________________
અને વાદ એટલે બોલવું. અપેક્ષાએ જ બોલવું તે સ્યાદ્વાદ. તેનું બીજું નામ અપેક્ષાવાદ છે. ત્રીજું નામ અનેકાન્તવાદ છે. આ વાત સમજાવવા માટે જૈનશાસ્ત્રોમાં છ આંધળા માણસોની અપેક્ષાએ એક હાથીનું સ્વરૂપ સમજાવતું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે.
એક હાથીને છ આંધળા માણસો જુદા જુદા અવયવોથી પકડે છે. પછી પરસ્પર વિવાદ કરે છે. કહો હાથી કેવો છે ? જેના હાથમાં સૂંઢ આવી છે, તે કહે છે કે હાથી સાંબેલા જેવો છે. જેના હાથમાં પગ આવે છે તે કહે છે કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં કાન આવ્યા છે તે કહે છે કે હાથી સુપડા જેવો છે. જેના હાથમાં પૂંછડું આવ્યું છે તે કહે છે કે હાથી દોરડા જેવો છે. અને જેના હાથમાં પેટ આવ્યું છે તે કહે છે કે હાથી કોઠી જેવો છે. કહો કે આ છમાંથી કોણ સાચો અને કોણ જૂઠો ? આપણે કહેવું જ પડશે કે હાથી છએ પુરુષોના બોલાયેલા સમુચિત સ્વરૂપવાળો છે પણ કોઈ એક સ્વરૂપવાળો નથી. તેવી ીતે જગતના તમામ પદાર્થો બે ભાવથી ભરેલા છે. એક ભાવવાળા નથી માટે જ અનેકાન્તમય છે. તે જ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ કહેવાય છે.
આજ નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, સામાન્ય વિશેષ અને અસ્તિનાસ્તિ આદિ ઉભયભાવમય સ્વરૂપ છે. તેમાંથી જ વસ્તુનું સ્વરૂપ વિવક્ષાએ સાત પ્રકારનું બોલાય છે. તેને સપ્તભંગી કહેવાય છે. જેમ કે (૧) સ્યાત્ નિત્ય (૨) યાત્ અનિત્ય (૩) સ્યાત્ અવક્તવ્ય. (૪) સ્યાદ્ નિત્યાનિત્ય (૫) સ્યાદ્ નિત્યાવક્તવ્ય (૬) સ્યાદ્ અનિત્યાવકતવ્ય (૭) સ્યાદ્ નિત્યાનિત્યા વક્તવ્ય. એમ કુલ સાત ભાંગે જગતનું સ્વરૂપ જાણવા જેવું છે. તેવી જ રીતે ભિન્નાભિન્નમાં (૧) સ્યાદ્ ભિન્ન (૨) સ્યાદ્ અભિન્ન (૩) સ્યાદ્ અવક્તવ્ય. (૪) સ્યાદ્ ભિન્ના ભિન્ન (૫) સાદ્ ભિન્નાવક્તવ્ય (૬) સ્યાત અભિન્નાવક્તવ્ય અને (૭) સ્યાદ્ ભિન્નાભિન્ન અવક્તવ્ય એમ સાત ભાંગા છે. સાત ભાંગે જગતનું સ્વરૂપ છે. માટે કોઈપણ એક ભાંગે જ સ્વરૂપ બોલીને બીજા ભાંગાઓનો અપલાપ કરીએ તો તે મિથ્યાત્વ થાય છે.
સ્યાદ્વાદ એટલે કે અપેક્ષાવાદ, અપેક્ષાએ જ બોલવું. તેને જ અનેકાન્તવાદ કહેવાય છે. તે સમજાવવા માટે જૈનદર્શનમાં સાત નયો કહ્યા છે. નય એટલે દૃષ્ટિ, નય એટલે કે વિવક્ષા, નય એટલે અપેક્ષા જેમ કે આપણી માતાને
Jain Education International
૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org