________________
માનતા નથી. અન્યની અપેક્ષાએ પિતા અને અન્ય અપેક્ષાએ પુત્ર માને છે. તેવી જ રીતે જે સ્ત્રી પોતાના પુત્રની અપેક્ષાએ માતા છે. તે જ સ્ત્રી પોતાના પતિની અપેક્ષાએ પત્ની પણ છે જ. એમાં વિરોધ જેવું શું છે? અર્થાત્ કંઈ જ નથી. એવી જ રીતે એક પુત્રી પોતાના પિયરપક્ષની અપેક્ષાએ પુત્રી કહેવાય છે. તે જ સાસરિયાપક્ષની અપેક્ષાએ પુત્રવધૂ કહેવાય છે. માટે આ જગતના તમામ પદાર્થો પરસ્પર વિરોધી દેખાતા હોવા છતાં બે ભાવોથી અપેક્ષાએ અવિરોધિપણે ભરેલા છે.
આત્મા જેમ નિત્યા નિત્ય છે, તેમ શરીરાદિથી ભિન્ન ભિન્ન પણ છે. શરીરની સાથે આત્મા પ્રદેશ પ્રદેશે વ્યાપ્ત છે. તન્મય છે. એકમેક છે માટે અભિન્ન છે તથા શરીર પુદ્ગલ છે. જડ છે અને આત્મા ચેતન છે. જ્ઞાનવાનું છે માટે ભિન્ન પણ છે જ. માટે મૃત્યુ વખતે શરીર અહીં રહે છે અને આત્મા પરભવમાં જાય છે.
વળી દરેક આત્માઓ “સામાન્ય વિશેષાત્મક' છે. આત્મા પણે દરેક આત્માઓ સરખા છે. અને દેવ-મનુષ્ય-તિર્યંચાદિ પણે વિશેષ-વિશેષ પણ છે. તમામ મનુષ્યો પણ મનુષ્યપણે સમાન છે. પરંતુ સ્ત્રી-પુરુષ-નપુંસકાદિપણે વિશેષ પણ છે જ.
આ રીતે સર્વે દ્રવ્યો પૂર્વ-ઉત્તર પર્યાયોની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયવાળા એટલે કે અનિત્ય છે. અને દ્રવ્યરૂપે ધ્રુવ એટલે કે નિત્ય જ છે. ભિન્નભિન્ન પણ છે. સામાન્ય વિશેષ પણ છે. અસ્તિ અને નાસ્તિરૂપ પણ છે. પોતાના રૂપે અસ્તિ છે. અને બીજાના રૂપે નાસ્તિ છે. જેમ માટીનો ઘડો તે ઘડાપણે અસ્તિ છે, પરંતુ કોડિયાપણે નાસ્તિ છે.
કેટલાક દર્શનકારો વેદાન્ત-ન્યાય-વૈશેષિક અને સાંખ્ય આદિ) આત્માને એકાન્ત નિત્ય જ માને છે. ભવ બદલાવા છતાં આત્મા તેનો તેજ છે એમ કહે છે. પરંતુ આ વાત બરાબર નથી. જેમ ભવ બદલાય છે તેમ આત્મા પણ પર્યાયથી બદલાય છે. જો આત્મા એકાન્ત નિત્ય જ હોય તો આ આત્મા મનુષ્યના ભવમાંથી સિંહના ભવમાં જાય ત્યારે દયાળુમાંથી હિંસક કેમ બની જાય છે ? બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં આવતાં અવિકારીમાંથી વિકારી કેમ બની જાય છે ? માટે આ આત્મા દ્રવ્યસ્વરૂપે નિત્ય હોવા છતાં પર્યાયથી
- ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org