SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેવું બાંધ્યું હોય તેવું જ જો ભોગવવું પડે તો કોઈ જીવનો ક્યારે પણ મોક્ષ થાય જ નહીં. માટે જીવ ઘણાં કર્મો તોડી પણ શકે છે, તેને નિર્જરા કહેવાય છે. અને નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મોનો ક્ષય થાય તેને જ મોક્ષ કહેવાય છે. (૯) મોક્ષ તત્ત્વ : = સંસારી આત્મા જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરે અને શુદ્ધ નિરંજન નિરાકાર આત્મા બને ત્યારે તેને મોક્ષ કહેવાય છે. આ મોક્ષ મનુષ્યગતિમાંથી જ પમાય છે. શેષ ગતિઓમાંથી અને ભવોમાંથી મરીને મનુષ્યમાં આવી મોક્ષે જઈ શકાય છે. મોક્ષ એટલે બંધનમાંથી છુટકારો. કર્મ અને શરીર આ બે આત્માને મોટાં બંધન છે. તેમાંથી આત્માનો છુટકારો થવો તે મોક્ષ કહેવાય છે. કર્મ વિનાના થયેલા આત્માઓ નિર્વાણ પામી લોકના અગ્રભાગે જઈ અલોકને અડીને રહે છે. ધર્માસ્તિકાય આદિની મદદ ન હોવાથી લોકાગ્રંથી ઉપર જતા નથી. આઠ કર્મોરહિત હોવાથી આહાર નિહાર, વિહાર, રોગ, શોક, ભયાદિથી મુક્ત છે. વળી અનંતજ્ઞાનાદિ ગુણો વિકસેલા હોવાથી તેની રમણતાવાળા છે. ગુણોની ૨મણતા એ જ અનંતુ મોક્ષસુખ છે. પરભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાની પ્રાપ્તિ એ જ વાસ્તવિક આત્માનું સુખ છે. કેટલાક એમ પૂછે છે કે મોક્ષમાં ખાવાનું નથી, પીવાનું નથી, હરવા-ફરવાનું નથી. રાજમહેલ કે મોટરગાડી નથી તો સુખ શું ? અનંતકાળ સુધી ત્યાં જ બેસી રહેવાનું ? શું કરવાનું ? ઇત્યાદિ કલ્પનાઓથી પ્રશ્ન પૂછે છે. પરંતુ ઉપરોક્ત ખાવા-પીવા આદિનું સુખ તે પૌલિક સુખ છે. તે આ શરીરને ગમે તેટલું આપીએ તો પણ તૃપ્તિ પામતું નથી. પરવશતા જ છે. માટે તે બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતર્દ્રષ્ટિ ખોલીશું તો આત્માને મોક્ષમાં ગુણનું સ્વાભાવિક સુખ છે. સહજ સુખ છે. સ્વતંત્રતાનું સુખ છે તે સમજાશે. મોક્ષ' એ બે અક્ષરનો બનેલો સાર્થક શબ્દ છે. માટે તેનાથી વાચ્ય વસ્તુ પણ જગતમાં છે જ. જે જે શબ્દો સાર્થક હોય છે તે તે શબ્દથી વાચ્ય વસ્તુ પણ ઘટ-પટ કળશ આદિની જેમ જગતમાં હોય જ છે. તેમ મોક્ષ પણ છે જ. આજ સુધી મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા અનંતી છે અને ભવિષ્યમાં ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy