________________
દાન-ક્ષય આ બે ગુણો જેમાં છે તે દીક્ષા, જ્યારે આત્મા દીક્ષા લે છે ત્યારે શરીરથી ભિન્ન એવાં વસ્ત્રો, મિલ્કત, ઘન, અલંકાર માથાના વાળ વિગેરે તમામ પૌદ્ગલિક વસ્તુઓ છોડી દે છે. પરંતુ શરીર અને કર્મ આ બે વસ્તુ પૌલિક હોવા છતાં છોડી શકાતી નથી. માટે તેનો તપશ્ચર્યાદિ વડે ક્ષય કરવો પડે છે. એમ અલંકારાદિનું દાન અને શરીરાદિનો ક્ષય જેમાં છે. તે દીક્ષા કહેવાય છે. દા + ક્ષિ ધાતુના સ્વરોનો વ્યત્યય થયો
છે. I જ્યારે આત્મા સંસારથી વૈરાગી બને, ત્યાગી બને, દીક્ષા ગ્રહણ કરે, આત્મસાધનામાં વર્તે ત્યારે તે આત્માને સાધુ કહેવાય છે. સાધુ થયા પછી સ્વાધ્યાય કરતા અનેક શાસ્ત્રો ભણતાં ભણતાં જ્યારે વર્ષો બાદ તે બીજાને ભણાવી શકે તેવા બને ત્યારે તેમને ઉપાધ્યાય કહેવાય છે. ઉપ = પાસે અને અધ્યાય = ભણવું. જેમની પાસે શિષ્યો ભણી શકે તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય બન્યા પછી ભણાવતા ભણાવતા શિષ્યોનો, સંઘનો અને સમાજનો પ્રેમ જીતે, અનુભવી થાય, પ્રૌઢ-વિચક્ષણ અને ગંભીર બને ત્યારે સંઘ તેમને આચાર્યપદ અર્પણ કરે છે. એટલે કે આચાર્યપદે બિરાજમાન કરે છે. અરિહંત ભગવાનની ગેરહાજરીમાં આ ત્રણે પદે બિરાજમાન વ્યક્તિઓ તેમનો ઉપદેશ જનતાને સમજાવે છે તેથી તેમને ગુરુ કહેવાય છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે ત્યાગી-વૈરાગી અને સર્વજ્ઞને અનુસરનારા હોય છે. અરિહંત અને સિદ્ધ પ્રભુ વીતરાગી અને સર્વજ્ઞ હોય છે.
એમ પ્રથમ બે પદ પરમાત્માને (દવતત્ત્વને) જણાવનારા અને પાછળના ત્રણ ગુરુતત્ત્વને જણાવનારા છે. એમ કુલ આ પાંચ પદને પરમેષ્ઠી કહેવાય
પરમપદે એટલે ઊંચામાં ઊંચા પદે બિરાજમાન જે વ્યક્તિઓ તે પરમેષ્ઠી કહેવાય છે. આ પાંચ સંસારના ભોગવિલાસથી રહિત હોવાથી અને રાગાદિ અંતરંગ શત્રુઓ વિનાની હોવાથી આ વ્યક્તિઓ સમાન આ જગતમાં બીજી કોઈ વ્યક્તિઓ નથી. તેઓને આ પાંચ પદોના સ્મરણપૂર્વક મારા ભાવથી નમસ્કાર હો. આ વીતરાગ પ્રભુની મૂર્તિ પણ રાગ-દ્વેષાદિ દોષો વિનાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org