________________
તેવો કર્મોનો પાવર નક્કી થવો તે રસબંધ. તીવ્ર મંદતા, પાવર, જુસ્સો તે રસબંધ, જેમ કે એક કર્મ તાવ લાવે એવું બાંધ્યું પરંતુ તે કર્મ નવાણું ડિગ્રી તાવ લાવશે કે ૧૦૦ કે ૧૦૩, ૧૦૪ ડીગ્રી તાવ લાવશે એવું નક્કી થવું તે રસબંધ. આ વાત સમજવા શુભ કર્મો માટે શેરડીના રસનું અને અશુભ કર્મો માટે લીંબડાના રસનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં આવે છે. શેરડી અને લીંબડાના રસ જેવી જે કર્મોના ઉદયમાં મીઠાશ અને કડવાશ હોય તે એકઠાણિયો રસ અથવા એક સ્થાનિક રસ કહેવાય છે. જે શેરડી અને લીંબડાનો રસ ઉકાળી ઉકાળીને બાળી અર્ધો બાળી અર્ધો બાકી રાખ્યો હોય તેના જેવી કડવાશ, મીઠાશ જે કર્મોમાં હોય તે બેઠાણિયો રસ, જે રસના બે ભાગ બાળી નાંખી ત્રીજો ભાગ માત્ર રાખેલો હોય તેના જેવી કડવાશ, મીઠાશ જે કર્મોમાં હોય તે ત્રણઠાણિયો રસ અને જે રસના ત્રણ ભાગો બાળી નાખી ચોથો ભાગ માત્ર બાકી રાખીએ અને તેના જેવી મીઠાશ-કડવાશ જેમાં હોય તે ચઉઠાણિયો રસ કહેવાય છે.
આવી રીતે શેરડી અને લીંબડાના રસના દૃષ્ટાન્તથી શુભ-અશુભ કર્મોની તીવ્ર-મન્દતા સમજાવવા જ્ઞાની પુરુષોએ પ્રયત્ન કર્યો છે. આઠ કર્મોની કુલ ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં ૪ જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, ૫ અંતરાયકર્મ, ૪ સંજ્વલન કષાયો અને ૧ પુરુષવેદ એમ કુલ ૪ + ૩ + ૫ + ૪ + ૧ = ૧૭ કર્મોના રસ ૧ -૨ - ૩- ૪ ઠાણિયો અર્થાત એકઠાણિયાથી ચારા ઠાણિયા સુધીનો ચારે પ્રકારનો બંધાય છે. પરંતુ આ ૧૭ સિવાય બાકીની ૧૦૩ પ્રકૃતિઓનો રસ ફકત ૨-૩-૪ બેઠાણિયો, ત્રણ ઠાણિયો અને ચાર ઠાણિયો જ બંધાય છે. એકઠાણિયો રસ બંધાતો નથી.
(૪) પ્રદેશબંધઃ જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે અનંતાનંત કર્મ-પરમાણુઓના બનેલા સ્કંધો જ જીવ બાંધે છે. અનંતાનંત પરમાણુઓના સ્કંધો બાંધવા છતાં સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય જ રહે છે.
જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે આ ચારે બંધ નકકી થાય છે. તેમજ કર્મ બાંધ્યા પછી તેમાં ફેરફાર પણ કરી શકાય છે. પાછળ આવતા પરિણામ, પશ્ચાત્તાપ, અનુમોદના આદિ પરિણામો વડે આ જીવ બાંધેલાં કર્મોને તોડી પણ શકે છે અને ચીકણું પણ કરી શકે છે. જીવ પોતાના અધ્યવસાયથી જ કર્મમાં ફેરફાર કરી શકે છે. તેથી તેમાં સંક્રમણ, ઊધ્વર્તના અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિધત્તિ, નિકાચના આદિ આઠ કરણો પાછળથી લાગે
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org