________________
પ્રશ્ન : અરિહંત પ્રભુ અને સિદ્ધ પ્રભુ આ બંનેમાં તફાવત શું? ઉત્તર : અરિહંત પ્રભુ અને સિદ્ધ પ્રભુ આ બંનેમાં અરિહંત પ્રભુ હજુ
મોક્ષે ગયેલા નથી, સિદ્ધ પરમાત્મા મોક્ષે ગયેલા છે. અરિહંત પ્રભુ નિરંજન સાકાર છે અને સિદ્ધ પરમાત્મા નિરંજન નિરાકાર છે. એક શરીરી છે અને બીજા અશરીરી છે. અરિહંત પ્રભુ ઘર્મના ઉપદેશક છે. તેમની કહેલી વાણી ગણધર ભગવન્તો શાસ્ત્રરૂપે ગૂંથે છે. એક હજુ અપરિપૂર્ણ છે, બીજા પરિપૂર્ણ
પ્રશ્ન : આ પ્રમાણે વિચારતાં અરિહંતપ્રભુ કર્મવાળા છે, અશરીરી છે
અને સિદ્ધ પરમાત્મા સર્વ કર્મ વિનાના અને અશરીરી છે. તો આ નવકાર મંત્રમાં પહેલો નમસ્કાર સિદ્ધ ભગવન્તને કરવો
જોઈએને ? ઉત્તર : વાત સાચી છે કે અરિહંત ભગવન્તો કરતાં સિદ્ધ ભગવન્તોની
સ્થિતિ ઊંચી છે. પરંતુ સિદ્ધ ભગવન્તો જે સિદ્ધ ગતિને પામ્યા છે તે અરિહંત ભગવન્તોના ઉપદેશથી પામ્યા છે. એટલે મૂળ ઉપકાર અરિહંત ભગવન્તોનો છે. જેમ પ્રાથમિક શાળાના શિક્ષક પાસે ભણેલો વિદ્યાર્થી કૉલેજ અને યુનિવર્સિટીમાં ભણીને વધુ વિદ્વાન થાય તો પણ પ્રાથમિક શાળાના શિક્ષકને જ અગ્રસ્થાન આપે તેમ આ નવકાર મંત્રમાં અરિહંત ભગવન્તો ઉપકારક હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરેલ છે. આ અરિહંત પ્રભુ મોક્ષે ગયા પછી તેમની ગેરહાજરીમાં તેમનો કહેલો ઘર્મ જે સમજાવે તે ગુરુ કહેવાય છે. ગુરુજીમાં વિકાસના ક્રમ પ્રમાણે સાધુ-ઉપાધ્યાય અને આચાર્ય એમ ત્રણ પદ આવે છે. જ્યારે આ મનુષ્ય સંસારનો સર્વથા ત્યાગ કરી દીક્ષા લે અને સંસારથી વૈરાગી બને ત્યારે તેને સાધુ કહેવાય છે, જે
આત્માની સાધના કરે તે સાધુ કહેવાય છે. પ્રશ્ન : દીક્ષા શબ્દનો અર્થ શું ? ઉત્તર : તે પણ સમજી લઈએ. સંસ્કૃતમાં “દા' અને “ક્ષિ' ધાતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org