિત્વના વિનાશ માટે પ્રયત્ન ન જ કરે. વળી દિગંબર સંપ્રદાય વસ્ત્ર પાત્ર વિના જ સંયમ માનતા હોવાથી સ્ત્રીનું શરીર નગ્ન નહીં રહી શકવાના કારણે સંયમ નહીં આવવાથી સ્ત્રી-શરીરધારી જીવોને આ ભવમાં મોક્ષ થતો નથી. ભવાન્તરમાં પુરુષ થઈ મોક્ષે જાય એમ માને છે. આ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. નવ તત્ત્વોમાં છેલ્લું મોક્ષ તત્ત્વ સમજાવેલ છે. પરંતુ મોક્ષે જનારા જીવોને પોતાના આચ્છાદિત થયેલા ગુણો પ્રગટ કરવા પડે છે અને દોષોને તજવા પડે છે. એટલે જેમ જેમ ગુણો વધુ પ્રગટ થાય છે તેમ તેમ આ આત્મામાં ગુણસ્થાનક ઊંચું આવે છે. એટલે ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજવું જરૂરી છે. માટે હવે જૈનશાસ્ત્રોમાં બતાવેલા ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ સમજાવે છે. ૬૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ > ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ આત્મામાં જ્યાં સુધી આત્મકલ્યાણની સાચી દૃષ્ટિ આવતી નથી. સંસાર જ પ્રિય લાગે છે ત્યાં સુધી જીવ પહેલા ગુણઠાણે છે. પહેલા ગુણઠાણાનું નામ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક છે. મિથ્યા-અવળી-ઊલટી દૃષ્ટિ છે જેની તે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. સર્વે જીવોને અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ નામનું પહેલું ગુણસ્થાનક હોય છે. જ્યાં સુધી ધર્મસંજ્ઞા આવતી નથી, ઇન્દ્રિયસુખ જ પ્યારા લાગે છે. આત્મા, પરમાત્મા, મોક્ષ, સંસાર જેવાં તત્ત્વો સમજાતાં નથી. મોક્ષાદિ ઉપાદેય તત્ત્વો તરફ રુચિ થતી નથી ત્યાં સુધી જીવોને આ પહેલું ગુણઠાણું હોય છે. પહેલા ગુણઠાણાથી જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે ચોથા ગુણઠાણે જાય છે. પરંતુ તે ચોથે ગુણઠાણે જવા માટે પહેલા ગુણઠાણમાં જ જીવને નીચે મુજબ પ્રક્રિયા કરવી પડે છે. પહેલા ગુણઠાણે રહેલા જીવો ત્રણ કરણ કરે છે. કરણ એટલે અધ્યવસાય, વિચાર, પરિણામ. તે ત્રણનાં નામો આ પ્રમાણે છે. (૧) યથાપ્રવૃત્તકરણ (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તે ત્રણેનું સ્વરૂપ આ પ્રમાણે છે. યથાપ્રવૃત્તકરણઃ યથા = જેમતેમ, પ્રયત્ન વિના, સ્વાભાવિક રીતે, પ્રવૃત્ત, આવેલો, પ્રવર્તેલો જે આત્મપરિણામ - વૈરાગ્યવાળો અધ્યવસાય તે યથાપ્રવૃત્તકરણ. જેમ પર્વત પાસે નદી વહેતી હોય અને પર્વતના પથ્થરો નદીમાં પાણીના વહેણથી અથડાતા-પીડાતા કરચલીઓ કપાઈને ગોળ થાય છે તેવી રીતે આ જીવ સંસારમાં રખડતો રખડતો, દુઃખ અનુભવતો કોઈના મરણાદિ જોઈને વૈરાગ્યવાળો બને તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. આ ન્યાયનું નામ “નદીગોલધોલાય' કહેવાય છે. આવા યથાપ્રવૃત્તકરણના સ્મશાનીયા વૈરાગ્ય જેવા વૈરાગ્યવાળા પરિણામ આવવાથી જીવ આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ તોડીને માત્ર એક કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ઓછી બનાવે છે. અભવ્ય અને ભવ્ય બંને પ્રકારના જીવો આ કરણ કરે છે. પછીનાં કરણો ફક્ત ભવ્ય જીવો જ કરે છે. એક કરોડ ગુણ્યા એક કરોડ બરાબર કોડાકોડી કહેવાય છે. મોક્ષે જવાને જે યોગ્ય હોય તેને ભવ્ય કહેવાય છે. અને જે મોક્ષે જવાને કદાપિ યોગ્ય નથી તે Page #65 -------------------------------------------------------------------------- ________________ અભવ્ય કહેવાય છે. આ બંને ભાવો પારિણામિક છે. કર્મકૃત નથી માટે બદલાતા નથી. ભવ્યના પણ ત્રણ પ્રકાર હોય છે. (૧) આસન્ન ભવ્ય (૨) દુર્ભવ્ય અને (૩) જાતિભવ્ય. જે જીવ નજીકના કાળમાં જ મોક્ષે જવાના હોય તે આસનભવ્ય; જે જીવો લાંબા કાળે મોક્ષે જવાના હોય તે દુર્ભવ્ય. જે જીવો મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં નિગોદમાંથી નીકળવાના નથી અને મનુષ્યાદિ ભવોનો યોગ ન મળવાથી મોક્ષે નથી જ જવાના તે જાતિભવ્ય કહેવાય છે. પ્રશ્ન : અભવ્ય પણ મોશે નથી જવાના અને જાતિભવ્યો પણ મોક્ષે નથી જવાના. તો આ બંનેમાં તફાવત શું ? ઉત્તર : અભવ્યો મનુષ્યાદિ ભવરૂપ મોક્ષનાં નિમિત્તોનો યોગ પામે છે. પરંતુ પોતાની યોગ્યતા નથી. જેમ વળ્યા સ્ત્રી પુરુષનો યોગ પામે છે, પરંતુ સંતાનફળની યોગ્યતા નથી. તેમ અભવ્યો પણ મોક્ષફળ પામી શકતા નથી, તેથી પોતાની યોગ્યતાના અભાવે વધ્ય સ્ત્રી જેવા છે. જાતિભવ્યો પોતાની મોક્ષે જવાની યોગ્યતા ધરાવે છે, પરંતુ મનુષ્યાદિ ભવરૂપ મોક્ષનાં નિમિત્તોનો યોગ નથી પામતા તેથી વિધવા સ્ત્રી જેવા છે. જેમ વિધવા સ્ત્રીમાં સંતાનફળની યોગ્યતા છે. પરંતુ પુરુષનો યોગ નથી, તેમ જાતિભવ્યોને મનુષ્યાદિ ભવોનો યોગ નથી. અભવ્યો માત્ર યથાપ્રવાકરણ જ કરી શકે છે. આગળ વધી શકતા નથી પરંતુ ભવ્ય જીવોમાં કોઈ જીવો યથાપ્રવૃત્તકરણ કરી પાછા પણ ફરી જાય છે. કોઈક ત્યાં ને ત્યાં અટકી પણ જાય છે અને કોઈ કોઈ ભવ્ય જીવ જેનો વધેલો ઉત્સાહ અપૂર્વ છે તેવા જીવો બીજું કારણ “અપૂર્વકરણ કરે છે. અપૂર્વ - પહેલાં કદાપિ ન આવેલો જે અધ્યવસાય તે અપૂર્વકરણ. આવું અપૂર્વકરણ કોઈ વૈરાગ્યવાન ભવ્ય જીવો કરે છે. આ કરણ કરવા વડે અનાદિ કાળથી આત્મામાં જે રાગદ્વેષની ગાંઠ હતી તે તૂટી જાય છે એટલે કે “ગ્રંથિભેદ થાય છે. જેમ આખી સોપારી ખાવી દુષ્કર છે, પરંતુ તેનો ચૂરો કર્યો હોય તો ખાઈ શકાય છે. સોપારીનું બળ ઘટી જાય છે તેવી જ રીતે અનાદિ કાળથી આત્મામાં રાગદ્વેષની જે ગાંઠ હતી તેને અપૂર્વકરણ વડે આ આત્મા તોડી નાંખે છે, રાગ-દ્વેષને ઢીલા કરે છે. ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. જ્યાંથી આત્મા પાછો ન ફરે ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ઉત્તરોત્તર પરિણામની ધારા વૃદ્ધિ જ પામે તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ત્રીજા કરણથી મિથ્યાત્વ ઘણું નબળું પડતું જાય છે. આત્મા પાસે મિથ્યાત્વની જે સ્થિતિ સત્તામાં હાલ છે તે સ્થિતિમાંનો થોડો આઘભાગ ભોગવવા માટે રાખી તેની ઉપરની અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ સ્થિતિનું અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે આંતરું કરવું તે. દા. ત. સવારે નવ વાગે એક જીવ સમ્યક્ત્વ પામવા માટે ત્રણ કરણ શરૂ કરે છે. ૯ થી ૧૦માં યથાપ્રવૃત્તકરણ, ૧૦ થી ૧૧માં અપૂર્વકરણ, ૧૧ થી ૧૨માં નિવૃત્તિકરણ કરતો જીવ ૧૨ થી ૧ વાગ્યાની સ્થિતિમાં જે મિથ્યાત્વ મોહનીય ગોઠવેલી છે તેનું અંતરકરણ કરે છે. એટલે કે તે સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિતોને જીવ ઉપર-નીચેની બંને સ્થિતિઓમાં નાંખીને ખાલી કરે છે. જેથી મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થાય છે. પ્રથમ ભાગને ભોગવતો, અંતરકરણને ખાલી કરતો અને બીજી સ્થિતિને ઉપશમાવતો ઉપશમાવતો જીવ અનિવૃત્તિકરણ પૂર્ણ કરે છે. જ્યારે અંતરકરણમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ સમયે જ મિથ્યાત્વ મોહનીયકર્મ ન હોવાથી ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તે જ ચોથું ગુણસ્થાનક કહેવાય છે. તેનું નામ ‘અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાનક છે. આ અંતકરણમાં જીવ આવે ત્યારે દૃષ્ટિ સમ્યગ્-સાચી બની જાય છે. પરંતુ ભોગો તરફથી વિરતિ નથી. એટલે ‘અવિરત સમ્યગ્દષ્ટિ' કહેવાય છે. આ ગુણઠાણે આવેલો જીવ સત્તામાં રહેલી મિથ્યાત્વ મોહનીયના ત્રણ ભાગ કરે છે. ડાંગરની જેમ જે દલિયાં-ચોખ્ખાં થાય છે તે સમ્યક્ત્વમોહનીય, જે અર્ધ ફોતરાવાળી ડાંગરની જેવાં થાય છે તે મિશ્ર મોહનીય. અને હજુ તેવાં ને તેવાં જ રહે છે તે મિથ્યાત્વમોહનીય કર્મ કહેવાય છે. અંતરકરણમાં જીવ ઉપશમ સભ્યદૃષ્ટિ છે. તે સમ્યક્ત્વ ફક્ત અંતઃર્મુહૂર્ત જ ટકે છે. અંતઃકરણ પૂર્ણ થતાં ત્રણે દર્શન મોહનીય સત્તામાં છે. તેમાંથી જો સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં આવે તો ગુણઠાણું ચોથું જ રહે છે. પરંતુ સમ્યક્ત્વ ઉપશમને બદલે ક્ષયોપશમ કહેવાય છે. કારણ મિથ્યાત્વ મોહનીય હવે દબાયેલી રહી નથી. મંદ થઈ સમ્યક્ત્વ મોહનીય રૂપે ભોગવાય છે. આ ક્ષયોપશમ સમ્યક્ત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી રહે છે. અસંખ્યાતી વાર આવજા કરે છે. પરંતુ જો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો ત્રીજું ગુણસ્થાનક આવે છે. ૬૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્રીજાનું નામ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. તે વખતે ભગવાનના ઘર્મ ઉપર રુચિ પણ નથી હોતી અને અરુચિ પણ નથી હોતી. મધ્યસ્થ પરિણામ રહે છે. આ ત્રીજુ ગુણઠાણું ફક્ત અંતર્મુહૂર્ત જ ટકે છે. ત્રીજે ગુણઠાણે આવેલા જીવો ત્રીજેથી ફરી પહેલે પણ જાય છે અને ફરીથી ચોથે પણ જાય છે, પરંતુ બીજે જતાં નથી. વળી જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો ચોથેથી સીધું પહેલું ગુણઠાણું આવે છે. એમ અંતરકરણ પૂર્ણ થયા પછી ત્રણે મોહનીયના ઉદયમાંથી ગમે તે એકનો ઉદય થાય છે. પરંતુ અંતરકરણની અંદર જ ઓછામાં ઓછો ૧ સમય અને વધુમાં વધુ ૬ આવલિકા કાળ બાકી રહે ત્યારે મિથ્યાત્વ મોહનીય વિના ફક્ત એકલા અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તે કારણથી સમ્યકત્વ ચાલ્યું જાય છે. તેને “સાસ્વાદને” નામનું બીજું ગુણસ્થાનક કહેવાય છે. સમ્યકત્વનો જાણે આસ્વાદ ચાલુ હોય. જેમ ખીર ખાતાં જે મીઠાશ આવે તેવી ગંદી મીઠાશ વમન વખતે આવે છે. તેમ સમ્યકત્વ વમતા આ જીવને અંતરકરણની અંદર છેલ્લી છ આવલિકામાં આ સાસ્વાદન ગુણસ્થાનક આવે છે. આ ગુણઠાણે આવેલો જીવ છે આવલિકા પછી તુરત જ મિથ્યાત્વે જ જાય છે. આ ગુણઠાણું સંસારચક્રમાં ૫ વાર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ૧ થી ૪ ગુણઠાણાં પૂર્ણ થયાં. ચોથા અવિરત સમ્યગ્રષ્ટિ ગુણઠાણે જીવો ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) ક્ષાયિક, | મિથ્યાત્વ મિશ્ર અને સમ્યકત્વ મોહનીય તથા અનંતાનુબંધી ૪ કષાય એમ દર્શન સપ્તકના ઉપશમથી જે સમ્યકત્વ આવે છે તે ઉપશમસમ્યકત્વ કહેવાય છે. આ સાતમાંથી સમ્યકત્વ મોહનીયનો ઉદય અને શેષ ૬ નો ઉપશમ કરવાથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે શયોપશમ અને દર્શન સપ્તકનો ક્ષય થવાથી જે સમ્યક્તત્વ થાય છે તે સાયિક સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યકત્વ સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. આવેલું પાછું જતું નથી. આ ત્રણે ઉપશમાદિ સમ્યક્ત્વ ચોથે-પાંચમે, છકે અને સાતમે ગુણઠાણે હોય છે. આઠમા ગુણઠાણાથી ફક્ત ઉપશમ અને ક્ષાયિક એમ બે જ સમ્યક્ત્વ Page #68 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ક્ષયોપશમ હોતું નથી, કારણ કે સમ્યક્ત્વમોહનીયનો ઉદય હવે નથી. ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણે પ્રકારના સમ્યક્ત્વવાળા જીવને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણામાંથી જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાય મંદ થવાથી દેશવિરતિ ગુણ પ્રાપ્ત થાય ત્યારે પાંચમું ગુણઠાણું કહેવાય છે. આ ગુણઠાણું દેવ નારકીને હોતું નથી. ફક્ત તિર્યંચ મનુષ્યોને જ હોય છે. તેઓ અંશતઃ સંસાર છોડી દેશિવરતિધર બને છે. તે પાંચમું ગુણસ્થાનક. દેશવિરતિ ગ્રહણ કરનારાને શ્રાવકનાં બાર વ્રતો હોય છે. તે આ પ્રમાણે છે : (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : મોટા જીવો (હાલતા-ચાલતા ત્રસ) જીવોને નિરપરાધીને મારે જાણીબૂઝીને હણવા-હણાવવા નહીં. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ જેનાથી આપણે જૂઠાબોલા કહેવાઈએ, લોકો વિશ્વાસ ન કરે, ઇજ્જત હલકી થઈ જાય, પ્રતિષ્ઠા ગુમાવાય તેવું જૂઠું બોલવું નહીં. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ઃ જેનાથી આપણે ચોર કહેવાઈએ, ચોરીનો ગુનો લાગુ થાય, ફોજદારી કેસ થાય એવી ચોરી કરવી નહીં. માલિકની રજા વિના માલ લેવો નહીં. : (૪) સ્વદારાસંતોષ ઃ પરદારાવિરમણ વ્રત : નાતજાતના વ્યવહારથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીની સાથે વ્યવહાર કરવો નહીં. પરસ્ત્રીનું સેવન કરવું નહીં. (પ) પરિગ્રહ પરિમાણ વ્રત : ધન, મિલકત વિગેરે પરિગ્રહનું માપ ધારવું. ધારેલા માપથી ઉપર જવું નહીં. (૬) દિશા પરિમાણ વ્રત : પૂર્વાદિ ચારે દિશાઓમાં ઉપર અને નીચે એમ છએ દિશાઓમાં જવા-આવવાનો જીવનભરનો નિયમ ધારવો; તે ઉપરાંત જવું નહિ. (૭) ભોગોપભોગ વિરમણ વ્રત ઃ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જે ચીજો એકવાર ભોગવાય તેવી છે તે ભોગ, અને વારંવાર ભોગવાય તેવી ચીજો છે તે ઉપભોગ. જેમ કે રાંધેલું અનાજ, ફ્રુટ તે ભોગ ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૮). અને વસ્ત્ર, મકાન, સ્ત્રી આદિ તે ઉપભોગ. આ બંનેની સંખ્યાનો નિયમ કરવો, જેમ કે જીવનપર્યન્ત દરરોજ ૩૦, ૪૦, ૫૦ ચીજથી વધારે ખાવાપીવી નહીં. ૨૫, ૩૦ જોડીથી વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં. અનર્થદંડ વિરમણ વ્રત: જેની જરૂર નથી, જે બિનપ્રયોજનવાળાં પાપો છે તે બહુધા કરવાં જ નહીં. અને કદાચ કરવાં પડે તો પણ તેનું માપ ધારવું તે. જેમ કે નદીમાં નાહવું, સમુદ્રમાં સ્નાન કરવું, હીંચોળે હીંચવું, નાટક, સરઘસ જોવાં વિગેરે અનર્થકારી પાપોનું પ્રમાણ કરવું. (૯) સામાયિક વ્રત : સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક. આત્મામાં સમતા ભાવ આવે તે માટે ૪૮ મિનિટ ઘરસંસારનો ત્યાગ કરીને સાધુના જેવું જીવન અપનાવવું, સ્વીકારવું તે. સામાયિકવ્રત. મહિનામાં અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાં જ. બની શકે ત્યાં સુધી આ સામાયિક ઘરથી દૂર ઉપાશ્રય આદિમાં કરવાં કે જેથી ચિત્તની સ્થિરતા વધે. (૧૦) દેશાવગાશિક વ્રત : વર્ષમાં એકાદ વખત પણ આ વ્રત કરવું. પોતાના મકાન વિનાની બીજી ભૂમિનો અથવા પોતાની શેરી, ગલી, પોળ, સ્ટ્રીટની ભૂમિ વિનાની બીજી ભૂમિનો ઉપયોગ કરવો નહીં. તે દેશાવગાશિક. આ વ્રત ધાર્યા પછી બહારના ફોન, ટપાલ લેવાય, વંચાય નહીં. આ વ્રત યથાર્થ પાળવા માટે લોકો સવારથી સાંજ સુધી ૮-૧૦ સામાયિક જ કરે છે. (૧૧) પૌષધોપવાસ વ્રત : જીવનમાં વર્ષ દરમ્યાન એકાદ-બે પણ પૌષધ કરવા. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ, રાત્રિ- દિવસ ઘર- સંસારનો ત્યાગ કરી સાવઘયોગનાં પચ્ચખાણ કરીને સાધુના જેવું જીવન જીવવું તે ભૂમિશયન, એકલાહારી, સચિત્તનો ત્યાગ, પડિલેહણ, દેવવંદન આદિ ધર્મક્રિયાઓ કરવાપૂર્વક વ્રત કરવું તે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત : રાત્રિ-દિવસનો પૌષધ કરી, ઉપવાસ વ્રત કરી, બીજા દિવસે એકાસણું કરી અતિથિને (સાધુ-સાધ્વીજી) Page #70 -------------------------------------------------------------------------- ________________ વહોરાવીને, તે ન મળે તો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને જમાડીને પછી એકાસણું કરવું તે અતિથિ સંવિભાગ દ્રત. ઉપર મુજબ શ્રાવકનાં બાર વ્રત છે. તે ઉપરાંત શ્રાવક જીવનમાં ૧૧ પડિમા પણ આવે છે. એકાદ વ્રત ઉચ્ચરીએ તો જઘન્ય દેશવિરતિ ગુણઠાણું અને બારે વ્રત ઉચ્ચારીએ તો મધ્યમ અને ઉપરાંત પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવિરતિ ગુણઠાણું કહેવાય છે. આ ગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડવર્ણ કાળ હોય છે. કારણ કે દેશવિરતિ ગ્રહણ કરે તેવા કર્મભૂમિના જીવોનું આયુષ્ય પૂર્વક્રોડવર્ષ જ હોય છે. તેમાં ૮-૯ વર્ષની ઉંમર પછી જ વિરતિ આવે એટલે તેટલો કાળ બાદ કરતાં દેશોન પૂર્વક્રોડવર્ણ કાળ પાંચમા ગુણઠાણાનો હોય છે. ત્યારબાદ સંસારનો સર્વથા ત્યાગ કરી મહાવ્રતવાળું સાધુજીવન સ્વીકારે તો છઠ્ઠ-સાતમું ગુણઠાણું આવે છે. છાનું નામ પ્રમત્ત સંયત ગુણસ્થાનક અને સાતમાનું નામ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. સાધુજીવન સ્વીકારવા છતાં મોહવશ પ્રમાદ દશા આવી જાય તો છઠું અને સાવધાનાવસ્થા આવે ત્યારે સાતમું. આ બન્ને ગુણઠાણાં જીવનમાં અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત પરાવર્તન પામ્યા જ કરે છે. જીવનમાં આત્માની સાધના કરે તે સાધુ. તત્ત્વનું ચિંતન મનન કરે તે મુનિ. શ્રાવકના જીવનમાં અણુવ્રત અને સાધુના જીવનમાં પાંચ મહાવ્રત હોય (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ નાના-મોટા, અપરાધી-નિરપરાધી કોઈપણ જીવને મારવો નહીં, મરાવવો નહીં, મારતાને વખાણવો નહીં. (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત : નાનું-મોટું કોઈપણ પ્રકારનું જૂઠું બોલવું નહીં. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત : નાની-મોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં. (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત : સ્વસ્ત્રી, પરસ્ત્રી આદિ તમામનો ત્યાગ કરવો. (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત ઃ સર્વથા ઘન, સંપત્તિ, મિલકત બિલકુલ રાખવી નહીં. Page #71 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ મહાવ્રતો ઉપરાંત છે જીવની કાયાની રક્ષા, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન ઈત્યાદિ જીવનમાં મહાગુણો હોય છે. આ છઠ્ઠ-સાતમું ગુણઠાણું મનુષ્યભવમાં જ આવે છે. હાલ ભરતક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં ૧ થી ૭ જ ગુણઠાણા હોય છે. ૪ થી ૭ ગુણઠાણાંમાં સમ્યક્ત્વ ત્રણ પ્રકારનાં હોય છે. ફક્ત વિરતિના કારણે જ ગુણઠાણાં જુદાં જુદાં ગણાય છે. ચોથે ગુણઠાણે અવિરતિ છે. પાંચમે દેશવિરતિધર છે અને છ સાતમે સર્વવિરતિધર હવે પછીનાં ૮ થી ઉપરનાં તમામ ગુણઠાણાં જીવને ફક્ત શ્રેણીમાં પ્રાપ્ત થાય છે. શ્રેણી એટલે નિસરણી. નિસરણીમાં જેમ વધુ વખત ઊભું રહેવાતું નથી, નિસરણી ચડવા માંડ્યા પછી સડસડાટ ચડી જ જવાય છે તેવી રીતે આઠમા ગુણઠાણે ચડ્યા પછી જીવ ક્યાંય વિરામ પામતો નથી. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ ગુણઠાણાંમાં તુરત ચડી જ જાય છે. દરેક ગુણઠાણે ફક્ત અંતર્મુહૂર્ત જ રોકાય છે. માટે હવે પછીનાં ગુણઠાણાંઓને શ્રેણી કહેવાય છે. - તે ગુણઠાણાઓમાં જીવ બે પ્રકારે ચડે છે. એક મોહનીયકર્મને ઉપશમાવીને અને બીજે મોહનીયકર્મ ખપાવીને ચડે છે. મોહનીયકર્મને ઉપશમાવીને ચડે તેને ઉપશમ શ્રેણી કહેવાય છે અને ખપાવીને ચડે તેને ક્ષેપક શ્રેણી કહેવાય છે ઉપશમ શ્રેણીમાં ૮ થી ૧૧મે જવાય છે. ક્ષપક શ્રેણીમાં ૮, ૯, ૧૦ થી ૧૨ મે જવાય છે. તે બન્ને શ્રેણીમાંથી પ્રથમ ઉપશમ શ્રેણીનું સ્વરૂપ આ પ્રમાણે છે; ઉપશમ શ્રેણીમાં ચડનાર જીવ ઉપશમ સમ્યકત્વી હોય છે. અથવા જેણે પહેલાં પરભવનું આયુષ્ય બાંધી લીધું હોય છે તેવા ક્ષાયિક સમ્યગદૃષ્ટિ જીવો હોય છે. આવા જીવો છ-સાતમે ગુણઠાણે બહુવાર ફરતાં ફરતાં સુંદરતમ અધ્યવસાયો આવવાથી આઠમે ગુણઠાણે આવે છે. આઠમા ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ – પહેલાં કોઈ દિવસ ન આવ્યો હોય તેવો સુંદર પરિણામ જીવને આવે તે અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. ત્યારબાદ આવા જ ચઢતા પરિણામોથી જીવ નવમા ગુણઠાણે જાય છે. નવમા ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ', જ્યાંથી પાછા ફરવાનું નથી. સરખા અધ્યવસાયવાળા જીવો, આ બન્ને ગુણઠાણાઓમાં ચડતો જીવ નીચે મુજબ મોહને ઉપશમાવે છે. ૭૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ આઠમા ગુણઠાણે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ આ પાંચે કાર્યો કરવા મોહનીયકર્મને ઉપશમાવી શકે તેવી પ્રાથમિક ભૂમિકા લઘુકર્મીપણું જીવ પ્રાપ્ત કરે છે. કર્મોને હળવાં કરે છે અને નવમે ગુણઠાણે મોહનીય કર્મની નોકષાય ૯ અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪, અને સંજ્વલન ક્રોધ-માન માયા ૩ એમ ૨૦ પ્રકૃતિઓનો ક્રમશઃ ઉપશમ કરે છે. ત્યારબાદ જીવ દશમા ગુણસ્થાનકે જાય છે. દસમા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપરાય' જ્યાં ફકત હવે એક સૂમ લોભ જ ઉપશમાવવાનો બાકી છે. તે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે રહેલો જીવ લોભને પણ ઉપશમાવે છે. (ઉપશમાવવું એટલે દબાવવું, ભારેલા અગ્નિની જેમ ઢાંકવું.) આ પ્રકારે ૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણસ્થાનકોમાં આરોહણ કરતો જીવ મોહનીયકર્મને તદ્દન ઉપશમાવે છે. આ ત્રણ ગુણસ્થાનકોમાં ઉપશમાવતો ચડે ત્યારે આ ઉપશમ શ્રેણી કહેવાય છે. ઉપશમ ફક્ત એક મોહનીય કર્મનો જ થાય છે. ત્યારબાદ જીવ અગ્યારમાં ગુણઠાણે જાય છે. અગિયારમા ગુણઠાણાનું નામ “ઉપશાન્તમોહ ગુણસ્થાનક' સર્વથા ઉપશમી ગયો છે મોહ જેનો તે , ઉપશાન્તમોહ ગુણસ્થાનક. આ અગિયારમે ગુણઠાણે જ્યારે જીવ આવે છે ત્યારે તેનો મોહ તદ્દન ઉપશમી ગયો હોય છે. ૮, ૯, ૧૦, ૧૧ આ ચારે ગુણઠાણે જીવ આવ્યા પછી કદાચ વચમાં આયુષ્ય પૂરું થઈ જાય તો મૃત્યુ પણ પામી જાય છે. તેથી જઘન્યથી ૧ સમય કાળ હોય છે. અને વધુમાં વધુ અંતર્મુહૂર્ત કાળ જ રહે છે. તેથી વધારે કાળ આ ચારે ગુણઠાણામાં ક્યાંય રોકાતો નથી. જો મૃત્યુ પામે તો મરીને નિયમો દેવલોકમાં જ જાય છે. અને ઉપરના ચારે ગુણઠાણોમાંથી સીધું ચોથું ગુણઠાણું આવે છે કારણ કે દેવોને ચાર ગુણઠાણાં જ હોય છે અને આ રીતે મરીને દેવલોકમાં જનારાને ભવક્ષયે પડ્યો કહેવાય છે. હવે જે જીવ “મૃત્યુ ન પામે તે પણ ૮, ૯, ૧૦, ૧૧મે ગુણઠાણે જઈને નિયમો ગબડે જ છે. કારણ કે મોહને ઉપશમાવીને આવેલ છે. તે ઉપશમાવેલ મોહ પુનઃ ઉદયમાં શરૂ થાય છે. આગળ ૧૨, ૧૩, ૧૪ ગુણઠાણાઓમાં તો મોહનો ક્ષય કર્યા પછી જ જવાય છે. માટે ઉપશમાવીને ૭૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચડેલો આ જીવ અગિયારમા ગુણઠાણાથી પાછો ફરે છે. તેને કાળક્ષયે પડ્યો કહેવાય છે. અગિયારમા ગુણઠાણાનો કાળ પૂરો થવાથી જે પડે તે કાળક્ષયે પતન કહેવાય છે. તે ૧૦ મે, ૯ મે, ૮ મે, ૭ મે અને ૬ કે ગુણઠાણે આવીને અટકે છે. અને ત્યારથી કદાચ ફરીથી પણ ઉપશમ અથવા ક્ષપક શ્રેણી માંડી શકે છે. જો ન અટકે તો પડતો પડતો વાવતા પહેલા ગુણઠાણા સુધી પણ પડી જાય છે. પરંતુ આટલાં આટલાં ગુણઠાણાં ચડીને આ જીવ અહીં આવેલ છે. માટે અર્ધપુદ્ગલ પરાવર્તે તો અવશ્ય મોક્ષે જાય જ છે. એક ભવમાં આ ઉપશમ શ્રેણી વધુમાં વધુ બે વાર શરૂ કરે છે. અને આખા સંસારચક્રમાં ચાર વાર શ્રેણી માંડે છે. જેણે આ ભવમાં એકવાર ઉપશમ Pણી પ્રારંભી હોય તે જીવ આ ભવમાં ક્ષેપક શ્રેણી માંડી શકે છે તેમ કર્મગ્રંથકાર માને છે. અને સિદ્ધાન્તકાર એમ માને છે કે એક ભવમાં ફક્ત એક જ શ્રેણી જીવ માંડે છે. એટલે ઉપશમ શ્રેણી ૧ વાર માંડ્યા પછી ક્ષેપક શ્રેણી માંડતો નથી. આ પ્રશ્ન : આ ઉપશમ શ્રેણીમાં ચડનારા જીવો ૮, ૯, ૧૦ ગુણઠાણે મોહનીયકર્મનો ઉપશમ કરે છે એમ કહ્યું. પરંતુ મોહનીયકર્મનો ઉપશમ કર્યા વિના ૮ મા સુધી આવ્યો કેવી રીતે ? કારણ કે મોહનીયનો જો ઉદય હોય તો ૪ થા ગુણઠાણાથી ઉપર આવી જ ન શકાય. માટે ઉપશમાવીને જ આવ્યો હોવો જોઈએ. જે ઉપશમાવીને અહીં શ્રેણીમાં આવ્યો હોય તો ફરીથી ૮, ૯, ૧૦ મે ઉપશમ કહેવાનું કારણ શું? ઉત્તર : ૪થા ગુણઠાણામાંથી ૮મા ગુણઠાણા સુધી જીવ જે ચડે છે તે મોહનીયકર્મનો ઉપશમ કરીને નહીં. પરંતુ ક્ષયોપશમ કરીને ચડે છે. ઉદય અટકાવે છે, પરંતુ ઉપશમ કરતો નથી. ફક્ત ક્ષયોપશમ કરે છે તેથી ૪થી ૮ ગુણઠાણાં સુધી ચડી શકે છે. પ્રશ્ન : ઉપશમ અને ક્ષયોપશમ એ બંનેમાં તફાવત શું ? ઉત્તર : ઉપશમ એટલે કર્મને સર્વથા દબાવી દેવું. જેમાં રસોદય પણ ન હોય અને પ્રદેશોદય પણ ન હોય જેથી ઉપશાન્તાવસ્થા . કહેવાય છે. અને ક્ષયોપશમ એટલે કે અપ્રત્યાખ્યાની આદિ ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ કષાયોને મંદ કરી પોતાના રૂપે ઉપશમ કરી બીજા પ્રત્યાખ્યાનીય સંજુવલનાદિમાં પ્રવેશ કરી બીજા કષાયરૂપે ભોગવીને ક્ષય કરવો તે ક્ષયોપશમ - આ ક્ષયોપશમમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કર્મના દલિકો સંજ્વલન રૂપે ભોગવાય છે. માટે તેઓનો રસોદય નથી હોતો, પરંતુ પ્રદેશોદય હોય છે. પરકષાયરૂપે વેદન તે પ્રદેશોદય. ઉપશમ શ્રેણીમાં ચડેલો આ આત્મા મોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરવા વડે ક્ષયોપશમને પણ હવે રોકે છે. ૧૧મું ઉપશાન્તમોહ ગુણઠાણું પડવૈયું જ હોય છે. ઉપશમ શ્રેણીવાળા જ જીવો અહિ આવે છે. ક્ષપક શ્રેણીવાળા જીવો ૮, ૯, ૧૦માથી સીધા ૧૨મા ગુણઠાણે જાય છે. ૧૧મે ગુણઠાણે ક્ષપક શ્રેણીવાળા જીવો આવતા નથી. ક્ષપક શ્રેણીનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૪ થી ૭ ગુણઠાણામાં વર્તતા ક્ષયોપશમ સમ્યકૃત્વવાળા જીવ સૌ પ્રથમ સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. પ્રથમ સંઘયણવાળો, તીર્થંકરાદિના કાળમાં વર્તતો મનુષ્ય જ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વાદિ ત્રણ દર્શનમોહનીય, ને ચાર અનંતાનુબંધી કષાય એમ સાત કર્મોનો ૪ થી ૭ ગુણઠાણામાં વર્તતો જીવ ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ છ-સાતમે ગુણઠાણે આવી ક્ષેપક શ્રેણી માંડવાની ભૂમિકા સર્જે છે. ત્યારબાદ ૮ મે ગુણઠાણે અપૂર્વકરણમાં અપૂર્વ પરિણામવાળો થઈ સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો કરવા વડે ઘણો જ લઘુકર્મી જીવ બને છે. મોહનીયકર્મનો નાશ કરવા માટે સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ “અનિવૃત્તિકરણ' નામના નવમા ગુણઠાણે જીવ જાય છે. ત્યાં મોહનીયકર્મની ઉપશમ શ્રેણીની જેમ જ ૨૦’ પ્રકૃતિઓ ખપાવે છે. ત્યારબાદ આ જીવ સૂક્ષ્મસંપરાય ગુણઠાણે જાય છે. ત્યાં સંજ્વલન લોભને ખપાવે છે. આ પ્રમાણે ૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણઠાણામાં વર્તતો આ જીવ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કરીને બારમા ગુણઠાણે જાય છે. અગિયારમું ગુણઠાણું ઉપશાન્તનું હોવાથી આ જીવ અગિયારમાં ગુણઠાણે જતો નથી. દસમાથી સીધો બારમા ગુણઠાણે જાય છે. ૭૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણઠાણાના પ્રયત્નથી ૧ મોહનીયકર્મ ક્ષીણ થાય છે. પરંતુ મોહનીયકર્મ રાજા સમાન હોવાથી તે ગયે છતે બારમા એક જ ગુણઠાણમાં આ આત્મા જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ કર્મોનો ક્ષય કરી શકે છે. જે આત્માએ ત્રણ ગુણઠાણાઓમાં એક કર્મનો નાશ કર્યો તે જ આત્મા હવે એક જ ગુણઠાણે ત્રણ કર્મોનો નાશ આત્મબળ વધવાથી કરી શકે છે. બારમા ગુણઠાણાનું નામ ‘ક્ષીણમોહ' ગુણસ્થાનક. આ ગુણઠાણે મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી ‘ક્ષીણમોહ' નામ છે. ક્ષપક શ્રેણીનાં ૮, ૯, ૧૦, ૧૨ આ ચારે ગુણઠાણે જીવ જધન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ રહે છે. તથા આ ચાર ગુણસ્થાનકોમાં ક્યાંય મૃત્યુ પામતો નથી તેમજ પાછો ઊતરતો નથી. ક્ષીણમોહ ગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મોનો સર્વથા નાશ કરે છે. ત્યારબાદ આ આત્મા તેરમા સંયોગીકેવળી’ ગુણઠાણે આવે છે. બારમા ગુણઠાણાના છેડે ઘાતીકર્મનો ક્ષય થવાથી આ આત્મા તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેથી કેવલી કહેવાય છે. તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિવાળા છે એટલે સયોગી કહેવાય છે. મનથી જે મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તરવાસી દેવો પ્રશ્નો પૂછે છે તેનો ઉત્તર ભગવાન મનથી આપે છે માટે મ્નયોગ છે. તથા વચનથી ૩૫ ગુણોથી યુક્ત સુંદર વાણી પ્રકાશે છે માટે વચનયોગ પણ છે. અને કાયયોગથી ગામાનુગામ ભગવાન વિહાર કરે છે. આહારાદિ ગ્રહણ કરે છે. તે તમામ કાયયોગ છે. આ પ્રમાણે ભગવાન ‘સયોગી કેવળી' કહેવાય છે. દિગંબર સંપ્રદાય એમ માને છે કે ભગવાન કેવળજ્ઞાન પામે પછી આહારાદિ લેતા નથી. આ ગુણઠાણે આવેલા આત્માઓ કેવલીપણે વિચરી, ધર્મોપદેશ આપી પૃથ્વીતલને પાવન કરી પોતાનું મનુષ્યભવનું શેષાયુષ્ય લગભગ પૂર્ણ કરે છે. જ્યારે થોડું આયુષ્ય (અંતર્મુહૂર્ત) આયુષ્ય બાકી રહે છે ત્યારે પોતાનું આયુષ્ય કર્મ થોડું અને શેષ ત્રણ નામ-ગોત્ર અને વેદનીયકર્મ વધારે બાકી છે એમ જો જણાય તો કેવલી ભગવાન સમુદ્દાત કરે છે. કેવલી સુમદ્રઘાત એટલે કે કેવળજ્ઞાની ભગવન્તોએ કરેલો શેષ ત્રણ કર્મોનો જલ્દી જે ઘાત તે કેવલી સમુદ્દાત. સમુદ્દાતની પ્રક્રિયા આ પ્રમાણે છે. ૭૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાની ભગવાન પોતાના શરીરમાંથી આત્માના પ્રદેશો બહાર કાઢીને ઊર્ધ્વ અને અધોલોકના છેડા સુધી ચૌદ રાજલોક પ્રમાણ આત્મપ્રદેશોને લાંબા કરે છે. તે આકાર લાકડી જેવો થવાથી તેને દંડ કહેવાય છે. ઉપર સિદ્ધશિલાથી એક યોજન ઊંચા સુધી, નીચે સાતમી નારકના તળિયા સુધી આત્મપ્રદેશોને લાંબા કરે છે. - બીજા સમયે આ દંડમાંથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં આત્મપ્રદેશોને લોકના છેડા સુધી પહોળા કરે છે. બે દિશામાં પહોળા થવાથી કમાડ જેવો આધાર બન્યો છે માટે તેને કપાટ કહેવાય છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ આ મપ્રદેશો લોકના છેડા સુધી લંબાવે છે, જેથી ચારે દિશામાં આત્મા લાંબો થવાથી મન્થાન-રવૈયા જેવો આકાર બન્યો છે માટે મન્થાન કર્યું એમ કહેવાય છે. ચોથા સમયે ચારે ખૂણાઓમાં આત્મપ્રદેશો લંબાવે છે જેથી ચોથા સમયે આ ભગવાન સર્વલોકવ્યાપી બને છે. આ પ્રમાણે ૧ થી ૪ સમયોમાં આત્મા આખા લોકમાં વિસ્તાર પામે છે. હવે પાંચમા સમયથી તે જ આત્મા પાછો સંકોચાય છે. પાંચમા સમયે આંતરામાંથી પાછો ફરે છે. છઠ્ઠા સમયે મન્થાનમાંથી પાછો ફરે છે. સાતમા સમયે કપાટમાંથી પાછો ફરે છે અને આઠમા સમયે દંડમાંથી પાછો ફરે છે અને જેવા હતા તેવા પુનઃ શરીરસ્થ બની જાય છે. આવી પ્રક્રિયાને કેવલી સમુદ્રઘાત કહેવાય છે. પ્રશ્ન : આવી પ્રક્રિયા કરવા માત્રથી નામકર્માદિ ત્રણ કર્મોનો ક્ષય કેવી રીતે થાય ? ઉત્તર : કેવલી ભગવાનની આ ચમત્કારિક પ્રક્રિયા વિશેષ છે કે જેનાથી તેમનાં ત્રણ કર્મો આ ક્રિયાથી તૂટીને આયુષ્યની સાથે સમાન બને છે. જેમ ધોયેલું સંકેલેલું કપડું પડ્યું હોય તો બાર કલાકે સુકાય તે જ કપડું જો વિસ્તૃત કરવામાં આવ્યું હોય તો ૧ કલાકમાં પણ સુકાઈ જાય છે. તેવી જ રીતે કેવલી ભગવાનનો આત્મા ચૌદ રાજલોકમાં વિસ્તૃત થવા વડે સમસ્ત કર્મોને તોડી શકે છે અને આયુષ્યની સાથે સમાન કરી શકે છે. આ કામકાજ કેવલી જ કરી શકે છે, બીજાથી આ કાર્યવાહી થતી નથી. આ પ્રમાણે કેવલી સમુઘાત કર્યા પછી હવે ભગવાન ચૌદમે ગુણઠાણે ૭૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ જવા માટે તેરમા ગુણઠાણાના છેડે યોગનિરોધ કરે છે. તે આ પ્રમાણે : > યોગનિરોધનું સ્વરૂપ આ પ્રમાણે છે : સયોગી કેવલી ભગવાન કેવલી સમુદ્યાત કર્યા પછી મન, વચન અને કાયાનો યોગનિરોધ કરવા માટે પ્રથમ બાદર મનયોગનો વિરોધ કરે છે. ત્યારબાદ બાદર વચનયોગનો નિરોધ કરે છે. ત્યારબાદ બાદર કાયયોગનો નિરોધ કરે છે, ત્યારબાદ સૂક્ષ્મ મનયોગ, સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. આ સૂક્ષ્મ કાયયોગ નિરોધ કરતી વખતે કેવળ જ્ઞાની ભગવાન પોતાના આત્માને ઘનીભૂત કરે છે. એટલે કે આત્માનું જ્યાં જ્યાં પોલાણ હોય છે તે પૂરીને ઘનીભૂત બને છે. જેમ એક વાસણમાં ભરેલું અનાજ વધુ જગ્યા રોકે છે, પરંતુ તેને ઠમઠોરવાથી પોલાણ પુરાવાથી જેમ જગ્યા ઓછી રોકે છે, તેવી રીતે આ આત્મા પોતાના આત્મપ્રદેશોને ઘનીભૂત કરે છે. તેથી લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સંકોચાઈ જાય છે અને ૧૩ ઓછી થઈ જાય છે. ફક્ત ૨૩ લંબાઈ આદિ રહે છે. દા.ત., ઋષભદેવ પ્રભુની કાયા પાંચસો ધનુષ્ય લાંબી હતી. તેમની ધનીભૂતાવસ્થા ૩૩૩. ૨/૩ લંબાઈ રહે છે. યોગોનો સર્વથા નિરોધ થાય છે. શાતાવેદનીયનો બંધ અટકી જાય છે. શુક્લલેશ્યા પણ અટકી જાય છે. તેરમું ગુણઠાણું પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ ભગવાન અયોગી કેવલી ગુણસ્થાનકે જાય છે. અહીં મન. • વચન અને કાયાના યોગો બીલકુલ નહીં હોવાથી ભગવાન અયોગી કહેવાય છે. આ ગુણઠાણાનો કાળ હ્રસ્વ-અ, ઈ, ઉં, ઝ, લૂં, એમ ગુજરાતી પાંચ હસ્વ સ્વરને બોલતા જેટલો સમય થાય તેટલો જ કાળ આ ગુણઠાણાનો જાણવો. આ ગુણઠાણે યોગ ન હોવાથી સર્વથા કર્મબંધ નથી. તેથી અનાશ્રવ ભાવ (સર્વથા કર્મનું ન આવવું) છે, તથા સર્વસંવરભાવ કહેવાય છે. વળી આ પરમાત્મા અયોગી હોવાથી મેરુપર્વતની જેમ અત્યન્ત સ્થિર છે. માટે શેલેષીકરણ શિલેશ - મેરુપર્વત તેના જેવા સ્થિર) થાય છે. આયુષ્ય નામ ગોત્ર વેદનીય આ ચારે અઘાતી કર્મોને ખપાવીને એક જ સમયમાં મોક્ષે જાય છે. દેહત્યાગ કર્યા પછી મોશે પહોંચતા ફક્ત એક જ સમય લાગે છે. વળી સમશ્રેણીથી મોક્ષે જાય છે. વાંકાચૂંકા કે આડાઅવળા મોક્ષે જતા નથી. મોક્ષે ગયા પછી અનંતકાળ ત્યાં સ્વભાવદશામાં સદા સ્થિર રહે છે. કેવળજ્ઞાનાદિ સ્વગુણોની રમણતામાં જ મગ્ન રહે છે અને એ જ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાચું આત્મસુખ છે. આ પ્રમાણે ચૌદ ગુણાઠાણાનું સ્વરૂપ પૂર્ણ થયું. ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજાવ્યું. હવે કર્મસંબંધી પણ કેટલીક ચર્ચા જાણવા જેવી છે, માટે કર્મસંબંધી સ્વરૂપ વિચારીએ. > કર્મસંબંધી ચર્ચા : જગત આખામાં પુદ્ગલાસ્તિકાય ઠાંસી ઠાંસીને ભરેલો છે. તેમાં આઠ વર્ગણાઓ આવે છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તેજસ (૫) શ્વાસ (૬) ભાષા (૭) મન (2) કાર્મણ. ઔદારિક શરીર બનાવવા માટે જે પુદ્ગલો કામ આવે તે ઔદારિક વર્ગણા. તેવી રીતે વૈક્રિયશરીરાદિ બનાવવા માટે જે પુગલો કામ આવે તે વૈક્રિયાદિ વર્ગણા કહેવાય છે. તેવી રીતે કર્મ બાંધવા માટે જે પગલો કામ આવે તે કાર્ય વર્ગણા કહેવાય છે. કાર્મણ વર્ગણાના પુદ્ગલો જ આત્માની સાથે જોઈન્ટ થઈને કર્મરૂપ બને છે. કર્મ બાંધવામાં (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ, એમ ચાર કારણો છે, જેમ કપડું ચોખ્ખું હોય તો તેના ઉપર પડેલી ધૂળને રજ' કહેવાય છે. જે ખંખેરવાથી નીકળી જાય છે. પરંતુ તે જ વસ્ત્ર જે તૈલાદિના ડાઘવાળું હોય તો તે વસ્ત્ર ઉપર પડેલી ધૂળ તે “મેલ” બની જાય છે. રજ અને મેલમાં આટલો ફરક છે. એટલા જ માટે લોગસ્સ સૂત્રમાં વિહુયરયમલા પાઠમાં બંને શબ્દો જુદા લખ્યાં છે. તેવી રીતે આત્મા જ્યારે મિથ્યાત્વાદિ દોષવાળો બને ત્યારે તે આત્માની સાથે જે કાશ્મણ વર્ગણા ચોટે છે તે કર્મ બની જાય છે. (૧) મિથ્યાત્વ : એટલે ઉત્તમ દેવ-ગુરુ ધર્મની શ્રદ્ધા ન કરવી અને કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપર શ્રદ્ધા કરવી, આત્મહિતની ઉપેક્ષા કરવી અને સંસારાભિનન્દી થવું. સત્યમાર્ગની પ્રીતિ ન કરવી અને અસત્ય અહિતકારક માર્ગ ઉપર તથા તેવા માર્ગોપદેશક ઉપર પ્રીતિ કરવી તે મિથ્યાત્વ. (૨) અવિરતિ : સાંસારિક ભોગોનો ત્યાગ ન કરવો. બધા જ પ્રકારનાં પાપ આગ્નવો વગેરે ભોગવવા તે, પૃથ્વીકાયાદિ છ કાયાની હિંસા કરવી તથા મન અને ચક્ષુરાદિ ઈન્દ્રિયોને છૂટી મૂકવી. ઈષ્ટ વિષયોની પ્રાપ્તિમાં રાગ કરવો અને અનિષ્ટ વિષયોની પ્રાપ્તિમાં દ્વેષ કરવો તે અવિરતિ કહેવાય છે. (૩) કષાય : ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ એટલે આવેશ-ગુસ્સો, Page #79 -------------------------------------------------------------------------- ________________ પાવર. માન એટલે અભિમાન, માયા એટલે જૂઠ-કપટ, લોભ એટલે આસક્તિ, પૃહા આ ચાર કષાયો કર્મબંધનાં કારણો છે. તેમાં ક્રોઘ બહારથી દેખાતો કષાય છે. કારણ કે આપણે કોઈની સાથે ઝઘડ્યા હોઈએ તો થાક લાગે છે, માથું દુઃખે છે, તાવ આવે છે. કરનારને પોતાને પસ્તાવો પણ થાય છે. મારામારી વખતે કોઈ છોડાવવા પણ આવે છે. પરંતુ માન, માયા અને લોભ આ ત્રણ અંદરના કષાય છે. બીજાને બહારથી દેખાતા જ નથી તો વારવા-રોકવા બીજા માણસો ક્યાંથી આવે ? માટે આ આન્તરિક શત્રુઓથી વધારે ચેતવા જેવું છે. વળી લોભનો અર્થ આપણે ધનની કરકસર એટલો જ કર્યો છે તે બરાબર નથી, કારણ કે તેનો અર્થ કરવાથી જે ધનવાન માણસો હોય છે તેમાં જ લોભ હોય એવી ભ્રાન્તિ થાય છે અને સૌ કોઈને પોતાની પાસે ખાસ ધનવિશેષ નથી એમ જ દેખાય છે. બીજા શ્રીમન્તો જ ધનવાન લાગે છે, એટલે આપણામાં જાણે લોભ છે જ નહીં એમ માની બેસે છે. માટે ધન માત્રમાં લોભ શબ્દ ન ગોઠવતાં લોભ, ઇચ્છા, સ્પૃહા, વાસના, આશા, અપેક્ષા એવો અર્થ કરવો જોઈએ કે જેથી આપણામાં પણ લોભની માત્રા સમજાય. વળી ચારે કષાયોમાં સૌ પ્રથમ આ જીવને પોતાના મનમાં કોઈ પણ જાતની ઇચ્છા જ લોભ ઉત્પન્ન થાય છે. પછી તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે જીવ માયા શરૂ કરે છે. માયા પ્રમાણે ધાર્યું કાર્ય થાય અર્થાત્ માયા સફળ થાય તો જીવને માન ઉત્પન્ન થાય છે. અને જો માયા પ્રમાણે ધાર્યું કાર્ય ન થાય અર્થાત માયા નિષ્ફળ જાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ચાર કષાયોની ઉત્પત્તિનો ક્રમ છે. (૪) ત્રણ પ્રકારનો યોગ - મન, વચન અને કાયાનો યોગ કર્મબંધનું કારણ છે. ઉપર મુજબ મિથ્યાત્વાદિ કર્મબંધના નિમિત્તોથી આ જીવ કર્મ બાંધે છે. તે કર્મના સામાન્યથી ૮ અને વિશેષથી ૧૨૦, ૧૨૨, ૧૪૮, ૧૫૮ ભેદો છે તેનું સ્વરૂપ આ પ્રમાણે : (૧) જ્ઞાનાવરણીય કર્મ : આત્માના જ્ઞાનગુણને ઢાંકે, આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણીય. આ કર્મ આંખના આડા પાટા જેવું છે. જેમ આંખોની આડે પાટો મારવાથી આત્મા જ્ઞાની હોવા છતાં કંઈ દેખી શકતો નથી. તેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા જીવ પણ સત્તાથી અનંત જ્ઞાનવાન હોવા છતાં પણ કાંઈ જાણી શકતો નથી. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો, પાટી-પુસ્તક આદિની આશાતના, હત્યા, વિનાશ, અપમાન, ન છાજે તેવું વર્તન, બાળવું વિગેરે કરવાથી જીવ , ૭૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે અને જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોની ભક્તિ, બહુમાન, પ્રશંસા, પૂજા, આદર-સત્કાર કરવાથી તથા ભણવાભણાવવાથી કર્મને તોડી શકે છે. આ જ્ઞાનાવરણીય કર્મના કુલ પાંચ ભેદ આ પ્રમાણે છે : જ્ઞાન પાંચ પ્રકારના છે. એટલે જ્ઞાનોનું આવરણ કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન : પાંચ ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાનોમાંથી હાલ ભરત-ઐરાવતમાં પ્રાયઃમતિ શ્રુત બે જ જ્ઞાન હોય છે. તથા મતિ શ્રુત અને અવિધ આ ત્રણ જ જ્ઞાનો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બંને જીવોને હોય છે. સમ્યગ્દષ્ટિને થાય તો તે ત્રણે સમ્યજ્ઞાન કહેવાય છે અને મિથ્યાષ્ટિને થાય તો તે મિથ્યા જ્ઞાન-અજ્ઞાન અર્થાત્ કુશાન કહેવાય છે. એટલે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. ઃ ગુરુ અને શાસ્ત્રના આલંબને થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન : મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યોનું ઇન્દ્રિયોની સહાય વિના જે જ્ઞાન તે અવધિજ્ઞાન : સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવનું જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન : લોકાલોકનું તથા સર્વકાળનું જે સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન. મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ થાય છે અને તે પણ સાધુ-સંતને થાય છે. અર્થાત્ વિશિષ્ટ મુનિભગવન્તોને જ થાય છે. કેવળજ્ઞાન સર્વથા ઘાતીકર્મોના ક્ષય પછી મનુષ્યને જ થાય છે. આ પાંચ જ્ઞાનો ઉપરનું આચ્છાદન કરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય. તે પણ ઉપરના નામે પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય વિગેરે. (૨)દર્શનાવરણીય કર્મ : પદાર્થોમાં ધર્મ બે પ્રકારના છે. (૧) સામાન્ય ધર્મ અને (૨) વિશેષ ધર્મ. જેમ કે દૂરથી એક પદાર્થ દેખાય ત્યારે ‘આ કંઈક છે' એવું જે જ્ઞાન થાય તે સામાન્ય ધર્મનું જ્ઞાન કહેવાય છે. (તેનું જ નામ દર્શન છે.) અને ‘આ માનવ છે', ‘આ પુરુષ છે’, ‘આ કાન્તિભાઈ ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ યા મણિભાઈ છે', વિગેરે વિશેષ ધર્મોનું જે જ્ઞાન થાય તે જ્ઞાન કહેવાય છે. વિશેષ ધર્મોના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. પરંતુ સામાન્ય ધર્મોના જ્ઞાનને શાસ્ત્રમાં દર્શન કહેલું છે. તે દર્શનના ચાર ભેદો છે. (૧) ચક્ષુદર્શન (૨) અચકુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવળ દર્શન. તેના અર્થો આ પ્રમાણે છે. (૧) ચક્ષુદર્શન : ચક્ષુરિન્દ્રિય દ્વારા વિષયનો જે સામાન્ય બોધ થાય તે. (૨) અચક્ષુદર્શન ? ચક્ષુ વિનાની શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા જે સામાન્ય જ્ઞાન થાય તે. (૩) અવધિદર્શન : અવધિજ્ઞાનવાળા આત્માને રૂપી દ્રવ્યોનું પ્રથમ જે સામાન્ય જ્ઞાન થાય તે. (૪) કેવળદર્શન : કેવળજ્ઞાની આત્માને સકળ જગતનું જે સામાન્ય જ્ઞાન થાય તે. મતિ અને શ્રુતજ્ઞાનવાળાને ચક્ષુ અને અચક્ષુ દ્વારા દર્શન થાય છે, માટે તેઓને બે દર્શન થાય છે. અવધિજ્ઞાનવાળાને અવધિદર્શન અને કેવળજ્ઞાનવાળાને કેવળદર્શન હોય છે. મન:પર્યવવાળાને પ્રથમથી જ વિશેષ બોધ થાય છે, માટે મન:પર્યવ જ્ઞાન જ હોય છે. મન:પર્યવદર્શન હોતું નથી. આ ચારે દર્શનોને ઢાંકનારું જે કર્મ તે દર્શનાવરણીય કર્મ પણ ચાર પ્રકારનું છે. (૧) ચક્ષુદર્શનાવરણીય (૨) અચક્ષુદર્શનાવરણીય (૩) અવધિદર્શનાવરણીય (૪) કેવળદર્શનાવરણીય. દર્શનાવરણીયના ચાર ભેદો છે. તેમાં અત્યારે અવધિદર્શનાવરણીય અને કેવળદર્શનાવરણીય સર્વથા ઉદય પામેલ છે. એટલે અવધિદર્શન અને કેવળદર્શન સર્વથા ઢંકાઈ ગયાં છે. પરંતુ ચક્ષુ-અચક્ષુ આ બે દર્શનાવરણીય કર્મો દેશઘાતી છે. માટે પોતાના ગુણને કંઈક ને કંઈક ખુલ્લો રાખે છે. (જો કે તેમાં પણ અપવાદ છે કે એકેન્દ્રિય-બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયના ભવમાં ચક્ષુ ન મળવાથી ચક્ષુદર્શનાવરણીય સ્વાવાર્ય ગુણનો સર્વથા ઘાત કરે છે અને અવધિદર્શનાવરણીય કદાચિત દેશઘાતી રૂપે પણ ઉદયમાં આવે છે. જેથી અવધિદર્શન પ્રગટ પણ થાય છે. પરંતુ આ સામાન્યથી હાલના મનુષ્ય-તિર્યંચોને આશ્રયી સમજાવેલ છે) એટલે હાલના મનુષ્ય-તિર્યંચાદિ જીવોને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બે યત્કિંચિત્ ખુલ્લાં હોય છે. ૧૦૦/૨૦૦ ફૂટ દૂરથી જોઈ – વાંચી શકવાની સાંભળવાની શક્તિઓ ખૂલી હોય છે. પરંતુ તે ખૂલી શક્તિને પણ પાંચ પ્રકારની નિદ્રા (ઊંઘ) ઢાંકી કાઢે છે. જ્યારે નિદ્રા આવે છે ત્યારે જોવા, વાંચવા, સાંભળવા, સૂંઘવા, ચાખવા વિગેરેની ખૂલી રહેલી જે થોડી શક્તિઓ ૮ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ છે તે પણ દબાઈ જાય છે. માટે પાંચ પ્રકારની નિદ્રાને પણ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. એટલે ચક્ષુદર્શનવરણીયાદિ ૪ અને નિદ્રાપંચક એમ કુલ દર્શનાવરણીય કર્મના ૯ ભેદ છે. (૧) નિદ્રા : જે નિદ્રા સુખે સુખે ઊડી જાય, ચપટી વગાડતાં જ માણસ જાગી જાય, દાદરમાં કોઈના પગનો અવાજ આવતાં જ ઊંઘ નીકળી જાય, કૂતરાના જેવી જે ઊંઘ તે. (૨) નિદ્રાનિદ્રા જે નિદ્રામાં દુખે જાગ્રત થવાય, જલ્દી ન જાગે, ઢંઢોળવાથી જાગે અથવા જેને જગાડવા પાણી છાંટવું આદિ પ્રક્રિયા કરવી પડે તેવી ભારે ઊંઘ તે. (૩) પ્રચલા : બેઠાં બેઠાં અથવા ઊભાં ઊભાં ઊંઘ આવે તે પ્રચલા. (૪) પ્રચલામચલા : ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા. આ નિદ્રા મુખ્યત્વે બળદ, ઊંટ આદિ પશુમાં વિશેષતઃ હોય છે. મનુષ્યોમાં પણ નિર્ભય રસ્તો હોય, શરીર દરરોજ ચાલવાથી થાકેલું હોય અને વહેલા ઊઠીને ઊંઘ પૂરી થયા પહેલાં ઊઠીને ચાલવાનું હોય ત્યારે મનુષ્યાદિમાં પણ આ નિદ્રા હોય છે. . (૫) થિણદ્ધિ જે ઊંઘમાં મનુષ્ય ઊઠીને દિવસે ધારેલું કામકાજ કરી આવે, કોઈની સાથે મારામારી કરીને આવે અને પાછો આવીને સૂઈ જાય તો પણ ખ્યાલ ન આવે કે મેં આવું કામ કર્યું છે તેવી ભારે ગાઢ ઊંઘને થિણદ્ધિ નિદ્રા કહેવાય છે. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના કુલ ૯ ભેદો છે. આ કર્મ દ્વારપાલ, ચોકીદાર જેવું છે. જેમ દ્વારપાલ બહારથી આવેલા માણસને રોકે ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ એટલે અંદરનો માલિક તે માણસને જોઈ શકતો નથી. તેવી રીતે દર્શનાવરણીય કર્મના ઉદયથી અંદર રહેલો આ જીવ બહાર રહેલા પદાર્થને જોઈ શકતો નથી. મૂર્તિ-મંદિરનો વિનાશ, ઇન્દ્રિયોનો છેદ, જ્ઞાનીનું અપમાન, જ્ઞાનદર્શનનાં સાધનોનો વિનાશાદિ કરવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. તથા તેમની સેવાભક્તિ બહુમાન, સારવાર કરવાથી અને પૂજ્યભાવ રાખવાથી આ કર્મ જીવ તોડી પણ શકે છે. (૩) વેદનીય કર્મ : સુખ અને દુઃખરૂપે જે વેદાય તે વેદનીય કર્મ કહેવાય છે. તેના બે ભેદો છે. સાતા અને અસાતા. સુખરૂપ વેદાય તે સાતાવેદનીય અને દુઃખરૂપે વેદાય તે અસાતાવેદનીય કહેવાય છે. આ કર્મ મધથી લેપાયેલી તરવારની ધાર જેવું છે જેમ મધ ચાટીએ તો સુખ ઊપજે છે અને તરવારથી જીભ કપાય તો દુઃખ થાય છે તેવું આ વેદનીય કર્મ છે. પ્રથમ સુખ પછી દુઃખ એમ ક્રમશઃ પલટાયા જ કરે છે. ગુરુની ભક્તિ, દુ:ખી જીવોની કરુણા, ક્ષમાશીલ સ્વભાવ, વ્રતોનું સારું પાલન, મન-વચન અને કાયાના યોગની શુદ્ધિ અને ગ્રહણ કરેલાં વ્રતોમાં દૃઢતા રાખવાથી આત્મા સાતાવેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરવાથી આ જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. તેના સાતા અને અસાતા એમ બે ભેદો છે. નિરોગી અવસ્થા, સારું આરોગ્ય, સુખ-સંપત્તિ એ સાતાવેદનીયનો ઉદય છે. અને રોગી અવસ્થા. દુઃખી અવસ્થા તે સર્વે અસાતાવેદનીયનો ઉદય છે. (૪)મોહનીય કર્મ : આત્માને સંસારમાં જે મૂંઝાવે, વિવેકહીન કરે તે મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મ દારૂ જેવું છે. જેમ મદિરાપાન કરનાર મનુષ્ય હિતાહિતનો વિવેક કરતો નથી. ન બોલવાનું બોલે, ન વર્તન કરવાનું વર્તન કરે, તેવી રીતે મોહનીય કર્મના ઉદયવાળો જીવ પણ હિતાહિતના વિવેક વિનાનો બને છે. માટે આ કર્મ મદિરા જેવું છે. આ કર્મના કુલ ૨૮ ભેદો છે. તે સમજવા માટે પ્રથમ ૨ ભેદ પાડવામાં આવે છે. (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્ર-મોહનીય. અહીં દર્શન એટલે ૮૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ; ભગવત્તના યથાર્થ ઘર્મ ઉપરની શ્રદ્ધા ન થવા દે, શ્રદ્ધામાં ચલિત કરે, શ્રદ્ધા-વિશ્વાસ કરવામાં જે મૂંઝવણ ઊભી કરે તે દર્શનમોહનીય. અને ચારિત્ર એટલે સદાચાર તેમાં જે કર્મ વિવેકહીન બનાવે તે ચારિત્રમોહનીય કર્મ. દર્શન-મોહનીય કર્મના ત્રણ ભેદો છે. (૧) મિથ્યાત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યકત્વ મોહનીય – આ ત્રણે મોહનીય ત્યજવા લાયક (૧) મિથ્યાત્વ મોહનીય - જે કર્મ ભગવન્તના ઘર્મ ઉપર રુચિ ન થવા દે, અરૂચિ જ ઉત્પન્ન કરે, સુદેવાદિ ગમે નહીં-માત્ર કુદેવાદિ જ ગમે તે મિથ્યાત્વ મોહનીય. (૨) મિશ્ર મોહનીય :- જે કર્મના ઉદયથી ભગવન્તના ધર્મ ઉપર ન રુચિ થાય અને ન અરુચિ થાય, તટસ્થતા રહે તે મિશ્ર મોહનીય કર્મ. (૩) સમ્યકત્વ મોહનીય - પ્રાપ્ત થયેલા સમ્યકૃત્વમાં જે મૂંઝવણ ઉત્પન્ન કરે, બરાબર શ્રદ્ધા ન થવા દે, થયેલી શ્રદ્ધામાં પણ શંકા-કાંક્ષા, આદિ અતિચારો ઉત્પન્ન કરે તે સમ્યકત્વ મોહનીય. મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય સમ્યકત્વનો ઘાત કરે છે અને સમ્યકત્વમોહનીય સમ્યક્ત્વનો ઘાત કરતી નથી પરંતુ સમ્યકત્વને મલીન અતિચારવાળું કરે છે એટલે સમ્યકત્વ મોહનીય પણ હેય હોય છે. તેનો સપ્તમી તપુરુષ સમાસ કરવો. “સમ્યકત્વે મોહયતીતિ', આ મોહનીયના ઉદયથી જ શંકા કાક્ષાદિ અતિચારો આવે છે. માટે જ મુહપત્તીના ૫૦ બોલમાં આ ત્રણે દર્શન-મોહનીયને પરિહરવાનું કહ્યું છે. સમ્યકત્વ મોહનીય પણ સારી છે એમ ન જાણવું જેમ ખેતરમાં ડાંગર અથવા મદનકોદ્રવ નામનું એક જાતનું ધાન્ય પાકે ત્યારે ફોતરાંવાળું જ હોય છે પરંતુ ઘેર લાવ્યા પછી તેને છણવાથી તે એક જ પ્રકારનું ઘાન્ય ત્રણ પ્રકારનું બને છે. કેટલુંક ફોતરાં વિનાનું, કેટલુંક અર્ધ ફોતરાંવાળું અને કેટલુંક ફોતરાંવાળું જ. એવી જ રીતે જ્યારે બંધાય છે ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ એક જ બંધાય છે, પરંતુ આત્મા પોતાના પરિણામથી તેને ત્રણ પ્રકારનું બનાવે છે - શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ અર્થાત્ તેનાં Page #85 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે સમ્યકત્વ મોહ, મિશ્ર મોહ અને મિથ્યાત્વ મોહ નામ પડે છે. સમ્યકત્વ મોહનીયનો ઉદય ૪ થી ૭ ગુણઠાણામાં હોય છે. તેને ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો જીવ કહેવાય છે. મિશ્ર મોહનીયનો ઉદય ત્રીજા જ ગુણઠાણે હોય છે અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય ફક્ત પહેલા જ ગુણઠાણે હોય છે. ઉપશમ-સાયિક સમ્યકત્વવાળાને તથા સાસ્વાદનને આ ત્રણમાંથી એકનો પણ ઉદય હોતો નથી. હવે ચારિત્ર મોહનીયનું વર્ણન સમજીએ. આત્માના ચારિત્ર ગુણને મલીન કરે, નિદિત કરે, હલકું બનાવે એવું જે કર્મ તે ચારિત્ર મોહનીય કર્મ. તેના મુખ્યપણે બે ભેદ છે. (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય. કષ-સંસાર, આય-વૃદ્ધિ જેનાથી જન્મમરણની પરંપરા વધે, સંસાર વધે તેનું નામ કષાય. અને જે પોતે કષાય ન હોય પરંતુ કષાયને લાવે, કષાયને પ્રેરણા કરે, મદદ કરે તે નોકષાય કહેવાય છે. (૧) અનંતાનુબંધી : અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે અનંતાનુબંધી. (૨) અપ્રત્યાખ્યાનીય : જે કષાયથી કોઈપણ જાતનું પચ્ચખાણ ન આવે તે અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય : જે કષાયથી સર્વવિરતિ પચ્ચખાણ માત્ર ન આવે તે પ્રત્યાખ્યાનીય. (૪) સંજવલનકષાય : જે કષાય આત્માને કંઈક ડંખે, કંઈક તાપ કરે તે સંજ્વલન. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો ઉપરોક્ત ચાર ચાર પ્રકારના છે. એટલે કષાયોના કુલ ૧૬ ભેદ બને છે. તે ૧૬ ભેદો સમજાવવા માટે શાસ્ત્રમાં આ પ્રમાણે ૧૬ દૃષ્ટાન્તો આપેલ છે. (૧) જેમ હોડીથી પાણીને બે ભાગ થાય અને હોડી આગળ જાય એટલે પાણી ભેગું થઈ જાય તેની જેમ જે એક દિવસ ક્રોધથી, ઝઘડાથી જુદા પડે અને બીજા-ત્રીજા દિવસે યાવત પંદર દિવસે પણ જલ્દી ભેગા થઈ જાય તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. આ ક્રોધ જલની રેખા સમાન સમજવો. ८४ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૨) જેમ નદીની સૂકી રેતીમાં કરેલા ચીરા પવન જ્યારે આવે ત્યારે જ બુઝાય; પાણીની જેમ જલ્દી ન પુરાય. તેની જેમ ઝઘડેલા માનવીઓ પંદર દિવસને બદલે વધારે કાલે યાવત ચાર મહિને ભેગા થાય તે રેતીની રેખા સમાન પ્રત્યાખ્યાનીય ક્રોધ. (૩) જેમ ગામડાનાં તળાવની માટીમાં પાણી સુકાય પછી જે ચીરા પડે છે તે ફરીથી બાર મહિને જ્યારે વરસાદ આવે અને તળાવની માટી પીગળે ત્યારે જ પુરાય છે. તેની જેમ ઝઘડેલા જે માણસો બારે મહિને સંવચ્છરી પ્રતિક્રમણ આદિ કરવા દ્વારા ભેગા થાય તે “માટીની રેખા' સમાન અપ્રત્યાખ્યાનીય ક્રોધ. જેમ પર્વતમાં પડેલી ચીરાડ કેમે કરી ભેગી થતી નથી તેની જેમ ઝઘડેલા જે માનવીઓ કેમે કરી ભેગા ન જ થાય તે પર્વતની રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ. (૫) નેતરની સોટી જેમ વાળો તેમ જલ્દી વળી જાય. તેની જેમ જે આત્મામાં એવું માન હોય કે સહેજ સમજાવીએ એટલે તુરત માન છોડી નમી જાય તે સંજ્વલન માન. લાકડાની સોટી જેમ નેતરની સોટી કરતા મુશ્કેલીથી વળે તેની જેમ જેનું માન વધારે કડક હોય, મુશ્કેલીથી સમજે તે પ્રત્યાખ્યાનીય માન. (૭) હાડકું જેમ જલ્દી વળે જ નહીં, ઘણી જ મુશ્કેલીઓથી વળે અને કદાચ ભાંગી પણ જાય; તેની જેમ ઘણું જ સમજાવતાં કદાચ નરમ થાય તે અપ્રત્યાખ્યાનીય માન. (૮) પથ્થરનો સ્તંભ જેમ કોઈપણ રીતે વળે જ નહીં, તેની જેમ જે માણસ બહુ સમજાવવા છતાં ન જ સમજે, પોતાનું માન ન જ મૂકે તે અનંતાનુબંધી – માન. (૯) વાંસલાથી લાકડું છોલવામાં આવે ત્યારે તેની છાલમાં જે વળાંક હોય છે કે જે સહેજ હથેળીમાં ચીમળાવાથી જ ભાંગી જાય તેની જેમ જેના પેટમાં રહેલી માયા-વળાંક સહેજ સમજાવવાથી દૂર થઈ જાય તે સંજ્વલન માયા. ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ (૧૦)ગાડે જડેલો બળદ ચાલતાં ચાલતાં જે મૂત્રધારા કરે છે. તે શરીર ચલિત હોવાથી વળાંકવાળી છે. તે પાછળથી રેતી ભેગી થાય ત્યારે વળાંક ભાંગી જાય છે. તેની જેમ જેના વળાંક થોડી મુશ્કેલીઓથી દૂર થાય તે પ્રત્યાખ્યાની માયા. (૧૧) ઘેટાના શીંગડામાં જે વળાંકો છે તે કોઈ રીતે દૂર કરી શકાતા નથી. કદાચ અતિ ઘણા પ્રયત્ન તે વળાંક જાય તેની જેમ જેની માયા દુષ્કર હોય તે અપ્રત્યાખ્યાની માયા. (૧૨)વાંસના ઝાડના મૂળમાં જેમ આકરી અને કઠિન ગાંઠો હોય છે, કે જે કોઈપણ પ્રકારે વક્રતા મૂકતી નથી તેની જેમ જેના પેટમાં રહેલી માયા હજારો ઉપાય વડે પણ ન જાય એવી તીવ્ર માયા તે અનંતાનુબંધી માયા. (૧૩)હળદરનો રંગ કપડા ઉપર અથવા શરીર ઉપર લાગ્યો હોય તો સાબુ આદિના સામાન્ય પ્રત્યનોથી દૂર થાય છે. તેમ જેના મનમાં રહેલી સ્પૃહા, વાસના, ઇચ્છા સહેજ સમજાવતાં જ દૂર થઈ જાય તે સંજ્વલન લોભ. (૧૪) કાજળનો રંગ કપડાં ઉપર અથવા શરીર ઉપર લાગ્યો હોય તો તેને દૂર કરવા હળદરના રંગ કરતા વધારે પ્રયત્ન કરવો પડે છે. તેની જેમ જેના મનમાં રહેલો લોભ વધારે મહેનતપૂર્વક સમજાવવાથી જાય તે પ્રત્યાખ્યાનીય લોભ. (૧૫)ગાડાનાં પૈડાંમાં જે તેલનો મેલ છે, જેને ગુજરાતમાં “મળી' કહેવામાં આવે છે તેના ડાઘ ઘણી જ મુશ્કેલીથી અને બહુ જ ઉપાયોથી જાય છે. તેની જેમ જેનો લોભ ઘણી જ સમજાવટથી જાય, તુરત ન શમે તે અપ્રત્યાખ્યાનીય લોભ. (૧૬) કીરમજનો (મજીઠનો) જે રંગ તે અતિશય પાકો રંગ. કોઈપણ ઉપાયોથી જાય જ નહીં. કોઈપણ પ્રકારે ન જાય એવો જે લોભ તે અનંતાનુબંધી લોભ. ઉપર મુજબ કષાય મોહનીય કર્મના ૧૬ ભેદો છે. આ સોળે કષાયો તરતમતાવાળા છે, પરંતુ સંસાર વધારનારા છે. ચીકણા કર્મ બંધાવનારા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ અલ્પ પણ તેનો ભરોસો કરવાલાયક નથી, માટે જીવનમાંથી બની શકે તેટલા દૂર કરવા પ્રયત્નશીલ થવું. હવે નવ નોકષાય : જે કષાયસ્વરૂપ નથી, પરંતુ કષાયોના ઉત્તેજક છે. જેમ બે મનુષ્યો ચોરી કરવા ગયા. એક અંદર ચોરી કરે છે અને એક બહાર ખબર રાખે છે. તો દેખીતી ચોરી અંદર ગયેલો એક જ માણસ કરે છે. ' બહારવાળો ચોરી નથી કરતો. પરંતુ તે અંદરના ચોરને મદદગાર છે. પ્રેરક છે. તેવી રીતે નોકષાયો કષાયોના પ્રેરક છે. ઉદીપક છે. સહાયક છે. તેના ૯ ભેદો છે. (૧) હાસ્ય મોહનીય ઃ જે કર્મના ઉદયથી જીવને હસવું આવે તેવી હાંસી કરવી, મઝાક કરવી, કોઈની ઉડાવવી, પટ્ટી પાડવી. આ બધા પ્રસંગો પ્રારંભમાં મીઠા લાગે પરંતુ અંતે એકબીજાને ખોટું લાગતાં મહાન કષાય સર્જે છે. (૨) રતિ મોહનીયઃ રતિ એટલે પ્રીતિ, પ્રેમ કરવો, રાગ કરવો, સ્નેહ બતાવવો. આ પણ પ્રારંભમાં મીઠો લાગે છે. પછી કામરાગ થતાં જીવનું પતન થાય છે. (૩) અરતિ મોહનીયઃ અરતિ એટલે ઉદ્વેગ, કંટાળો, તિરસ્કાર, અપ્રીતિ. આ અપ્રીતિ પણ પરસ્પર ક્લેશ કરાવનારી છે. (૪) શોક મોહનીય : અત્યંત શોક કરવો, દુઃખ લાગવું, છાતી ફાટ રડવું, વિગેરે. (૫) ભય મોહનીય ઃ ડરવું, ડરપોકપણું, બીકણપણું, આ પણ જૂઠું બોલાવે છે. (૬) જુગુપ્સા મોહનીય ? જુગુપ્સા એટલે અણગમો, નાખુશી ભાવ. (૭) સ્ત્રીવેદ : સ્ત્રીઓના જીવોને પુરુષની સાથેના સંભોગની જે ઇચ્છાઓ થાય છે તે સ્ત્રીવેદ કહેવાય છે. અહીં શરીરનો આકાર તે વેદ ન લેવો પરંતુ સંભોગની અભિલાષા તે વેદ સમજવો. - (૮) પુરુષવેદઃ પુરુષના જીવોને સ્ત્રીઓની સાથે સંભોગની જે ઇચ્છાઓ થાય છે તે પુરુષવેદ કહેવાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ : (૯) નપુંસકવેદ : સ્ત્રી-પુરુષ ઉભયનાં ચિહ્નો હોય અને ઉભયની સાથેના ભોગસુખની જે ઈચ્છા થાય તે નપુંસકવેદ. આ પ્રમાણે દર્શનમોહનીય કર્મના ૩ ભેદ, કષાયમોહનીય કર્મના ૧૬ ભેદ અને નોકષાય મોહનીય કર્મના ૯ ભેદો એમ કુલ ૨૮ ભેદો મોહનીય કર્મના થાય છે. જિનેશ્વર પ્રભુના ધર્મ કરતાં ઊલટી દેશના આપવાથી, અને સાચી ધર્મદેશનાનો નાશ કરવાથી, દેવમૂર્તિ, આદિના રક્ષણ માટે રખાયેલાં દ્રવ્યોનું ભક્ષણ કરવાથી જિનેશ્વરપ્રભુ, ચતુર્વિધસંઘ, જૈન ત્યાગી મુનિપુરુષો વિગેરે મહાત્માઓની નિન્દા-કુથલી કરવાથી જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. ક્રોધાદિ કષાયો કરવાથી કષાયમોહનીય બંધાય છે. અને હાસ્યાદિ નોકષાયો કરવાથી નોકષાય મોહનીય કર્મ બંધાય છે. આ મોહનીય કર્મને તોડવા માટે સત્ય જે દેશના આપવી, યથાર્થ અભ્યાસ કરવો, આત્મલક્ષી સ્વાધ્યાય કરવો, ઉપકારક વીતરાગપ્રભુ અને વૈરાગી સાધુ આદિની પ્રશંસા કરવી તેથી દર્શનમોહનીય કર્મ તૂટે છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આદિ ગુણોના સેવન વડે કષાયમોહનીય અને નોકષાયમોહનીય કર્મ તૂટે છે. શાસ્ત્રોમાં કર્મ બાંધવાના અને તોડવાના એમ બંને ઉપાયો કહ્યા છે. આપણે આપણા જીવનને તપાસી લેવાનું. બાંધવાનાં કારણો ઉપર કહ્યાં મુજબ જીવનમાં હોય તો તેને ઓછાં કરવાનો અને તોડવાનાં કારણો વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૫) આયુષ્ય કર્મ : પોતપોતાના ભવમાં જીવને જે કર્મ જિવાડે છે તે આયુષ્યકર્મ. આયુષ્યકર્મ જીવને ભવમાં જિવાડવાનું પકડી રાખવાનું કામ કરે છે. આ કર્મ શાસ્ત્રોમાં બેડી જેવું કહ્યું છે. જેમ બેડીવાળો મનુષ્ય નિયત મુદત સુધી પોતાની જેલમાંથી નીકળી શકતો નથી તેવી રીતે આયુષ્યકર્મવાળો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નીકળી શકતો નથી. આ આયુષ્યકર્મના ચાર પ્રકાર છે. દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય. આ ચારે ગતિનાં ચાર આયુષ્યકર્મ છે. તે તે આયુષ્યકર્મ જીવને તે તે ભવમાં જિવાડે છે, ધારણ કરે છે. (૧) મહાન આરંભ સમારંભ કરવાવાળો, કસાઈખાના, શિકારીનો ધંધો, મચ્છીમારાદિનો ધંધો કરવાવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. ધન ઉપરની ઘણી ८८ 3 Page #90 -------------------------------------------------------------------------- ________________ જ મૂર્છાવાળો અને અતિશય ભયંકર કષાય પરિણામવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. (૨) જેનું હૃદય ગૂઢ હોય, ઊંડું હોય, પેટમાં વાત બીજી હોય અને જણાવે બીજી વાત, શલ્યવાળું જેનું મન હોય, શલ્ય એટલે કપટ, માયા, તે કપટયુક્ત ચિત્ત હોય, આવો માયાવી જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. (૩) જેણે પોતાના સ્વભાવને કેળવી કેળવીને પાતળા કષાયવાળો બનાવ્યો છે. તથા જીવનમાં મધ્યમસરના પણ શોભાસ્પદ ગુણો વસાવ્યા છે અને દાન-ધર્મની રુચિ વર્તે છે, એવો જીવ મનુષ્યાયુષ્ય બાંધે છે. (૪) જેણે સંસાર છોડી સાધુતા પ્રાપ્ત કરી છે અને દેવ, ગુરુ, ધર્માદિ ઉપકારક તત્ત્વો ઉપર જેનો રાગ છે તેવા જીવો દેવાયુષ્ય બાંધે છે. આ આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે. અને તે પણ આવતા ભવનું જ આ ભવમાં બંધાય છે. ત્રીજા ભવનું આયુષ્ય બીજા ભવમાં જ બંધાય છે. ચોથા ભવનું આયુષ્ય ત્રીજા ભવમાં જ બંધાય છે. એમ એકેક ભવમાં એકેક ભવનું જ આયુષ્ય બંધાય છે. વધારે આયુષ્ય સાથે બંધાતાં નથી. દેવતા અને નારકીના જીવો પોતાના ભવના ૬ માસ જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે પરભવાયુષ્ય બાંધે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચો પોતાના આ ચાલુ ભવના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે છે. દા.ત., આ ભવમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય હોય તો ૬૭મા વર્ષ પછી પરભવનું આયુષ્ય બંધાય છે. પ્રશ્ન : જો ત્રીજા ભાગે આયુષ્ય બંધાતું હોય તો ૬૬ વર્ષ સુધી બે ભાગ જાય ત્યાં સુધી તો લહેર જ કરવાનીને ! ત્રીજા ભાગમાં ૬૭ થી ૧૦૦માં આયુષ્ય બાંધવાના સમયે ચેતનવંતા રહીશું તો ચાલશેને ? ભવ સારો મળશેને? ઉત્તર ઃ આ ભવનું આયુષ્ય આપણું પૂરેપૂરું ૧૦૦ વર્ષનું છે. તેની શી ખાતરી ? કાલની પણ ખબર નથી. યુવાન અને બાળમનુષ્યો પણ ચાલ્યાં જાય છે તો આપણે કેટલા જીવીશું એ કંઈ જ ખબર નથી. માટે કાયમ ત્રીજા ભાગમાં જ છીએ એમ સમજીને સદાય ચેતનવંતા જ રહેવું જોઈએ. કારણ કે આપણું મૃત્યુ ક્યારે થશે તેની કંઈ જ ખબર નથી માટે સદાકાળ આરાધક જ રહેવું જોઈએ. જ્યારે આયુષ્ય બંધાય ત્યારે શુભ જ બંધાય. ૮૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : તિથિના દિવસે આયુષ્ય બંધાય એવો પાઠ આવે છે તેનું શું ? ઉત્તર : તિથિના જ દિવસે આયુષ્ય બંધાય એવો નિયમ નથી. પરંતુ જીવ સદા આરાધક જ રહે તેવા આશયથી તિથિઓની રચના કરવામાં આવી છે. જે દિવસોમાં પ્રભુના વધુ કલ્યાણકો હોય, અથવા આરાધનાનાં કોઈ કારણવિશેષ હોય તેથી ૨, ૫, ૮, ૧૧, ૧૪ તિથિઓ ગોઠવવામાં આવી છે. દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારની વિરતિના આરાધન માટે બીજ છે. મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારના જ્ઞાનની આરાધના માટે પાંચમ છે. જાતિમદ કુલમદ આદિ આઠ પ્રકારના મદની નાબૂદી માટે આઠમ આરાધવાની છે. શ્રાવકની અગિયાર પડિમા વહન કરવાના આશયથી અગિયારસ આરાધવાની છે. ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે ચૌદસ આરાધવાની છે. આ પ્રમાણે પાંચમાંની કોઈપણ એક તિથિનું આરાધન કરનાર જીવ પૂર્વ દિવસે = અગાઉના દિવસે આરાધના કરવાનું છે તેનાં પરિણામોના ઉલ્લાસવાળો હોય છે. અને પાછળના દિવસે પૂર્વના દિવસમાં કરેલા વ્રતનિયમની અનુમોદનાવાળો હોય છે. દા.ત., આઠમની આરાધના કરતો જીવ સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ આરાધક બને છે. તેથી સદા આરાધક બનવાથી ગમે ત્યારે આયુષ્ય બંધાય છે, તો પણ શુભ જ બંધાય છે. > અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યની ચર્ચા: બાંધેલું આયુષ્ય બે પ્રકારનું છે. (૧) અપવર્તનીય અને (૨) અનાવર્તનીય. અપવર્તનીય એટલે જેટલાં વર્ષોનું બાંધ્યું હોય તેટલાં વર્ષો કરતાં વેળાસર ભોગવાઈ જાય છે. જેમકે વીજળીકરંટ, અગ્નિસ્નાન, એક્સિડંટ આદિ નિમિત્તોથી ૧૦૦ વર્ષનું બાંધેલું આયુષ્ય પણ ધારો કે ૬૦ મા વર્ષે તૂટી જાય તો ૬૦ થી ૧૦૦નું બાકી રહેલું આયુષ્ય ભેગું થઈને એકસાથે એક મિનિટમાં જ ભોગવાઈ જાય છે. તેને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. આ અપવર્તનીય આયુષ્યમાં ભોગવવાનો કાળ ઓછો થાય છે. પરંતુ આયુષ્યકર્મ બાકી રહેતું નથી. જેમ ૧૦૦ ફૂટ લાંબું દોરડું એક છેડાથી સળગાવીએ અને એક ફૂટ બળતાં એક મિનિટ થતી હોય તો ૬૦ મિનિટમાં ૬૦ ફૂટ બળ્યા પછી ૬૦ થી ૧૦૦ ફૂટના દોરડાનું ગૂંચળું વાળી ભટ્ટામાં નાખીએ તો ૬૦ થી ૧૦૦ ફૂટનું તે દોરડું ૧ મિનિટમાં બળી શકે છે. આ ૯૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્તમાં જેમ દોરડું બળવાનું કામકાજ પૂરેપૂરું થયું છે, ફક્ત કાળ જ ટૂંકો થયો છે તેવી રીતે આયુષ્યકર્મ પૂરેપૂરું જ ભોગવાય છે. માત્ર ભોગવવાનો કાળ જ ટૂંકાય છે. આ ભવનું આયુષ્ય પૂરેપૂરું ભોગવીને જ જીવ મૃત્યુ પામે છે. અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્યકર્મ જેટલું બાંધ્યું હોય તે આયુષ્યકર્મ તેટલા કાળ સુધી ભોગવાય, ગમે તેવા નિમિત્તો આવે પરંતુ ટૂંકા સમયમાં ન જ ભોગવાય તે અનપવર્તનીય આયુષ્યકર્મ, તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી, વાસુદેવો, બળદેવો, પ્રતિવાસુદેવો, તે જ ભવે મોક્ષે જનારા જીવો, યુગલિક મનુષ્ય તિર્યંચો, દેવતા અને નારકી-આટલા જીવોનું આયુષ્યકર્મ અનપવર્તનીય હોય છે. બાકીના મનુષ્ય તિર્યંચોનું આયુષ્ય અપવર્તનીય પણ હોય છે અને અનપવર્તનીય પણ હોય છે. પ્રશ્ન : વીજળીના કરંટાદિ નિમિત્તથી ૬૦ થી ૧૦૦ વર્ષનું આયુષ્ય એકીસાથે મરતી વખતે ભોગવાઈ જાય, એટલે શું થતું હશે ? વધારે વેદના થતી હશે ? આટલું બધું આયુષ્યકર્મ ભેગું ભોગવે એટલે એકીસાથે શું અનુભવ થતો હશે ? ઉત્તર : પીડા થવી એ આયુષ્યકર્મનો વિષય નથી, વેદનીયકર્મનો વિષય છે. આયુષ્યનો વિષય તો માત્ર ભવધારણીયતા (ભવમાં જિવાડવું એ જ) છે. જેથી જે આયુષ્યકર્મ આ આત્માને ૬૦ થી ૧૦૦ વર્ષ જિવાડનાર હતું તે જ આયુષ્ય ભેગું થઈ જવાથી ફક્ત હવે ૧ મિનિટ જ આ ભવમાં પકડી રાખે, ધારી રાખે. વધારે વખત ન રાખે એવો અર્થ કરવો. વધારે પીડા થવી તે આ કર્મનો વિષય નથી. વળી જે અપવર્તનીય (તૂટે એવું) આયુષ્ય હોય છે તે નિયમા ‘સોપક્રમી' જ હોય છે. સોપક્રમી એટલે કોઈ ને કોઈ નિમિત્તોવાળું. નિમિત્તોથી તૂટવાવાળું અને અનપવર્તનીય જે જે આયુષ્યકર્મ હોય છે. તે તે સોપક્રમી અને રુપક્રમી એમ બે જાતનું હોય છે. ભલે તૂટવાવાળું ન હોય તો પણ નિમિત્તવાળું પણ હોય અને વિના નિમિત્તવાળું પણ હોય છે. દા.ત., ખંધકમુનિના શિષ્યો ગજસુકુમાલમુનિ ઇત્યાદિનું આયુષ્ય આટલું જ હતું. તદ્ભવ મોક્ષગામી હોવાથી તૂટ્યું નથી. પરંતુ ધાણી અને માથા ઉપર આગની પાઘડી આદિ નિમિત્તો મળ્યાં છે, તેથી સોપક્રમી હતું અને તીર્થંકર ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું આયુષ્ય અનાવર્તનીય નિરૂપક્રમી હોય છે. ગમે તેટલો ઝડપી જીવ મૃત્યુ પામે તો પણ પરભવનું આયુષ્ય બાંધીને પછી જ મરે છે. મરતાં પહેલા ક્યાં ઉત્પન્ન થવાનું છે તેનું આયુષ્ય બંધાઈ જ જાય છે. પછી જ મૃત્યુ થાય છે. જેમ સંસારમાં વરરાજાનો વરઘોડો ક્યાં ઊતરવાનો છે ? તે માંડવો નક્કી થયા પછી જ વરઘોડો ચડે છે. વળી એક ભવમાં આવતા એક જ ભવનું આયુષ્ય બંધાય છે. (૬) નામકર્મ ઃ જે કર્મથી આત્માને શરીર-ઇન્દ્રિયો રૂપ, રંગ, આદિની પ્રાપ્તિ થાય તે નામકર્મ કહેવાય છે. તેના કુલ ૬૭, ૯૩, ૧૦૩, ૪ર ભેદો શાસ્ત્રોમાં આવે છે. આ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગ-બેરંગી ચિત્રો ચીતરે છે. તેમ આ નામકર્મ પણ શરીરાદિના જુદા જુદા આકારો, રંગો વગેરે બનાવે છે. હજારો માણસો ભેગા થયા હોય તો પણ કોઈપણ માણસનું મોટું કોઈની સાથે એકસરખું મળતું ન આવે. કંઈક તો અવશ્ય જુદું પડે જ તેથી ચિતારા જેવું છે. આ નામકર્મના ભેદ-પ્રતિભેદો ઘણા છે. તે સમજવા માટે પ્રથમ બે ભેદ છે. (૧) પિંડ પ્રકૃતિ : જેમાં બે-ચાર-પાંચ ભેદો સાથે સાથે હોય તે, તેવા ૧૪ ભેદો છે. (૨) પ્રત્યેક પ્રકૃતિ : જે એકેક જુદી જુદી જ પ્રકૃતિ હોય તે, તેના ૨૮ ભેદો છે. પિંડપ્રકૃતિના ૧૪ ભેદો આ પ્રમાણે છે. (૧) ગતિ નામકર્મ : દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એમ ચાર ભવોમાં જીવને જે કર્મ લઈ જાય, ભવ પ્રાપ્ત કરાવે, ભવ તરફ ગમન કરાવે તે ગતિમાન કર્મ. તેના ૪ ભેદ છે. દેવગતિ નામકર્મ, નરકગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ, મનુષ્ય ગતિ નામકર્મ. પ્રશ્ન : ગતિ અને આયુષ્ય આ બેમાં તફાવત શું? ઉત્તર : ગતિ નામકર્મ ભવ પ્રાપ્ત કરાવે છે. અને આયુષ્યકર્મ ભવમાં ૯૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ જિવાડે છે. (૨) જાતિ નામકર્મ -: જે કર્મ જીવને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિની જાતિમાં લઈ જાય, જાતિ અપાવે તે જાતિનામ કર્મ. તેના પાંચ ભેદ છે. (૧) એકેન્દ્રિય જાતિ, (૨) બેઈન્દ્રિય જાતિ, (૩) તેઈન્દ્રિયજાતિ (૪) ચરિન્દ્રિય જાતિ અને (૫) પંચેન્દ્રિય જાતિ. (૩) શરીર નામકર્મ ઃ જે કર્મથી જીવને શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામકર્મ. તેના પણ પાંચ ભેદ છે. શરીર એટલે જે અવશ્ય નાશ પામે છે. (૧) ઔદારિક શરીર ઃ જે હાડમાંસ-રુધિરાદિથી બનેલું હોય, આ શરીર તિર્યંચ મનુષ્યોને જ હોય છે. ઉદાર એટલે સૌથી મોટું આ શરીર છે. બીજો અર્થ ઉદાર એટલે વધારેમાં વધારે તેજસ્વી તીર્થંકર ભગવન્તાદિની અપેક્ષાએ આ શરીર તેજસ્વી હોય છે. અને ત્રીજો અર્થ ઉદાર એટલે દાનેશ્વરી. સૌથી મોટું દાન મોક્ષનું દાન. આ શરીર જ જીવને કરે છે માટે ઔદારિક કહેવાય છે. (૨) વૈક્રિય શરીર ઃ વિકાર કરે, નાનું-મોટું થાય, ભૂચર-ખેચર થાય, દૃશ્ય-અદૃશ્ય થાય એવું ફરતું શરીર તે વૈક્રિય શરીર, દેવતા અને નારકોને જન્મથી મરણ સુધી આ જ શરીર હોય છે. માટે ભવપ્રત્યયિક વૈક્રિય કહેવાય છે. જેમ પક્ષીને ભવના કારણે ઊડવાની શક્તિ મળે છે, માછલીને ભવના કારણે તરવાની શક્તિ મળે છે તેમ દેવ-નારકીને ભવના કારણે આ શરીર મળે છે. તથા મનુષ્ય-તિર્યંચોને તપ-સ્વાધ્યાય આદિ ગુણોના નિમિત્તે આ શરીર મળે છે. માટે ગુણપ્રત્યયિક – લબ્ધિપ્રત્યયિક કહેવાય છે. (૩) આહારક શરીર : ચૌદ પૂર્વ ભણેલા પૂર્વધર સાધુ મુનિ ભગવન્તો જ જ્યાં શાસ્ત્રમાં પોતાને સંદેહ પડે ત્યારે પ્રશ્નો પૂછવા માટે મહાવિદેહમાં વિચરતા તીર્થંકરાદિના દર્શનાર્થે આ શરીર બનાવે Page #95 -------------------------------------------------------------------------- ________________ છે તે આહાર શરીર કહેવાય છે. (૪) તૈજસ શરીર : ખાધેલા આહારને જે શરીર પકાવે, ગરમી રાખે, તે તૈજસ શરીર છે. માણસ મૃત્યુ પામે ત્યારે જે શરીર ઠંડું પડી જાય છે. એનો અર્થ તૈજસ-ગરમી જે હતી તે જીવની સાથે ચાલી ગઈ. તે તૈજસ શરીર છે. (૫) કાર્મણ શરીર : બાંધેલાં કર્મોનું બનેલું જે શરીર તે કાર્મણ શરીર. (૪) અંગોપાંગ નામકર્મ ઉપર સમજાવેલાં પાંચ શરીરોમાંથી ઔદારિક, વૈક્રિય અને આહારક આ ત્રણ શરીરને જ અંગઉપાંગ વગેરે અવયવો છે. માટે (૧) ઔદારિક અંગોપાંગ, (૨) વૈક્રિય અંગોપાંગ (૩) આહારક અંગોપાંગ એમ ત્રણ અંગોપાંગ છે. (૫) સંઘાતન નામકર્મઃ જેમ દંતાલી ખેતરમાં ઘાસ એકઠું કરે છે તેમ જે કર્મ ઔદારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલોને એકઠાં કરી આપે તે સંધાતન નામકર્મ તે શરીરના નામે જ ઔદારિક, વૈક્રિય, આહારકાદિ એમ પાંચ પ્રકારના છે. (૬) બંધન નામકર્મ શરીરરૂપે બનેલાં પુદ્ગલોની સાથે પ્રતિદિન અંદર ઉમેરાતા ઔદારિકાદિના પુગલોને જે કર્મ શરીર સાથે એકમેક કરી એકરૂપ બનાવે તે બંધન નામકર્મ. તે પણ ઔદારિકાદિ નામે પાંચ પ્રકારે છે. સંઘયણ નામકર્મઃ સંઘયણ એટલે હાડકાંનો બાંધો-રચના-મજબૂતાઈ મનુષ્ય તિર્યંચોને જ હોય છે. તેના ૬ ભેદો છે. (૧) વજ ઋષભ નારાચ (૨) ઋષભ નારાચ (૩) નારા (૪) અર્ધ નારાચ (૫) કીલીકા (૬) છેવટૂઠું. તે છએ સંઘયણનો અર્થ આ પ્રમાણે છે. : જેમ માંકડાનું બચ્ચું એની માતાના પેટે એવું વળગે છે કે તે છલંગ મારી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર કૂદે તો પણ પડે નહીં. ઊછળતી વખતે આ બચ્ચું ઊંધું થઈ જાય છે છતાં પડતું નથી. તેવા બંધને મર્કટબંધ કહેવાય છે. નારાચ શબ્દનો અર્થ આવો મર્કટબંધ થાય છે. જેમના શરીરમાં આવા મર્કટબંધની જેમ હાડકાં એકબીજામાં સામસામાં ગોઠવાયેલાં હોય તેના જેવી મજબૂતાઈ હોય, તે ત્રીજું ૯૪ WWW.jainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ નારાચ સંઘયણ કહેવાય છે. જેના શરીરમાં મર્કટબંધ અને તેના ઉપર પાટો મજબૂત વીંટેલો હોય તેના જેવી મજબૂતાઈ હોય, તે બીજું ઋષભનારાય. ઋષભ એટલે પાટો, નારાચ એટલે મર્કટબંધ. તથા જે બે હાડકાંની વચ્ચે મર્કટબંધ હોય તેની ઉપર પાટો વીંટેલો હોય અને તેના ઉપર ખીલી મારેલી હોય તેના જેવી મજબૂતાઈ જે હાડકામાં હોય તે વજઋષભ નારાચ પ્રથમ સંઘયણ કહેવાય છે. (૧) વજ્ર = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ આ ત્રણે વસ્તુઓ હોય તેવી હાડકાંની મજબૂતાઈ જ્યાં હોય ત્યાં પ્રથમ સંધયણ. (૨) ઋષભનારાચ ઃ ખીલી વિના માત્ર પાટો અને મર્કટબંધ બે હોય અને તેના જેવી મજબૂતાઈ જે હાડકામાં હોય તે બીજું ઋષભનારાચ સંઘયણ. (૩) નારાચ : કેવળ ફક્ત મર્કટબંધના જેવી મજબૂતાઈ હોય તે ત્રીજું સંધયણ. (૪) અર્ધનારાચ : જે બે હાડકાંમાંનું એક હાડકું બીજા હાડકાની આરપાર વીંટળાયેલું હોય અને બીજી બાજુ ખુલ્લું હોય એવું સંઘયણ તે અર્ધનારાય. (૫) કીલીકા : જે બે હાડકાંની વચ્ચે મર્કટબંધ ન હોય પરંતુ ફક્ત ખીલી જ મારેલી હોય – સાંડસીની જેમ તે કીલીકા સંઘયણ. - (૬) છેવ સંઘયણ : જ્યાં બે હાડકાં માત્ર અડીને જ રહેલાં હોય બીજી કોઈ પણ જાતની મજબૂતાઈ ન હોય તે છઠ્ઠું ‘છેવટું’ અથવા ‘છેદસૃષ્ટ' સંઘયણ કહેવાય છે. છેદ છેડા, સૃષ્ટ અડેલા છે જ્યાં તે છેવટ્ઠ. આ પ્રમાણે સંઘયણ નામકર્મ છ પ્રકારનાં છે (૮) સંસ્થાન નામકર્મ : સંસ્થાન એટલે શરીરની રચના, શરીરનો આકાર. તેના પણ ૬ ભેદો છે. તે ભેદોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) સમચતુરસ્ર : ચારે ખૂણા જેના સરખા છે. (૧) જમણા ઢીંચણથી ૯૫ = = Page #97 -------------------------------------------------------------------------- ________________ ડાબો ખભો (૨) ડાબા ઢીંચણથી જમણો ખભો, (૩) કપાળથી પલોઢીનો મધ્ય ભાગ (૪) બે ઢીંચણ વચ્ચેનો ભાગ ખૂણાનું અંતર જ્યાં સરખું હોય તે. આ ચારે (૨) ન્યગ્રોધ પરિમંડળ : ન્યગ્રોધ એટલે વડવૃક્ષ. જેમ વડલાનું ઝાડ ઉપરથી શોભાવાળું છે અને નીચેથી વડવાઈઓના કારણે શોભા વિનાનું છે તેવી રીતે જે શરીરોમાં નાભિની ઉપરનો ભાગ શોભાવાળો અને નીચેનો ભાગ શોભા વિનાનો છે તે બીજું સંસ્થા. અહીં શોભા એટલે પ્રમાણસર હોય તે. (૩) સાદિ સંસ્થાન : બીજા સંસ્થાનથી વિપરીત, શાલ્મલી વૃક્ષ જેવું. નાભીથી નીચેના અવયવો પ્રમાણસરના હોય અને નાભિથી ઉપરના અવયવો બીનપ્રમાણસરના હોય તે સાદિ. (૪) વામન સંસ્થાન : જે શરીરમાં હાથ, પગ, માથું અને પેટ આ ચાર અવયવો જ પ્રમાણસરના હોય બાકીના અવયવો પ્રમાણ વિનાના હોય તે ચોથું વામન સંસ્થાન. (૫) કુબ્જ સંસ્થાન : જે ચોથાથી વિપરીત, અર્થાત્ હાથ, પગ, માથું અને પેટ આ ચાર અવયવો જેના પ્રમાણ વિનાના હોય અને બાકી અવયવો પ્રમાણવાળા હોય તે કુબ્જ સંસ્થાન. (૬) હુંડકસંસ્થાન સર્વે અવયવો જેના પ્રમાણ વિનાના જ હોય તે હુંડક-સંસ્થાન. આ પ્રમાણે આ શરીરમાં છ જાતનાં સંસ્થાન પ્રાપ્ત થાય તે ૬ જાતનાં સંસ્થાન નામકર્મ. (૯) વર્ણ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવને પોતાના શરી૨માં કાળો, નીલો, ધોળો, પીળો અને લાલ રંગ ચામડી આદિનો પ્રાપ્ત થાય તે વર્ણ નામકર્મ. તેના પાંચ ભેદ છે. કાળા આદિ વર્ણોનાં. નામ ઉપ૨થી જ (૧) કૃષ્ણ (૨) નીલ (૩) શ્વેત (૪) પીત અને (૫) રક્ત. (૧૦)ગંધ નામકર્મ : જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ અથવા દુર્ગંધ પ્રાપ્ત થાય તે ગંધ નામકર્મ. તેના બે ભેદો છે. (૧) સુરભિ (૨) દુભિ. ૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૧૧)રસ નામકર્મઃ જે કર્મના ઉદયથી શરીરમાં માંસાદિ પદાર્થોનો રસ-સ્વાદ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ. તેના પણ પાંચ ભેદો છે. (૧) તિક્ત (૨) કટુ (૩) કષાય (૪) આ (૫) મધુર. (૧૨)સ્પર્શ નામકર્મ ઃ શરીરની ચામડીનો સ્પર્શ મુલાયમ આદિ પ્રાપ્ત થાય છે. તેના આઠ ભેદો છે. (૧) ગુરુ, (૨) લઘુ, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) સ્નિગ્ધ, (૬) રુક્ષ, (૭) મૂદુ, (૮) કર્કશ વગેરે. (૧૩)આનુપૂર્વી નામકર્મ ઃ જીવ એક ભવ પૂરો કરીને જ્યારે બીજા ભવમાં જતો હોય ત્યારે પોતાના ઉત્પત્તિસ્થાન તરફ જીવને જે વાળે, વળાંક આપે તે ગાડે જોડેલાં બળદની નાથની જેમ આનુપૂર્વી કર્મ કહેવાય છે. તેના ચાર ભેદો છે. દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. (૧૪)વિહાયોગતિ નામકર્મ વિહાયો = આકાશ, ખુલ્લી જગ્યા, તેમાં પગની જે ચાલ તે વિહાયોગતિ. જેમના પગની ચાલ હાથી અને હંસની જેમ માનવંતી, મોભાવાળી હોય તે શુભવિહાયોગતિ અને જેમના પગની ચાલ ઊંટ અને ગધેડાની જેમ અશુભ હોય તે અશુભ વિહાયોગતિ એમ બે ભેદ છે. આ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિઓના અર્થપૂર્ણ કર્યા. હવે પ્રત્યેક પ્રકૃતિઓ ૨૮ છે. તેના અર્થ સમજાવાય છે. તે આ પ્રમાણે (૧) પરાઘાત નામકર્મ ઃ જે કર્મના ઉદયથી માણસનો એવો પ્રભાવ થાય કે સામેનો બળવાન માણસ અને વિરોધી માણસ પણ દબાઈ જાય તે પરાઘાત નામકર્મ. (૨) ઉશ્વાસ નામકર્મ ઃ જીવ સુખે સુખે શ્વાસ લઈ શકે તેવા શ્વાસની લબ્ધિ તે શ્વાસોશ્વાસ. (૩) આતપ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડું હોય પરંતુ પ્રકાશ ગરમ હોય, જગતને ગરમી આપે તે આતપ નામકર્મ. આ કર્મનો ઉદય સૂર્યના વિમાનમાં જે રત્નો છે. તે રત્નોમાં જે પૃથ્વીકાયના જીવો છે, તેઓને જ હોય છે. બાકીના જીવોને આતપ Page #99 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ હોતું નથી. (૪) ઉદ્યોત નામકર્મ : જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડું હોય અને પ્રકાશ પણ જગતને ઠંડો આપે તે ઉદ્યોત નામકર્મ. આ કર્મનો ઉદય ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનોમાં જે પૃથ્વીકાય જીવો છે, તેઓને હોય છે. (૫) અગુરુલઘુ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર ન ભારે લાગે અને ન હલકું લાગે. શરીરનું વજન ન લાગે તે અગુરુલઘુ નામકર્મ. (૬) તીર્થકર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ ત્રણે જગતને પૂજનિક બને, ચોત્રીસ અતિશયની સમૃદ્ધિવાળો બને તે તીર્થંકર નામકર્મ. (૭) નિર્માણ નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવના શરીરના અવયવો બધા પોતપોતાના સ્થાને બરોબર ગોઠવાય તે નિર્માણ નામકર્મ. (૮) ઉપઘાત નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવ પોતાના જ શરીરના અવયવોથી પોતે દુઃખી થાય, એવી શરીરમાં જે વિચિત્રતા પ્રાપ્ત થાય તે ઉપઘાત; જેમ કે રસોળી, ખૂંધ, ડબલ દાંત, કોઢ, તલ વગેરે. આ આઠ એકેક પ્રકૃતિઓ હોવાથી પ્રત્યેક પ્રવૃતિઓ કહેવાય છે. હવે પછી જે ૨૦ પ્રકૃતિઓ સમજાવાય છે તેમાં ૧૦ શુભ અને ૧૦ અશુભ એમ સામસામે જોડકારૂપ હોવાથી વીસ પ્રકૃતિઓ સાથે જ સમજાવવામાં આવે છે. ૧-૨ : ત્રસ અને સ્થાવર : સુખદુઃખના સંજોગોમાં ઈચ્છા પ્રમાણે હરીફરી શકે તેને ત્રસ કહેવાય છે. અને પોતાની ઈચ્છા પ્રમાણે ન હાલ ચાલી શકે તે સ્થાવર. ૩-૪ : બાદર અને સૂક્ષ્મ જીવનું શરીર મોટું મળે જે આંખે જોઈ શકાય તે બાદર અને આવું સૂક્ષ્મ શરીર મળે કે જે આંખે ન જોઈ શકાય તે સૂક્ષ્મ કહેવાય છે. પ-૬ : પર્યાપ્તા અને અપર્યાપ્તા : જીવને આહારાદિ જે છ પતિઓ છે તે પૂર્ણ કરી શકે તે પર્યાપ્તા અને પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તા કહેવાય છે. ૯૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭-૮ : પ્રત્યેક અને સાધારણ : જે જીવવાર સૌને જુદું જુદું શરીર મળે તે પ્રત્યેક નામકર્મ અને અનંતા જીવો વચ્ચે એક જ શરીર મળે તે સાધારણ. ૯-૧૦: સ્થિર અને અસ્થિર : શરીરમાં દાંત-હાડકાં વિગેરે અવયવો સ્થિર પ્રાપ્ત થાય છે. તે સ્થિર નામકર્મ, અને જીભ, પાંપણ વિગેરે ચલિત પ્રાપ્ત થાય તે અસ્થિર. ૧૧-૧૨ શુભ અને અશુભ ઃ શરીરમાં નાભિથી ઉપરના અવયવો સ્વાભાવિક રીતે જ શુભ પ્રાપ્ત થાય કે જેનો સ્પર્શ બીજાને આનંદકારી બને તે શુભ અને નાભિથી નીચેના અવયવો અશુભ પ્રાપ્ત થાય છે કે જે પગ આદિના સ્પર્શથી જીવને દુઃખ થાય છે. તે અશુભ નામકર્મ. ૧૩-૧૪: સૌભાગ્ય અને દૌર્ભાગ્ય: ઓછું કામ કરવા છતાં જીવ બીજાને વહાલો લાગે તે સૌભાગ્ય અને વધુ કામકાજ કરે છતાં જીવ બીજાને વહાલો ન લાગે તે દૌર્ભાગ્ય નામકર્મ કહેવાય છે. ૧૫-૧૬ઃ આદેય અને અનાદય : આપણું બોલેલું વચન લોકો જલ્દી ગ્રહણ કરે તે આદેય અને યુક્તિપૂર્વકનું બોલેલું હોવા છતાં જે વચન લોકો ગ્રાહ્ય ન કરે તે અનાદેયનામ કર્મ. ૧૭-૧૮ સુસ્વર અને દુઃસ્વર : પ્રાણીનો સ્વર કોયલ જેવો મધુર પ્રાપ્ત થાય તે સુસ્વર અને ગધેડા-ઉટ જેવો ખરાબ સ્વર મળે તે દુ:સ્વરનામ ૧૯-૨૦ યશ અને અયશનામકર્મ જીવની ચારે દિશામાં પ્રસિદ્ધિ ગુણગાન થાય તે યશનામકર્મ અને જીવ સારું કામકાજ કરે છતાં લોકો પ્રશંસે નહીં. લોકોને ગમે નહીં તે અયશનામકર્મ. આ પ્રમાણે નામકર્મની પ્રકૃતિઓના અર્થ સમજાવ્યા તેમાં નામકર્મની ૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર જાતનો આંક બનાવવામાં આવે છે. ૧૪ પિંડપ્રકૃતિઓ + ૮ પ્રત્યેક + ૧૦ ત્રસદશકશુભ + ૧૦ સ્થાવર દશક અશુભ = ૪૨. હવે ૧૪ પિંડ કૃતિઓના પાછળ સમજાવ્યા મુજબ પેટાભેદો જો ગણવામાં Page #101 -------------------------------------------------------------------------- ________________ આવે તો ગતિ ૪ / જાતિ પ/શરીર પ/અંગોપાંગ ૩/સંધાતન પ/બંધન પસંધયણ ૬/સંસ્થાન ૬/વર્ણ પ/ગંધ ર/રસ પ/સ્પર્શ ૮/આનુપૂર્વી વિહાયોગતિ ૨, એમ કુલ ૧૪ પિંડપ્રકૃતિઓના ૬૫ ભેદો થાય છે. તે ૬૫ ઉત્તરભેદો + ૮ પ્રત્યેક + ૧૦ ત્રસદશક + ૧૦ સ્થાવર દશક = ૯૩ પ્રકૃતિઓ. કેટલાક આચાર્યો પાંચ બંધનને બદલે પંદર બંધન માને છે. તેથી ૧૦ પ્રકૃતિઓનો આંક વધારે થાય છે. એટલે ૯૩ ને બદલે ૧૦૩ ગણાય છે. પ્રશ્ન : પંદર બંધનો કેવી રીતે થાય છે? ઔદારિક શરીરની સાથે ૪, વૈક્રિય શરીરની સાથે ૪, આહારક શરીરની સાથે જ, તેજસ શરીરની સાથે ૨, અને કાર્મણ શરીરની સાથે ૧ એમ કુલ ૧૫ થાય છે. (૧) ઔદારિક ઔદારિક બંધન (૨) ઔદારિક તેજસ બંધન (૩) ઔદારિક કાર્મ બંધન અને (૪) ઔદારિક તેજસ કાર્પણ બંધન (૫) વૈક્રિય વૈક્રિય બંધન (૬) વૈક્રિય તેજસ બંધન (૭) વૈકીય કામણ બંધન અને (2) વૈક્રિય તેજસ કાર્પણ બંધન (૯) આહારક આહારક બંધન (૧૦) આહારક તેજસ બંધન (૧૧) આહારક કાર્પણ બંધન (૧૨) આહારક તેજસ કાર્પણ બંધન (૧૩) તેજસ તેજસ બંધન (૧૪) તેજસ કામણ બંધન અને (૧૫) કાર્પણ કાર્પણ બંધન. આ પ્રમાણે જે આચાર્યો ૧૫ બંધન સ્વીકારે છે. તેમના મતે પિંડપ્રકૃતિઓના ભેદ ૬પને બદલે ૭૫ થાય છે. તેથી ૭૫ + ૮ + ૧૦ + ૧૦ મેળવતાં ૧૦૩ ભેદો થાય છે. નામકર્મના ૬૭ ભેદો આ પ્રમાણે છે. ચૌદ પિંડ પ્રકૃતિના જે પાંચ બંધન ગણતાં ૯૩ ભેદો પૂર્વે કહ્યા છે. તેમાંથી પાંચ બંધન અને પાંચ સંધાતન શરીરના નામવાળા જ છે. તથા શરીરની સાથે સંબંધવાળા છે. એટલે શરીરમાં જ ગણી લેવાના છે. તેથી ૧૦ જુદાં ગણવા નહીં. તથા વર્ણ ૫/ગંધ ૨ | રસ ૫ | સ્પર્શ ૮ એમ જે ૨૦ ભેદો કહ્યા છે, તેને બદલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એમ ચાર જ મુળભેદ ગણવા. તેથી ૧૬ બીજા પણ ઓછા કરવા તેથી ૯૩ માંથી ૧૦ + ૧૬ = ૨૬ ભેદો ઓછા કરતા નામકર્મના ૬૭ ભેદો થાય છે. આ નામકર્મમાં બંધમાં ૬૭ ભેદો ગણાય છે. ઉદય- ઉદીરણામાં પણ ૬૭ ૧૦૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભેદો ગણાય છે. પરંતુ સત્તામાં ૯૩/૧૦૩ ભેદો ગણાય છે. આ પ્રમાણે ૬૭-૯૩-૧૦૩ એમ ત્રણ આંકનો વ્યવહાર થાય છે. ૪૨ના આંકનો વ્યવહાર થતો નથી. પરંતુ ૪૨નો આંક ૬૭-૯૩-૧૦૩ એ ત્રણ આંક નીપજાવવા માટે બનાવેલ છે. નામકર્મના સર્વ ભેદોની સંક્ષેપમાં રૂપરેખા આ પ્રમાણે છે. ૪ ગતિ ૫ વર્ણ ૧ પરાધાત ૫ જાતિ ૨ ગંધ ૨ ઉશ્વાસ ૫ શરીર ૩ આતપ ૩ અંગોપાંગ ૮ સ્પર્શ ૪ ઉદ્યોત ૫ બંધન ૪ આનુપૂર્વી ૫ અગુરુલધુ ૫ સંધાતન ૨ વિહાયોગતિ ૬ તીર્થકર ૬ સંધયણ ––– ૭ નિર્માણ ૬ સંસ્થાના ૬૫ પિંડપ્રકૃતિ ૮ ઉપધાત ૫ રસ ૧ ત્રસ ૨ બાદર ૩ પર્યાપ્ત ૪ પ્રત્યેક ૫ સ્થિર ૬ શુભ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ ૭ સૌભાગ્ય દૌર્ભાગ્ય ૮ સુસ્વર દુસ્વર ૫ બંધન ૯ આદેય અનાદેય પ સંઘાતન ૧૦ યશ * અયુશ ૧૬ વર્ણાદિ ૧૦ નામકર્મના ઉપર મુજબ ૬૭ ભેદોમાંથી પુણ્યતત્વમાં ૩૭ ભેદો આવે છે. અને પાપ તત્ત્વમાં ૩૪ ભેદો આવે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુણ્ય અને પાપ બંનેમાં આવે છે. એટલે કુલ ભેદો ૬૭ને બદલે ૩૭ + ૩૪ = ૧૦૧ ૧૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભેદો થાય છે. સરળ સ્વભાવ અને સંસારની આસક્તિ ઓછી, રુદ્ધિની તથા શરીરના સુખ શૈલ્યપણાની અને ખાવાપીવાની આસક્તિ જેને ઓછી હોય તે જીવ નામકર્મની પુણ્યતત્ત્વમાં આવતી ૩૭ પ્રકૃતિઓ બાંધે છે. અને વક્રસ્વભાવવાળો જીવ, ખાવાપીવા, પૈસા, અને શરીરાદિની ઘણી જ મમતાવાળો જીવ નામકર્મની પાપતત્ત્વમાં આવતી ૩૪ પ્રકૃતિઓ બાંધે છે. હવે નામકર્મનું સ્વરૂપ પૂર્ણ કરીને ગોત્ર કર્મ સમજાવીશું. (૭) ગોત્ર કર્મ : જીવ જે કર્મના ઉદયથી ઊચ્ચકુલોમાં અને નીચ કુલોમાં જન્મ ધારણ કરે તે ગોત્રકર્મ. તેના ૨ ભેદો છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર. ઊંચા પ્રશંસીય અને સંસ્કારી કુલોમાં આત્માનો જે જન્મ થાય તે ઉચ્ચગોત્ર. નીચા તુચ્છ, બીન સંસ્કારી કુળોમાં આત્માનો જે જન્મ થાય તે નીચ ગોત્ર, આ ગોત્ર કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર સારો ઘડો પણ બનાવે છે કે જે ઘટ કુંભસ્થાપનાદિ શુભ કામમાં વપરાય છે. તથા ખરાબ ઘટ પણ બનાવે છે કે જે ઘટ મંદિરાદિ ભરવામાં વપરાય છે. તેવી રીતે ગોત્રકર્મ પણ જીવને ઊંચા નીચા ઘરોમાં લઈ જાય છે, માટે ગોત્રકર્મ કુંભાર જેવું છે. પોતાની નિન્દા અને પરની પ્રશંસા કરનારો જીવ, તથા ગુણોને જ જોનારો જીવ, તથા અભિમાનાદિથી રહિત જીવ, અને જિનેશ્વરાદિની ભક્તિ કરનારો આત્મા ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરનારો જીવ એટલે કે પોતાની પ્રશંસા અને બીજાની નિન્દા કરનારો જીવ, તથા બીજાના દોષો જ જોનારો અને અભિમાનાદિથી ભરેલો આત્મા નીચગોત્રકર્મ બાંધે છે. (૮) અંતરાય કર્મ : દાનાદિ આપતાં આત્માને જે રુકાવટ કરે - વિઘ્નભૂત બને તે અંતરાયકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદો છે. (૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય. (૧) આપણી પાસે સંપત્તિ હોય, યોગ્ય પાત્ર લેવા માટે આવ્યાં હોય, દાનનું ફળ આપણે જાણતા હોઈએ છતાં આપવાનું મન જ ન ૧૦૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ થાય તે દાનાન્તરાય. (૨) દાનેશ્વરીને ઘેર લેવા જઈએ, વિનયથી માગણી કરીએ છતાં આપણને પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થાય તો ઢોળાઈ જાય, લૂંટાઈ જાય તે લાભાન્તરાર્ય. (૩) એક વખત ભોગવાય એવી જે વસ્તુઓ તે ભોગ જેમકે રાંધેલું અનાજ, ફુટ તે ઘરમાં હોવા છતાં માંદગી-અપચો અજીર્ણ અથવા તેવા પ્રકારના રોગાદિના કારણે આપણે ખાઈ-પી ન શકીએ તે ભોગાન્તરાય. (૪) વારંવાર વપરાય એવી જે વસ્તુઓ તે ઉપભોગ. જેમ કે કપડાં, સ્ત્રી, અલંકાર આદિ, તે બધું હોવા છતાં શરીર એવા રોગોથી ઘેરાયેલું હોય કે તે વસ્તુઓનો ઉપભોગ ન કરી શકીએ તે ઉપભોગાન્તરાય. (૫) યુવાવસ્થાદિ હોવા છતાં આત્મા શરીરથી દુર્બળ બને તે વીર્યાન્તરાય કર્મ. આ અંતરાયકર્મ “ભંડારી” જેવું છે. મંત્રી જેવું છે. જેમ મંત્રી માલિકને આડુંઅવળું સમજાવે કે જેથી માલિકની દાનાદિ આપવાની ઈચ્છા હોવા છતાં આપી ન શકે તેમ અન્તરાય કર્મના ઉદયથી જીવ દાનાદિ આપી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા, કેવલી પરમાત્મા, સાધુસંતો, મહાત્મા પુરુષો આદિની સેવા-પૂજન-ભક્તિનો નિષેધ કરનારા, અને હિંસા, જૂઠ-ચોરી-મૈથન તથા પરિ ગ્રહ આદિ પાપોમાં જ આસક્ત રહેનારા જીવો આ અંતરાયકર્મ બાંધે છે અને જિનેશ્વર પરમાત્મા આદિની સેવા-પૂજા-ભક્તિ કરનારા જીવો તથા હિંસાદિનો નિષેધ કરનારા જીવો આ અંતરાયકર્મ તોડે છે. આ પ્રમાણે આત્મા આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે. અને શેષ સાત કર્મો આત્મા સમયે સમયે બાંધે છે. આયુષ્યકર્મ સાત ગુણઠાણા સુધી જ બંધાય છે. મોહનીયકર્મ નવમા ગુણઠાણા સુધી જ બંધાય છે. વેદનીયકર્મ તેરમા ગુણઠાણા સુધી બંધાય છે અને શેષ સર્વે કર્મો દસમા ગુણઠાણા સુધી બંધાય છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં કર્મોની વિવક્ષા સંખ્યામાં ઓછીવત્તી ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોએ વિવક્ષી છે. તેની સમજ આ પ્રમાણે છે. > વિશેષતા નંબર કર્મનું નામ બંધમાં ઉદયમાં ઉદીરાણામાં સત્તામાં 2. જ્ઞાનાવરણીયકર્મ ૫ .૫ ૫ ૨. દર્શનાવરણીયકર્મ ૯ ૯ ૩. વેદનીયકર્મ ૨ ૨ ૪. મોહનીયકર્મ ૨૮ યુદ્ધ આયુષ્યકર્મ $. નામકર્મ ૭. ગોત્રકર્મ ૮. અંતરાય કર્મ કુલ સંખ્યા ૨૬ ૪ ૬૭ ૨ ૫ ૧૨૦ ? ર ૨૮ ૪ 03 ૨ ૫ ૧૨૨ ૫ 2 ર ૨૮ ૪ ૪ ૬૭૯૩/૧૦૩ ૨ ૫ ૧૨૨ ર ૫ પુણ્ય X X ૧ X ૩ ૩૭ ૧ × ૧૪૮ ૧૫૮ આઠે કર્મો જીવ જેમ અશુભ પરિણામ આવે તો બાંધી શકે છે. તેમ સારા પરિણામ આવે તો તોડી શકે છે. સર્વે કર્મો ભોગવવાં જ પડે એવો નિયમ નથી. નિર્જરા પણ થાય છે, તેથી જ જીવ મોક્ષે પણ જાય છે. કર્મો પ્રદેશોદયથી ભોગવવા જ પડે છે. પરંતુ રસોદયથી ભોગવવાં જ પડે એવો નિયમ નથી, તેથી તે કર્મને તોડવા પ્રયત્ન કરવો જ જોઈએ. પાપ ૫ ૯ ૧ ૨૬ ૪૨ ૧ ૩૪ ૧ ૫ ૮૨ આ આઠે કર્મોનું સ્વરૂપ સામાન્ય રૂપરેખા માત્રથી સમજાવ્યું છે. વિશેષ વર્ણન બીજાં પુસ્તકો વખતે લખીશું. જૈન દર્શનનો અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ તીર્થંકર પરમાત્માઓ જ્યારે જ્યારે કેવળજ્ઞાન પામીને પ્રથમ દેશના આપે છે. ત્યારે ગણધરભગવંતોને ‘ઉપન્નેઈવા, ધુવેઈ વા, વિગમેઈવા' એવાં ત્રણ પદો સમજાવે છે. તેનો અર્થ એ છે કે આ જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થવાવાળા છે. નાશ પામવાવાળા છે. અને ધ્રુવ રહેવાવાળા છે. ઉત્પન્ન થાય તથા વ્યય થાય એટલે અનિત્ય છે. અને ધ્રુવ રહે છે એટલે નિત્ય રહે છે. અર્થાત્ સર્વે પદાર્થો નિત્યાનિત્ય છે. જેમ કે આત્મા એકભવ પૂર્ણ કરીને બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. બીજો ભવ પૂર્ણ કરીને ત્રીજા ભવમાં જાય છે. નવા નવા ભવોની અપેક્ષાએ ઉત્પત્તિ ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ અને વિનાશવાળો છે. પરંતુ દરેક ભવોમાં આત્મા તેનો તે જ રહે છે. એવી જ રીતે એક ભવમાં પણ બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થામાં અવસ્થાથી બદલાતો છે. અને પુરુષ પણે તેનો તે જ છે, માટે ધ્રુવ છે. યુવાવસ્થામાં વર્તતો પુરુષ બાલ્યાવસ્થાના ચરિત્રથી શરમાય છે. અને ભાવિની વૃદ્ધાવસ્થાના સુખ માટે પ્રયત્નશીલ છે. એનો અર્થ એ છે કે ત્રણે અવસ્થામાં આત્મા દ્રવ્ય તેનું તે છે. ધ્રુવ છે. જો બીજો જ આત્મા બનતો હોય તો શેનો શરમાય? માટે ધ્રુવ પણ છે. તેમજ યુવાવસ્થામાં બાલ્યાવસ્થાના કાર્યો નથી કરતો તેથી બદલાયો પણ છે. તેથી અનિત્ય પણ છે. સોનાનું કડું ભગાવી કુંડલ બનાવ્યું તેમાં કડાપણાનો વિનાશ, કુંડલપણાની ઉત્પત્તિ અને સોનાપણાની બંને અવસ્થામાં ધ્રુવતા પણ રહેલી છે. શાસ્ત્રમાં દૃષ્ટાંતો આવે છે કે એક બાળક સોનાના કડાનો અર્થી હતો તેથી સોનાના કડાથી તે રમતો હતો. તેને કડાથી ૨મતો જોઈ બીજા બાળકે કુંડળથી રમવાનો ક્લેશ કર્યો. આ બંને બાળકના પિતા પાસે બીજા સોનાની જોગવાઈ ન હતી. તેથી પિતા બંને બાળકને લઈને સોની પાસે કડુ ભંગાવી પોતાના તે જ સોનામાંથી બીજા બાળકના આત્માની શાન્તિને માટે કુંડલ બનાવવાનો આદેશ આપે છે. સોની જેમ જેમ કડું ભાંગી કુંડલ બનાવે છે તેમ તેમ પ્રથમ બાળક રડે છે. કારણ કે તે પોતાના ઇષ્ટ કડા પર્યાયનો નાશ દેખે છે. બીજો બાળક હર્ષ પામે છે કારણ કે તે પોતાના ઇષ્ટ કુંડલ પર્યાયનો ઉત્પાદ દેખે છે. પિતા ઉદાસીન મધ્યસ્થ રહે છે. કારણ કે તે તો કડા અને કુંડલ એમ બન્ને પર્યાયોમાં પોતાના સોના દ્રવ્યની ધ્રુવતા જ દેખે છે. દૂધથી દહીં બને છે. ત્યારે દૂધનો વિનાશ થાય છે. દહીનો ઉત્પાદ થાય છે અને ગોરસ પણે તે દ્રવ્ય ધ્રુવ રહે છે. એટલા જ માટે ‘આજનો દિવસ દૂધ જ પીવું' એવો નિયમ જેણે લીધો હોય તે આત્મા દહી જમતો નથી. અને આજનો દિવસ દહીં જ જમવું. એવા નિયમવાળો આત્મા દૂધ પીતો નથી. તથા આજનો દિવસ ‘અગોરસ જ લેવુ’ અર્થાત ગાયનું દૂધ અને દૂધથી બનેલું ન લેવું. એવા નિયમવાળો દૂધ, દહીં બન્ને ખાતો નથી. તેથી દૂધનો નાશ, દહીંનો ઉત્પાદ અને ગોરસની ઘ્રુવતા રહેલી છે. આ પ્રમાણે જગતના સર્વે પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રુવતાવાળા · છે. અહીં કેટલાક એવી શંકા કરે છે કે નિત્ય અને અનિત્ય બંને શબ્દો ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર વિરોધી છે. માટે એક સ્થાને વિરોધી એવા નિત્યાનિત્ય બંને સાથે કેવી રીતે રહે ? જેમ અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય અને પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય તે બંને પરસ્પર વિરોધી હોવાથી સાથે રહેતા નથી. તેવી રીતે નિત્ય-અનિત્ય વિગેરે સાથે કેમ રહે? ઉત્તર : ઉપર ઉપરની દૃષ્ટિથી વિરોધ લાગે. પરંતુ થોડીક સૂક્ષ્મદૃષ્ટિ ચલાવીએ તો વિરોધ શમી જાય છે. જેમ તમે કહ્યું કે પ્રકાશ અને અંધકાર બંને વિરોધી હોવાથી એક સાથે રહેતા નથી. પરંતુ આ વાત સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારશો તો જણાશે કે જે કોઈ એક પ્રકાશ છે. તે પોતે અંધકારની અપેક્ષાએ પ્રકાશ છે. અને બીજા અધિક પ્રકાશની અપેક્ષાએ અંધકાર પણ છે. જેમ બપોરે બાર વાગે ઘરમાં પડતો પ્રકાશ તે રસ્તાના તડકાની અપેક્ષાએ અંધકાર છે. અને ભોંયરાના અંધકારની અપેક્ષાએ પ્રકાશ છે. હવે કહો કે ઘરમાં પડતો પ્રકાશ તે પ્રકાશ કહેવાય કે અંધકાર કહેવાય કે બન્ને કહેવાય? પંદર વર્ષનો એક પુત્ર દશ વર્ષવાળા પુત્રની અપેક્ષાએ મોટો છે અને વીસ વર્ષવાળા પુત્રની અપેક્ષાએ નાનો પણ છે. એટલે કે અપેક્ષાએ નાનો મોટો બન્ને છે. વિરોધી દેખાતા બન્ને ભાવો અપેક્ષાએ સાથે જ રહે છે. જૈનદર્શનની આ સૂક્ષ્મ દૃષ્ટિને નહિ સમજનારા અને ઉપર-ઉપરથી શબ્દોના જ પરસ્પર વિરોધને દેખીને કેટલાક દર્શનશાસ્ત્રીઓ જૈનદર્શનની એવી ટીકા કરે છે કે જેનો તો એક જ માણસને બાપ પણ કહે છે અને બેટો પણ કહે છે. પરંતુ જે બાપ હોય તે બાપ જ કહેવાય બેટો કેવી રીતે કહેવાય ? એવી જ રીતે જે માતા છે તેને જ જૈનો પત્ની માને છે. જે માતા હોય તે પત્ની કેવી રીતે કહેવાય ? જૈનો આવા વિરોધીને માનનારા છે જે વાત બરાબર નથી. ખોટી છે. ઇત્યાદિ લોકો બોલે છે. પરંતુ જરાક શાંતિથી અને સૂક્ષ્મ દૃષ્ટિથી જો તપાસવામાં આવે તો કોઈપણ જાતનો વિરોધ આવતો જ નથી. જે માણસ એકનો (પોતાના પુત્રનો) પિતા છે. તે જ માણસ બીજાનો (પોતાના પિતાનો) પુત્ર પણ છે જ. અર્થાત્ એક જ માણસ પુત્રની અપેક્ષાએ પિતા, અને પિતાની અપેક્ષાએ પુત્ર છે જ. એમાં વિરોધની વાત શી છે ? અર્થાત વિરોધ છે જ નહીં. જેની અપેક્ષાએ તે માણસ પિતા છે તેની જ અપેક્ષાએ પુત્ર છે. એમ જે જૈનો માને તો વિરોધ આવે. પરંતુ જૈનો એમ ૧૦૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ માનતા નથી. અન્યની અપેક્ષાએ પિતા અને અન્ય અપેક્ષાએ પુત્ર માને છે. તેવી જ રીતે જે સ્ત્રી પોતાના પુત્રની અપેક્ષાએ માતા છે. તે જ સ્ત્રી પોતાના પતિની અપેક્ષાએ પત્ની પણ છે જ. એમાં વિરોધ જેવું શું છે? અર્થાત્ કંઈ જ નથી. એવી જ રીતે એક પુત્રી પોતાના પિયરપક્ષની અપેક્ષાએ પુત્રી કહેવાય છે. તે જ સાસરિયાપક્ષની અપેક્ષાએ પુત્રવધૂ કહેવાય છે. માટે આ જગતના તમામ પદાર્થો પરસ્પર વિરોધી દેખાતા હોવા છતાં બે ભાવોથી અપેક્ષાએ અવિરોધિપણે ભરેલા છે. આત્મા જેમ નિત્યા નિત્ય છે, તેમ શરીરાદિથી ભિન્ન ભિન્ન પણ છે. શરીરની સાથે આત્મા પ્રદેશ પ્રદેશે વ્યાપ્ત છે. તન્મય છે. એકમેક છે માટે અભિન્ન છે તથા શરીર પુદ્ગલ છે. જડ છે અને આત્મા ચેતન છે. જ્ઞાનવાનું છે માટે ભિન્ન પણ છે જ. માટે મૃત્યુ વખતે શરીર અહીં રહે છે અને આત્મા પરભવમાં જાય છે. વળી દરેક આત્માઓ “સામાન્ય વિશેષાત્મક' છે. આત્મા પણે દરેક આત્માઓ સરખા છે. અને દેવ-મનુષ્ય-તિર્યંચાદિ પણે વિશેષ-વિશેષ પણ છે. તમામ મનુષ્યો પણ મનુષ્યપણે સમાન છે. પરંતુ સ્ત્રી-પુરુષ-નપુંસકાદિપણે વિશેષ પણ છે જ. આ રીતે સર્વે દ્રવ્યો પૂર્વ-ઉત્તર પર્યાયોની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયવાળા એટલે કે અનિત્ય છે. અને દ્રવ્યરૂપે ધ્રુવ એટલે કે નિત્ય જ છે. ભિન્નભિન્ન પણ છે. સામાન્ય વિશેષ પણ છે. અસ્તિ અને નાસ્તિરૂપ પણ છે. પોતાના રૂપે અસ્તિ છે. અને બીજાના રૂપે નાસ્તિ છે. જેમ માટીનો ઘડો તે ઘડાપણે અસ્તિ છે, પરંતુ કોડિયાપણે નાસ્તિ છે. કેટલાક દર્શનકારો વેદાન્ત-ન્યાય-વૈશેષિક અને સાંખ્ય આદિ) આત્માને એકાન્ત નિત્ય જ માને છે. ભવ બદલાવા છતાં આત્મા તેનો તેજ છે એમ કહે છે. પરંતુ આ વાત બરાબર નથી. જેમ ભવ બદલાય છે તેમ આત્મા પણ પર્યાયથી બદલાય છે. જો આત્મા એકાન્ત નિત્ય જ હોય તો આ આત્મા મનુષ્યના ભવમાંથી સિંહના ભવમાં જાય ત્યારે દયાળુમાંથી હિંસક કેમ બની જાય છે ? બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં આવતાં અવિકારીમાંથી વિકારી કેમ બની જાય છે ? માટે આ આત્મા દ્રવ્યસ્વરૂપે નિત્ય હોવા છતાં પર્યાયથી - ૧૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચોક્કસ બદલાતો છે, એટલે કે અનિત્ય પણ છે. આ પ્રમાણે નિત્યાનિત્ય જ કોઈ કોઈ દર્શનકારો (બૌદ્ધદર્શન વિગેરે) આત્મા આદિ સર્વે પદાર્થો ક્ષણિક છે. માત્ર ક્ષણવર્તી જ છે. અનિત્ય જ છે એમ માને છે. તે પણ વાત બરાબર નથી. જે એકાન્ત ક્ષણિક જ હોય તો એક ક્ષણ પછી આત્મા સર્વથા નાશ પામે છે. નવો જ આત્મા આવે છે એવો અર્થ થાય છે. જો એમ હોય તો બાલ્યાવસ્થાનું સ્મરણ યુવાવસ્થામાં કેમ થાય? યુવાવસ્થામાં વર્તતો મનુષ્ય વૃદ્ધાવસ્થામાં સુખી થવા માટે પ્રયત્નશીલ કેમ બને ? આ ભવમાં રહેલો જીવ બીજા ભવના કલ્યાણ માટે શા માટે પ્રયત્ન કરે ? ગયા ભવોમાં કરેલા કર્મોને અનુસાર આ ભવમાં જીવ જન્મતાં જ દુઃખી-સુખી કેમ થાય ? માટે આત્મા આદિ સર્વે પદાર્થો પર્યાયથી ક્ષણવર્તી હોવા છતાં પણ દ્રવ્યથી ચોક્કસ નિત્ય જ છે. અર્થાત્ તે જ આત્મા તે છે. છે. આ પ્રમાણે જગતના તમામ પદાર્થો નિત્યાનિત્ય, ભિન્નભિન્ન છે. ગુણોથી ગુણી દ્રવ્ય પણ ભિન્નભિન્ન છે. બંને ભાવો હોવાથી જે કાળે જે ઉપકારક હોય તેની પ્રધાનતા કરાય છે. જે ઉપકારક ન હોય તેની ગૌણતા કરાય છે. જેમ કે આત્મા કર્મ બાંધતો હોય ત્યારે બંધમાંથી અટકાવવા નિત્ય વિચારવો જરૂરી છે. કે હે આત્મન્ ! તું કર્મો બાંધે છે, પરંતુ ભવિષ્યમાં ભવાન્તરોમાં તારે જ ભોગવવાનું છે. તે નિત્ય છે. જે બંધ કરે છે, તે જ ફળ ભોગવે છે, માટે બંધથી વિરામ પામ. અને જ્યારે પુણ્ય-પાપ કર્મોનો ઉદય ચાલતો હોય ત્યારે અનિત્ય વિચારવો જરૂરી છે. જેમ કે પુણ્યોદય હોય કે પાપોદય હોય ત્યારે તે આત્મન્ ! આ દુઃખ-સુખનો દશકો ક્ષણિક છે. સંપત્તિ-વિપત્તિ વિનાશવંત છે. કાયમ કદાપિ રહી નથી અને રહેતી પણ નથી. માટે તું હર્ષશોક ન કર, અભિમાન માયા ન કર, નહિ તો બહુ ચીકણા કર્મો બંધાશે અને તારે જ ભોગવવા પડશે. ઈત્યાદિ. સારાંશ કે સર્વે પદાર્થો દ્રવ્યથી નિત્ય-સદાકાળ સ્થિર છે. ધ્રુવ છે પર્યાયથી અનિત્ય, ક્ષણભંગુર, નાશવંત, ઉત્પત્તિવાન છે. બદલાતું છે. એમ નિત્ય અનિત્ય બંને હોવાથી અપેક્ષાએ જ બોલવું તે યાદવાદ કહેવાય છે. સ્વાદુ-અપેક્ષા ૧૦૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ અને વાદ એટલે બોલવું. અપેક્ષાએ જ બોલવું તે સ્યાદ્વાદ. તેનું બીજું નામ અપેક્ષાવાદ છે. ત્રીજું નામ અનેકાન્તવાદ છે. આ વાત સમજાવવા માટે જૈનશાસ્ત્રોમાં છ આંધળા માણસોની અપેક્ષાએ એક હાથીનું સ્વરૂપ સમજાવતું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. એક હાથીને છ આંધળા માણસો જુદા જુદા અવયવોથી પકડે છે. પછી પરસ્પર વિવાદ કરે છે. કહો હાથી કેવો છે ? જેના હાથમાં સૂંઢ આવી છે, તે કહે છે કે હાથી સાંબેલા જેવો છે. જેના હાથમાં પગ આવે છે તે કહે છે કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં કાન આવ્યા છે તે કહે છે કે હાથી સુપડા જેવો છે. જેના હાથમાં પૂંછડું આવ્યું છે તે કહે છે કે હાથી દોરડા જેવો છે. અને જેના હાથમાં પેટ આવ્યું છે તે કહે છે કે હાથી કોઠી જેવો છે. કહો કે આ છમાંથી કોણ સાચો અને કોણ જૂઠો ? આપણે કહેવું જ પડશે કે હાથી છએ પુરુષોના બોલાયેલા સમુચિત સ્વરૂપવાળો છે પણ કોઈ એક સ્વરૂપવાળો નથી. તેવી ીતે જગતના તમામ પદાર્થો બે ભાવથી ભરેલા છે. એક ભાવવાળા નથી માટે જ અનેકાન્તમય છે. તે જ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ કહેવાય છે. આજ નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, સામાન્ય વિશેષ અને અસ્તિનાસ્તિ આદિ ઉભયભાવમય સ્વરૂપ છે. તેમાંથી જ વસ્તુનું સ્વરૂપ વિવક્ષાએ સાત પ્રકારનું બોલાય છે. તેને સપ્તભંગી કહેવાય છે. જેમ કે (૧) સ્યાત્ નિત્ય (૨) યાત્ અનિત્ય (૩) સ્યાત્ અવક્તવ્ય. (૪) સ્યાદ્ નિત્યાનિત્ય (૫) સ્યાદ્ નિત્યાવક્તવ્ય (૬) સ્યાદ્ અનિત્યાવકતવ્ય (૭) સ્યાદ્ નિત્યાનિત્યા વક્તવ્ય. એમ કુલ સાત ભાંગે જગતનું સ્વરૂપ જાણવા જેવું છે. તેવી જ રીતે ભિન્નાભિન્નમાં (૧) સ્યાદ્ ભિન્ન (૨) સ્યાદ્ અભિન્ન (૩) સ્યાદ્ અવક્તવ્ય. (૪) સ્યાદ્ ભિન્ના ભિન્ન (૫) સાદ્ ભિન્નાવક્તવ્ય (૬) સ્યાત અભિન્નાવક્તવ્ય અને (૭) સ્યાદ્ ભિન્નાભિન્ન અવક્તવ્ય એમ સાત ભાંગા છે. સાત ભાંગે જગતનું સ્વરૂપ છે. માટે કોઈપણ એક ભાંગે જ સ્વરૂપ બોલીને બીજા ભાંગાઓનો અપલાપ કરીએ તો તે મિથ્યાત્વ થાય છે. સ્યાદ્વાદ એટલે કે અપેક્ષાવાદ, અપેક્ષાએ જ બોલવું. તેને જ અનેકાન્તવાદ કહેવાય છે. તે સમજાવવા માટે જૈનદર્શનમાં સાત નયો કહ્યા છે. નય એટલે દૃષ્ટિ, નય એટલે કે વિવક્ષા, નય એટલે અપેક્ષા જેમ કે આપણી માતાને ૧૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ આપણે માતા કહીએ ત્યારે સમજવું જોઈએ કે આ આપણી અપેક્ષાએ માતા છે. બાકી તેમની માતાની અપેક્ષાએ તો એ પુત્રી પણ છે. આ પ્રમાણે અપેક્ષાએ બોલવું તે સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કહેવાય છે. સાત નો આ પ્રમાણે છે (૧) નૈગમનય (૨) સંગ્રહનય (૩) વ્યવહારનય (૪) જુસૂત્રનય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનય (૭) એવંભુતનય. તે સાત નયો અપેક્ષાવાદને સમજાવનારા છે. જ્યારે જે નય સમજીશું ત્યારે તેની વાત તદ્દન સાચી જ લાગવાની છે. પરંતુ તેની વાત અપેક્ષાએ જ સાચી સમજવી. એકાન્ત સાચી ન સમજવી. (૧) નૈગમનયઃ જે દૂર દૂર કારણને પણ કાર્યનું કારણ માને, ઉપચારને પણ સ્વીકારે, આરોપિત સ્વરૂપને પણ સ્વીકારે છે. જેમ કે પશુ ઘાસ ખાય તો જ તેમાંથી દુધ દહીં દ્વારા ઘી બને છે. માટે ઘાસ એ પરંપરાએ ઘીનું કારણ છે. તેથી ઘાસમાં ઘીની શક્તિ માનવી તે નૈગમનય. નયસારાદિના ભવોમાં ભગવાન મહાવીર સ્વામીના આત્માને ભગવાન થવાના છે એમ માનવું તે નૈગમનય. અપુનબંધકાવસ્થામાં આવેલા મન્દમિથ્યાત્વી જીવને ધર્મો સમજવો તે નૈગમનય. દૂર દૂર કારણમાં કાર્યશક્તિ માપવી તે નૈગમનય. (૨) સંગ્રહનયઃ વસ્તુનું જે એકીકરણ કરે જેમ બને તેમ વિશેષને ગૌણ કરી સામાન્યને મુખ્ય કરે તે સંગ્રહનય. જેમ બ્રાહ્મણ-ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચારે પ્રકારના મનુષ્યો “સમાન' જ છે. માનવ જ છે. એમ માને દેવ-નારકો, તિર્યંચ, મનુષ્યાદિ સર્વે જીવો સર્વે આત્માઓ સમાન છે. વ્યવહારનય : વસ્તુનું જે પૃથક્કરણ કરે, જેમ બને તેમ વિશેષને જ મુખ્ય કરે અને સામાન્યને ગૌણ કરે તે વ્યવહારનય. સંગ્રહનયની જે વાત છે તેને ભેદે તે વ્યવહારનય. જેમ કે બધા માનવ સરખા નથી. કોઈ બ્રાહ્મણ છે. કોઈ ક્ષત્રિય છે. કોઈ વૈશ્ય છે. કોઈ શૂદ્ર છે. સંસારી સર્વે જીવો સરખા જ છે. એવી સંગ્રહનયની વાત બરાબર નથી. કોઈ નારકી છે. કોઈ તિર્યંચ છે. કોઈ મનુષ્ય છે અને કોઈ દેવ છે. ઇત્યાદિ. આ નય ભૂત, ભવિષ્ય અને વર્તમાન ૧૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્રણે કાળને માન્ય રાખે છે. જે હાલ રાજા નથી. પરંતુ રાજાનો પુત્ર છે તેને પણ ભાવિમાં રાજા થવાનો હોવાથી રાજા કહેવાય છે. ભગવાન તીર્થકર દેવ જન્મે ત્યારથી જ ભાવિમાં થવાના હોવાથી આ નયે તીર્થકર કહેવાય છે. ઘી ભરવાના ઉદ્દેશથી લવાયેલા ઘડાને ઘીનો ઘડો કહેવાય છે. પહેલા જેમાં ઘી ભર્યું હોય, હાલ ખાલી હોય તો પણ ઘીનો ઘડો જ કહેવાય છે. એમ આ નય ત્રિકાળગ્રાહી છે. (૪) ઋજુસૂત્રનય ઃ આ નય ફક્ત વર્તમાન કાળને જ મુખ્ય કરે છે. જે વસ્તુ જે કાળ જેવી હોય તે કાળે તેને તેવી જ માનવી. શેઠના છોકરાને શેઠનો છોકરો જ કહેવાય શેઠ ન કહેવાય. રાજાના પુત્રને રાજપુત્ર જ કહેવાય રાજા ન કહેવાય. ભગવાન મહાવીર સ્વામીને જન્મ્યા ત્યારથી તીર્થકર ન કહેવાય, પરંતુ જ્યારે કેવળજ્ઞાન પામે ત્યારે ૪૨થી ૭૨ વર્ષમાં જ તીર્થકર માનવા તે. (૫) શબ્દનય : શબ્દોને મુખ્ય કરીને જે અર્થ કરે છે, લિંગ, વચન અને જાતિ પ્રમાણે જે જુદા જુદા અર્થો કરે તે જેમ કે સ્ત્રી પુરુષનો ભેદ કરે. એકવચન- બહુવચનનો જે ભેદ કરે, એક હોય તો એક જ કહે, બહુ હોય તો બહુ જ કહે. સમભિરૂઢનયઃ જે એક જ વસ્તુ માટે વપરાતા પર્યાયવાચી શબ્દોમાં પણ અર્થનો ભેદ કરે તે સમભિરૂઢનય. જેમ કે ભૂપ, નૃપ અને રાજા. આ ત્રણેના અર્થ જુદા કરે. જે પૃથ્વીનું જ પાલન કરે તે ભૂપ. અને જે મનુષ્યોનું જ પાલન કરે તે નૃપ અને જે શરીરને શોભાવે તે રાજા. એવી જ રીતે તીર્થંકર પરમાત્મા-વીતરાગ શબ્દોના પણ અર્થનો ભેદ કરે તે. (૭) એવંભૂતનય : જે શબ્દનો જે વાચ્ય અર્થ થતો હોય, તેવા અર્થ પ્રમાણે ક્રિયાકાલ હોય તો જ અર્થ ગ્રહણ કરે. ક્રિયાપરિણત અર્થને જે નય સ્વીકારે છે. જેમકે રાજાને રાજા ત્યારે જ કહેવાય કે જ્યારે શરીરે ટાપટીપ કરીને શોભાવે ત્યારે. ભૂપને ભૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે લડાઈમાં ઊતરી પૃથ્વીનું રક્ષણ કરતો હોય. નૃપને નૃપ ૧૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ કહેવાય કે મનુષ્યોનું રક્ષણ કરતો હોય. તીર્થંકર પ્રભુને તીર્થંકર ત્યારે જ કહેવાય કે જ્યારે તીર્થની સ્થાપના કરતા હોય ઇત્યાદિ. આ પ્રમાણે ૭ નયો છે. જો કે તેના પણ ૭૦૦ પ્રતિભેદો છે. આ વિષય વધારે સૂક્ષ્મ હોવાથી ધીરે ધીરે સમજાય તેવો છે. આગળ બીજાં પુસ્તકોમાં વઘારે સમજાવીશું. જૈનશાસ્ત્રમાં કોઈ પણ કાર્યને કરનારાં પાંચ કારણો બતાવ્યાં છે. કાળ સ્વભાવ-નિયતિ (ભવિતવ્યતા), પ્રારબ્ધ અને પુરુષાર્થ. આ પાંચે સાથે મળે તો જ કાર્ય સિદ્ધિ થાય છે. તેમને સમવાયીકારણ કહેવાય છે. પાંચેના સમુચ્ચયથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેમ પાંચ આંગળીઓ ભેગી મળે તો જ લોટો ઊંચકાય છે. આવું સ્વરૂપ હોવા છતાં કેટલાક એકાન્તવાદીઓ એકેકને જ બહુ પ્રધાન કરીને બીજાનો અપલાપ કરે છે. તે મિથ્યાદૃષ્ટિ : એકાન્તવાદીઓ જાણવા. (૧) કાળવાદી : એમ કહે છે કે આ દુનિયામાં તમામ કાર્યો કાળા જ કરે છે. ઠંડી શિયાળામાં જ પડે ગરમી ઉનાળામાં જ પડે, વરસાદ ચોમાસામાં જ આવે આંબાગરમીમાં જ પાક માટે બધાં કાર્યો કાળે જ થાય છે. કાળા જ સર્વનો કર્તા છે. જગતમાં કાળ જેવું બીજું કોઈ કર્તા કારણ નથી ઈત્યાદી. કાળને જ પ્રધાન કહે છે. તેની દૃષ્ટિમાં કાળ એ જ કારણ છે એમ તેને લાગે છે. આ કાળનો એકાન્તવાદ છે. (૨) સ્વભાવવાદી : એમ કહે છે કે આ દુનિયામાં તમામ કાર્યો સ્વભાવ જ કરે. લીંબુ ખાટાં જ હોય છે. કાંટા અણીદાર જ હોય છે. લીંબડા સ્વભાવે કડવા જ હોય છે. પશુઓ સ્વભાવે જ શીંગડા પૂંછડાવાળા હોય છે. સર્પો સ્વભાવે જ ડંખીલા હોય છે. સિંહ, વ્યાધ્રો સ્વભાવે જ હિંસક હોય છે, માટે જગતના તમામ કાર્યો સ્વભાવ જ કરે છે. સ્વભાવ એ જ કર્તા છે ઇત્યાદિ. આ પણ સ્વભાવનો એકાત્તવાદ છે. (૩) નિયતિવાદી : ભવિતવ્યતાને જ મુખ્ય કરનારાઓ એમ કહે છે કે જે થવાનું હોય તે બધું નિયત જ હોય છે. નક્કી જ હોય છે અને તે તેમજ થાય છે. વિધિના બધા લેખ લખાયેલા જ હોય છે. ક્રમસર થવાવાળા પર્યાયો ૧૧ ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગોઠવાયેલા જ છે. તેને ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે. જેમ થવાનું હોય તેમ જ થાય છે. તમે લાખો ઉપાય કરો તો પણ થવાનું હોય તે જ થાય છે. જેમ કે રામચંદ્રજીને જે સમયે રાજગાદી મળવાની હતી તે જ સમયે તેમને વનવાસ જવાનું બન્યું. માટે ભાવિમાં થવાવાળું બધું નિયત જ છે. નક્કી જ છે. આ પણ નિયતિનો એકાન્તવાદ છે. (૪) પ્રારબ્ધવાદી : આ પણ મત એવો છે કે પ્રારબ્ધ એટલે કર્મ-કર્મ કરે તે જ થાય - આપણા પુણ્યકર્મ હોય તો તે કર્મ સારું કરી આપે છે અને પાપકર્મ હોય તો અશુભ કરી આપે છે. માટે કર્મ જ શુભાશુભ કરનાર છે. ભગવાન મહાવીર સ્વામી જેવા આત્માને પણ કર્મના ઉદયથી જ કાનમાં ખીલા નંખાયા. ખંધક મુનિની જીવંત છાલ ઉતારી. શ્રેણિક જેવા મહારાજા કેદમાં પુરાયા. પાર્શ્વનાથને મેધમાલીનો ઉપદ્રવ થયો. માટે કર્મ જ બધું કરનાર છે. આ પણ પ્રારબ્ધનો એકાન્તવાદ છે. (૫) પુરુષુથવાદી : આપણે પુરુષાર્થ કરીએ તો જ ફળ પ્રાપ્ત થાય. માણસ નોકરી ધંધો કરે તો જ પૈસા મળે છે. રસોઈ બનાવીએ તો જ ભોજન મળે છે. કામકાજ કરીએ તો જ ફળ પ્રાપ્ત થાય છે. ખેડૂત ખેતી કરે તો જ અનાજ પાકે છે. માટે પુરુષાર્થ કરીએ તો જ ફળપ્રાપ્તિ થાય છે. સર્વ કાર્યો પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ એ જ મુખ્ય કારણ છે. આ પણ પુરુષાર્થનો એકાન્તવાદ છે. ઉપર સમજાવેલા બધા એકાન્તવાદો મિથ્યા છે. દરેક પોતપોતાની વાત અતિશય આગ્રહથી કહે છે અને બીજાનો અપલાપ કરે છે માટે બરાબર નથી. પરંતુ પાંચેનો યોગ એ જ વાસ્તવિક કાર્ય કરનાર છે. આપણે છદ્મસ્થ છીએ, કેવળજ્ઞાની નથી. ત્યાં સુધી આત્મકલ્યાણ કરવા માટે પુરુષાર્થને મુખ્ય કરવો. બીજા ચારનો અપલાપ ન કરવો. ધન કમાવામાં, પરિવારની સુખાકારીમાં ભવિતવ્યતા પ્રારબ્ધ કે કાળને કોઈ મુખ્ય કરતું નથી. અને ધર્મમાં જ ભવિતવ્યતા આગળ કરીને પુરુષાર્થને ઉડાડે છે તે બરાબર ઉચિત નથી. ઘરમાં કોઈ માંદું હોય તો દરેક સગાંવહાલાં તેની દવા કરાવશે. ડૉક્ટરો લાવશે. દવાખાને લઈ જશે. ડૉકટરો આશા છોડી દે તો પણ દવા અપાવશે. એનો અર્થ એ છે કે ભવિતવ્યતાથી, કાળથી, કર્મથી જે બનવાનું હોય તે ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ ભલે બને પરંતુ આપણે દર્દીને જિવાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ આ પ્રયત્નથી તેનું આયુષ્ય બચવાનું હોય તો બચી પણ જાય. જો આ રીતે સંસારી કાર્યોની અંદર પાંચમાં પુરુષાર્થ જ પ્રધાન હોય તો પછી ઘર્મનાં કાર્યોમાં પુરુષાર્થને પ્રધાન કેમ ન કરવો જોઈએ? કોઈપણ ધંધામાં ચારપાંચ વાર નિષ્ફળ ગયા હોઈએ પૈસા ખોયા હોય છતાં છઠ્ઠી વખતે પણ યથાર્થ લાઈન દેખાય તો કમાવા માટે પુરુષાર્થ જ કરીએ છીએ તો કર્મક્ષય નિમિત્તે અને ધર્મપ્રાપ્તિ માટે પુરુષાર્થને મુખ્ય કેમ ન કરાય ? તેથી છ સ્થ આત્માઓએ ધર્મપ્રાપ્તિ માટે પુરુષાર્થ જ મુખ્ય કરવો જોઈએ. પુરુષાર્થ કરવા છતાં ફળપ્રાપ્તિ ન થાય અને આત્માને અફસોસ અથવા આર્તધ્યાન થતું હોય તો ત્યારે ભવિતવ્યતા અને પ્રારબ્ધને મુખ્ય કરવા જોઈએ. પરંતુ કાર્યસિદ્ધિ માટે પ્રથમ તો પુરુષાર્થને જ આગળ કરી પ્રવૃત્તિ કરવી જોઈએ. અને પાંચેના સમૂહથી કાર્યસિદ્ધિ માનવી જોઈએ. આ પ્રમાણે સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સમજાવ્યો તથા કાળ-સ્વભાવ, નિયતિ-પ્રારબ્ધ અને પુરુષાર્થના સમુચ્ચયથી કાર્ય થાય છે તે સમજાવ્યું. જૈન દર્શનના પ્રાથમિક કેટલાક વિષયોનો આપણે આ વિષયોમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. વિષયો ઘણા છે. સમજવા જેવા છે. પરંતુ પ્રાથમિક થોડો પારિભાષિક શબ્દોનો પરિચય તથા અભ્યાસ થાય તો વિષય સુખકારક રીતે સમજાય તે માટે અલ્પ પ્રયત્ન કર્યો છે. આ અલ્પ અભ્યાસરૂપ પ્રયત્નથી સર્વે જીવો જ્ઞાનાભ્યાસ કરીને આત્મકલ્યાણ કરનાર બને. એ જ અભિલાષા સાથે..... ૧૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ ::::: :: :. | કઠિન શબ્દોના ગુજરાતી અર્થો :: ૦ પાના નં. ૫ : મૌલિક શ્રદ્ધા બીજભૂત અનાદિકાળનો ઃ મૂળભૂત, પાયાસ્વરૂપ : વિશ્વાસ, પ્રીતિ - રુચિ : કારણસ્વરૂપ બીજરૂપે. : જેની આદિ જ નથી. શરૂઆત વિનાનો આ ધર્મ છે. ૦ પાના નં. ૬ : વહેરાવતા અંશરૂપ નિરુક્તાર્થ : કહેતા, સમજાવતા, લહેરાવતા. : ભાગરૂપ, પેટાભેદરૂપ, વિભાગરૂપે. : શબ્દના અક્ષરોથી ગોઠવેલો અર્થ, ઉપજાવેલો અર્થ. : વ્યાકરણના નિયમોને અનુસારે ધાતુ-પ્રત્યયથી બનેલો અર્થ. : અંદરના દુશ્મનો, આત્માના દુશ્મનો - રાગ, દ્વેષ, મોહ. વ્યુત્પત્તિ અર્થ અંતરંગ શત્રુઓ ૦ પાના નં. ૭ : ઘાતી કર્મો : આત્માના ગુણોનો નાશ કરનારાં કર્મો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહ, અંતરાય ૦ પાના નં. ૮ : અશરીરી નિરંજન સાકાર નિરાકાર અપરિપૂર્ણ પરિપૂર્ણ ? શરીર વિનાના, શુદ્ધ આત્મા. ઃ રાગદ્વેષ વિનાના, વીતરાગ. : શરીરવાળા, સશરીરી, દેહસહિત. : દેહ વિનાના, શરીર વગરના, દેહાતીત. : અધૂરા અને પૂર્ણતા વિનાના : પૂર્ણ દશાને પામેલા. : ગૃણાતિ હિતમુ જે શિષ્યોને હિત સમજાવે તે ગુરુ કહેવાય છે.... ગુરુ ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ : પુદ્ગલોની બનેલી જે જડ વસ્તુઓ તે. ૦ પાના નં. ૯ઃ પૌગલિક ૦ પાના નં. ૧૧ : શાશ્વત સુખ રાજ ઃ કાયમ રહેવાવાળું જે સુખ. : આ પારિભાષિક શબ્દ છે, અસંખ્યાતા યોજના એટલે એક રાજ. : દાનવો, રાક્ષસો. : જુદા-જુદા, ભિન્ન-ભિન્ન. અસુરો સ્વતંત્ર ૦ પાના નં. ૧૨ : એક ક્ષેત્રવર્તી સહજસિદ્ધ : એક જ જગ્યાએ સાથે સાથે રહેનારા. : પોતાની મેળે આપોઆપ બનેલા, કોઈના બનાવેલા નહીં. ૦ પાના નં. ૧૩ઃ અપૂર્વ : પહેલાં કોઈ દિવસ ન આવેલા એવા અદ્ભુત ગુણો. ઃ પૂજવા લાયક, પૂજવા યોગ્ય. : સૂર્યના પ્રકાશ જેવો તેજનો પંજ. : વ્યાબાધ એટલે પીડા, પીડા વિનાનું. પૂજનીય ભામંડળ ૦ પાના નં. ૧૪: અવ્યાબાધ ૦ પાના નં. ૧૫ : ગણધર દ્વાદશાંગી ૦ પાના નં. ૧૬ : કલ્પિતગુરુ સ્થાનકવાસી ત્યાગરૂપ સ્વીકારરૂપ ૦ પાના નં. ૧૭ : : ગચ્છના નાયક, ભગવન્તના પ્રથમ શિષ્યો. : ગણધરોએ રચેલા પ્રથમ બાર શાસ્ત્રો. : મનથી માનેલા ગુરુ, આરોપિત ગુરુ. : પોતાના સ્થાનમાં રહીને ધર્મક્રિયા કરનારા. : છોડી દેવારૂપ, તજવારૂપ. .: આદરવા સ્વરૂપ, ગ્રહણ કરવા સ્વરૂપ. ૧૧૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણતા ભૌતિક : જુદાઈ, ભિન્નતાપણું, અલગતા. : પૌલિક, સાંસારિક સુખો આપનારાં રૂપો તરફ. આત્માના સ્વરૂપ તરફની દૃષ્ટિ. અંતરદૃષ્ટિ ૦ પાના નં. ૧૮ : સહજાનંદી ભૂમિશયન ૦ પાના નં. ૧૯ : કામવિકાર : સ્વાભાવિક આનંદવાળો : પૃથ્વી ઉપર સૂવું તે. : શરીરમાં ભોગની વાસના ઉત્પન્ન થાય તેવી રીતે. : શરીરમાં વાસના ઉત્પન્ન કરે તેવા પદાર્થો. : ફાયદાકારક, લાભ કરનાર. : અક્કલની હોંશિયારી, બુદ્ધિની ચતુરાઈ. : સીમા વિનાના, નિરંકુશ. : સમતા ભાવવાળી મુદ્રાવાળા. : સાથે રહેવાપણાની સોબત. માદક પદાર્થો હિતાવહ ૦ પાના નં. ૨૦ : બુદ્ધિચાતુર્ય અમર્યાદિત સમભાવમુદ્રા સહિયારી સોબત ૦ પાના નં. ૨૧ : વિધેયાત્મક આરંભ - સમારંભ યત્કિંચિત્ અણગાર ૦ પાના નં. ૨૨ : નિઃસંદેહ સમિતિ ગુપ્તિ : સ્વીકાર કરવારૂપ, આદરવા સ્વરૂપ. : જે કાર્યોમાં જીવોની હિંસા થાય તે. : થોડા, અલ્પ. : સાધુ, મુનિ. : શંકા વિનાની. : સારા કામમાં પ્રવૃત્તિ કરવી. ': અશુભ કામોમાંથી મન - વચન - કાયાને રોકવી નિવૃત્તિ કરવી : અટકવું, રોકાઈ જવું. ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૩: નિર્દોષ સ્વ-પર-કલ્યાણકારી ગવેષણા આદાન-પ્રદાન માઠા વિચારો જયણાપૂર્વક પાના નં. ૨૪: નિર્જીવ આરાધ્ય સન ઓળખાણ ગુરુવંદનીય અધ્યાત્મી યોગી સાધકદશા યતિધર્મો ક્ષમા પ્રધાનધર્મ અપરાધો ક્ષમાશ્રમણ પાના નં. ૨૫ : આત્મશુદ્ધિ લક્ષ્ય હરિયાળી ખૂંદી હોય અજુગતું : દોષ વિનાનાં. ઃ પોતાના અને પરના કલ્યાણને કરનારી. : તપાસ કરવી. : લેવું મૂકવું. ઃ ખરાબ વિચારો. : ઉપયોગપૂર્વક. : જીવ વિનાની, જડ. : આરાધવા યોગ્ય. : ભગવાનની આજ્ઞા - ધર્મ - ચતુર્વિધ શ્રીસંઘ. : પરિચય. : ધર્મ સમજાવનારા ગુરુ વંદનયોગ્ય છે. કરનારા, સંસાર : આત્મચિંતન વૈરાગ્યવાળા. • આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તેવી દશામાં રહેનારો. : આત્માને મોક્ષદશા પ્રાપ્ત થાય તેવી દશામાં રહેનારા. સાધુને પાળવાના ધર્મો. : : માફી આપવી. : મુખ્ય ધર્મ છે. : બીજાની ભૂલો, ક્ષતિઓ. : ક્ષમાની મુખ્યતાવાળા સાધુ. ઉપરના : આત્માની નિર્મળતા, આત્માની ચોખ્ખાઈ. : ધ્યાન, દરકાર. : લીલી લીલી વનસ્પતિ ચાંપી હોય. : અયોગ્ય, અઘટિત. ૧૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ અડાડવામાં પાના નં. ૨૬: સ્વતંત્ર જીવન લૂંટી લેવાય પરાયા જીવનને કર્મબંધમાં અભક્ષ્ય અનંતકાય કપડું શુદ્ધિ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે શલ્ય રહિત માયાશય મિથ્યાત્વશલ્ય નિયાણાશલ્ય અશુભ અકલ્યાણ કાઉસગ્ગ સમસ્ત ચેષ્ટા પાના નં. ૨૭: આત્મચિંતન-મનન લીન પૂર્વકૃત કર્મો : લગાડવામાં. : પોતાની ઇચ્છા પ્રમાણે જીવન જીવવું તે. • છીનવી લેવાય, પડાવી લેવાય, લઈ લેવું તે. ઃ પારકા જીવનને, બીજાના જીવનને. : કર્મો બાંધવામાં (તો જરૂ૨ ન્યાય છે જ.) ઃ ન ખાવા યોગ્ય, ખાવાને અયોગ્ય. : અનંતા જીવો જેમાં છે તે અનંતકાય જેમ કે બટાકા વગેરે. ઃ વસ્ત્ર. : નિર્મળતા કરવા માટે, ચોખ્ખાઈ કરવા માટે. ઃ કરેલી ભૂલનો પસ્તાવો કરવા માટે. ઃ કપટ રહિત, માયા વિનાનો. : કપટ કરવું તે, હૈયામાં જુદું હોય અને હોઠે જુદું બોલવું તે. • સાચા દેવ – ગુરુ – ધર્મ ન માનવા. એ ઊલટાને માનવા તે. : જે કંઈ .ધર્મ જીવનમાં કર્યો હોય તેના ફળમાં સંસારનાં સુખોની માગણી કરવી તે. : સારાં નહિ તે. માઠાં કર્મો. ઃ ખરાબ કરનારાં, અશુભ - અહિત કરનારાં. : કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ. : તમામ પ્રવૃત્તિઓ. તમામ ચેષ્ટાઓ. : આત્માના સ્વરૂપનું ચિંતન-મનન કરવું તે. આત્માના સ્વરૂપમાં લીન બની જવું તે. - : તન્મય બનવું - ઓતપ્રોત બનવું તે. : પૂર્વે કરેલાં કર્મો. ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન સ્વાધ્યાયાદિ પરમ ઉપાય એકદમ સ્થિર ' પ્રતિજ્ઞા આગાર : સ્થિરતા - એકાગ્રતા - લીનતા. : આત્માસંબંધી જ્ઞાન મેળવવું, ભણવું. : ઊંચામાં ઊંચો ઉપાય. : અત્યન્ત સ્થિર થવું તે. નિયમ, બાધા. : છૂટછાટ, નિયમ લેતી વખતે રખાતી છૂટછાટ તે. 1. આગાર મહ. આગાર ભાવિના આવનારા આકસ્મિક સૂથમ અંગોનું : નાના આગાર. તે જ સ્થાનમાં ઊભા રહીને સેવાની છૂટ. : મોટા આગાર. એક સ્થાનથી બીજા સ્થાને જવા છતાં કાઉસગ્ન ભાગે નહિ તે. : ભવિષ્યકાળમાં આવવાવાળા. : અકસ્માતુ, અણધાર્યા, ન કલ્પલા. : ઝીણા-ઝીણા, નાના-નાના અવયવોનું. : નજર. : એક સ્થાનથી બીજા સ્થાને જવું પડે તે. સ્થાનાન્સર ૦ પાના નં. ૨૮ : આર્તધ્યાન રૌદ્રધ્યાન અમાપ કાળ સુધી આસન્ન ઉપકારી વર્તમાન ચોવીશી ? મનને પીડા થાય તેવા વિચારો. : ભયંકર હિંસા – જૂઠાદિના વિચારો. : જેનું કોઈપણ માપ નથી, તેટલા સમય સુધી. : નજીકના જ ઉપકારી, છેલ્લા ઉપકારી. • : હાલની ચોવીશી. ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી. : લોગસ્સ - ચોવીસ ભગવાનની સ્તુતિ. : વર્ષે વર્ષે કરાતું પ્રતિક્રમણ. ચઉવીસત્યો સંવચ્છરી પ્રતિક્રમણ ૦ પાના નં. ૨૯ : ચોમાસી પ્રતિક્રમણ પખી પ્રતિક્રમણ : ચાર ચાર માસે કરાતું પ્રતિક્રમણ. : પંદર-પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ. ૧૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ કુસ્વપ્નાદિ નિવારણ : ખરાબ સ્વપ્નો આવ્યાં હોય તેને દૂર કરવા માટે. દુઃખલયાદિનિમિત્તે અનભ્યાસી સુલભતા ખાતર આદેશ લેનાર ઉચિત નથી ૦ પાના નં. ૩૦ : જંબૂઢીપના : સંસારિક દુઃખોના નાશ માટે. : અભ્યાસ વિનાના, બાળજીવોની. ઃ સરળતા માટે. : સૂત્ર બોલવા માટેની રજા લેનાર. : યોગ્ય નથી. ભરતક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં I: આ નામનો એક દ્વીપ છે, જેની ફરતો લવણસમુદ્ર આવેલો છે. હાલ આપણે જેમાં રહીએ છીએ તે. : જંબુદ્વીપમાં આવેલું એક ક્ષેત્ર છે. : જેમ સત્યયુગ - દ્વાપરયુગ - ત્રેતાયુગ - અને કળીયુગ. એમ કાળના ભેદો છે. તેમ આ પણ છ કાળના ભેદો છે. તેને છ આરા કહેવાય છે. તેમાં ત્રીજા અને ચોથો. : ધર્મની સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના. : ચડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વધતાં જાય શાસનની સ્થાપના ઉત્સર્પિણી અવસર્પિણી સામ્ય ધર્મની ગ્લાનિ યુક્તિયુક્ત ધર્માનુષ્ઠાનો પરોપકાર કરવાની ૦ પાના નં. ૩૧ : ઉપાર્જન કરનારા યુક્તિ : પડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વગેરે ઘટતાં જાય તે. ': સમાનપણું - તુલના - સમાનતા. : ધર્મની ઓછાશ, ધર્મની ક્ષતિ. : દલીલોથી ભરેલું – દલીલપૂર્ણ. : ધાર્મિક ક્રિયાઓ. : બીજાનું ભલું કરવાની મનોવૃત્તિઓ. : મેળવનારા, પ્રાપ્ત કરનારા. : દલીલ - તર્ક – સંકલના. ૧૨૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ ગ્રહો નક્ષત્રાદિ ધર્માભિમુખ મહાસ્વપ્નો કિલ્યાણક અટ્ટાપટ્ટા ઉપસર્ગો ઃ મંગળ - શનિ વગેરે ગ્રહોમાં ઉચ્ચ કોટિના ગ્રહો. : સ્વાતિ - મઘા - વગેરે નક્ષત્રોમાં ઊંચામાં ઊંચા નક્ષત્રો. : ધર્મને સન્મુખ, ઘર્મ તરફ. : મોટાં સ્વપ્નો. : કલ્યાણ કરનાર, હિત કરનાર, ઉદ્ધાર કરનાર. : કાવાદાવા – છળ - પ્રપંચ. : કોઈ પશુ – પક્ષી – માણસ અથવા દેવ તરફથી દુઃખો આવે તે. : કુદરતી રીતે – સહજપણે દુઃખો આવે તે. ? સઘળું જાણનારા - પૂર્ણજ્ઞાની. : ઘડપણ : કચરો - કર્મરૂપી કચરો. પરિષહો સર્વજ્ઞ જરા મેલ ૦ પાના નં. ૩ર : ઉત્તમ સમાધિ સમ્યક્ત્વ સમાધિમરણ મહાદુર્લભ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સામાયિક ઇષ્ટવસ્તુ અનિષ્ટ વસ્તુ સમતોલ મનોવૃત્તિ : ઊંચામાં ઊંચો સમભાવ, સમતાભાવ. : સાચા દેવ -- ગુરુ - ઘર્મ ઉપરની શ્રદ્ધા. : સમતાવાળું મરણ : અતિશય કઠિન, ઘણું અઘરું. : સાચી શ્રદ્ધા. : સાચી સમજણ : સમતાભાવ. : મનગમતી ચીજ : અણગમતી ચીજ : મનગમતી અને અણગમતી વસ્તુ મળવા છતાં પણ મનની વૃત્તિ સરખી રાખે તે. : ધંધા-રોજગાર - ઘરનાં કામો : ઘરનાં કામોમાંથી પરવારીને - છૂટા થઈને. ? ત્યાગ કરવો, છોડી દેવું; ન વાપરવું તે. વ્યવસાયાદિ નિવૃત્ત થઈને પચ્ચખાણ ૧૨ ૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઃ તજી દઉં છું, છોડી દઉ છું. ': અવશ્ય કરવાલાયક, નિત્ય કરવાલાયક. : સૂક્ષ્મ રીતે. વોસિરાવું છું " આવશ્યક ગર્ભિત રીતે પાના નં. ૩૩ : સામાયિકાવશ્યક ચઉવીસત્યો વંદનાવશ્યક પ્રતિક્રમણાવશ્યક પચ્ચખાણ સાવદ્યભાવો પજુસણ : સમભાવમાં રહેવું તે, પહેલું આવશ્યક. : ચોવીસ ભગવાનની સ્તુતિ કરવી તે, બીજું આવશ્યક. : ગુરુ આદિ વડીલોને નમસ્કાર કરવા તે, ત્રીજું આવશ્યક. ': કરેલાં પાપોથી પાછા હઠવું તે ચોથું આવશ્યક. : પાપ વ્યાપારોનો ત્યાગ કરવો તે છઠ્ઠું આવશ્યક. : પાપવાળાં કામો. : શ્રાવણ વદ ૧૨થી ભાદરવા સુદ ૪ સુધીના દિવસો. : જ્ઞાન આરાધવા માટેનો દિવસ. કારતક સુદ પાંચમ. : મૌન આરાધવા માટેનો દિવસ. માગસર સુદ અગિયારસ. : રામચંદ્રજીના જન્મનો દિવસ. ચૈત્ર સુદ નોમ. : કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસ. શ્રાવણ વદ આઠમ : શંકર ભગવાનના જન્મનો દિવસ. મહા વદ જ્ઞાનપંચમી મૌન એકાદશી રામનવમી જન્માષ્ટમી મહાશિવરાત્રિ ચૌદશ. ગળથૂથીથી આર્યકુળ દીર્ઘદૃષ્ટિવાળા વિરાધનાથી પડિલેહણાની : : જન્મથી જ, નાનપણથી જ, બચપણથી. : સંસ્કારવાળું કુળ. : લાંબી નજરવાળા, વિશાળ દૃષ્ટિવાળા. : પાપથી. જોવા-તપાસવાની. ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ વિનીતભાવદર્શક સમાલોચના પાના નં. ૩૫ : સુમધુર પ્રશ્નોત્તરી સદાચાર યથાશક્તિ અચિત્ત સચિત્ત વિજાતીય વાયુના ઘર્ષણથી પાના નં. ૩૬ : જ્ઞાનવાન્ અનાદિકાળ અનંતકાળ દર્શનકારો પાના નં. ૧૬ : ઉપરોક્ત દેહવ્યાપી પાના નં. ૩૭ : સંકોચ વિસ્તાર જ્ઞાનપ્રાપ્તિ ઇન્દ્રિયો સ્થાવર ગમનાગમન ઇંધન : વિનયવાળા ભાવને બતાવનાર. ઃ વિચારણા. : મીઠા લાગે તેવા પ્રશ્નો અને તેવા ઉત્તરો. : સારા આચારો. ઃ પોતાની શક્તિને અનુસારે. : નિર્જીવ, જીવ વિનાનું. : : સજીવ, જીવવાળું . જુદી જુદી જાતના વાયુના અથડાવાથી. : જ્ઞાનવાળો, સમજણવાળો, ચેતનાવાળો. : જેનો પ્રારંભ નથી, આદિ નથી, શરૂઆત નથી એવો આત્મા. : જેનો અંત નથી, છેડો નથી. અપાર. • સિદ્ધાન્તકારો - બીજા ધર્મના નેતાઓ. : : ઉપર કહેલી વાતો. શરીર માત્રમાં જ રહેવાવાળો. : ટૂંકાવું. સંક્ષેપ થવો તે. : પહોળા થવું, વિસ્તૃત થયું. : જ્ઞાન મળવું, આવડત મળવી, સમજણ આવવી. : જેનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય તે. શરીરના અમુક અવયવો. : સ્થિર રહે તે, જે ગમે તેવા દુ:ખી–સુખી સંજોગોમાં હાલે-ચાલે નહિ તે. ઃ જતાં - આવતાં - ચાલવાની ક્રિયા કરતાં. : બળતણ, લાકડાં છાણાં - ગૅસ - કેરોસીન ૧૨૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ વિકસેન્દ્રિય વિગેરે. : ઓછી ઇન્દ્રિયોવાળા. પૂરી પાંચ ઇન્દ્રિયો જેને નથી તે. : ઓછાં અંગવાળા, શરીરનાં પૂરાં અંગો જેમને નથી તે. વિકલાંગ ૦ પાના નં. ૩૮ : પરિમિતપણું પ્રત્યેક સાધારણ નિગોદ કંદમૂળ : માપસર, પ્રમાણસર. : એક શરીરમાં એકેક જીવ હોય તે. : એક શરીરમાં અનંત જીવો હોય તે. : એટલે અનંતકાય. અનંત જીવોનું એક શરીર. : એટલે પણ અનંતકાય, અનંત જીવોનું એક શરીર. : આંખે ન દેખાય તેવું, અતિશય બારીક. : આંખે દેખી શકાય તેવું, સ્થૂલ – મોટું. સૂક્ષ્મ બાદર ૦ પાના નં. ૩૯ : નિશ્ચિત સજાગ અનુમોદન પરભવમાં દોરાવાક્ષેત્ર : ચિતા વિનાના. કોઈ પણ જાતના ટેન્શન વિનાના-ના : જાગ્રત, સમજુ, હોંશિયાર. : પ્રશંસા કરવી. વખાણવું. સારું છે એમ માનવું. : આવતા ભવમાં. આગળ આવનારા ભવમાં. : ઈચનો પણ નાનામાં નાનો ભાગ, સૂતરના એક ટુકડા જેટલો ભાગ. ૦ પાના નં. ૪o : ઔદારિક શરીર તેજસ શરીર |ઃ મનુષ્ય તિર્યંચોનું જે શરીર; માંસ-હાડકાં આદિનું બનેલું જે શરીર. : તેજનું બનેલું શરીર, ખાધેલા આહારને પચાવનારું શરીર. : કર્મોનું બનેલું શરીર. કાર્મણ શરીર ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્યાસિ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય અરૂપી અદૃશ્ય સિદ્ધશિલા પાના નં. ૪૧ : સહાયક લોકમાં વ્યાપ્ત ગતિસહાયક સ્થિતિસહાયક અવગાહસહાયક અનંતા સમસ્ત લોકમાં સ્કંધ નિર્વિભાજ્ય : શક્તિ; આહાર લેવાની શક્તિ, લીધેલા આહારને પચાવવાની શક્તિ. : આ નામનું એક દ્રવ્ય છે, જે ચાલવામાં સહાય કરે છે. : આ નામનું એક દ્રવ્ય છે; જે ઊભા રહેવામાં સહાય કરે છે. : આ નામનું એક દ્રવ્ય છે, જે જગ્યા આપવામાં સહાયક છે. : આ નામનું પણ એક દ્રવ્ય છે. વખત - અવસર ટાઇમ. : આ નામનું એક દ્રવ્ય છે, જે સંસારનાં ભોગસુખોમાં સહાય કરે છે. : જેમાં વર્ણ ગંધ રસ - સ્પર્શ ન હોય તે રૂપાદિ - વિનાનું. : આંખે ન દેખાય તેવું. : સિદ્ધોને રહેવા માટેની જે જગ્યા - તે સિદ્ધશિલા. : મદદગાર, સહાય આપનાર. : આખા લોકમાં ભરેલાં છે. લોકમાં કોઈ જગ્યા ખાલી નથી. : ગતિમાં મદદ કરનાર, ચાલવામાં સહાય કરનાર. : ઊભા રહેવામાં સહાય કરનાર, : જગ્યા આપવામાં મદદ કરનાર. • જેનો પાર નથી તે. અપાર. : આખા લોકમાં, સંપૂર્ણ લોકમાં. : આખી વસ્તુ. પૂર્ણ વસ્તુ. : જેના બે ભાગ ન થઈ શકે તે, બે ટુકડા જેના ન થાય તે. ૧૨૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ વર્ગણા પાના નં. ૪૨ : મહાવિદેહ તેજોલેશ્યા શીતલેશ્યા બાદર, પરિણામી રાજલોકમાં પાના નં. ૪૩ : નિશ્ચયથી વ્યવહારથી વર્તનાસ્વરૂપ વ્યવહારકાળ નિર્વિભાજ્યકાળ આવલિકા મુહૂર્ત અહોરાત યુગ પલ્યોપમ પાના નં. ૪૪ : કોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી ઃ પરમ એવો અણુ અણુ તે. : પુદ્ગલોનાં જથ્થા. અત્યન્ત નાનામાં નાનો જે : એ નામનું એક ક્ષેત્ર છે. જંબુદ્વીપની બરોબર મધ્યમાં આવેલું છે. : આગનું બનેલું શરીર, તેજમય શરીર. • ઠંડું શરીર, પાણીમય બનેલું શરીર. • સ્થૂલ - મોટું દેખાય તે, આંખે દેખી શકાય તે. : અસંખ્યાતા યોજનનો એક રાજ થાય છે. : વાસ્તવિક, તાત્ત્વિક રીતે, સાચી રીતે. : ઔપચારિક રીતે, કલ્પનાથી. : વર્તવું - હોવું - થવું વિદ્યમાનપણું. : ઔપચારિકકાળ, અતાત્ત્વિકકાળ, કલ્પનાકૃત કાળ. : જેના બે ભાગ ન થઈ શકે તેવું અવિભાજ્યકાળ. : કાળનો એક અંશ, નાનો કાળ. : ૪૮ મિનિટ, બે ઘડી, ૧ દિવસના ૧૫ મુહૂર્ત. : રાત્રિ-દિવસ. : પાંચ વર્ષને યુગ કહેવાય છે. ઃ પલ્પ એટલે કૂવો - કૂવાની ઉપમાવાળો કાળ તે પલ્યોપમ. : એક ક્રોડને એક ક્રોડ વડે ગુણીએ અને જે આંક આવે તે. : સાગરની ઉપમાવાળો જે કાળ તે. : ચડતો કાળ, દિવસે દિવસે બુદ્ધિ આયુષ્ય શરીર વધે તે. ૧૨૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણી કાળચક્ર પૂર્વ : પડતો કાળ, દિવસે દિવસે બુદ્ધિ આયુષ્ય શરીર ઘટે તે કાળ. : ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બંને મળીને જે કાળ થાય તે. : ચોર્યાસી લાખને ચોર્યાસી લાખ વડે ગુણતાં જે આવે તે. : નાનામાં નાનો ભવ – ૨૫૬ આવલિકા બરાબર ભુલકભવ : ઉપચારકાળ, વ્યવહારકાળ અથવા આરોપિત કાળ. શુદ્ધકભવ ઉપચરિતકાળ ૦ પાના નં. ૪૫ : શોકાતુર સંસારીભાવો અલિપ્ત જલકમલ : શોકથી ભરેલો, શોકમાં ડૂબેલો. : સંસારનાં સુખો, સગપણો - સંબંધો વિગેરેથી : અનાસક્ત, સ્પૃહા વિનાનો તેમાં ન ડૂબેલો : પાણીમાં રહેલું કમળ જેમ અધ્ધર હોય છે તેમ. : મોહના ક્ષયથી થયેલા ગુણો - વિનય, વિવેક વિગેરે. : પૂર્વે કરેલાં કર્મો, જૂનાં કર્મો. ભાવપુણ્ય પૂર્વકૃત ૦ પાના નં. ૪૬ : ભાવપાપ : મોહના ઉદયથી આવેલા દુર્ગુણો – ક્રોધ - માન - માયા વિગેરે. : સેવા-ધર્મ સેવવો તે. : ધર્મમાં તત્પર, ઓતપ્રોત, ધર્મથી રંગાયેલો. ઉપાસના ધર્મપરાયણ ૦ પાના નં. ૪૭ દ્વારો અવ્રત : : દરવાજાઓ - કર્મ આવવા માટેના રસ્તાઓ. : વ્રત નહીં તે, પાપ નહીં કરવાનાં કોઈ, પચ્ચખ્ખાણ નહીં તે. : આત્મામાં જેનાથી કર્મો આવે તે : જેનાથી સંસાર વધે, જન્મમરણની પરંપરા વધે. આશ્રવ કષાય ૧૨૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધી . : અનંત સંસાર વધારે તેવો તીવ્ર કષાય તે. ૦ પાના નં. ૪૮ : * શુભ : સારો યોગ, ઉત્તમ યોગ, ધર્મકાર્યની પ્રવૃત્તિ. . અશુભ : ખરાબ યોગ, ખોટો યોગ, પાપકાર્યની પ્રવૃત્તિ. ૦ પાના નં. ૨૨ આરંભ : પાપો કરવાની ઇચ્છાઓ કરી પાપકાર્યો કરવાં સમારંભ સ્વ - પરની પથ્ય તથ્ય : પાપકાર્યો કરવાની તૈયારીઓ કરવી તે. : પોતાના જીવની અને બીજા જીવની રક્ષા થાય. : હિતકારક, ફાયદાકારક. : સાચું, વાસ્તવિક : ઉપકાર કરનાર, આત્માનું હિત કરનાર. ': કોઈપણ દોષ ન લાગે એવો સાધુ જે આહાર લાવે તે. : જીવો વિનાની જે ભૂમિ. * ઉપકારી શુદ્ધગોચરી જીવરહિત ૦ પાના નં. ૪૯: સ્પૃહા આસક્તિ પ્રમાણિકતા નીતિમત્તા ૦ પાના નં. ૫૦ : સ્થિરચિત્તે દેહાધ્યાસ અશુચિઓથી : ઝંખના, વાસના. ઃ મમતા – મારાપણું : સચ્ચાઈ, પ્રમાણિકપણું : નીતિવાળાપણું – ન્યાયસંપન્નતાપણું. : એકાગ્ર મનથી ધર્મકાર્યમાં મન પરોવીને. : શરીર ઉપરની મમતા ઓછી કરવી તે. : અપવિત્ર વસ્તુઓથી મળ-મૂત્ર વિગેરે અપવિત્રથી ભરેલું. : કોઈપણ જાતનો ત્યાગ પચ્ચખાણ નહીં કરવાથી. : સમયે સમયે, દર સમયે. અવ્રતાદિ પ્રતિસમયે ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૫૧ : • દોષિત અભક્ષ્ય અકલ્પ્ય ઉદ્વેગ પાના નં. ૫૨ ઃ લઘુદીક્ષા વંડીદીક્ષા સાધક પાના નં. ૫૩ ઉપશમશ્રેણી ક્ષપકશ્રેણી નિર્જરા બાહ્યતપ પાના નં. ૫૪ : અત્યંતર તપ અણસણ જલાદિ સુખશેલીયા પાના નં. ૫૫ શૈક્ષક તપસ્વી પ્લાન પાના નં. ૫૬ : પાંચબાહ્ય : દોષવાળો, દોષથી ભરેલો આહાર. ઃ ખાવાને અયોગ્ય, ન ખાવા યોગ્ય. ઃ ન કલ્પવા યોગ્ય, ન ક૨ે તેવું પાણી પીવું નહીં.. ઃ કંટાળો, તિરસ્કાર, અણગમો. : નાની દીક્ષા છ મહિનાના કાળ પૂરતી દીક્ષા : મોટી દીક્ષા - દીક્ષા લે ત્યારથી મરે ત્યાં સુધીની જ દીક્ષા : આરાધક બને, ધર્મની આરાધનામાં લીન બને. - : મોહનીય કર્મને દબાવતાં દબાવતાં ઉપર ચઢે તે. : મોહનીય કર્મને ખપાવતાં ખપાવતાં ઉપર ચઢે તે. : જૂનાં બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે. : શરીરને તપાવે, બહારથી દેખાય એવો તપ તે. : અંદરનો તપ, આત્માને તપાવે તે. ઃ આહારનો બિલકુલ ત્યાગ કરવો તે. : પાણી વિગેરે. ઃ એશઆરામી, શરીરને સુખ ઊપજે તેમ રહેવું. : નવાદીક્ષિત થયેલા. : તપશ્ચર્યાવાળા. : રોગી - માંદા - દર્દી. : બહારથી દેખાતી પાંચ ઇન્દ્રિયો તે. ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુરુગમતા રૂપી દ્રવ્યોનું સંશીપંચેન્દ્રિય મનોગત ભાવો સ્થિતિબંધ જઘન્ય ઉત્કૃષ્ટ પાના નં. ૫૭ તીવ્ર - મંદતા અનંતાનંત અદૃશ્ય સંક્રમણ ઉધર્તના અપવર્તના ઉદીરણા ઉપશમના નિવૃત્તિ નિકાચના પાના નં. ૫૮ : નિરંજન નિરાકાર નિર્વાણગામી લોકાગ્ર : ગુરુઓની પરંપરાથી આવેલું. ગુરુ પાસે થયેલું. ઃ વર્ણ . ગંધ રસ - સ્પર્શવાળા દ્રવ્યોનું. : મનવાળા જે પંચેન્દ્રિય જીવો, વિચારક શક્તિવાળા. : મનના ભાવો, મનના વિચારો. : બાંધેલું કર્મ આત્મા સાથે કેટલો ટાઈમ રહેશે a. : ઓછામાં ઓછું. • વધારેમાં વધારે. : તીવ્ર : વધુમાં વધુ. મંદતા ઃ ઓછામાં ઓછું. : અનંતથી પણ ઘણાં અનંત. 0:0 ન દેખાય તેવાં, નજરથી ન દેખી શકાય તે. એક કર્મને બીજા કર્મમાં પલટાવવું તે. નાના કાળવાળા કર્મને મોટા કાળવાળું કરવું. મોટા કાળવાળા કર્મને નાના કાળવાળું કરવું. • જે કર્મ મોડું ઉદયમાં આવવાનું હોય તે વહેલું : : • લાવવું. : બાંધેલાં કર્મો ઉદયમાં ન આવે તેવાં દબાવી દેવાં. • બાંધેલાં કર્મોમાં થોડોક ફેરફાર કરી શકાય, વધુ નહીં તે. : બાંધેલાં કર્મોમાં બિલકુલ ફેરફાર ન કરી શકાય તે. ઃ રાગ વિનાના, : શરીર વિનાના. : મોક્ષે જનારા. : લોકના ઉપરના છેડે. ૧૩૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ નિષ્કર વિહાર પરભાવદશાનો ત્યાગ સ્વભાવદશાની પ્રાપ્તિ પૌદ્ગલિક સુખ તૃપ્તિ પરવશતા અંતરદૃષ્ટિ સાર્થક પાના નં. ૫૯ સાંવ્યવહારિક અસાંવ્યવહારિક સમલેવલમાં આનુપૂર્વી ઘનીભૂત આદિઅનંત અનાદિઅનંત અનુયાયીનું દુષ્ટોનું દમન પાના નં. ૬૦ઃ આકાશગામી ક્ષપક શ્રેણી : સંડાસ-બાથરૂમ જવું તે. : એક ગામથી બીજે ગામ જવું. ઃ પુદ્ગલોની મમતા, મૂર્છાદિનો ત્યાગ : આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. : સંસારિક ભોગસુખો : સંતોષ. : પરાધીનતા - પરતંત્રતા. : અંદરની દૃષ્ટિ. : સફળ. : એક વખત પણ નિગોદમાંથી જે બહાર આવ્યા છે તે. • જે એક પણ વખત નિગોદમાંથી બહાર નથી આવ્યા તે. : સમાન લાઈનમાં સરખેસરખી દિશામાં. : આ એક કર્મ છે જેનાથી પરભવમાં જતો જીવ કાટખૂણે વળીને પોતાના ઉત્પત્તિસ્થાન તરફ જાય છે. : ઘન બનેલો. પોલાણ વિનાનો બનેલો. : જેની આદિ હોય પરંતુ અંત ન હોય તે. : જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય તે. : પોતાના સેવકોનું, ભક્તોનું : હલકા માણસો ખરાબ માણસો, તેનું દમન કરવું, દબાવવું. - : આકાશમાર્ગે ઊડવું તે. : મોહનીય કર્મોને નાશ કરતાં કરતાં ઉપર ચડવું તે. ૧૩૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ ઃ પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય. : આત્માના ગુણોનો નાશ કરે તેવા કર્મો. પૂર્વબદ્ધ કર્મોદય ઘાતી કર્મોની ૦ પાના નં. ૬૧ સામાન્ય કેવલી તીર્થ : જે તીર્થંકર પ્રભુ ન થાય અને એમને એમ ગૌતમ સ્વામીની જેમ કેવળજ્ઞાન પામે તે સામાન્ય કેવલી. : જેનાથી સંસાર તરાય તે. ચતુર્વિધ શ્રીસંધ તે તીર્થ. : ઘરમાં રહેલા શ્રાવક - શ્રાવિકાના વેશમાં જે કેવળજ્ઞાન પામે. : જૈનથી બીજા ધર્મના સાધુઓ - બાવા જતિ જોગી વિગેરે. ગૃહસ્થ લિંગ કેવલી જૈનેતર સાધુ ૦ પાના નં. ૬૨ : મૃતાવસ્થા આચ્છાદિત ગુણસ્થાનક ૦ પાના નં. ૬૩ : મિથ્યાદૃષ્ટિ : મરેલી અવસ્થા - મડદું. : ઢાંકેલું, કર્મોથી અવરાયેલું. : વધતી વધતી ગુણોની પ્રાપ્તિ, ગુણોનો વધારો. ધર્મસંજ્ઞા ઇન્દ્રિયસુખ : અવળી દૃષ્ટિ-કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપરની શ્રદ્ધા. : ધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ તરફની રુચિ. : શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોનાં મનગમતાં સુખો. : આદરવા જેવાં, સ્વીકારવા જેવાં. ઉપાદેય ૦ પાના નં. ૨૯ કરણ સમ્યકત્વ : અધ્યવસાય-વિચાર; માનસિક પરિણામ. : સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપરની અત્યન્ત રુચિ-પ્રીતિ. : ખાસ મહેનત વિના સહેજે આવેલો પરિણામ. યથાપ્રવૃત્તકરણ ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્ત વહેણથી કરચલીઓ નદીગોલધોલન્યાય સ્થિતિ પાના નં. ૬૪: પારિણામિક કર્મકૃત યોગ યોગ્યતા ઉત્સાહપૂર્વ ગ્રન્થિભેદ અનિવૃત્તિકરણ પાના નં. ૬૫: અંતરકરણ ઉપશમ સમ્યક્ત્વ અવિરત સમ્યદૃષ્ટિ ક્ષયોપશમ પાના નં. ૬૬: અનંતાનુબંધી વમન વમતા : પ્રવર્તેલો - આવેલો. : પાણીનાં મોજાંથી . : ખૂણા, ઊંચા-નીચા ભાગો. • પર્વત પાસે વહેતી નદીમાં પથ્થર જેમ સહેજ ગોળ થાય, લીસો થાય તેવી રીતે આત્માને જે પરિણામ આવે તે. : કર્મોનો નક્કી કરેલો કાળ : સ્વાભાવિક, કર્મથી કરાયેલો નહીં - સહજ હોય તે. : કર્મો વડે કરાયેલો. : સંયોગ - જોડાણ. - ઃ પાત્રતા, લાયકાત. : કોઈ દિવસ ન આવેલો એવો સુંદર આત્માનો વખત સમય. અધ્યવસાય. : રાગદ્વેષની બનેલી ગાંઠને ભેદવી-તોડવી, ચૂરવી. : જે ચડતા જ પરિણામ, પાછા ફરવાનું જેમાં નથી તે. : : આંતરું કરવું - મિથ્યાત્વનો ગેપ કરવો, આડો કરવો તે. મોહનીય કર્મને દબાવવાથી જે સમ્યક્ત્વ આવે તે. ઃ સમ્યક્ત્વ પામે પરંતુ સંસારિક સુખો જે ન છોડી શકે તે. : મોહનીય કર્મને તીવ્રમાંથી મંદ કરીને પર રૂપે ઉદયમાં લાવવું તે. ૧૩૪ : અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે. : ઊલટી, ઓકવું. : સમ્યક્ત્વ છોડતાં, ત્યજતાં. Page #136 -------------------------------------------------------------------------- ________________ દર્શન સમક અપ્રત્યાખ્યાનીય દેશવિરતિ દેશવિરતિગ્રહણ નિરપરાધીને ઃ સમ્યકત્વને રોકનારાં કર્યો. અનંતાનુબંધી સમ્યકત્વ મોહ, મિશ્ર મોહ. અને મિથ્યાત્વ મોહનીય એમ ૭ કર્મો તે. : બીજા નંબરનો કષાય - જે કષાયોથી પચ્ચખાણ, ન આવે તે. : અલ્પત્યાગ, થોડું નાનું વ્રત લેવું તે. : અલ્પ ચારિત્રને ધારણ કરનાર - શ્રાવક-શ્રાવિકા. : જેણે આપણો અપરાધ નથી કર્યો તેવા બીનગુનેગારને : પૂર્વદિશા, પશ્ચિમદિશા, ઇસ્ટ - વેસ્ટ - નોર્થ - સાઉથ - વિગેરે. ': એકવાર ભોગવાય તે. : વારંવાર ભોગવાય તે. પૂર્વાદિ • ભોગ ઉપભોગ ૦ પાના નં. ૬૮ : અનર્થકારી સાવદ્યયોગમાં ભૂમિશયન એકલાહારી સચિત્તનો ત્યાગ પડિલેહણ ૦ પાના નં. ૬૯: દેવવંદન પડિયા : નકામાં - બિનજરૂરી - નાહક – નિરર્થક : પાપવાળાં કામો - પાપોથી ભરેલાં કામો. : પૃથ્વી ઉપર ઊંઘવું. : એક વખત જ ખાવું. : જીવવાળી વસ્તુઓનો ત્યાગ. : સાફસૂફી. વસ્ત્ર-પાત્ર-ભૂમિ બરાબર તપાસવી જઘન્યથી ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વ કોડવર્ષ : પરમાત્માને વંદન કરવું તે. : એક જાતનો ત્યાગ - ગૃહસ્થપણામાં વધારેમાં વધારે ત્યાગ. : ઓછામાં ઓછું : વધુમાં વધુ ઃ ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણતાં જે આંક આવે તે પૂર્વ એવાં ૧ ક્રોડ પૂર્વમાં કંઈક ઓછું. : અસિ = છેદવાનાં સાધન. મસિ = લખવાના સાધન અને કૃષિ = ખેતીનાં સાધનો. અસિ-મસિ અને કૃષિ જ્યાં વપરાય તે કર્મભૂમિ તેમાં જન્મેલા . મનુષ્યો તે કર્મભૂમિજ. ૧૩૫ કર્મભૂમિના મનુષ્યોનું Page #137 -------------------------------------------------------------------------- ________________ મોહવશ સાવધાનાવસ્થા પરાવર્તન અણુવ્રત મહાવ્રતો અપરાધી નિરપરાધી સ્વસ્ત્રી પરસ્ત્રી ૦ પાના નં. ૭૦ : છ જીવનીકાયોની રક્ષા : રાગ-દ્વેષ-કષાય વગેરેને પરવશ, આધીન. : જાગ્રત અવસ્થા, સજાગ સ્થિતિ. : ફરી ફરીથી પામવું તે. : નાનાં વ્રતો. : મોટા વ્રતો. : ગુનેગાર. બિનગુનેગાર, ગુના વિનાનો. : પોતાની સ્ત્રી : પારકાની સ્ત્રી. વિરતિ અવિરતિ દેશ વિરતિધર સર્વ વિરતિધર : પૃથ્વીકાય વગેરે ૬ પ્રકારના જીવોની રક્ષા. : ત્યાગ કરવો, ત્યજી દેવું તે. : ન ત્યજવું, ત્યાગ ન કરવો તે. : અણુવ્રતને ધારણ કરનાર શ્રાવક-શ્રાવિકા. : મહાવ્રતને કરનાર સાધુ-સાધ્વીજી-મહાસતીજી વગેરે. : ઉપર ચડવાનાં ગુણઠાણાં, ઉપશમ અથવા ક્ષપક નામની શ્રેણી. : અત્યંત સુંદર - વધારે સુંદર. શ્રેણીમાં જ સુંદરતમ ૦ પાના નં. ૭૧ : સ્થિતિઘાત : કર્મોની બાંધેલી સ્થિતિ - કાળનો ઘાત કરવો રસઘાત ગુણશ્રેણી ગુણસંક્રમ અપૂર્વ સ્થિતિબંધ ': કર્મોના રસનો ઘાત કરવો - નાશ કરવો. : કર્મોને તોડવા જલ્દી જલ્દી અસંખ્યાત ગુણાકારે ગોઠવવાં તે. : અશુભ કર્મોને અસંખ્યાત ગુણાકારે શુભકર્મોમાં નાખવાં તે. : પહેલાં કદાપિ ન બાંધ્યું હોય તેવું અલ્પકર્મ બાંધવું તે. : શરૂઆતની સ્થિતિ. : અલ્પ કર્મોવાળાપણું. ૧૩૬ પ્રાથમિક ભૂમિકા લઘુકર્મીપણું Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ સૂકસંપરાય આરોહણ કરતો ઉપશમશ્રેણી દેવલોકમાં ભવક્ષયે ૦ પાના નં. ૭૨ : કાળક્ષયે : કર્મના ભેદો - પ્રકારો. • : ઝીણો લોભ – બારીક કષાય. : ચડતો, ઊંચે આવતો. : મોહને દબાવી દબાવી ચડવું તે. : દેવોના ભવોમાં. : આયુષ્ય પૂર્ણ થવાથી મરી જાય તે. અર્ધપુગલ પરાવર્ત રસોદય : અગ્યારમા ગુણઠાણાનો કાળ - સમય પૂરો થવાથી નીચે ઊતરવું પડે તે. : અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીનું ૧ પુદ્ગલ પરાવર્તન થાય છે. તેવું અડધું પુદ્ગલ પરાવર્તન કાળ, સમ્યક્ત્વ પછી બાકી રહે છે. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેવું ઉદયમાં આવે તે રસોઇય. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેમાં ફેરફાર કરી મંદ કરી અશુભને શુભમાં નાખીને શુભરૂપે જે ભોગવવું તે. : મોહનીય કર્મ બિલકુલ જેમાં દબાઈ ગયું છે... એવી અવસ્થા છે. પ્રદેશોદય ઉપશાન્તાવસ્થા ૦ પાના નં. ૭૩ : પરકષાયરૂપે વેદન ક્ષપકશ્રેણી : બીજા કષાયરૂપે વેદવું, ભોગવવું. : મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ઉપર ચડવું સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો : સ્થિતિઘાત વગેરે પાંચ કાર્યો - સ્થિતિઘાત – રસઘાત - ગુણશ્રેણી - ગુણસંક્રમ – અપૂર્વ સ્થિતિબંધ એમ પાંચ કાર્યો. લઘુકર્મીજીવ : ઓછાં કર્મવાળો જીવ. સૂમસંપરાય : ઝીણો લોભ જેને બાકી છે તે. ૦ પાના નં. ૭૪ ઘાતી કર્મોનો : આત્માના ગુણોનો નાશ કરનાર જ ઘાતકર્મો. ગામાનુગામ : એક ગામથી બીજે ગામ વિહાર કરનારા પ્રભુ. ૧૩૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ : બળાત્કારે કર્મોનો જલ્દી નાશ કરવો તે. : રીત, પદ્ધતિ : કમાડ જેવો આકાર. : રવૈયા જેવો આકાર. : ચૌદ રાજલોકમાં સંપૂર્ણપણે વ્યાપ્ત. : લાકડા જેવો આકાર. : શરીરમાં જ ફક્ત વ્યાપ્ત રહેલો. : આશ્ચર્ય કરનાર. : કામકાજ. સમુઘાત પ્રક્રિયા ૦ પાના નં. ૭૫ : કપાટ મન્થાન સર્વલોકવ્યાપી દંડમાંથી શરીરસ્થ ચમત્કારિક કાર્યવાહી ૦ પાના નં. ૭૬ : યોગનિરોધ બાદર મનોયોગ ધનીભૂત શુકલલેશ્યા અયોગી અનાશ્રવપણું સર્વસંવરભાવ શૈલેષીકરણ દેહત્યાગ સમશ્રેણી : યોગોને રોકવા. * મનમાં થતા ચૂલવિચારો. : પોલાણ વિનાનું - નક્કર. : ઉત્તમ વિચારો - સારાં પરિણામો. : યોગ વિનાના : આત્મામાં બિલકુલ કર્મો ન આવે તે. : આવતાં કર્મોનું સર્વથા રોકાઈ જવું તે. : મેરુપર્વત જેવું સ્થિર થવું તે. : શરીરની ચેષ્ટાનો ત્યાગ. ? સીધી લાઈનસર ગતિ, વાંકા વળ્યા વિનાની ગતિ. ૦ પાના નં. ૭૭ : વિહુયરયમલા આત્મહિત સંસારાભિનન્દી અહિતકારક માર્ગોપદેશક ઇષ્ટવિષયોની : રજ અને મેલ જેમણે ધોઈ નાખ્યા છે તે. : પોતાના કલ્યાણની ભાવના. : સંસારને વખાણનાર. : અકલ્યાણ કરનાર. : માર્ગ સમજાવનાર. : મનગમતા વિષયોની. ૧૩૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ : અણગમતા વિષયોની. અનિષ્ટવિષયોની ૦ પાના નં. ૭૮ : પસ્તાવો આન્તરિક ધનવાનું ભાત્તિ મિથ્યાત્વાદિ સામાન્યથી વિશેષથી જ્ઞાનાવરણીય ૦ પાના નં. ૭૯ : આલંબને રૂપી દ્રવ્યોનું સંજ્ઞી પંચેન્દ્રિય : પશ્ચાત્તાપ – અંદર હૃદયમાં દુઃખ થવું તે. : આત્માના અંદરના શત્રુઓ - હૈયામાં રહેલા શત્રુઓ. રાગાદિ. : ધનવાળો પુરુષ. : બ્રમ. : મિથ્યાત્વ વિગેરે કર્મબંધના જ હેતુઓ. : સંક્ષેપમાં. ': વિસ્તારથી. : જ્ઞાનને ઢાંકે તેવું કર્મ. મનોગતભાવોનું લોકાલોકનું બે જ જ્ઞાન : આધારે, સહારાથી. : વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું પુદ્ગલદ્રવ્ય. : મનવાળા જીવો. ચિંતન-મનની શક્તિવાળા જીવો. : મનમાં વિચારેલા ભાવો - ચિંતન કરાયેલા ભાવો. : લોક અને અલોક એમ બન્ને આકાશનું. * ફક્ત મતિ અને શ્રત એમ બે જ જ્ઞાન જીવને હોય છે. : સાચું-યથાર્થ સમ્યકત્વ જેને થયું છે તેવા જીવો તે. : જે જીવોને સમ્યકત્વ થયું નથી. કુદેવ - કુગુરુ - કુધર્મમાં ફસાયા છે તે. : પદાર્થોનું સ્વરૂપ બે પ્રકારનું છે : સામાન્ય - વિશેષ. : ભોગવવું – બાંધેલું કર્મ ભોગવવું તે. : ગુણોને અંશે અંશે નાશ કરે. સમ્યગુદૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ ધર્મ ઉદય દેશઘાતી ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વાવાર્યગુણ કદાચિત્ યત્કિંચિત પાના નં. ૮૧ : મુખ્યત્વે નિર્ભય પાના નં. ૮૨ : પલટાયા ક્ષમાશીલ સ્વભાવ વિપરીત વર્તન દારૂ હિતાહિતનો પાના નં. ૮૩ : શંકા કાંક્ષા હેય વિવેકહીન તત્પુરુષ સમાસ પરિહરવાનું પાના નં. ૮૪ : કષાય મોહનીય નોકષાય મોહનીય જલની રેખા પાના નં. ૮૫ : રેતીની રેખા સંવચ્છરી પ્રતિક્રમણ માટીની રેખા પર્વતની રેખા : પોતાને ઢાંકવા લાયક ગુણ. ઃ ક્યારેક, કોઈક વખત, કોઈ દિવસ. : કંઈક, થોડું. ઃ ખાસ કરીને, ઘણું કરીને. : ભય વિના, બીક વિના. : બદલાયા કરે છે, ફેરફાર થયા કરે છે. : ગુનેગારોની માફી આપે એવો સ્વભાવ. : ઊલટું વર્તન, ઊંધી ચાલ, મોટી રીતભાત્. : મદિરા. કલ્યાણ અને અકલ્યાણનો. : : વિવેક વિનાનો : ભગવંતનાં વચનોમાં પ્રશ્નો કરવા તે. : અન્ય ધર્મોની ઇચ્છાઓ કરવી તે. : તજવા લાયક : : છોડી દેવાનું, ત્યજી દેવાનું. આ એક વ્યાકરણમાં સમાસ આવે છે. : ક્રોધાદિ ચાર કષાયો. : હાસ્યાદિ કષાયો, જે ક્રોધાદિને વધારે. : પાણીની રેખા (પાણીમાં પડેલી ચિરાડ). : નદીની સૂકી રેતીમાં કરેલ લાઇનો. : વર્ષે એક વાર કરાતું પ્રતિક્રમણ, પર્યુષણના છેલ્લા દિવસે કરાતું પ્રતિક્રમણ. : તળાવની સુકાયેલી માટીમાં પડેલી રેખા-ચિરાડો. : પહાડના પથ્થરમાં પડેલી ચિરાડો. ૧૪૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ પથ્થરનો સ્થંભ ? પથ્થરનો થાંભલો. આ થાંભલો જેમ ન વળે તેમ. : વાંકાપણું તીવ્રમાયા : વધારે ગાઢ માયા તે. ૦ પાના નં. ૮૬ વિકતા ૦ પાના નં. ૮૭ઃ પ્રયત્નશીલ થવું ઉત્તેજક ઉદીપક સહાયક કામરાગ છાતી ફાટ રડવું ૦ પાના નં. ૮૮: ઊલટી દેશના : મહેનતવાળા બનવું. ઘણી મહેનત કરવી. : કષાયોને ઉત્તેજિત કરનાર, વધારનાર, પ્રેરણા કરનાર : કષાયોને ચકચકિત કરનાર, વધારનાર. : કષાયોને મદદ કરનાર - સહાય કરનાર. : સંસારના ભોગો ભોગવવાનો જે રાગ. : છાતી કૂટીને રડવું. ભક્ષણ કરવાથી યથાર્થ નિયત મુદત ૦ પાના નં. ૮૯ : મૂછવાળો : ઊંધી દેશના. ભગવાનની વાણીથી વિરુદ્ધ સમજાવવું. : ખાઈ જવાથી. : સાચેસાચું. : નક્કી કરેલી મુદત. શોભાસ્પદ દેદીપ્યમાન રાગ ચેતનવંતા આરાધક જ ૦ પાના નં. ૯૦ : આરાધનામાં : મમતાવાળો. : ઊંડું; પેટમાં હોય કંઈ અને બોલે કંઈ : શોભે તેવું. : તેજસ્વી. : સ્નેહ, પ્રેમ. : જાગ્રત – સજાગ. : ઘર્મક્રિયા કરતો જ રહે છે. : ઘર્મક્રિયા કરતાં કરતાં. ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ સર્વવિરતિ જાતિમદ કુલમદ પિંડમા સદા આરાધકે અપવર્તનીય અનપવર્તનીય પાના નં. ૯૧ : ભવધારણીયતા સોપક્રમી નિમિત્તોવાળું નિરુપક્રમી તદ્ભવમોક્ષગામી પાના નં. ૯૨ : પિંડપ્રકૃતિ પ્રત્યેકપ્રકૃતિ પાના નં. ૯૩ : શરીર ભૂચર ખેચર દૃશ્ય અદૃશ્ય ઃ અલ્પત્યાગ, અંશથી ત્યાગ. : પૂર્ણત્યાગ. : અભિમાન, જાતિનું માન. ઃ કુળનું અભિમાન. : ઊંચા પ્રકારની એક જાતની ધર્મક્રિયા. : હંમેશાં ધર્મક્રિયા કરનાર. : બાંધેલું આયુષ્ય તૂટી જાય તે. : બાંધેલું આયુષ્ય ન તૂટે, પૂરેપૂરું ભોગવાય તે. : પોતાના ભવમાં જીવને ધારી રાખે, પકડી રાખે તે. ઃ ઉપક્રમ એટલે નિમિત્ત, મરતી વખતે અગ્નિ આદિ નિમિત્તે મળે. : અગ્નિ-પાણી-પર્વત વગેરે મરણનાં નિમિત્તો બને તે. : મરતી વખતે નિમિત્તો ન મળે તે, સહજ મૃત્યુ થાય તે. : તે જ ભવે જીવ મોક્ષે જાય તે. • ઘણી-ઘણી પ્રકૃતિઓ (કર્મના ભેદો) સાથે હોય તે. : એકેક પ્રકૃતિ, પિંડ નહિ, બે-ચાર પ્રકૃતિઓ ભેગી નહીં. : : જે નાશ પામે તે, નાશવંત હોય તે શરીર. : ભૂમિ ઉપર ચાલે તે. : આકાશમાં ચાલે તે. : જોવાલાયક. ન જોવાલાયક, ન દેખાય તે. ૧૪૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભવપ્રત્યાયિક ગુણપ્રત્યયિક લબ્ધિપ્રત્યયિક : ભવના નિમિત્તે મળનારું. : ગુણના નિમિત્તે મળનારું, ગુણોથી પ્રગટ થનારું. : ગુણો મેળવવાથી મળેલી જે લબ્ધિ, તેનાથી મળનારું. : ચૌદ પૂર્વે ભણેલા મુનિ. : શંકા ? ચતુર્વિધ સંઘ સ્વરૂપ જે તીર્થ, તેને કરનારા. પૂર્વધર સંદેહ તીર્થકરાદિ ૦ પાના નં. ૯૪ અવયવો દંતાલી વજ ઋષભનારાચ : શરીરનાં અંગો; હાથ - પગ - પેટ - માથું વગેરે. : દાંતાવાળું અનાજ ભેગું કરવાનું એક સાધન. : વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો અને નારાચ એટલે મર્કટબંઘ-માંકડાની જેમ વળગવું, આ ત્રણે જ્યાં હોય ત્યાં પહેલું સંઘયણ. : માંકડાનું બચ્યું જેમ એની માને વળગે તેમ હાડકાનું જોડાણ. મર્કટબંધ ૦ પાના નં. ૯૬ : પ્રમાણસરના બિનપ્રમાણસરના કૃષ્ણ : માપસરના. : માપ વિનાના. ઃ કાળો કલર, બ્લેક કલર. : પીળો કલર, યલો કલર. : લાલ કલર - રેડ કલર : સુગંધ : દુર્ગધ. રક્ત સુરભિગંધ દુરભિ ૦ પાના નં. ૯૭ : તિક્ત કઃ કષાય : તીખું. : કડવું. : તૂરું-ફિક્યું. : ખાટું. ૧૪૩ આશ્લ Page #145 -------------------------------------------------------------------------- ________________ મધુર ગુરુ * મીઠું. : ભારે વજનદાર. : હલકું. લઘુ શીત : ઠંડું. ઉષ્ણ નિગ્ધ મૃદુ કર્કશ બળદની નાથની જેમ આનુપૂર્વી : ગરમ. : ચીકણું. : લૂખું. : કોમળ. : ખડબચડું. : બળદના મુખમાં નંખાયેલી દોરી. : એક જાતનું કર્મ છે. જે જીવને પરભવમાં જતાં વાંકા વાળે છે. ૦ પાના નં. ૯૮ : અતિશય સમૃદ્ધિવાળો : સામાન્ય માણસમાં ન હોય તેવું સ્વરૂપ : દુનિયાના સામાન્ય માનવીમાં ન ઘટે તેવી સંપત્તિવાળા. ૦ પાના નં. ૯૯ : સૌભાગ્ય દૌર્ભાગ્ય યુક્તિપૂર્વકનું ગ્રાહ્ય ત્રસદશક સ્થાવરદશક ૦ પાના નં. ૧૦૦ : મૂળભેદ : લોકોને વહાલો લાગે છે. : લોકોને વહાલો ન લાગે તે. : દલીલોથી ભરેલું. : ગ્રહણ કરવાલાયક. : ત્રસ વિગેરે દશપ્રવૃત્તિઓ. : સ્થાવર વિગેરે ૧૦ પ્રકૃતિઓ : કર્મોના મુખ્ય મુખ્યભેદો - જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વિગેરે. : ટૂંકાણમાં. ૦ પાના નં. ૧૦૦ : સંક્ષેપમાં ૦ પાના નં. ૧૦૨ સ્વભાવ સરળ સંસારની આસક્તિ ': માયા કપટ વિનાનો સ્વભાવ. : સંસાર ઉપરની બહુ જ પ્રીતિ. ૧૪૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ સુખશૈલ્યપણાની વક્ર સ્વભાવવાળો ઉચ્ચકુલોમાં નીચકુલોમાં પ્રસનીય સંસ્કારી ઘરોમાં કાવટ વિઘ્નભૂત સંપત્તિ પાત્ર પાના નં. ૧૦૩ : દાનેશ્વરી યુવાવસ્થાદિ દુર્બળ બંધ ઉદય ઉદીરણા સત્તા ઓછી-વત્તી પાના નં. ૧૦૪ : પૂર્વાચાર્યોએ વિવક્ષી પાના નં. ૪૯ : સામાન્ય રૂપરેખા ઉપન્નેઈવા વ્યય પાના નં. ૧૦૫ : પ્રયત્નશીલ : સુખશેલીયાપણું શરીરને ઘણું જ સાચવવાની ભાવના. : વાંકા સ્વભાવોવાળો. : ઊંચા ઘરોમાં - સંસ્કારી ઘરોમાં : હલકા ઘરોમાં, ઃ વખાણવા લાયક. : ગુણિયલ ઘરોમાં. • અટકાયત. : મુશ્કેલીસ્વરૂપ. : ધન-દોલત. : યોગ્ય વ્યક્તિ. : છૂટે હાથે દાન આપનાર. જુવાન અવસ્થા વિગેરે. : : શરીરે થાકેલો. : સમયે સમયે જીવ કર્મો બાંધે તે. : પૂર્વે બાંધેલાં કર્મો જીવ ભોગવે તે. : ભાવિમાં ઉદયમાં આવનારાં કર્મોને બળાત્કારે વહેલાં ઉદયમાં લાવવાં તે. : બાંધેલાં કર્મો આત્મા પાસે હોવાં તે. : ઓછી-વધારે. : પૂર્વના આચાર્યોએ : વિવક્ષા કરી છે - કહી છે. : ઉપ૨ - ઉપરથી સારી રીતે સમજાવ્યું. - : બધા પદાર્થો ધ્રુવ છે. નિત્ય છે. સ્થિર છે. : વિનાશ. 0:0 ઘણા પ્રયત્નો કરે છે. ૧૪૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ કુંડળ : સ્થિર - નિત્ય. : હાથમાં પહેરવાનો અલંકાર. : કાનમાં પહેરવાનો અલંકાર. : દાખલો. : સગવડતા : મનગમતો સોનાનો કડુ એવો જે ઘાટ-આકાર. : મનગમતો સોનાનો કુંડળ એવો જે ઘાટ-આકાર. : તટસ્થ. : ગાયના દૂધમાંથી બનેલી ચીજો. : ગાયના દૂધમાંથી જે ન બન્યું હોય તે. દૃષ્ટાન્ત જોગવાઈ ઈષ્ટ કડાપર્યાયનો ઈષ્ટ કુંડલપર્યાયનો ઉદાસીન . ગોરસ અગોરસ ૦ પાના નં. ૧૦૬ શમી જાય સૂથમદૃષ્ટિ દર્શનશાસ્ત્રીઓ સૂથમદૃષ્ટિથી ૦ પાના નં. ૧૦૭ : પુત્રવધૂ નિત્યાનિત્ય ભિન્નભિન્ન તન્મય સામાન્યવિશેષાત્મક દ્રવ્યો પૂર્વ-ઉત્તર પર્યાયોની અસ્તિ : શાન્ત થઈ જાય. : ઝીણી દૂષ્ટિ, તાત્ત્વિક દૃષ્ટિ. : ઘર્માચાર્યો, બીજા ધર્મના સૂત્રકારો. : ઝીણી ઝીણી દૃષ્ટિથી : છોકરાની વહુ. : નિત્ય અને અનિત્ય. : ભિન્ન અને અભિન્ન. : એકાગ્ર, ઓતપ્રોત. : સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મવાળો. : પદાર્થો. : આગળ-પાછળ રૂપાન્તરો : હોવાપણું. : નહીં હોવાપણું. : વાસના - વિકારો ન થાય તે. ઃ વિકારોવાળું - વાસનાવાળું નાસ્તિ અવિકારીમાંથી વિકારી ૦ પાના નં. ૧૦૮: ક્ષણવર્તી ઉપકારક : ફક્ત એક ક્ષણ રહેનાર : ઉપકાર કરનાર. ૧૪૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ : મુખ્યતા.. નયો પ્રધાનતા ભવાન્તરોમાં : એક ભવથી બીજા ભવોમાં. ક્ષણિક : નાશવંત ચીકણાં : ભારે કર્મો. સ્યાદ્વાદ્ : અપેક્ષાએ બોલવું તે. ૦ પાના નં. ૧૦૯૦ સમુચિત : સાથે સરવાળો સપ્તભંગી : સાત ભાંગા, બોલવાના સાત પ્રકાર. અપલાપ * * : ઉડાડી મૂકવું તે. મિથ્યાત્વ : ખોટી દૃષ્ટિ માતા : જન્મ આપનારી જનેતા. ૦ પાના નં. ૧૧૦ઃ : દૃષ્ટિ – અપેક્ષા ઉપચાર : આરોપણ કરવું - વ્યવહાર કરવો. અપુનર્બન્ધાવસ્થા : ફરી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો ન બંધાય તેવી અવસ્થા મંદમિથ્યાત્વી : આછું-પાતળું મિથ્યાત્વ. પૃથક્કરણ : જુદું પાડવું – અલગ કરવું ૦ પાના નં. ૧૧૧ : લિંગ : આકાર - સ્ત્રીલિંગ પુલિંગ – નપુંસકલિંગ વચન : એકવચન - દ્વિવચન અને બહુવચન તીર્થકર : તીર્થની સ્થાપના કરનારા જિનેશ્વર પ્રભુઓ. પરમાત્મા : પરમ એવો આત્મા, ઊંચામાં ઊંચો આત્મા. વીતરાગ • : જેમના રાગાદિ ચાલ્યા ગયા છે તેવા: વાચ્યઅર્થ -: જે જે શબ્દોના જે જે અર્થો થતા હોય તે. કિયા પરિણતાર્થ -: જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવી તેવી ક્રિયા થતી હોય તો જ તે શબ્દનો પ્રયોગ કરવો. ૦ પાના નં. ૧૧૨ : પ્રતિભેદો ' : ભેદોના પણ ભેદો. ૧૪૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધ સમુચ્ચય અપલાપ પાના નં. ૧૧૩ : ક્રમબદ્ધ પર્યાય છદ્મસ્થ પાના નં. ૧૧૪ : ધર્મપ્રાપ્તિ અફસોસ . આર્તધ્યાન કાર્યસિદ્ધિ પારિભાષિક શબ્દો પરિચય અભ્યાસ સુખકારક જ્ઞાનાભ્યાસ ઃ નસીબ. : પાંચે કારણો સાથે. ઃ ઉડાવી મૂકવું, ન ગણકારવું તે. : અનુક્રમે આવનારા પર્યાયો. : કેવળજ્ઞાન વિનાના જીવો. 10 ઃ ધર્મનો લાભ થાય તે. : પસ્તાવો. : સંયોગ-વિયોગની ચિંતા. : કાર્ય થવું તે. : જૈન શાસનમાં વપરાતા શબ્દો : જાણકારી. : અધ્યયન. : સુખદાયી. : જ્ઞાન ભણીને જ્ઞાની બને તે એટલે કે જ્ઞાનનો અભ્યાસ. ૧૪૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ veen by 166666651561571 કાંટાળી કેડી હે ભવ્યાત્મા ! આ સ'સારમાં ગુલાખ છે, તેા કાંટા છે સ્મિત છે તે અશ્રુ પણ છે, હર્ષી છે તેા શાક પણુ છે. અરે સ`સાર જ કાંટાળી કેડી છે, તેમાં તારે ચાલવું છે, તે જૂતાનું રક્ષણ જોઇશે. તેમ કાંટાળા સંસારમાં જીવન ગાળવું છે, તે ધર્મનું રક્ષણ જોઈશે જ. નહિ તે તારા આત્મામાં પડેલું અમૃત સરાવર સુકાઈ જશે. અને પેલી કાંટાળી વાડમાં તારે એકાકી ચાલવું પડશે. માટે જ્યાં આત્મસુખ છે ત્યાં જોઈશ તે તને કેડી પ્રાપ્ત થશે. એક અદ્દભુત તત્ત્વ નિજ શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મુક્તિ બીજ છે. સંસારસમુદ્રમાં આ આત્માનું સ્મરણુ અગાધજળમાં તરવાની નાવ છે. દુઃખરૂપ ભવાટવીથી બહાર નીકળવા માટે ભેમિયા છે. કર્માંના મળને બાળનાર અગ્નિ છે. વિકલ્પરૂપી ધૂળને ઉડાવી દેનાર વાયુ છે. અજ્ઞાનરૂપી રાગનું ઔષધ છે. જ્ઞાન તપ ને રહેવાનું અનન્ય ઘર છે. આત્મા અને પરમાત્માનું વિસ્મરણ તે ભાવમરણ છે. જે દેહના મરણ કરતાં વધુ દુ:ખદાયી છે. *9 rary.org