________________
ચોક્કસ બદલાતો છે, એટલે કે અનિત્ય પણ છે. આ પ્રમાણે નિત્યાનિત્ય જ
કોઈ કોઈ દર્શનકારો (બૌદ્ધદર્શન વિગેરે) આત્મા આદિ સર્વે પદાર્થો ક્ષણિક છે. માત્ર ક્ષણવર્તી જ છે. અનિત્ય જ છે એમ માને છે. તે પણ વાત બરાબર નથી. જે એકાન્ત ક્ષણિક જ હોય તો એક ક્ષણ પછી આત્મા સર્વથા નાશ પામે છે. નવો જ આત્મા આવે છે એવો અર્થ થાય છે. જો એમ હોય તો બાલ્યાવસ્થાનું સ્મરણ યુવાવસ્થામાં કેમ થાય? યુવાવસ્થામાં વર્તતો મનુષ્ય વૃદ્ધાવસ્થામાં સુખી થવા માટે પ્રયત્નશીલ કેમ બને ? આ ભવમાં રહેલો જીવ બીજા ભવના કલ્યાણ માટે શા માટે પ્રયત્ન કરે ? ગયા ભવોમાં કરેલા કર્મોને અનુસાર આ ભવમાં જીવ જન્મતાં જ દુઃખી-સુખી કેમ થાય ? માટે આત્મા આદિ સર્વે પદાર્થો પર્યાયથી ક્ષણવર્તી હોવા છતાં પણ દ્રવ્યથી ચોક્કસ નિત્ય જ છે. અર્થાત્ તે જ આત્મા તે છે. છે. આ પ્રમાણે જગતના તમામ પદાર્થો નિત્યાનિત્ય, ભિન્નભિન્ન છે. ગુણોથી ગુણી દ્રવ્ય પણ ભિન્નભિન્ન છે. બંને ભાવો હોવાથી જે કાળે જે ઉપકારક હોય તેની પ્રધાનતા કરાય છે. જે ઉપકારક ન હોય તેની ગૌણતા કરાય છે. જેમ કે આત્મા કર્મ બાંધતો હોય ત્યારે બંધમાંથી અટકાવવા નિત્ય વિચારવો જરૂરી છે. કે હે આત્મન્ ! તું કર્મો બાંધે છે, પરંતુ ભવિષ્યમાં ભવાન્તરોમાં તારે જ ભોગવવાનું છે. તે નિત્ય છે. જે બંધ કરે છે, તે જ ફળ ભોગવે છે, માટે બંધથી વિરામ પામ.
અને જ્યારે પુણ્ય-પાપ કર્મોનો ઉદય ચાલતો હોય ત્યારે અનિત્ય વિચારવો જરૂરી છે. જેમ કે પુણ્યોદય હોય કે પાપોદય હોય ત્યારે તે આત્મન્ ! આ દુઃખ-સુખનો દશકો ક્ષણિક છે. સંપત્તિ-વિપત્તિ વિનાશવંત છે. કાયમ કદાપિ રહી નથી અને રહેતી પણ નથી. માટે તું હર્ષશોક ન કર, અભિમાન માયા ન કર, નહિ તો બહુ ચીકણા કર્મો બંધાશે અને તારે જ ભોગવવા પડશે. ઈત્યાદિ.
સારાંશ કે સર્વે પદાર્થો દ્રવ્યથી નિત્ય-સદાકાળ સ્થિર છે. ધ્રુવ છે પર્યાયથી અનિત્ય, ક્ષણભંગુર, નાશવંત, ઉત્પત્તિવાન છે. બદલાતું છે. એમ નિત્ય અનિત્ય બંને હોવાથી અપેક્ષાએ જ બોલવું તે યાદવાદ કહેવાય છે. સ્વાદુ-અપેક્ષા
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org